Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હિન્દુ ધર્મમાં પાંચનું મહત્ત્વ ખાસ એમાંય વટવૃક્ષનું તો અનેરું મહાત્મ્ય... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હિન્દુ ધર્મમાં પાંચનું મહત્ત્વ ખાસ એમાંય વટવૃક્ષનું તો અનેરું મહાત્મ્ય!
વિશેષ-આર. સી. શર્મા

amdavadis4ever@yahoogroups.com

હિન્દુ ધર્મમાં પાંચની સંખ્યાનું બહુ મહત્ત્વ છે. પ્રકૃતિની સૌથી મહાન રચના છે માણસ, એ માણસનું શરીર પાંચ તત્ત્વોનું એટલે કે ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું બનેલું છે. હિન્દુ ધર્મ કહો કે હિન્દુ કહો, પણ એમાં પંચ યુગ્મોનું બહુ મહત્ત્વ છે. એમાં મુખ્ય છે પંચામૃત, પંચ સરોવર, પંચનદી, પંચતીર્થ અને પંચવટ. ગાયનું કાચું દૂધ, મધ, સાકર, દહીં અને ગાયનું ઘી મળીને બને છે પંચામૃત તો માનસરોવર, પુષ્કર, બિંદુસરોવર, નારાયણ સરોવર અને પંપા સરોવર મળીને થયાં પંચ સરોવર. ગંગા, યમુના, સરસ્વતી અને નર્મદા બનાવે પંચનદી અને પ્રયાગ, રામેશ્ર્વરમ, ગયા, પુષ્કર અને ગંગાસાગરથી બને છે, પંચતીર્થ. આ જ યાદીમાં આગળ અક્ષયવટ, પંચવટ, બંશીવટ, મોક્ષવટ અને સિદ્ધવટથી પંચવટ કહેવાય છે.

આ પંચવટોમાં પ્રયાગમાં અક્ષયવટ, નાશિકમાં પંચવટ, વૃંદાવનમાં બંશીવટ, ગયામાં મોક્ષવટ અને ઉજ્જૈનમાં સિદ્ધવટ છે. વડનાં ઝાડને વટવૃક્ષ કહે છે. હિન્દુ ધર્મમાં પીપળાનાં વૃક્ષ પછી સૌથી વધારે પવિત્ર વૃક્ષ વડનાં ઝાડને જ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વટસાવિત્રી નામનો એક ઉત્સવ પૂર્ણપણે વડનાં વૃક્ષને સમર્પિત છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ વડનાં વૃક્ષને ધાગો બાંધીને પોતાના પતિની લાંબી આવરદા માટે પ્રાર્થના કરે છે. પીપળાનાં વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે તો વડનાં વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય સર્વોચ્ચ દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. ધર્મગ્રંથોમાં વડ એટલે કે બરગદને શિવનો અવતાર પણ કહેવામાં આવ્યું છે, એથી વટ કે વડનાં દર્શન કરવાથી સાક્ષાત શિવનાં દર્શન કરવા, એવું કહેવામાં આવે છે.

એમ જોવા જઈએ તો, બરગદનાં વૃક્ષનાં ધાર્મિક મહત્ત્વની સાથે સામાજિક અને વાનસ્પતિક મહત્ત્વ પણ ઘણું છે, કારણ કે સૌથી પહેલા તો આ વૃક્ષ મહાબલી, દીર્ઘજીવી અને વિશાળ વૃક્ષ છે. વડનું ઝાડ સામાન્ય વૃક્ષો કરતાં વધારે ઑક્સિજન પેદા કરે છે, જે ધરતી પરનાં જીવન માટે અનિવાર્ય છે. આ ઑક્સિજન જ ધરતીને અખિલ બ્રહ્માંડમાં સૌથી મોટો ગ્રહ બનાવે છે. વડનાં ઝાડ પર મોટા પ્રમાણમાં મીઠાં ફળ બેસે છે, જે ખાઈને પક્ષીઓની હજારો પ્રકારની પ્રજાતિઓ જીવતી રહે છે. વડનું ઝાડ ખરેખર તો પક્ષીપાલક વૃક્ષ છે અને પક્ષીઓનું હોવું એ કુદરતનાં ઈકો-સંતુલન માટે અત્યાવશ્યક છે. એમ જોવા જઈએ તો વડનાં વૃક્ષનું ધાર્મિક મહત્ત્વ છે એટલું જ સાંસ્કૃતિક અને વાનસ્પતિક મહત્ત્વ પણ છે જ, કદાચ એથી પણ વધારે છે.

માઈથોલોજિકલ પરંપરામાં વડના વૃક્ષનો વિચાર કરતાં સમજાઈ જાય છે કે, અલગ અલગ દેવતાઓને ફાળે અલગ અલગ વૃક્ષ આવ્યું છે. એ રીતે જોતાં યક્ષોના રાજા મણિભદ્રથી વટવૃક્ષ ઉત્પન્ન થયું છે. એવું માનવામાં આવે છે કે, એનું પૂજન કરવાથી કે વડને પાણી રેડવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, કારણ કે એની શાખાઓ-ડાળોમાં ભગવાન શિવ, એની છાલમાં ભગવાન વિષ્ણુ અને એનાં મૂળમાં ભગવાન બ્રહ્માનો વાસ હોય છે. બરગદ સર્જનનું પ્રતીક છે એટલે સંતાનની ઈચ્છા રાખવાવાળા લોકો વટવૃક્ષને જળ ધરાવે છે કે ચઢાવે છે. વડનાં ઝાડને પૃથ્વી પર સૌથી વધારે જીવવાવાળાં વૃક્ષોમાંનું એક હોવાનું માનવામાં આવે છે એટલે એને અક્ષયવટ પણ કહે છે.

આરોગ્ય કે તંદુરસ્તીની રીતે પણ એનું બહુ મહત્ત્વ છે, કારણ કે એનો છાંયો એક માત્ર એવો વૃક્ષછાંયો છે કે, જેની અસર ફક્ત શરીર પર જ નહીં પણ સીધી મન ઉપર પણ પડે છે. વડનો છાંયડો ચિત્તને શાંત કરે છે. આ વૃક્ષની એક ખાસયિત એ પણ છે કે, એ સખત ઠંડી અને આગ વરસાવતી ગરમીમાં પણ લીલુંછમ રહે છે, એવી ક્ષમતા અન્ય વૃક્ષોમાં નથી. એની ડાળીઓ અને પાંદડાંમાંથી દૂધ નીકળે છે, એનું ઔષધીય મહત્ત્વ ઘણું છે. કેટલાક તાંત્રિકો વડનાં દૂધનો ઉપયોગ તંત્ર-મંત્રની સાધનામાં પણ કરે છે. એમ તો એની છાલ અને પાંદડાંમાંથી પણ ઔષધી બનાવવામાં આવે છે.

ધાર્મિક વિધાન પ્રમાણે, જેઠ મહિનાની વદ પખવાડિયાની અમાસના દિવસે વટના વૃક્ષની ખાસ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોના મત અનુસાર આ દિવસની પૂજાથી સૌભાગ્ય તથા ધન અને સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે. આ જ દિવસે શનિદેવનો જન્મ થયો છે અને આ જ દિવસે સાવિત્રીએ યમરાજ પાસેથી એના પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી. આ કારણોસર આઈ દિવસ એકદમ ખાસ છે. સાવિત્રી અને સત્યવાનની કથા અનુસાર, વડના વૃક્ષે પોતાની ડાળીઓ અને વડવાઈઓથી ઘેરી લઈને જંગલી પશુઓથી એની રક્ષા કરી હતી. એથી આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ રીતે જોતાં વટવૃક્ષનું આપણા જીવન સાથે ફક્ત ધામિર્ક જ નહીં, પણ સામાજિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ પણ બહુ છે. આથી જ દરેક જણે વડના ઝાડને, વટવૃક્ષને અનુલક્ષીને સંવેદનશીલ હોવું જ જોઈએ.

-----------------------------

વડનાં વૃક્ષની વિશેષતા

અનેક બીજવાળાં ૭૫૦ પ્રકારનાં વૃક્ષોમાં વડનાંં વૃક્ષનો સમાવેશ છે. વડનું વૃક્ષ જોડેનાં વૃક્ષના બીજમાંથી ફૂટી નીકળે એવું અને એ રીતે પોતાના પરાગકણ અન્ય વૃક્ષમાં કે તેનાં બીજમાં રોપે છે. નિષ્ણાતોના મતે વડનું ઝાડ અન્ય વૃક્ષોની જમીનમાં તેના બીજ સહેલાઈથી જડ નાખીને, ફેલાઈને વૃદ્ધિ કરે છે. બીજા વૃક્ષોને એટલે કે યજમાન વૃક્ષને ગૂંગળાવી નાખે એ રીતે તે પોતાના મૂળ, વડવાઈઓને જમીનમાં ઉતારે છે એમ નિષ્ણાતો કહે છે. એની વડવાઈઓ જમીનમાં ઊતરીને મૂળ થડને ટેકો કરે છે અને નવા થડની વૃદ્ધિ કરવામાં કારણભૂત બને છે. એ વડવાઈઓ ફૂલીફાલીને નવા થડ જેવી જ દેખાવા લાગે છે.

વળી, આ વૃક્ષ જમીનનો જેટલો મોટો વિસ્તાર આવરી લે છે તેના આધારે વડનાં વૃક્ષને વિશ્ર્વનું સૌથી મોટાં, વિશાળ વૃક્ષ કહેવામાં-માનવામાં આવે છે. જાણકારોના કહેવા પ્રમાણે વડનું સૌથી વધું મોટું વડવૃક્ષ આજે ભારતમાં આંધ્રપ્રદેશમાં આવેલું છે. એ વડવૃક્ષે ૧.૯ હૅક્ટર જમીન એટલે કે ૪.૭ એકર જમીન આવરી લીધી છે, એટલું જ નહીં આંધ્રપ્રદેશનો આ વડ એક રસાથે ૨૦,૦૦૦ લોકોને આશરો-છાંયડો આપી શકે છે! વડનું વૃક્ષ પર્યાવરણીય બચાવનો મોટ આધાર છે, જેમ એક પૈડાને આધાર આપવા તેમાં પરોવાતો ખીલો! વડ બહુ મોટાં પ્રમાણમાં ફળ-ટેટા પેદા કરે છે. ફળો ખાનારા પક્ષીઓ એના પર નભે છે અને જાતજાતનાં પક્ષીઓ માત્ર ટેટાં ખાઈને જીવતાં હોવાનું વનસ્પતિશાસ્ત્રીઓ કહે છે. ભોંય પડેલાં પાકાં ટેટા ખાય છે અને ગુજારો કરે છે. આ પક્ષીઓ હગાર રૂપે અન્ય વનસ્પતિમાં તેના અવશેષો નાખે છે અને નવા વડનું સર્જન થવાની સંભાવનાઓ સર્જાય છે.

સૌથી પહેલાં વડનાં વૃક્ષના સંપર્કમાં આવનારી યુરોપિયન વ્યક્તિ ગ્રીસની એલેકઝાન્ડર ધ ગ્રેટ હતી અને તેની સાથે તેનાં સૈન્યે પહેલીવાર વડનાં વૃક્ષનાં દર્શન કર્યા હતાં એટલે કે પહેલી વાર વૃનું વૃક્ષ જોયું હતું. આ એલેકઝાન્ડર ઈસવીસન પૂર્વે ૩૨૬માં ભારત આવ્યો હતો. એણે લખેલી નોંધ તેણે ગ્રીસના વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી થિયોફ્રેસ્ટસને આપી હતી. એ નોંધોનો એવો વિસ્તાર થયોકે ૧૭મી સદીના ઈંગ્લિશ કવિ જ્હોન મિલ્ટને 'પેરેડાઈઝ લોસ્ટ' નામની કવિતા લખી હતી, જેમાં લખ્યું હતું કે આદમ અને ઈવે શરીર ઢાંકવા માટે વડના વૃક્ષનાં પાંદડાંમાંથી પહેલું વસ્ત્ર બનાવ્યું હતું.

હિન્દુઓના મતે ભગવાન કૃષ્ણે ભગવત ગીતાનો ઉપદેશ વડના વૃક્ષ નીચે આપ્યો હતો. હજારો વર્ષોથી લોકો વડનાંવૃક્ષનો દવા તરીકે ઉપયોગ કરતાં આવ્યા છે. આજે નેપાળમાં લોકો વડનાં વૃક્ષનાં પાંદડાં, છાલ અને મૂળિયાં દ્વારા વિષ વિકૃતિઓને નાબૂદ કરે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov-%2BNFqbhrX_56L0cFVr4MChY08wQUTNwFcDFjPvbyRUw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment