Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એ ચોર બન્યો એમાં આપણા બધાનો હાથ છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એ ચોર બન્યો એમાં આપણા બધાનો હાથ છે!
કન્ટેમ્પરરી : એમ. એ. ખાન

 

 

 

ગામમાં વારંવાર ચોરી થતી રહેતી હતી. લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. સિપાઈઓ પણ ઘણા દિવસથી ચોકી-પહેરો કડક બનાવીને ચોરને પકડવા મથી રહ્યા હતા. એવામાં એક દિવસ એક શેરીમાં ચોકી કરતા યુવાનોને લાગ્યું કે મગનલાલના ઘરમાં ચોર પેઠો છે. એમણે ગુપચૂપ બધાને ભેગા કર્યા, મગનલાલના ઘર ફરતે ઘેરો બનાવ્યો અને પડકાર કર્યો. ચોર ભાગવા ગયો, પરંતુ પકડાઈ ગયો.


બધાએ કહ્યું, ચોરને સિપાઈના હાથમાં સોંપી દઈએ. કેટલાક વડીલોએ કહ્યું, ગામમાં સંત પધાર્યા છે અને પાંચ દિવસથી કથા કરી રહ્યા છે. ચાલો એમની પાસે લઈ જઈએ. રાત્રે જ બધા ઉપડયા સંત પાસે! સંત તો ભગવાનનું ધ્યાન કરતા જાગતા જ બેઠા હતા.


બધાએ ફરિયાદ કરી, મહારાજ આ ચોરને પકડી લાવ્યા છીએ. ઘણા દિવસથી એ ગામમાં ચોરીઓ કરતો હતો. લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. સંતે તાપણાંમાં થોડીક સાંઠેકડી ઉમેરીને તાપણું ઝગાવ્યું. તાપણાંના અજવાળામાં ચોરની સામે તાકી રહ્યા.


પછી ચોરને કહે, ભાઈ, મારી પાસે બધાએ આપેલું દ્રવ્ય ભેગું થયું છે. એ તુ લઈ લે. મહેનત-મજૂરી કરીને ખાવાનું રાખ! કોઈ મજબુરીના કારણે જ તેં ચોરી કરી હશે, પણ હવે પછી ચોરી ન કરીશ. ફરી જરૂર પડે તો મારી પાસે આવજે. મારી પાસે ફરીથી જે દ્રવ્ય ભેગું થયું હશે એ આપીશ. ૫ણ બાપલા ચોરી ન કરીશ!


ગામવાળા નવાઈ પામ્યા. સંતે ગામવાળાને કહ્યું, આ માણસ ચોર બન્યો એમાં આપણા બધાનો હાથ છે. ભાઈઓ, સંતાનો ભૂખથી ટળવળતા હોય, પત્ની માંદગીમાં સબડતી હોય અને હાથમાં કાણો પૈસો ન હોય, ખાવાનું કોઈ આપે નહીં તો માણસ ચોરી જ કરશે. બાપલા હવે પછી ગામમાં કોઈ આવી મુશ્કેલીમાં ન મુકાય એ જોતા રહેજો! હા, જેની પાસે ખાવા-પીવા જોગું હોય છતાં એ વ્યક્તિ ચોરી કરે કે લૂંટ કરે તો એને માફ ન કરતા.


આ વાત યાદ આવવાનું કારણ અખબારોમાં ચમકેલા સમાચારો છે. ગયા સોમવારે સમાચાર હતા કે થેન્હિપ્પલમ પોલીસ મથકના અધિકારીઓએ પોસ્કો એક્ટ(પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ)ની કલમ પાંચ અને છ હેઠળ ૩૬ વર્ષની એક મહિલાની ધરપકડ કરી છે. ૯ વર્ષના એક છોકરાએ પોતાના ફેમિલી ડોક્ટરને ફરિયાદ કરી કે એના જનનાંગોમાં પીડા થાય છે. ડોક્ટરે પૂછયું તો એણે જણાવ્યું કે એના સગાંમાં થતી એક મહિલા તેને રોજેરોજ ઘરમાં બોલાવીને પરાણે સેક્સ કરાવે છે. પોલીસને તપાસમાં એમ જાણવા મળ્યું કે છોકરાના પરિવાર અને મહિલા વચ્ચે ઘણા વખતથી વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ તપાસી રહી છે કે એના કારણે તો આવી ફરિયાદ નથી કરવામાં આવી!


મંગળવારે એર્નાકુલમ જિલ્લાના કલાડી નગરમાંથી સમાચાર આવ્યા કે અહીંની ૨૫ વર્ષની એક મહિલાએ ૯ વર્ષના છોકરા સાથે ચાર મહિનામાં વારંવાર બળાત્કાર કર્યો છે. સ્કૂલના કાઉન્સેલિંગ કાર્યક્રમમાં આ છોકરાએ પોતાના મનની પીડા કહી સંભળાવી. અહીં પણ એ મહિલા છોકરાની માતાની ખાસ બહેનપણી છે. આ મહિલા સામે પણ પોસ્કોની કલમો લગાવવામાં આવી છે.


અહીં મહિલાના પતિએ બયાન આપ્યું છે કે એની પત્નીએ છોકરાની માતાને રકમ ઉધાર આપી હતી અને હવે એ રકમ પાછી મેળવવા કડક ઊઘરાણી કરી રહી હતી. એટલે કદાચ આવી ફરિયાદ કરવામાં આવી હશે. બંને કિસ્સાઓમાં મેડિકલ ચેક-અપમાં સાબિત થયું કે છોકરા સાથે શરીર સંબંધ કરવામાં આવ્યો છે.


આજ દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ૯ વર્ષના છોકરાની સાથે દુરાચાર કરવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા. દિલ્હીમાં એક મહિલાએ સેક્સ ટોય વડે બીજી મહિલા સાથે બળાત્કાર કર્યાની ફરિયાદ પણ અખબારોમાં ચમકી.


આ સમાચારો મહત્ત્વના એટલા માટે બની રહે છે કે અત્યાર સુધી છોકરીઓ સાથે એમના પારિવારિક વર્તુળના વડીલો શારીરિક દુરાચાર કરે છે… એવા જ સમાચાર આવતા રહ્યા છે. સમાજના પુરુષો પરિવારની ભોળી છોકરીઓનું જીવન બરબાદ કરી રહ્યા છે એવી લાગણી દિવસે દિવસે બળવત્તર બની રહી હતી. નવલકથાઓ, લઘુકથાઓ, ફિલ્મોમાં પણ મોટેભાગે પુરુષના મહિલા ઉપરના અત્યાચારની ઘટનાઓ જ દર્શાવવામાં આવતી હતી. અત્યાર સુધીમાં એકમાત્ર એતરાઝ ફિલ્મ એવી જોવા મળી છે કે જેમાં એક મહિલા દ્વારા પુરુષનું શારીરિક શોષણ કરવાનો પ્રયાસ થાય છે અને પુરુષ તાબે ન થતાં મહિલા એની ઉપર બળાત્કારનો આરોપ મૂકે છે. ફિલ્મમાં કેસ લડનાર વકીલની હત્યા થઈ ગયા પછી આરોપી પુરુષની પત્ની જ કેસ લડીને જીતી જાય એવી વાત હતી.


સમાજના એકતરફી વલણમાં સુધારો કરવા માટે આટલાં ઉદાહરણો પુરતા ગણાય! જો કે મુદ્દો એ નથી કે પુરુષો વધારે અત્યાચાર કરે છે કે મહિલાઓ વધારે અત્યાચાર કરે છે. મુદ્દો માત્ર એટલો જ છે કે જે ભયાનક અછતમાં જીવતું હોય એ ચોરી કે લૂંટ કરી બેસે છે. જેતે પાત્ર અભાવમાં કેમ જીવે છે એની તપાસ થવી જોઈએ અને શરૂઆતમાં જેની વાત કરી એ સંતના કહ્યા મુજબ, જેની પાસે ખાવા-પીવા જોગું હોય છતાં એ વ્યક્તિ ચોરી કરે કે લૂંટ કરે તો એને માફ ન કરાય. માત્ર શોખ માટે કુમળી વયના છોકરા-છોકરીઓ સાથે દુરાચાર કરનારને માફ ન કરાય. બે કે વધારે લોકો ભેગા મળીને કોઈ એકલી મહિલા પર પરાણે બળાત્કાર કરે એ પણ કોઈ રીતે માફ ન કરાય.


દરેક ઘટનાને એક જ ફૂટપટ્ટીથી માપવાને બદલે દરેક ઘટનાને સ્વતંત્ર રીતે મૂલવીને તપાસ થવી જોઈએ અને પગલાં ભરાવા જોઈએ. નોકરી-ધંધા માટે અન્ય રાજ્યમાં વસતાં સ્ત્રી-પુરુષોની સેક્સ્યુઅલ અર્જની ચિંતા સમાજે કરવી જ પડશે. નોકરી-ધંધો ન હોવાથી કે અન્ય કારણસર જેમને સ્ત્રી કે પુરુષનો સંગ મળી જ શકતો નથી એવા નાગરિકો માટે પણ સમાજે ચિંતા કરવી પડશે. જેના પતિ કે પત્નીએ સેક્સમાં સાથ આપવાની ધરાર ના પડી દીધી હોય એવા યુગલોની પણ સમાજે તપાસ કરીને ચિંતા કરવી પડશે. આવા તમામ લોકો અન્ય કોઈ રીતે પોતાની જરૂરિયાત ન સંતોષી શકે ત્યારે કુમળી વયના બાળકોને પોતાનો શિકાર બનાવે છે.


કારણ કે બાળકોને સહેલાઈથી ફોસવાલી શકાય છે, બીવડાવી શકાય છે. આ હકીકત સમાજે સ્વીકારવી જ પડશે. માત્ર ટીકા કરવાથી, ચિંતા વ્યક્ત કરવાથી, કડક સજાની માગણીઓ કરવાથી સ્થિતિમાં સુધારો થવાનો નથી એ હકીકત વહેલામાં વહેલી તકે સમજી લેવી પડશે.


બીજી તાતી જરૂરિયાત પોર્ન ફિલ્મો વિશે સાચી હકીકતોને વ્યાપક રૂપે પ્રસરાવવાની.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsWpC4bxxKXAD1iGof5CQD29G_-_uE7sG21L1y_TG7wag%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment