Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કરો પહેચાન અને જાળવો માન અન્ન બ્રહ્મનું... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કરો પહેચાન અને જાળવો માન અન્ન બ્રહ્મનું!
વિશ્વવ્યાપી: નમન મુનશી

 

 

 

 

એક વ્યક્તિ – અમારે ત્યાં તો લગ્નમાં ૧૦૦૦ – ૧૫૦૦ રૂપિયાની ડિશ હોય છે.


બીજી વ્યક્તિ – હું રતલામનો છું, અમારે ત્યાં ૨૫૦૦ રૂપિયા સુધી ડિશ હોય છે, ૧૫૦૦ રૂપિયાની ડિશ તો મેં જોઈ છે.


ટ્રેનમાં બે વ્યક્તિ વચ્ચે સાંભળેલો સંવાદ છે, જે સામાન્યતઃ બધે જ ચર્ચાનું કેન્દ્ર હોય છે કેમ કે હમણાં લગ્નસરા ચાલે છે. કોઈપણ પ્રસંગે ઉપસ્થિત રહેનારા મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર ભોજન જ હોય છે. કંકોત્રી-ઇન્વિટેશન કાર્ડ જોનારની પ્રથમ નજર તો ભોજનના સમય પર જ કેન્દ્રિત થાય છે. જો ભોજન ન રાખવામાં આવે તો ભાગ્યે જ કોઈ પ્રસંગમાં હાજરી આપે. આ એક સ્વાભાવિક ચેષ્ટા છે તે કોઈપણ રીતે નિંદનીય નથી. કારણ વ્યક્તિ પ્રસંગમાં ઉપસ્થિત રહે ત્યારે તેમને ભૂખ્યા તો ન જ મોકલાય.


પહેલાંના જમાનામાં પ્રસંગે પંગત ભોજનની સિસ્ટમ હતી, કદાચ આજની પેઢીને તો ખબરેય ન હોય. પાટલા, બાજઠ સાથે જમીન ઉપર હારબંધ જમવાવાળા બેસતા, જ્યારે જમાડવાવાળા તરફ્થી ભોજન પીરસવામાં આવતું. વખત જતાં પાટલા પર બેસી જમવાની પદ્ધતિ જુનવાણી ગણાવા લાગી, ટેબલ ખુરશીનો જમાનો આવ્યો. જમવાવાળા ટેબલ પર બેસતા થયા.


આધુનિકતાનો પવન ફૂંકાયો જેણે જમવાની પદ્ધતિ જ સમૂળગી બદલી નાખી, બફેટ જેને આપણે બુફે કહીએ છીએ, સિસ્ટમ દાખલ થઇ. પાટલા સિસ્ટમમાં જોઈતું પીરસવામાં આવતું જયારે બુફેમાં જોઈતું હોય તે જાતે લઇ લેવાની સગવડ આપવામાં આવે છે. બસ અહીંથી જ ભોજનના વધુ પડતા પ્રમાણમાં બગાડની શરૂઆત થઇ હતી. પાટલા પદ્ધતિમાં આખું મેનુ ફ્ક્સિ જ રહેતું. એમાંથી ન ભાવે કે ન ફવે તો ના પાડી શકો છો, જયારે બુફે પદ્ધતિમાં કોને શું ભાવે કે શું ફવે, તેવા પ્રશ્નો ઊભા થયા, ધીમેધીમે વાનગીઓ ઉમેરાતી ગઈ, પરંતુ આવનારા મહેમાનોની ભૂખ તો એટલી જ રહી, તેથી દરેક વાનગીઓ વધારે પ્રમાણમાં બનવા લાગી, પરંતુ પૂર્ણરૂપમાં ખતમ થતી જ નથી. આ સાથે ઉમેરાયું મેટ્રો કલ્ચર ઉપરાંત પ્રાંતિય-દેશી-વિદેશી વાનગીઓ તરફ્નું વળગણ.


હવેના લગ્ન પ્રસંગમાં સૂપ (બે પ્રકારના મિનિમમ) થી ડેઝર્ટ (આઈસક્રીમ – મોટેભાગે) સુધીનો છપ્પન ભોગનો રસથાળ ગોઠવવામાં આવે છે. સ્ટાર્ટ અપથી એન્ડ અપ, સ્થાનિક ઉપરાંત સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઈનીઝ કે પિત્ઝા તો ગરીબ લોકો ય રાખતા થઇ ગયા છે. દેખાડાનો મોહ વળગતાં, અમીર દેખાવું હોય તો કોન્ટિનેન્ટલ ફૂડ તો રાખવું જ પડેની માનસિકતા આવી. સવાલ વાનગીઓના નંબર્સથી નથી, પરંતુ આ દરેક વાનગીઓના પ્રમાણથી થવો ઘટે. એક વ્યક્તિ એક સમયે વધુમાં વધુ ૫૦૦ ગ્રામ જેટલું જ ખાઈ શકે છે. દરેક વાનગી ટોટલ આવનાર વ્યક્તિ દીઠ બનાવવા મજબૂર થવું પડે છે, કોણ કઈ વાનગી આરોગશે તે થોડું જાણી શકાય? આમ સરવાળે આ રસથાળ ખાવા કરતાં બગાડમાં વધુ જઈ શકે છે.


લોકો પણ ડિશમાં એવી રીતે ફૂડ લે છે, જાણે બીજી વાર મળવાનું જ ન હોય. છેવટે વગર શરમે ફેંકી દે છે. આમે ય ઘણાં લોકોમાં ખાવાનું છાંડવાની (થાળીમાં એઠું છોડવાની) આદત જ હોય છે. આવું એંઠું કોઈના કામમાં ન આવે સિવાય કે કચરાના ડબ્બામાંથી કૂતરાં-બિલાડા ખાય.


જાણીને દુઃખ થવું જોઈએ કે ભારતમાં જ અંદાજે ૨૦ કરોડ લોકો દરરોજ ભૂખ્યા, અપૂરતું કે અધકચરું ખાય છે, વિશ્વમાં આ આંકડો લગભગ ૮૩ કરોડ પર પહોંચે છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે ભારતમાં લગભગ ૪૦% ભોજનનો બગાડ થાય છે. લગ્ન, હોટલ, પાર્ટી, કાર્યક્રમો અને ઘરોમાં રોજ કેટલા ભોજનને એમ જ ફેંકી દેવામાં આવે છે. આ ભોજન ભૂખ્યા લોકોને ખવડાવવામાં આવે તો ઘણા લોકોને ભરપેટ ભોજન મળી શકે છે.


હોટલમાં જમવા જાવ તો થોડો થોડો ઓર્ડર કરો. કે લગ્ન પ્રસંગે જાવ તો થોડું થોડું ડિશમાં લો, એંઠું ભોજન ન મૂકો. એંઠું ભોજન ફ્ક્ત કચરા ટોપલીમાં જાય છે જયારે વધેલો ખોરાક ગરીબોમાં વહેંચવાનું અનેક સંસ્થાઓ પ્રસંશનીય કાર્ય કરે છે. તેમની મદદ લેવી જોઈએ. પ્રસંગ યોજતા સ્થળોએ કે હોટલમાં આ લોકોનો કોન્ટેક્ટ નંબર લખવો જોઈએ.


ભોજનનો બગાડ ભૂખમરાનું સૌથી મોટું કારણ છે. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં એક લગ્નમાં બચેલો ખોરાક ૫૦૦થી ૨૫૦૦ની ભૂખ ભાંગે છે એવું કહેવાય છે.


આ આપણા અતિથિ સંસ્કાર છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી આ આતિથ્ય સત્કારની પ્રથા અવળી અસર સર્જી રહી છે. જેને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેને માથે ખર્ચનો ભાર વધારે છે. કેટરિંગવાળા પહેલાં બજેટ જ પૂછે છે. આટલી બધી વાનગીઓ રાખવી હોય તો સ્વાભાવિક છે કે બજેટ ડિશ દીઠ ૫૦૦થી ૧૫૦૦ (જેવું શહેર) રૂપિયા સુધી પહોંચે જ. એટલે જમણવાર રાખનાર દેખાદેખીમાં પણ ખેંચાઈ છે.


આપણા શાસ્ત્રોમાં અન્નને 'પૂર્ણ બ્રહ્મ' કહ્યું છે. અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે. એનો અનાદર, એનો બગાડ એનો તિરસ્કાર એ એક મહાપાપ છે. અન્ન સૌની જઠરાગ્નિઠારે છે અને અન્ન જ સૌની જરૂરિયાત છે એ ન ભૂલવું જોઈએ. માટે અન્નનો બગાડ થતો અટકાવવો એ પણ આપણી નૈતિક ફ્રજ હોવી જોઈએ. જ્યારે દુનિયામાં દર ૯ માણસે એક માણસ ભૂખ્યો સૂતો હોય ત્યારે માનવતાની દ્રષ્ટિએ પણ ભોજનની કદર કરવી જોઈએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvEbHVi1DTf9kTvOh9spvmS8vz-9tiCHhQ_pRmVmpu_cA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment