Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું શિક્ષણ,આજના યુગની અનિવાર્યતા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું શિક્ષણ,આજના યુગની અનિવાર્યતા!
પ્રાસંગિક-શંભુ સુમન

amdavadis4ever@yahoogroups.com

હવે આપણા દેશમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ. આઇ) ઉર્ફે કૃત્રિમ બુદ્ધિમતાનું શિક્ષણ શરૂ કરવામાં આવશે. હૈદ્રાબાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટૅકનોલૉજી (આઇ. આઇ. ટી.)માં આગામી જુલાઇ માસથી આની શરૂઆત થશે.

જોઇન્ટ એન્ટ્રન્સ પરીક્ષા આપીને એંજિનિયરીંગમાં જવા માગતા વિદ્યાર્થીઓ હવે પોતાના માર્ક્સના આધારે બી.ટેક. (એ. આઇ)ની ડિગ્રી પણ લઇ શકશે. જોકે, વિશ્ર્વની સરખામણીએ આપણે ઘણાં જ મોડા પડ્યા છીએ એમ કહી શકાય. કારણ કે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી(કેલિફોર્નિયા)માં તો આની શરૂઆત ૬૨ વર્ષ પહેલાં જ થઇ ચૂકી હતી. પ્રોફેસર જૉન મેકાર્થીએ આની શરૂઆત કરી હતી. કોમ્પ્યુટર સાયન્સની કોમ્પ્યુટિંગ ટેકનિકનું નવી રીતે વિશ્ર્લેષણ કરતાં કરતાં તેમણે ૧૯૬૦માં જ આના માટે ખાસ પ્રોગ્રામિંગની તૈયારી કરી લીધી હતી.

આટલું જ નહીં, પાછલા એક દાયકાથી મશીન લર્નિંગ અને રોબોટિક્સના રૂપમાં તો આની ચર્ચા પૂરી દુનિયામાં વ્યાપકરૂપે થઇ રહી છે. કેટલીયે મલ્ટિનેશનલ કંપનીઓ આના ઉત્પાદનો પણ બજારમાં ઉતારી ચૂકી છે. આનાથી ઑટોમેશનને એક નવી દિશા મળી ગઇ છે. આ બધું જોતા આપણે તો ખરેખર આ ક્ષેત્રે આગેકૂચ કરવામાં ઘણું મોડું કરી દીધું છે. અમેરિકા,બ્રિટન,ઓસ્ટ્રેલિયા,જર્મની અને ચીન સુધ્ધાંની યુનિવર્સિટીમાં આ વિષય પર સંશોધન અને શિક્ષણ શરૂ થઇ ચૂક્યું છે. સો વાતની એક વાત કોમ્પ્યુટિંગની સહાયતાથી ચાલનારા પણ તેનાથી અલગ એવા એ.આઇ અભ્યાસક્રમની બોલબાલા હવે શરૂ થઇ ચૂકી છે. જેમાં સોફ્ટવેરથી લઇને હાર્ડવેર સુધીના ક્ષેત્રોમાં ક્રાંતિ અને વિકાસની નવી સંભાવનાઓ ઉભરી રહી છે. મોડા તો મોડા પણ જાગ્યા ત્યારથી સવાર એમ માનીને આપણી સરકારે પણ આ વિદ્યાના ક્ષેત્રે યોગ્ય પગલા લીધા છે એમ કહી શકાય, કારણ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ.આઇના પ્રોફેશનલોની માગ વધી રહી છે.

એ.આઇમાં બી.ટેક કરવાવાળાઓને સરળતાથી નોકરી મળી જશે. કદાચ, એટલા માટે પણ આઇ.આઇ.ટી., હૈદ્રાબાદના પ્રોફેસર યૂ.બી. દેસાઇ આને કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલું એક યોગ્ય પગલું ગણાવે છે. તેમના કહેવા પ્રમાણે ૨૦૧૯-૨૦ સત્રથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સ શરૂ થવાથી એ.આઇ.ટી(યુ.એસ)પછી આઇ.આઇ.ટી. (હૈદ્રાબાદ), દુનિયામાં આ કોર્સ શરૂ કરનાર ત્રીજી આઇ.ટી.સંસ્થા બની રહેશે. શરૂઆતમાં ૨૦ સીટો રાખવામાં આવી છે,પછી દર વર્ષે જરૂરિયાત મુજબ સીટો વધારવામાં આવશે. જોકે, આ જ સંસ્થામાં એમ.ટેકના કોર્સમાં એ.આઇ અને મશીન લર્નિંગના વિષયોનું શિક્ષણ તો અગાઉથી જ શરૂ થઇ ચૂક્યું છે. નવા કોર્સમાં થિયરીથી લઇને પ્રેક્ટિકલ સુધીનું શિક્ષણ આપવામાં આવશે. સાથે જ આ વિષયના સંશોધનક્ષેત્રે પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.

આમાં ભણાવવામાં આવતા વિષયોમાં કોમ્પ્યુટર સાયન્સ વિભાગથી એલ્ગોરિધમ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ વિભાગથી સિગ્નલ પ્રોસેસિંગ અને મિકેનિકલ એન્જિનિયરીંગ વિભાગથી રોબોટિક્સ તેમ જ ગણિતના વિશેષજ્ઞોને સામેલ કરવામાં આવશે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ શીખવવાનું એટલા માટે પણ જરૂરી બની ગયું છે કે ૫ જી સ્પીડના ઇન્ટરનેટ દ્વારા જે ફાયદા મળવાના છે તે એ. આઇ શીખેલા પ્રોફેશનલો દ્વારા જ શક્ય બનશે. એ. આઇ. વાસ્તવમાં એવો કોમ્પ્યુટર, કોમ્પ્યુટર કંટ્રોલ કે સોફ્ટવેર બનાવવાનો રસ્તો છે જે એક બુદ્ધિમંત માણસની જેમ સમજદારીપૂર્વક વિચારી શકે છે.

માણસ અને માણસની જેમ વિચારીને કામ કરતાં મશીનો વચ્ચે એક ફરક એ રહેશે કે મશીનની ટેકનિક માણસથી પણ વધુ સચોટ હશે. તેની કાર્યક્ષમતા પણ વધુ હશે. માત્ર આઇ. આઇ. ટી જ શું કામ, સ્કુલ, કોલેજના અભ્યસક્રમોમાં પણ હવે પરંપરાને છોડીને એ. આઇને લગતા અભ્યાસક્રમો દાખલ કરવા પડશે. હાલના સમયમાં દાક્તરી અભ્યાસ હોય કે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ હોય કે એડમિનિસ્ટ્રેશન કે પછી સોશિયલ સાયન્સ હોય જ્યાં સુધી આ પરંપરાગત અભ્યાસક્રમ સાથે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ મૂળભૂત રીતે શીખવાડવામાં નહીં આવે ત્યાં સુધી કારકિર્દી બનાવવી મુશ્કેલ બનતી જશે. કારણ કે આ દરેક ક્ષેત્રો કોઇને કોઇ રૂપે આધુનિક સંચાર માધ્યમોની ટેકનોલોજી સાથે જોડાયેલા છે.(દાખલા તરીકે,સર્જનો જે શસ્ત્રક્રિયા હાથ વડે કરવા લાગ્યા છે તે હવે રોબોટ- યંત્રમાનવ દ્વારા પણ થવા લાગી છે.)

જોકે, આપણે ત્યાં એવું જોવા મળ્યું છે કે અભ્યાસક્રમોમાં કંઇ બદલાવ,ખાસ કરીને ટેક્નિકલ શિક્ષણમાં બદલાવ કરવો હોય તો ઊચ્ચ શિક્ષણમાં (કોલેજ સ્તરે) પહેલાં સામેલ કરવામાં આવે છે. એ.આઇના મામલે પણ આમ જ થઇ રહ્યું છે. હકીકતમાં તો તેની શરૂઆત શાળાના સમયથીજ કરી દેવી જોઇએ. બીજા બધા વિષયોની જેમ ઇન્ટરનેટ, કોમ્પ્યુટિંગ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, મશીનરીનું શિક્ષણ, બિગ ડેટા, રોબોટિક્સ અને ઓટેમેશન વિશેનું પાયાનું શિક્ષણ શાળાસ્તરેથી જ આપવું જોઇએ. આમ થવાથી શાળામાંથી બહાર પડતાં વિદ્યાર્થીઓને પોતાની આસપાસ થઇ રહેલા પરિવર્તનોને સમજવામાં સરળતા રહેશે. તેઓ એ. આઇ. સાથે જોડાયેલા ક્ષેત્રમાં રસ દાખવશે. અપરિચિત ક્ષેત્રોની ઉપયોગિતા પણ સમજશે. નહિ તો તે લોકો આ નવી ટેક્નોલોજીના નિષ્ણાત બનવાને બદલે ફક્ત ઉપભોક્તા જ બની રહેશે.

બાળકોની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ ટેકનોલૉજીના વધતા જતા વ્યાપ સાથે થતો રહે એ જોવાની જવાબદારી આપણી હોવી જોઇએ. સાથે જ બાળકોની એ. આઇ. સંબંધિત રૂચિ આંકવાની અને તેમની ક્ષમતા ઓળખવાની કોઇ પ્રક્રિયા પણ શોધી કાઢવી જોઇએ. તેમને શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નામાંકન માટે તૈયાર કરવા જોઇએ. આજે બાળકો પાસે સ્માર્ટફોન આવી ગયો છે, તેની સાથે તેની અંદર રહેલી અનેક સુવિધાઓનો ખજાનો પણ તેમને હાથ લાગી ચૂક્યો છે. આ સંજોગોમાં તેમના શિક્ષણમાં શરૂઆતથી જ નવી વિદ્યા અને ટૅકનોલોજી દાખલ કરીને દુનિયા સાથે કદમથી કદમ મેળવીને ચાલવું જરૂરી બની ગયું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsY%2B9rH8BePQ4%3DZJvuAjfZWb2-mxYKyNi9Zt2e8uo2cxQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment