Saturday 23 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આઠ કલાકના ‘વર્કિંગ ડે’માંથી છુટકારો ક્યારે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આઠ કલાકના 'વર્કિંગ ડે'માંથી છુટકારો ક્યારે?
ફોકસ-કીર્તિશેખર

amdavadis4ever@yahoogroups.comભારત હોય કે અમેરિકા, ઈંગ્લૅન્ડ હોય કે ચીન, કયા દેશનો નાગરિક એવું નહીં ઈચ્છતો હોય કે એને ઑફિસમાં જેટલા કલાક કામ કરવું પડે છે, તેમાં ઘટાડો થાય?.. પણ કર્મચારીના ઈચ્છવાથી શું થવાનું? હા, કામકાજની બદલાતી જતી ટૅક્નોલૉજીથી એવું બની શકશે, એમ લાગે છે અને કદાચ એ જ આધારે ચીનની એક ઈ-કૉમર્સ વૅબસાઈટના સંસ્થાપક જેક માએ કહ્યું છે કે, 'આગામી ૩૦ વર્ષોમાં ભારતની અંદર વર્કિંગ ડે-કામકાજનો દિવસ ફક્ત ચાર કલાકનો થઈને રહી જશે એટલું જ નહીં, પણ કામકાજનું સપ્તાહ-વર્કિંગ વીક પણ પાંચકે છ દિવસને બદલે ફક્ત ચાર દિવસનું થઈ જશે.

આના કારણમાં ન તો માલિકોમાં કામદારો પ્રત્યેની લાગણી કે હમદર્દી હશે, ન તો કામની ઘટ કે કમી હશે અથવા ન તો કામ કરવાની ઝડપ બહુ તેજ થઈ જવાની બાબત હશે! એનું કારણ હશે બહુ તેજ ગતિથી થનારું ઑટોમેશન! જી હા, આગામી ૩૦ વર્ષોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવીય જ્ઞાન-બુદ્ધિનું સ્થાન લઈ લેશે. એને પગલે આખા જગતમાં નોકરીઓની સંખ્યામાં માત્ર કમી જ નહીં આવે, પણ કામકાજની હાલની આખી સંસ્કૃતિ જ બદલાઈ જશે. એમાં વર્કિંગ અવર્સ (કામકાજના કલાકો) અને વર્કિંગ વીક (કામકાજનાં સપ્તાહ)ની સંકલ્પના કે ખ્યાલનો સમાવેશ પણ હશે.

જોકે, આ વાત માત્ર જેક મા જ નથી કરતા, પણ ઑક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના એક અહેવાલનું પણ એવું માનવું છે કે, આગામી ૨૫ વર્ષમાં વર્ક કલ્ચરમાં બહુ વધારે પ્રમાણમાં ઑટોમેશન થશે. જેને પગલે, બહુ મોટા પાયે માણસોના હાથમાંથી રોબૉ નોકરીઓ છીનવી લેશે. રોબૉના આવવાથી જ્યાં પારંપરિક નોકરીઓ ખતમ થશે તો કેટલીયે નવી નોકરીઓ પેદા થશે. જેકો, આવું પહેલી વાર નહીં થાય. અગાઉ પણ મેન્યુઅલ કામને મશીનો દ્વારા બદલવામાં આવ્યું હતું, જેનાથી અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી. એવી જ રીતે અર્ધ-મશીની વર્ક કલ્ચર જ્યારે સંપૂર્ણપણે મશીન આધારિત થશે ત્યારે પણ અનેક જણનો રોજગાર છીનવાઈ જશે.

એમ તો ટૅક્નોલૉજીના નિષ્ણાતોને એ બાબતે પૂર્ણ ભરોસો છે કે, માણસ બહુ ઓછા સમય માટે આવી ટૅક્નિક કે ટૅક્નોલૉજીનો મોહતાજ કે તેનાથી અસહાય રહેશે. એ બહુ ઝડપથી અને ફરી એકવાર પોતાને અપગ્રેડ, અપસ્કિલ કરશે અને મશીનોને પોતાના ગુલામ બનાવીને રાખશે. જોકે, જેક મા જેવા ટૅક્નિક અને ટૅક્નોલૉજીનાં કદમોની આહટને સમયના પહેલા પારખી લેવાવાળાઓનું કહેવું છે કે, આવા સંચાર કે સંક્રમણ કાળમાં અથવા એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવાના કાળમાં આ નવી ટૅક્નોલૉજી કે આ ઑટોમેશન કામકાજની આપણી છેલ્લાં ૨૦૦ વર્ષથી ચાલી આવતી પારંપરિક શૈલીને સંપૂર્ણપણે બદલી નાખશે. આવનારા દિવસોમાં ઑટોમેશનને પગલે લોકોને આખા સપ્તાહને બદલે ફક્ત ચાર જ દિવસ કામ કરવાની જરૂર રહેશે.

થોડા દિવસ અગાઉ ગેટવે કોન્ફરન્સમાં જેક માએ એ વાત પણ ભારપૂર્વક કહી હતી કે, કામકાજના કલાકો કે સપ્તાહમાં ઘટ થવાની વાત નવી નથી! આપણા પૂર્વજો એટલે કે આપણા દાદા-નાના આજથી ૬૦-૭૦ વર્ષ અગાઉ ખેતરોમાં દરરોજ સરેરાશ ૧૬ કલાક કામ કરતા હતા. આપણી પેઢી સુધી સમય આવતામાં તો કામકાજના એ કલાકો આઠથી દસ કલાક પૂરતાં સીમિત થઈ ગયા હતા. એટલે જ જો આગામી ૩૦ વર્ષમાં કામકાજના એ કલાકો ચાર કલાક અને ચાર દિવસ પૂરતાં સીમિત થઈ જતા હોય તો એમાં નવાઈ જેવી કશી જ વાત નહીં હોવાની! જો કે, એ ટૅક્નોલૉજીની રૂટિન રફતારની જ દ્યોતક બની રહેવાની.

હવે સવાલ એવો છે કે, લોકો ત્યારે વ્યસ્ત નહીં રહેવાના તે? આજની પરિસ્થિતિઓને હિસાબે જોઈએ તો એવું ચોક્કસ જ લાગવાનું કે લોકોની પાસે કામકાજમાંથી આટલો સમય બચશે તો તેમને બસ ફુરસદ જ ફુરસદ હોવાની!... પણ જેક મા કહે છે કે 'એવું નહીં થાય.' એમના કહેવા પ્રમાણે માણસ ત્યારે પણ એટલો જ વ્યસ્ત રહેવાનો, જેમ આજે કામકાજની અવધિ એક સૈકા અગાઉની સરખામણીમાં અડધી થઈ ગઈ છતાં લોકો એક સદી અગાઉના સમયની સરખામણીમાં આજે વધારે વ્યસ્ત છે. પચાસ વર્ષ અગાઉ સુધી લોકો સગાંસંબંધીઓમાં કે વ્યવહારમાં જવા માટે વર્ષમાં સરેરાશ ૩૦થી ૪૦ દિવસનો સમય ફાજલ રાખતા હતા અને કોઈને રોકાવું પડે તો તે માટે સરેરાશ બેથી ત્રણ દિવસનો સમય હાથવગો રાખતા જ હતા જ્યારે આજે ઘનિષ્ઠમાં ઘનિષ્ઠ સંબંધીને ત્યાં જઈને રોકાણ કરવામાં આપણી પાસે સરેરાશ એક આખા દિવસ કરતાં પણ ઓછો સમય હોય છે.

એટલા માટે જ જેક મા કહે છે કે, હાલમાં તો આપણે રોજના ૮ કલાક અને સપ્તાહના પાંચ દિવસ કામ કરીએ છીએ તો પણ એવું વિચારીએ છીએ કે આપણે બહુ બીઝી છીએ! આવનારા ત્યારના કાળમાં ચાર દિવસ અને રોજના ચાર કલાક કામ કરીને પણ આપણી સ્થિતિ આ જ રહેવાની. જેક માનું એમ પણ માનવું છે કે, આ સંક્રાતિ કે સંક્રમણનો કાળ બહુ પીડાકારી બની રહેવાનો છે. એ પણ વળી એટલે સુધી કે એમાં ત્રીજા વિશ્ર્વયુદ્ધની આશંકાઓ પણ સમાયેલી છે. જેક માના કહેવા પ્રમાણે પહેલી ટૅક્નિકલ ક્રાંતિએ પહેલા વિશ્ર્વ યુદ્ધને જન્મ આપ્યો હતો. બીજી વખતની ટૅક્નિકલ ક્રાંતિ બીજા વિશ્ર્વ યુદ્ધનું વાહન બની હતી. અત્યારે જ્યારે આપણે ત્રીજી પ્રવિધિક (વ્યવહારુ વિજ્ઞાનની) ક્રાંતિના બારણે ઊભા છીએ ત્યારે એ ત્રીજા વિશ્ર્વ યુદ્ધનું કારણ બની શકે છે!

---------------------------

માત્ર ઑફિસનું કામકાજ જ નહીં યુદ્ધની રીત પણ બદલાશે!

ભવિષ્યમાં યુદ્ધની પદ્ધતિ-રીત પણ પૂર્ણપણે બદલાઈ જશે. એ માટે ભારતે પણ પૂરી તૈયારી કરી લીધી છે એટલી એક વાત ખરે જ સારી છે. આ તૈયારી છે યુદ્ધમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગની! ભારત પણ આ યોજનામાં કામ કરી રહ્યું છે. આ યોજના હેઠળ માનવરહિત ટેન્કો, જહાજો, સબમરિનો, વિમાનો અને રોબૉટિક હથિયારો વડે સલામતી દળો કે લશ્કરને સજ્જ કરવાનાં છે. ખરેખર તો યુદ્ધના માપદંડોમાં આવનારા દિવસો અત્યાર સુધીના યુદ્ધના દિવસો કરતાં સદંતર અલગ કે નોખા હોવાના. હવે યુદ્ધના મેદાનમાં જવાનો બહુ ઓછા હશે,જ્યારે રોબૉટિક મશીનો વધારે હશે. દરેક દેશ પોતાના લશ્કર માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વ્યવસ્થા કરી રહ્યો છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os71jyH4jY8OL%2BpfNVDaXUo%3D6zKxt6ApW7g-yBooQj6GQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment