Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પાર્થને કહો ચઢાવે બાણ… હવે તો… (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાર્થને કહો ચઢાવે બાણ… હવે તો…
પોઈન્ટ બ્લેન્ક: એમ.એ. ખાન

 

 

 


તમે આ વાંચી રહ્યા હશો ત્યારે પુલવામા હુમલાને ૬ દિવસ વીતી ગયા હશે. આજનું ભારત કોઈપણ અતિક્રમણ સામે ચૂપ બેસી રહેવાનો મિજાજ ધરાવતું ભારત નથી. વડાપ્રધાને ઘટનાના દિવસે જ ડંકાની ચોટ ઉપર કહી દીધું કે સંબંધિત વિભાગોને પરવાનગી આપી દેવામાં આવી છે કે જવાબમાં શું કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું અને શી રીતે કરવું એ તમે નક્કી કરી લો, પરંતુ એક વાતની ખાતરીની દેશ અપેક્ષા રાખે છે કે આ હુમલો કરવા બદલ માત્ર આતંકવાદીઓ નહીં, એમના પાકિસ્તાની આકાઓને પણ પસ્તાવો થવો જોઈએ. ભારતના એકેએક નાગરિકની આ જ લાગણી છે. જેના હૃદયમાં આ લાગણી ન ભડકતી હોય એ ભારતીય નહીં હોય!


જે નિર્દયી અને નપુંસક રીતે આ નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો એથી તાત્કાલિક બે લાગણીઓ ભડકી હતી. સૌથી પહેલાં તો દરેક નાગરિકની આંખમાં પાણી ભરાઈ આવ્યા હતા. લતા મંગેશકરે ગાયેલા ગીતની લાગણી દરેક ભારતીયના મનમાં છલકાઈ રહી હતી.


અય મેરે વચન કે લોગોં ઝરા આંખ મેં ભર લો પાની;

જો શહીદ હુએ હૈં ઉન કી ઝરા યાદ કરો કુરબાની.


આપણી સલામતિ માટે, દેશની સલામતિ માટે સરહદ ઉપર સતત પોતાના પ્રાણને જોખમમાં નાંખી ફરજ બજાવે છે. આ જવાનો સામી છાતીએ લડવાનું થાય એને માટે તો તૈયાર જ હોય છે, પરંતુ નપુંસક આતંકવાદીઓ સામી છાતીએ લડવાનું સાહસ ક્યાં ધરાવે જ છે!


અહીં પણ નપુંસક રીતે જ હુમલો કરવામાં આવ્યો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)ના ૭૮ વાહનોના કાફલામાં ૨૫૪૭ જવાનો શ્રીનગર જઈ રહ્યા હતા. એ લોકો રજાઓ માણીને વહેલી સવારે ૩:૩૦ વાગ્યે જમ્મુથી રવાના થયા હતા. તેઓ કાશ્મીર ખીણમાં વિવિધ સ્થળે પોતાની ફરજ પર હાજર થવાના હતા. ૧૨ કલાકની મુસાફરી થઈ ચૂકી હતી. લગભગ અડધા કલાકમાં શ્રીનગર આવી જવાનું હતું. ૩૦ કિલોમીટરનું અંતર બાકી હતું.


પુલવામાના અવંતિપોર નજીક કાફલો પહોંચ્યો હતો. લાટુ વળાંક પાસે અચાનક એક કાળી ર્સ્કોિપયો કાર કાફલાની એક બસ સાથે અથડાઈ તરત જ એક ભયાનક વિસ્ફોટ થયો. કાર અને બસના ફૂરચેફૂરચા ચોતરફ વેરાઈ ગયા. બસમાં બેઠેલા ૪૦ જવાનોની પણ આ જ સ્થિતિ હતી. બસની બાજુમાં ચાલતી બીજી બસને પણ ભારે નુકસાન પહોંચ્યું અને તેમાં બેઠો જવાનો ગંભીર રીતે ઘાયલ થયા. તપાસ માટે પહોંચેલી એનઆઈએ અને સ્થાનિક અજન્સીઓને મળેલા પુરાવા મુજબ આ વિસ્ફોટ આઈઈડીથી કરવામાં આવ્યો હતો અને કારમાં ઓછામાં ઓછા ૧૦૦ કિલો વિસ્ફોટકો ભર્યા હતા. ભારત સરકાર અને લશ્કરના દરેક એકમે તત્કાળ કામગીરી શરૂ કરી.


જમ્મુમાં ભાજપે બંધનું એલાન આપ્યું. એમાં નેશનલ કોન્ફરન્સ પણ જોડાઈ. નાગરિકોનો આક્રોશ જ્વાળામુખીની જેમ ઉછાળ મારી રહ્યો હતો. બંધમાં હિંસા પણ થઈ. દિલ્હીમાં પાકિસ્તાની એમ્બસી સામે પણ હિંસક દેખાવો થવાની આશંકા હતી. એમ્બેસીની રક્ષા માટે સીઆરપીએફના જવાનો ફરજ બજાવી રહ્યા હતા. આ છે ભારતીય તંત્રની મહાનતા અને માનવતા! હેટ્સ ઓફ એ જવાનોને આપણી સરકાર અને લશ્કરનો મેસેજ સ્પષ્ટ હતો. જવાબદારોને છોડવામાં નહીં આવે, આકરાં પગલાં ભરવામાં આવશે, પરંતુ આતંકવાદીઓ કરે છે એ રીતે નિર્દોષોની હત્યા પણ નહીં થવા દેવાય!

ભારત હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવા સક્ષમ પણ છે અને કટિબદ્ધ પણ છે. એટલે જવાબ તો જરૂર આપવામાં આવશે જ! આખો દેશ આશા રાખે છે કે એમણે આપણા ૪૦ શહીદ કર્ર્યા છે તો આપણે એમના ૧૦૦ને મારવા જ જોઈએ. દેશના એકેએક નાગરિકની આવી લાગણી સ્વાભાવિક છે. અત્યારે આખા દેશમાં ઉરિ અને મણિર્કિણકા જેવી ફિલ્મોએ જે સંવેદના જગાવી છે એવામાં આપણા બધામાં આવી લાગણી જાગવી સ્વાભાવિક છે. પરંતુ લાગણીનો ઘોડો તફાને ચઢીને ઉછાળા મારતો હોય ત્યારે તેને વાસ્તવ અને તર્કની લગામ નાંખવી જરૂરી જ નહીં અનિવાર્ય છે. પાકિસ્તાનના શાસકો અને લશ્કર લાગણીથી કામ લે અને જુઓ આજે ૭૦ વર્ષે એ કેવી દશામાં જઈ પહોંચ્યું છે. આપણો દેશ જોશની સાથે હોશ જાળવીને કામ કરતો રહ્યો છે તો જુઓ આજે ૭૦ વર્ષમાં આપણે કેટકેટલી સિદ્ધિઓ અને સન્માન મેળવી ચૂક્યા છીએ. આપણે જોશની સાથે હોશથી જ કામ લઈ રહ્યા છીએ. વડાપ્રધાને એટલે જ નિર્ણય કર્યો છે કે જવાબ ક્યાં, ક્યારે, શી રીતે અને કેટલો આપવો એ લશ્કર, સંરક્ષણ વિભાગ અને વિદેશ વિભાગ મળીને નક્કી કરશે. એ લોકો નક્કી કરે કે યુદ્ધ એ જ કલ્યાણ! તો પછી આપણે સહુએ યા હોમ કરીને ફતેહ સુધી ટકી રહેવું જોઈશે.


નાગરિક તરીકે આપણે શું કરીએ? આપણો આક્રોશ આપણે વ્યક્ત કરી દીધો છે. જો કે આક્રોશ વ્યક્ત કરીને સરકાર ઉપર દબાણ લાવવાની જરૂર જ નહોતી. હવે નિષ્ણાતો નિર્ણય કરે ત્યાં સુધી આપણે સહુએ પોતપોતાનું કામ શાંતિપૂર્વક ચાલુ રાખવું. માનો કે દેશ યુદ્ધનો નિર્ણય કરે તો દરેક નાગરિકે ખુવાર થવાની ભાવના સાથે અછતની સ્થિતિ, બેકારી, એક ટંક ભોજન, અંધારપટ, બોર્મ્બાિંડગ જે કંઈ આવી પડે એ માટે તૈયાર રહેવું. યુદ્ધ શરૂ કરવાનો નિર્ણય કર્યા પછી કોઈ રાષ્ટ્ર એને પોતાની મરજી પ્રમાણે કાબૂમાં રાખી શકતું નથી. અને યુદ્ધમાં ક્યારે ક્યાં શું થશે એની કોઈ ખાતરી હોતી નથી. અમેરિકાએ સ્વપ્નેય નહોતું વિચાર્યું કે પર્લ હાર્બર જેવી શાંત જગ્યાએ છેક જાપાનથી વિમાનો આવીને બોમ્બનો વરસાદ વરસાવશે. બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે શાંતિ સ્થપાઈ ગયાની લાગણી વચ્ચે જાપાને પણ સ્વપ્નેય વિચાર્યું નહોતું કે છેક અમેરિકાથી વિમાનો આવીને બે અણુબોમ્બ ફેંકીને બે શહેરોનો સંપૂર્ણ નાશ કરી દેશે.


એક વાત સમજી લઈએ. આપણે, દેશના નાગરિકોએ પોતાનું શૌર્ય પુરવાર કરવાની કોઈ જ જરૂર નથી. આપણી સંસ્કૃતિ ૫૦૦૦ વર્ષથી ટકી રહી છે એ હકીકત જ પુરવાર કરે છે કે ભારતવર્ષની પ્રજામાં શૌર્ય અને ધૈર્ય બંને ભરપુર છે જ! નહિતર રોમન સંસ્કૃતિ, ગ્રીક સંસ્કૃતિ, ઈન્કા સંસ્કૃતિ વગેરેની જેમ આપણી સંસ્કૃતિ પણ નષ્ટ થઈ ચૂકી હોત!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ota6OZyZRoXdxv5fumvciaBeehJbFmhOe7wkc%2BWX89Tkg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment