Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શોભા વધારતાં અને તાજગી આપતાં વૃક્ષો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શોભા વધારતાં અને તાજગી આપતાં વૃક્ષો!

આપણા કલ્યાણ મિત્રો-ડૉ. અશોક એસ. કોઠારી

 

amdavadis4ever@yahoogroups.com

સુંદર વૃક્ષો વિષેની વાતોમાં એવી જાતનાં વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે કે જે મુંબઈમાં સહેલાઈથી ઊગે અને વાતાવરણને સુંદર બનાવે.

------------------------------

કદંબ (Anthocephalvs Sinensis)

આ સહેલાઈથી ઊગતું અને ઊંચાઈ પકડતું વૃક્ષ મુંબઈવાસીઓનું માનીતું બન્યું છે. લંબગોળ છેડેથી અણીયાળા પત્તાં ઉપરની બાજુ ઘેરા લીલાં રંગનાં હોય છે. નીચે લીલાશ પડતાં સફેદ હોય છે. ઉનાળામાં પત્તાં ખરી પડે છે. જૂન-જુલાઈમાં નવપલ્લવિત થાય છે. પુષ્પોની પીળી પાંખડીઓ જોડાઈને ટેનિસ બોલ જેવો દડો બને છે.

કૃષ્ણ ભગવાન અને ગોપીઓ સાથે સંકળાયેલું આ વૃક્ષ પવિત્ર ગણાય છે. ભૂતાન જતાં પ.બંગાળનાં હાસીમારા સ્ટેશનની બહાર ઉત્તંગ વૃક્ષ જોયેલું. મુંબઈમાં ઘણે ઠેકાણે આ વૃક્ષો જોવામાં આવે છે. શાંતાક્રુઝમાં સરસ્વતી રોડ અને લાયન્સ ગાર્ડનમાં અમે વાવેલાં વૃક્ષો ઊભાં છે. ફોર્ટમાં બૉમ્બે નૅચરલ હીસ્ટ્રી સોસાયટીની વડી કચેરી હોર્નબિલ હાઉસમાં સુંદર વૃક્ષ ઊભું છે. પક્ષીની વિષ્ઠામાંથી આ વૃક્ષ ઊગ્યું છે.

---------------------------

બુચ (Indian Cork tree Millingtonia hortensis)

આ વૃક્ષો સહેલાઈથી ઊગે છે, ઊંચું સીધું ઊગે છે. ઉપર ઘેરા લીલા રંગના સંયુક્ત પાંદડાઓનો જથ્થો વૃક્ષની શોભા વધારે છે. થડ ઉપરની પીળા રંગની બરડ છાલ બાટલીનાં બુચ જેવી દેખાય છે તેથી ઈંક્ષમશફક્ષ ઈજ્ઞયિ ઝયિય નામ પડયું છે. આ વૃક્ષ લાંબી દાંડીવાળાં સફેદ સુવાસિત ફૂલો ધારણ કરે છે. સવારે આ ફૂલોની ચાદર નીચે પથરાયેલી જોવા મળે છે. ઑક્ટોબર મહિના પછી ફૂલો ધારણ કરે છે. મહારાષ્ટ્રના કેટલાંક શહેરોમાં રસ્તાઓની બંને બાજુ આ વૃક્ષો લગાવવામાં આવ્યાં છે. મુંબઈમાં ફોર્ટમાં હોર્નીમન સર્કલમાં એક જૂનું વૃક્ષ છે. સહેલાઈથી ઊગે છે. વૃક્ષની નીચે અને આજુબાજુ બીજાં વૃક્ષો પણ ઉગેલાં જોવા મળે છે, પરંતુ મૂળિયા ઊંડા ન જતાં હોવાથી સખત પવન અને ઝંઝાવાતમાં જમીનદોસ્ત થાય છે.

-----------------------------

પાંડરવો (Indian Coral tree, Erythrina indica)

મધ્યમ ઊંચાઈનું આ વૃક્ષ સહેલાઈથી ઊગે છે. ડાળી વાવવાથી પણ ઊગે છે, પરંતુ બરડ છે. સખત તોફાનમાં પડી પણ જાય છે. છાલ ઉપર કાંટા હોય છે. થડની છાલમાં સીધા કાપા હોય છે. ત્રણ ત્રણ પત્તાનાં સંયુક્ત પર્ણો હોય છે. આ વૃક્ષ પુષ્પો ધારણ કરે છે ત્યારે એકદમ શોભી ઊઠે છે. ફૂલોનો રંગ પરવાળા જેવો લાલ ચટક હોય છે. તેથી 'કોરલ (પરવાળા) ટ્રી' નામ પડ્યું છે. ફૂલ આંકડાની જેમ વળેલું હોય છે, તેના ઉપર દસ લાંબા પુંકેસરનાં તાંતણાં હોય છે. ફૂલોમાંનું મધ ચૂસવા કાબર, કોશી, લેલાં, દરજીડો, બુલબુલ, કંસારો, સક્કરખોર વગેરેની જમાત આવી ચડે છે.

-------------------------

કરંજ (Pongania Poinngle)

શાસ્ત્રીય નામ પોંગમીયા-શબ્દ પોંગમ તામિલમાંથી આવ્યું છે. આ નાનકડું સુંદર વૃક્ષ છે, થડ ઉપરથી ચારે બાજુ શાખાઓ ફૂટે છે. લંબગોળ પત્તાં (સંયુક્ત) હોય છે. સફેદ ફૂલોમાં ગુલાબી-જાંબલી રંગની ઝાંય હોય છે. છાલ રાખોડી રંગની અને લીસી સપાટીવાળી હોય છે. લંબગોળ છેડેથી અણીદાર ચપ્પટ કળીમાં એક જ બી હોય છે. વૃક્ષ ધીમે ઊગે છે, પરંતુ લાંબી આવરદા છે. મુંબઈમાં ઠેકઠેકાણે આ વૃક્ષો જોવા મળે છે. હાઈ કોર્ટની બહાર અને મુંબઈ યુનિવર્સિટીની બહાર જૂનાં વૃક્ષો છે. વાંદરામાં ટર્નર રોડ ઉપર પણ છે. એપ્રિલ - જૂનમાં ફૂલો આવે છે. બિયામાંથી કથ્થાઈ રંગનું તેલ નીકળે છે. દરાજ વગેરેમાં ચોપડવાથી આરામ મળે છે. પાનખર વૃક્ષ છે, પરંતુ મોટેભાગે લીલુંછમ રહે છે.

-------------------------

સોન ચંપો (Michelia champaca)

ચંપાનાં પીળાં કેસરી ફૂલો સુવાસથી વાતાવરણને મઘમઘાટ કરી નાખે છે. ઊંચું ઊગતું વૃક્ષ ચિરહરિત છે. પત્તાં ૨૦-૨૫ સેે.મીટર લાંબા હોય છે. એક જમાનામાં જૂના પાલનપુર સ્ટેટની વાડીઓમાં આ વૃક્ષો ઉગાડવામાં આવતાં - સ્ટેશન ઉપર માલણો સુંડલામાં મોગરા, કેવડા, ચંપાના સુગંધી ફૂલો પ્રસારી વેચતી હતી. મુંબઈમાં આ વૃક્ષો ઓછાં દેખાય છે. 'હાઈબ્રીડ' ચંપા ઉછેરવામાં આવે છે. પત્રકોણમાંથી બહુ પાંખડીઓવાળા ફૂલો ઊગે છે. વૃક્ષો ઉનાળામાં અને વર્ષાઋતુમાં ફૂલો ધારણ કરે છે. શોખીન સ્ત્રીઓ અંબોડામાં આ ફૂલોની સજાવટ કરે છે. ચંપાનું અત્તર પણ પ્રખ્યાત છે. વૃક્ષોને ભેજવાળી હવા અને પુષ્કળ પાણીની જરૂર હોય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OviAnNcHqDdwT4TcFkTqJtuF6tfZTwRaGGmP0tX6RcmFQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment