Saturday, 2 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્વાસ્થ્ય માટેનું પ્રિસ્ક્રિપ્શનઃ પ્રકૃતિનો સંગાથ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્વાસ્થ્ય માટેનું પ્રિસ્ક્રિપ્શનઃ પ્રકૃતિનો સંગાથ!
ઝીરો લાઈન :- ગીતા માણેક

 

 

 

 

ધારો કે તમારું બ્લડપ્રેશર કે ડાયાબિટીસ વધી ગયું છે અને તમે ડોક્ટર પાસે જાઓ છો. તે ડોક્ટર તેના ગરબડિયા અક્ષરમાં કોઈ મોંઘી લાલ, પીળી, લીલી ગોળીનું નામ લખવાને બદલે પ્રિસ્ક્રિપ્શન લખે છેઃ પ્રકૃતિ સાથે નિયમિત થોડો સમય વીતાવો તો? શક્ય છે કે તમે તે ડોક્ટરને જ ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવવાનું વિચારો. પરંતુ ગઈ સાલના ઓક્ટોબર મહિનાથી સ્કોટલેન્ડમાં ડોક્ટરોને આવું પ્રિસ્ક્રિપ્શન લખી આપવાની સત્તાવાર પરવાનગી આપવામાં આવી છે. એનું કારણ એ છે કે મેડિકલ સાયન્સ હવે માનવા માંડયું છે કે માત્ર ગોળીઓ ગળીને સ્વસ્થ રહી શકાતું નથી. જો તમે પ્રકૃતિ સાથેનો નાતો જાળવ્યો નથી, તેની સાથે સમય વીતાવતા નથી તો તમારું બ્લડપ્રેશર, ડાયાબિટીસ, એન્ક્ઝાઈટી, ડિપ્રેશન, માનસિક સ્વાસ્થ્ય, તનાવ મેનેજ થઈ શકવાના નથી. તમારું હૃદય પણ નિરોગી રહી શકવાનું નથી.


એક સર્વેક્ષણ કહે છે કે ૮૦થી ૯૯ ટકા અમેરિકનો મોટાભાગનો સમય ઇનડોર એટલે કે ચાર દીવાલોની વચ્ચે વીતાવે છે. સર્વે ભલે અમેરિકનોનો થયો હોય પણ યાદ કરો કે છેલ્લે તમે ક્યારે પ્રકૃતિના સાંનિધ્યમાં સમય વીતાવ્યો હતો. આપણે મોટાભાગના શિક્ષિત શહેરીઓ વહેલી સવારથી નોકરી-ધંધા માટે ઘરેથી નીકળી જઈએ છીએ. ઘરથી કામના સ્થાન સુધી પહોંચવા માટે ટ્રેન, બસ કે કારનો ઉપયોગ કરીએ છીએ. મતલબ કે બંધિયાર વાતાવરણમાં હોઈએ છીએ. દિવસના આઠેક કલાક ઓફ્સિમાં વીતાવીને થાક્યાપાક્યા ઘરે આવીએ છીએ. ત્યારબાદ ટેલિવિઝન કે પછી સ્માર્ટફેનમાં મોં ઘાલીને આખી દુનિયાની પંચાત કરીએ છીએ. અગાઉ રવિવારે બાળકોને લઈને મા-બાપ બગીચામાં કે તળાવ અથવા નદીકિનારે જતા. હવે મોટાભાગે મોલમાં જઈએ છીએ. વરસમાં એકાદ વાર કોઈ હિલસ્ટેશન કે દરિયાકિનારે જઈએ છીએ ત્યારે પણ મોટાભાગનો સમય તો હોટેલની રૂમમાં કે ગાંડીઘેલી સમૂહ ગેમ્સ રમવામાં વ્યતીત કરીએ છીએ. કેટલાક લોકો તો પોતાની રજાઓ ફ્ક્ત કેસિનોમાં જુગાર રમવામાં વેડફી નાખે છે! તો વળી કેટલાક ગોવા કે દમણ જઈને દિવસરાત ઢીંચતા પડયા રહે છે.


મેડિકલ સાયન્સ કહે છે કે પ્રકૃતિ સાથેનો સંબંધ આપણે કાપી નાખ્યો હોવાને કારણે આપણે જાતભાતના રોગનો શિકાર થઈ રહ્યા છીએ. આપણા પૂર્વજો ખેતરમાં, જંગલમાં કામ કરતા. તેમની નાળ પ્રકૃતિ સાથે જોડાયેલી હતી. આજે જે જાતભાતના નવા રોગ આપણને થાય છે એના નામ પણ એ વખતે અસ્તિત્વમાં નહોતા. તબીબી વિજ્ઞાન પ્રકૃતિ સાથે સમય વીતાવવાના મહત્ત્વને સમજી રહ્યું છે. એટલે જ સ્કોટલેન્ડના ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શનમાં લખે છે કે- ફેબ્રુઆરીમાં એક વિન્ડસોક (પવનની દિશા નક્કી કરતું કપડાંનું સાધન) બનાવો અને એ લઈને ખુલ્લી હવામાં મેદાન, દરિયાકિનારે કે પહાડ પર નીકળી પડો. માર્ચમાં દરિયાકિનારે રેતીમાં રમવા ઉપડી જાઓ અથવા કોઈનો પાળેલો કૂતરો માગીને એને ચાલવા લઈ જાઓ. એપ્રિલમાં દરિયા સ્નાન કરો, મે મહિનામાં ઘાસ પર ચાલવા જાઓ, જૂનમાં જુદા-જુદા પ્રકારના ઘાસને જુઓ અને એનું નિરીક્ષણ કરો, ઓગસ્ટમાં જમીન ખોદીને એમાંથી જીવડાંઓને બહાર કાઢો, સપ્ટેમ્બરમાં ખુલ્લી જગ્યામાં જઈને જમવાનું બનાવો, પિકનિક કરો, ઓક્ટોબરમાં વાદળોને નિહાળો, નવેમ્બરમાં ઘોડાઓ સાથે વાતો કરો, ડિસેમ્બરમાં ઊડતા પંખીઓને જુઓ. આને તેઓ ઇકોથેરપી કહે છે.


તેમના દેશ અને આબોહવા પ્રમાણે આ ડોક્ટરો ખરેખર આવા પ્રિસ્ક્રિપ્શન લખવા માંડયા છે, કારણ કે કુદરતના સાંનિધ્યમાં રહેવાના અનેક સ્વાસ્થ્ય લાભ છે એવું સાબિત થયું છે. જો તમે ૯૦ મિનિટ ચાર દીવાલની બહાર ખુલ્લામાં અને પ્રકૃતિ સાથે ગાળો છો તો એ તમારા મનની નકામી પ્રવૃત્તિઓ પર રોક મૂકી દે છે. આ વધુ પડતી માનસિક સક્રિયતા ડિપ્રેશન તરફ દોરી જાય છે. પ્રકૃતિ સાથે રહેવાથી બ્લડપ્રેશર અને તનાવ ઘટવાની સાથે-સાથે ખુશી મળે છે. એવું સુખ જેના માટે તમારે રૂપિયા ખર્ચવા પડતા નથી. આ પ્રિસ્ક્રિપ્શન મુજબ તમે પવનની લહેરખીઓ ગળો, સૂર્યપ્રકાશના ઘૂંટડા પીઓ, દરિયા કે નદીમાં ધુબાકા મારો, વૃક્ષો સાથે દોસ્તી કરો, વાદળોને નિહાળો તો સ્વભાવમાંની આક્રમકતા ઘટે છે, શરીરમાં ક્યાંય પીડા કે દુખાવો હોય તો એમાં રાહત મળે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે.


જો કે જેમ દરેક દવાઓ સાથે પથ્ય-અપથ્ય હોય છે એમ આ પ્રિસ્ક્રિપ્શન પર અમલ કરો ત્યારે સ્માર્ટફેન કાં તો ઘરે મૂકીને જવાનો અને સાથે રાખો તો પણ ઇમર્જન્સી માટે જ વાપરવાનો. વાઇફઈ કે ફેર જી સાથે ડિસકનેક્ટ થઈને પ્રકૃતિ સાથે કનેક્ટ થઈ જવાનું. પ્રકૃતિ બહુ જ મોટો ગુરુ છે. આજના જમાનામાં વાઇફઈ કનેક્ટ થતાં વાર લાગે તોય આપણા બચ્ચાંઓ અકળાઈ જાય છે. પ્રકૃતિ આપણને ધીરજ શીખવે છે કારણ કે ત્યાં બધું જ નિયમાનુસાર અને પોતાના નિયત સમયે થાય છે. આજે ગોટલો વાવો તો તરત આંબો આવતો નથી! પ્રકૃતિ પોતાનો સમય લે છે. આવા ઘણા પાઠ તે શીખવે છે.


રોજ નહીં તોય અવારનવાર કુદરતને ખોળે ચાલ્યા જવા જેવું છે. સ્વાસ્થ્યની સાથે-સાથે એ ભેટમાં બીજી ઘણી અમૂલ્ય સંપત્તિ આપી દેશે. ટ્રાય ઇટ. ગો ફેર ઇટ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otbn7J90xHdcsaLg%3D85n3sGhv71oweJhRrAobvfLyz0Nw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment