Sunday, 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નવી પેઢીના ગુજરાતી ડુડ્સ કેવું ગુજરાતી બોલે છે એનો નમૂનો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નવી પેઢીના ગુજરાતી ડુડ્સ કેવું ગુજરાતી બોલે છે એનો નમૂનો...
રઇશ મણીયાર

 

 

 


માતૃભાષા દિન
કે માતૃભાષા 'દીન' ??

માતૃભાષાને હવે 'મધર ટંગ' કહેવાય છે અને અધર ટંગ સાથે આમ તો એની કોઈ હરીફાઈ નથી, તોય ભેળસેળ થઈને એક ખોખલી ભાષા અસ્તિત્વમાં આવી છે.

નવી પેઢીના ગુજરાતી ડુડ્સ અને ચીક્સ કેવું ગુજરાતી (અને કેવું ઈંગ્લિશ) બોલે છે એનો એક નમૂનો પ્રસ્તુત છે.

એક ગુજરાતી યુવાનની બિનકેફી દશામાં કેફિયત...


"યુ સી ગુજરાતી લેંગવેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઑડ લાગે છે. બીકોઝ કે ધ હોલ એજ્યુકેશન આઇ ટૂક, એ બધું, એક્ચુઅલી, આઇ મીન , ઇંગ્લીશમાં હતું. યુ નો, ધેર ઇસ અ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. એક્ચુલી વ્હેન આઇ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેંટેંન્સ ઇન ઈંગ્લીશ, હાફ વે વોટ હેપંસ, યુ નો..મારે બાકીનું વાક્ય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે. આવું ઇંગ્લીશ બોલવા કરતાં તો ગુજરાતી બોલવું ઇઝ મચ મચ બેટર, એમ વિચારી ગુજરાતી બોલવા જાંઉ છું. તો આઇ ડોંટ ફાઇંડ પ્રોપર...શું કહેવાય? ગુજરાતી વર્ડ્સો ના મળે યાર..સો આઇ મિક્ષ અપ. સમટાઇમ્સ કોઇ પર્ટીક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતો અને એટ ધ સેઇમ ટાઇમ એને ઈંગ્લીશમાં શું કહેવાય તે પણ યાદ આવતું નથી. મેની ટાઇમ્સ મારી બોથ ધ લેંગવેજની વોકેબલરી મને દગો આપે ત્યારે મારા હેંડસ અને મારા શોલ્ડર્સ મારી મદદે આવે. મોસ્ટ ઓફ ધ ટાઇમ આઇ એંડ અપ ટોકીંગ વિથ માય હેંડસ. યૂ સી..પીપલ અંડરસ્ટેંડ..નાવ ઇમેજીન કે હું ઠૂંઠો હતે તો મારું શું થતે? કોઇવાર સોચવા જાંઉં ને તો.. પેલું શું કહેવાય?... બહુ ....શરમ..ના..ના.. એનાથી બેટર વર્ડ છે...હં ક્ષોભ...જો કેવું યાદ આવી ગયું? હવે એ ના પૂછશો કે ઇંગ્લીશમાં એને શું કહેવાય. કોઇ પૂછે ને ના આવડે તો બહુ એમ્બેરેસીંગ લાગે.
ગોટપીટ કરીને આપણા ગુજરાતીઓને તો બનાવી જવાય, પણ યુ સી, નવરાત્રામાં મારી ફોરેનર ફ્રેંડ આવી'તી.
મેં કહ્યું, "ધીસ ઇઝ અવર નાઇન નાઇટ્સ.".
ગરબો ચાલતો'તો. મેં કહ્યુ, "ધિસ ઇઝ અવર રોટેટીંગ ડાંસ."
'તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે
આ તો કહુ છું રે પાતળિયા તને અમથું'
મારી ફ્રેંડ મને પૂછે, "વોટ ડુ ધીઝ લાઇંસ મીન?"
આઇ સેઇડ, "વી જસ્ટ સીંગ ઇટ. વી હેવ સ્ટોપ્ડ ઇંટરપ્રીટીંગ ધેમ સિંસ માય ગ્રાંડમાઝ ટાઇમ"
આઇ મીન, યુ સી! તમે એમ ને એમ ગરબાનો મતલબ કેવી રીતના એક્સ્પ્લેન કરી શકો? યુ નો પહેલાં તો ગુજરાતી આવડવું જોઇએ. પછી અંગ્રેજી આવડવું જોઇએ. આ ફોરેનરો પણ છે ને મોટી લપ હોય છે. આપણે ગુજરાતીઓ ફોરેન જઈએ તો કોઇને કશું પૂછીએ છીએ? ચુપચાપ એફીલ ટાવર સાથે ફોટો પડાવીને આવતાં રહીએ છીએ ને?
ઇટસ ક્રેઝી, મારી ફોરેનર ફ્રેંડ કે' કે મારે થોડા ગુજરાતી વર્ડ્સ શીખવા છે. મને થયું કે મને તો આવો વિચાર આવ્યો જ નંઇ. તમે જ કો' હવે ગુજરાતીમાં એને હું શું શીખવું? ગુજરાતીમાં ખાલી ગાળો પાક્કી આવડે છે. બૂલશીટ. અંગ્રેજીમાં તો એય ના આવડે. અંગ્રેજીમાં રિક્વેસ્ટથી થોડી વાત કરી શકું, બાકી ઝઘડો તો ગુજરાતીમાં જ ફાવે. એમાંય જો કે સુરતી કે પાલનપુરીની સામે તો કાચો જ પડું.
મારા દાદી મારા માટે કે' છે, 'બાવાના બેય બગડ્યા'..નાવ ડોંટ આસ્ક મી વોટ ઇટ મીંસ. સમટાઇમ્સ શી સેઇઝ 'ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો'. નાઉ, આઇ અંડરસ્ટેંડ કૂતરો એંડ ઘર, બટ આઇ ડોંટ અંડરસ્ટેંડ ધોબી એંડ ઘાટ. ઇટ સીમ્સ ફની એંડ સાર્કાસ્ટીક. આઇ ટોલ્ડ દાદીમા ટુ એક્સપ્લેઇન. શી સેઇડ 'પાકા ઘડે કાંઠા ન ચડે'.. આઇ ડોંટ અંડરસ્ટેંડ ઇવન ધીસ શીટ. શી સેઇડ 'ભેંસ આગળ ભાગવત'. આમાં ભેંસ ક્યાંથી આવી?..બૂલશીટ..ધીસ સ્ટુપીડ લેંગવેજીસ..ધ હોલ બંચ ઓફ શીટ ....એની માને પયણે.."

ગઈકાલે માતૃભાષા દિન ગયો..
આજે મરીઝનો જન્મદિવસ..

આ ગઝલનો પહેલો શેર ગઈકાલ માટે અને છેલ્લો આજ માટે

ક્યાં કોઈ ભાષાઓ અમને બીજી ત્રીજી આવડે
માંડ મુશ્કેલીથી શીખી, ક કા કિ કી આવડે

એને સાંભળવી ગમે રાજા ને પરીઓની કથા
આપણી મર્યાદા એક જ, આપવીતી આવડે

કંઈ નવી શીખવી નથી ભઈલા ગણતરી બસ હવેે
આંક જે ભૂલી ગયો છું એ ફરીથી આવડે

ના બન્યો યજમાન, પાથરણું નહોતું તેથી હું
ને, ગજું ક્યાં કે મને બનતાં અતિથિ આવડે

તમને દુનિયા કૈંક શીખવવા સદા તત્પર રહે
શીખવાથી જે બચે, એને ફકીરી આવડે

એની મહેફિલમાં ન કૂજો, ના મદિરા, તો ય ભીડ!
બસ જરા કંઈ એમને વાતો નશીલી આવડે

એક મુક્તક ખુદનું અમને યાદ તો રહેતું નથી
ને 'મરીઝ'નો કાવ્યસંગ્રહ 'અથ'થી 'ઈતિ' આવડે

રઈશ મનીઆર


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtnqQ7qPkysW8yJn2E7VeNJxAwKBQt1yPQoBQgk_w%3DPHg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment