Wednesday, 20 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પુરુષો મહિલાઓ કરતાં ઓછું કેમ જીવે છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પુરુષો મહિલાઓ કરતાં ઓછું કેમ જીવે છે?
પ્રાસંગિક-મૌસમી પટેલ

amdavadis4ever@yahoogroups.comહાલમાં જ ઓનલાઈન વેબસાઈટ પર એક ખૂબ ઈન્ટરેસ્ટિંગ સર્વે વાંચ્યો અને એ સર્વે અનુસાર દુનિયાભરમાં મહિલાઓની સરખામણીએ પુરુષોની ઉંમર ઓછી હોય છે એ જાણવા મળ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૨૦૧૬માં મહિલાઓની વસતિની સરેરાશ ઉંમર ૭૨ વર્ષ જેટલી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ સર્વેક્ષણ વિશે વધુ વિસ્તારથી વાત કરીએ તો મહિલાઓની સરેરાશ ઉંમર ૭૪ વર્ષ બે મહિના જેટલી હતી, જ્યારે પુરુષોની સરેરાશ ઉંમર ૬૯ વર્ષ આઠ મહિના જેટલી હતી. વર્ષ ૨૦૧૦માં અમેરિકામાં થયેલી વસતિ ગણતરી મુજબ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરવાળા નાગરિકોની સંખ્યા ૫૩,૩૬૪ જેટલી હતી, જેમાં પુરુષોની સંખ્યા તો ૯૧૬૨ જેટલી હતી અને બાકીની બધી મહિલાઓ હતી. હવે સવાલ થશે આખરે એવું તે શુંં છે કે મહિલાઓ પુરુષોની સરખાણીએ કેમ વધુ જીવે છે? આવો જોઈએ એના કારણો.

જિન્સ

હ્યુમન મૉર્ટેલિટી ઈન્ડેક્સના આંકડાઓ પર જો વિશ્ર્વાસ કરવામાં આવે છે અને આ ડેટાબેસમાં દર વર્ષે મહિલાઓની સરાસરી ઉંમર પુરુષોની સરાસરી ઉંમર કરતાં વધી રહી હતી. ઉંમરની આ રેસમાં મહિલાઓ પુરુષો કરતાં આગળ નીકળી ગઈ. એવું લાગે છે કે પુરુષ પોતાના જિન આધારિત ઢાંચાને કારણે ઓછી ઉંમરનો શિકાર થઈ જાય છે.

ભ્રૂણ

યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર ડેવિડ જૅમ્સ કહે છે કે પુરુષ ભ્રૂણનું મૃત્યુ દર મહિલા ભ્રૂણનું મૃત્યુદરની સરખાણીએ વધું છે. શક્ય છે કે આ માટે ક્રોમોઝોમ જવાબદાર હોય છે, જે લિંગ નક્કી કરે છે. મહિલાઓમાં ડ્ઢડ્ઢ ક્રોમોઝમ હોય છે, જ્યારે પુરુષોમાં ડ્ઢુ ક્રોમોઝમ હોય છે. ક્રોમોઝમમાં જિન હોય છે. ઍક્સ ક્રોમોઝમ્સમાં એવા કેટલા જિન હોય છે જે તમને જીવંત રાખે. જો તમારા ઍક્સ ક્રોમોઝમમાં જેનેટિક સમસ્યા છે અને તમે એક મહિલા છો તો તમારી પાસે એક બૅકઅપ છે, પણ જો તમે પુરુષ છો અને તમારી પાસે કોઈ બૅકઅપ નથી. આ ઉપરાંત ગર્ભધારણ કરવામાં મોડું થાય એ વખતે પણ છોકરાઓના મૃત્યુની સંખ્યા છોકરીઓની મૃત્યુ કરતાં ૨૦થી ૩૦ ટકા વધુ હોય છે.

હોર્મોન્સ

કિશોરાવસ્થામાં છોકરા-છોકરીઓમાં આવનારા હૉર્મોન્સ પરિવર્તનને કારણે પુરુષ અને મહિલાઓમાં પરિવર્તિત થાય છે. પુરુષોમાં શરીરમાં થનારા તમારા બદલાવ જેવા કે શારીરિક વિકાસ અને તાકાત પ્રદાન કરનારું ટેસ્ટોસ્ટેરોન પુરુષ શરીરમાં પહાડી અવાજ અને છાતી પર વાળ આવવા માટે જવાબદાર હોય છે.

કિશોરાવસ્થાના અંતિમ તબક્કામાં જ્યારે પુરુષના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનમાં વધારો થવાની શરૂઆત થાય છે અને ત્યારે મૃત્યુદરમાં પણ ઝડપથી વધારો જોવા મળે છે. નિષ્ણાતોના મતે આનું એક કારણ એ પણ હોઈ શકે કે પુરુષ મહિલાઓની સરખાણીએ જોખમી પ્રવૃત્તિઓ જેવી કે હાથાપાયી, સ્પીડમાં બાઈક, કાર ચલાવવી જેવી વધુ કરે છે.

અમુક વર્ષો પહેલાં કોરિયાઈ વૈજ્ઞાનિક હેન નેમ પાર્કે ચોજૂન સામ્રાજ્યના ૧૯મી સદીના આંકડાઓનો વિસ્તારથી અભ્યાસ કર્યો હતો અને તેમણે ૮૧ ક્ધિનરો સાથે જોડાયેલા આંકડાઓનો પણ ધ્યાનથી અભ્યાસ કર્યો હતો કે જેમના અંડકોષોને કિશોરાવસ્થા પહેલાં જ કાપી નાખવામાં આવ્યું હતું. પાર્કને પોતાના અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે દરબારના પુરુષોની સરાસરી ઉંમર ૫૦ વર્ષ હતી, જ્યારે ક્ધિનરોની ઉંમર ૭૦ વર્ષ જેટલી હતી. જોેકે, બધા જ ક્ધિનરો પર કરેલાં અધ્યયનમાં એક જ પ્રકારનું પરિણામ નહોતું આવ્યું, પરંતુ એવું તારણ કાઢી શકાય કે અંડકોષ વિના જીવનારા પુરુષો અને જનાવરોની ઉંમર વધુ લાંબી હોય છે.

મહિલાઓના સૅક્સ હોર્મોન ઑસ્ટ્રેજનને એન્ટી ઑક્સિડેન્ટના રૂપમાં પણ જોવામાં આવે છે. સાદા શબ્દોમાં કહીએ તો આ હૉર્મોન્સ એવા ઝેરી રસાયણોને ખતમ કરી નાખે છે કે જે કોષિકા માટે તાણ પેદા કરે છે. જનાવરો સાથે કરવામાં આવેલા પ્રયોગમાં જાણવા મળ્યું હતું જે માદામાં ઓસ્ટ્રેજન હૉર્મેન નથી હોતા તેઓ ખૂબ જ જલદી મૃત્યુ પામે છે અને જે માદાની આ કમી પૂરી કરવામાં આવે છે તેઓ ખૂબ લાંબુ જીવે છે.

આ એકદમ એવું જ છે જેવું ક્ધિનરોના કેસમાં જોવા મળ્યું હતું. સ્પેનમાં વૈજ્ઞાનિકો એ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સિદ્ધ થઈ રહ્યું હતું કે ઓસ્ટ્રેજન ઉંમર વધારનારા જિનની અસરને વધારે છે, જેમાં એન્ટી ઑક્સિડેન્ટ એન્ઝાઈમ્સનો સમાવેશ પણ થાય છે. ઓસ્ટ્રેજન ખરાબ કૉલેસ્ટરોલને પણ ખતમ કરે છે.

દુનિયાના સંઘર્ષગ્રસ્ત ક્ષેત્રમાં પુરુષોની સરાસરી ઉંમર ખૂબ જ ઓછી હોય છે, પરંતુ એવા હજી કેટલાય ક્ષેત્ર છે કે જ્યાં સ્વાસ્થ્ય સેવા પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નથી અને ત્યાં ઘણી વખત મહિલાઓ બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે. આ ઉપરાંત દારુ, સિગારેટ અને જરૂરત કરતાં વધુ ખાનપાન પણ આ માટે મહત્ત્નું કારણ છે. આવા તો કંઈ કેટલાય કારણો છે કે જેને કારણે મહિલાઓ પુરુષની સરખામણીએ વધુ જીવતી હશે અને જો એ કારણો વિશે ચર્ચા કરવા બેસીશું તો કદાચ ક્યારેય તેનો અંત નહીં આવે.

_

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os39ovwjS1G8q%2BsAnKUJmKHDhgk5R25ZkZgTJJNRiXS9A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment