Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ છોટી સી બાત... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છોટી સી બાત!
અશોક દવે

 

 

 


મીતુ.... મીતુઉઉઉઉ...!


- ઓહ, કમ ઑન દુર્ગા... મને મીતુ નહિ કહેવાની તને હજારવાર સૂચના આપી છે... મીતેશ જ કહેવાનું.
- વૉટ્‌સ ધ પ્રોબ્લેમ... મીતુ મારા વહાલનું નામ, છે એમાં---
- જસ્ટ શટ અપ! આ વહાલનું નામ નથી... નાન્યતર જાતિનું નામ છે... હું તારો પતિ છું, 'પતું' નહિ!
- તું ય ઘણીવાર મને 'દુર્ગા'ને બદલે 'દૂર્ગી' નથી કહેતો?
- 'દુર્ગા'નું 'દુર્ગી' થાય, પણ મેં ક્યારેય તને, 'ઓહ મારૂં દુર્ગુ...' નથી કીઘું. 'દુર્ગુ એ નાન્યતર જાતિ છે... હું તને 'દુર્ગાપ્રસાદ' કહીને બોલાવું તો કેવું લાગશે?'
- ઓહ મીતુ... તું બહુ સૅન્સિટીવ છે...
- ફરી પાછું 'મીતુ'?... ઍન્ડ માઈન્ડ યૂ... અહીં 'સૅન્સિટીવ' ના આવે... 'સૅન્ટીમૅન્ટલ' આવે...!
- તું કોને ઉલ્લુ બનાવે છે?---
- (મનમાં) તને બનાવવાની જરૂર પડે એમ નથી---
- એ બન્નેનો અર્થ એક જ થાય.
- દુર્ગી, હવે તું થોડી ગ્રો-અપ થા, યાર...! યૂ આર નો લૉન્ગર ઍ ચાઈલ્ડ, ડીયર!
- કેમ? 'સૅન્સિટીવ' અને 'સૅન્ટીમૅન્ટલ' બન્નેનો અર્થ એક જ તો છે!
- એ હશે, શ્રી.રમણલાલ ચંપકલાલ પટેલની ડિક્શનૅરીમાં...
- કોણ...?
- તારા બાપા - આઈ મીન, તારા પૂજ્ય પિતાશ્રીએ તારા બદલે ડિક્શનૅરી બહાર પાડી હોત તો બન્નેનો અર્થ એક હોત...!
- મીતુ, આઇ વૉર્ન યૂ... ફાધર સુધી નહિ જા...!
- તારા મધર સુધી જવાય એવું નથી... આખા સૅટમાંથી ફક્ત રમણભ'ઈ જ જીવતા છે... ડાર્લિંગ, 'સૅન્સિટીવ' એટલે કોઈ વાત ઉપર બહુ ઝડપથી રીઍક્ટ કરનારું.. ને 'સૅન્ટીમેન્ટલ' એટલે, તું જે કહેવા માંગતી હતી એ... બહુ ટચી.
- મીતુ... આઇ મીન, વૉટસોઍવર યૉર નૅઈમ ઇઝ... મને વાતવાતમાં તું આમ ટકોર કરે છે, તે ગમતું નથી...
- દુર્ગા... આર યૂ સીરિયસ...?
- અફ કૉર્સ, આઇ ઍમ સીરિયસ. ઇંગ્લિશના એક-બે શબ્દો તું વધારે જાણતો થયો, એટલે બહુ ફિશિયારીઓ ના માર... હું ય ડૉક્ટર થયેલી છું... કોઇ અભણ નથી.
- કમ ઑન દુર્ગા... ડૉક્ટર થયા એટલે જરૂરી નથી કે, ગ્રામેટિકલી ય ઇંગ્લિશ સાચું આવડતું હોય... ગુજરાતના ઑલમોસ્ટ ૭૦-ટકા ડૉક્ટરો ચાર સળંગ વાક્યો ઈંગ્લિશમાં બોલી શકતા નથી... જેટલું બોલે, એમાં ય--
- નાઉ... વિલ યુ પ્લીઝ બટન યૉર લિપ્સ, મિતેશકુમાર...?
- જો ડાર્લિંગ... જમાનાઓ પહેલા, આવું કોઇનું મોંઢું બંધ કરાવવા માટે આવા બટન-ફટન બોલાતું હતું... મેં તને કીઘું ને, જરા ગ્રૉ-અપ થા... હવે જરા સ્ટાઇલમાં કહેવાય છે, ''વિલ યુ ઝીપ યૉર લિપ્સ...?''
- તો એ જ હવે હું તને કહું છું કે, તારા કાળાકાળા હોઠ ઉપર ચૅઈન ખેંચી નાંખ... મને---
- દુર્ગા, ડૉન્ટ ગો પર્સનલ... તું કંઈક હવે વધારે પડતું અંગત અપમાન કરી રહી છે... તને ખબર છે ને, તારી ડૉક ૯ ને ૫ છે...?
- (ચીસ પાડીને) શટ અઅઅઅઅ...પ, મીતેશ!
- શરૂઆત તેં કરી છે.
- ઓકે... તો હવે અંત પણ હું જ કરીશ... આઈ ઍમ લિવિંગ... હું તને અને આ ઘરને છોડી રહી છું...
- દુર્ગા... યૂ આર ક્રૉસિંગ લિમિટ્‌સ! આટલી નાની વાતને તું આટલું મોટું સ્વરૂપ આપી રહી છે...?
- નાની વાત તારા માટે હશે... આજે લિમિટો તેં વટાવી છે... મારા ફાધર-મધર સુધી તું પહોચ્યો છે, મને ઉતારી તેં પાડી છે... મારા ડૉક્ટરી પ્રોફેશનની ફિરકી તેં ઉતારી છે...
- એક તારું ઇંગ્લિશ સુધારવાની આટલી મોટી સજા?
- મિતેશ, મારું ઈંગ્લિશ સુધારવાનું તો એક બહાનું હતું... તારે એમાં તારો ઈગો સાબિત કરવો હતો કે, "I am better  than her"...!
- દુર્ગી... અહીં her નહિ... she is આવે! "I am better than she is"!
- ગો ટુ હૅલ, મિતેશ... હું આ ઘર છોડીને જઈ રહી છું--
- પ્રોમિસ...? ઓહ આઇ મીન, આમાં ઘર છોડવાની ક્યાં--
- દુનિયા છોડવી પોસાય એમ નથી... તું તો એ જ રાહ જોઈને બેઠો છું... આઈ નો ધેટ! ...બાય ધ વે, 'આઈ નો ધૅટ' તો બરાબર બોલી છું ને...? કે એમાં ય, 'આઈ નૉઝ ધેટ' આવે...?'
- દુર્ગા, હું ડૉક્ટર નથી...!
- આવી ફાલતુ પીસીઓ તું જ મારી શકે, મિતેશ...!
- સૉરી મારું દુર્ગુ... પીસી એટલે જ 'ફાલતુ કટ'... 'પીસી'ની આગળ પાછું 'ફાલતું' ન આવે!
- હવે હું ઇડિયટ... મહા ઇડિયટ સાબિત થયો... 'પીસી'નો 'પી' એટલે 'ફાલતુ' નહિ, 'પૂઅર' કહેવાય... 'પુઅર કટ' એટલે 'પીસી' થયું, સ્ટુપિડ!
- નો આર્ગ્યુમૅન્ટ, ડીયર! 'પીસી' બાબતે તારા જેટલી અક્કલ તો કોઇનામાં ક્યાંથી હોય?
- મીતેશ... ધીસ ઇસ ટુ મચ...
- યસ... ધીસ ઇસ થ્રી મચ.. ફોર મચ... ફૉરટી-ફોર મચ... ઇઝ ધેટ ઓકે?
- તમે પુરૂષો વાઈફોને વારંવાર ઉતારી પાડવાનો વિકૃત આનંદ લેતા હો છો અને મારાથી એ સહન નહિ થાય!
- 'વાઈફ'નું બહુવચન----
- શટ અઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅ....પ! હવે હું તને મારી નાંખીશ... આઇ વિલ કિલ યૂ...
- તું... આઇ મીન, ક્યાંક.... જવાનું કહેતી'તી....એ ભૂલી.... ગઇ, ડાર્લિંગ?
- નો.... આઇ મીન આઇ ઍમ લિવિંગ યૂ ફોર ઍવર...!
- થૅન્ક યૂ દુર્ગુઉઉઉઉ...!

 

પ્રસ્તુત લેખની જેમ આ લોકોની વાતમાં ય કોઇ માલ છે? સહેજ પણ નહિ અને છતાં જુઓ. '૭૫-'૮૦ પછી જન્મેલી અને મોટી થઇને હવે પરણેલી આપણી નવી પેઢી પાસે ઝગડવાના જ નહિ, એકબીજાથી કાયમ માટે છુટા થઈ જવાના આવા અને આટલા જ કારણો હોય છે. બેશક આપણા કરતા આ લોકો વઘુ ભણ્યા છે. આપણે સાયકલ ફેરવીને ઝૂડાઈ ગયા પછી માંડ સૅકન્ડ-હૅન્ડ પહેલું સ્કૂટર લીઘું હતું ને આજે કારમાં ફરીએ છીએ, પણ આ જનરેશન તો જન્મ છે જ કાર અને કમ્પ્યૂટર સાથે. ઇંગ્લિશ આપણા કરતા સારું બોલે છે. હોટેલમાં ડિનરના ૩-૪ હજાર ખર્ચી નાંખતા એમના જીવો બળતા નથી ને ઉપરથી આપણને સમજાવે છે, ''ઓહ કમ ઑન ડૅડ... આટલા તો થાય જ ને?''


એમની પાસે આટલું આટલું હોવા છતાં, પતિ-પત્નીના સન્માનજનક સ્તરે પહોંચ્યા પછી એકબીજાને સહન કરી શકતા નથી. એકબીજાની નાનીનાની વાતોમાંથી ભૂલ કાઢે, એ સ્વીકારી શકાય પણ નાની ભૂલનું મોટું પરિણામ આ લોકો માટે રમત વાત છે, ભણેલી-ગણેલી હોવા છતાં સાવ નાની વાતમાં પપ્પાના ઘેર જતા રહેવાનું કે, વાતવાતમાં મેહમાનો, દોસ્તો કે ઘરના મૅમ્બરો સામે પત્નીને ઉતારી પાડવાનું રોજનું થઈ ગયું છે.


આપણી ચ્યૂઇંગ-ગમ કરતા બાજુવાળીના મોંઢાની ચ્યૂઇંગ-ગમમાં વધારે ચવાતું હશે, એવી ઇર્ષા કે પછી, 'જેવી છે, એવી આ જ ચલાવી લે, રતનીયા... કોણ જાણે છે બીજી આના કરતા ય વધારે ખરાબ નહિ આવે? એકબીજાની ભૂલ પકડી પાડવામાં કોઇ બુઘ્ધિ વાપરવી પડતી નથી... ચલાવી લેવામાં વિરાટ હૃદય વાપરવું પડે છે...!


(એક યુવાન પતિ-પત્નીઓને સમર્પિત, જે પોતાના બાળકોને પોતાના જેવા અધકચરા પતિ-પત્ની નથી બનવા દેવા માંગતા!)

 

 

સિક્સર
– આ મેદાનમાં આટલી જંગી સંખ્યામાં ગુટખાના પાઉચો કે પાનની પિચકારીઓ કેમ છે?
– સર... 'શહેરને સ્વચ્છ રાખો' સપ્તાહની જાહેરસભા ભરાઈ હતી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OufjcDTmngDJtxpBsubRid%3DWYZUEd2RAf5-D0O4%3DZ%2BUKA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment