Sunday, 17 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જોખમી ફોટો એપ્સ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જોખમી ફોટો એપ્સ!
હિમાંશુ કીકાણી

 

 

 


તમને સેલ્ફી લેવાનો શોખ છે? તમને સેલ્ફી લઈને મિત્રોમાં શેર કરવાથી સંતોષ થતો નથી? તમે તમારી સેલ્ફીને જરા વધુ 'ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ' આપવાની ફિરાકમાં રહો છો? તો જરા ધ્યાન આપવા જેવી આ વાત છે.


તમે પ્લે સ્ટોરમાં 'કેમેરા એપ્સ' કે 'ફોટો એપ્સ' કે 'બ્યૂટી એપ્સ' સર્ચ કરો તો ઢગલાબંધ એપ્સની યાદી હાજર થઈ જાય છે. બેઝિકલી, આ એપ્સ આપણા ફોટોગ્રાફ્સ પર વિવિધ ફિલ્ટર એપ્લાય કરીને, તેને જાતજાતની ઇફેક્ટ આપે છે. તે ફોટોમાં તમારી સ્કિનને ચમકદાર બનાવી શકે, ખીલ કે તેના ડાઘ દૂર કરી આપે, આંખ નીચેનાં કૂંડાળાં દૂર કરી આપે, વાળના રંગ સાથે આંખનો રંગ પણ મેચ કરી આપે, ચાહો તો સ્માઇલને જરા વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી આપે. એ સિવાય પણ ઘણી બધી રીતે આવી એપ્સ, આપણા 'બોરિંગ' ફોટોને 'ઇન્સ્ટાગ્રામેબલ' બનાવી આપે છે.


પણ હમણાં ટ્રેન્ડ માઇક્રો નામની એક સાયબર સિક્યોરિટી કંપનીએ જણાવ્યું કે આવી 29 બ્યૂટી કેમેરા એપ્સ, આ બધાથી વિશેષ ઘણું બધું કરી શકતી હતી! જેમકે, આવી એપ ઇન્સ્ટોલ કર્યા પછી જ્યારે યૂઝર ફોન અનલોક કરે ત્યારે તેમને ફુલ સ્ક્રીનની જાહેરાતો દેખાવાનું શરૂ થાય. આવી એપે સ્પષ્ટપણે જણાવ્યું હોતું નથી કે તે આ રીતે જાહેરાતો બતાવશે, એટલે યૂઝરને પહેલાં તો કઈ એપને કારણે આવું થાય છે એ સમજાતું નથી.


આવી જાહેરાતો મોટા ભાગે પોર્નોગ્રાફિક કન્ટેન્ટની હોય અથવા કોઈ ને કોઈ પ્રકારની તરકટી વેબસાઇટ તરફ દોરી જતી હોય (જેમ કે, તમે આઇફોન જીત્યા છો, મેળવવા માટે અહીં ક્લિક કરો!) જ્યાં આપણું ઈ-મેઇલ એડ્રેસ કે ફોન નંબર વગેરે વિગતો માગવામાં આવે.


ફોટોગ્રાફનું એડિટિંગ કરી આપવાની 'સગવડ' આપતી કોઈ પણ એપમાં, આપણે આપેલા ફોટોગ્રાફને એ એપના સર્વરમાં પહોંચાડવામાં આવે છે અને પછી, આપણે જણાવેલાં ફિલ્ટર તેના પર લગાવીને એ 'નવો' ફોટો આપણને પરત આપવામાં આવતો હોય છે, પરંતુ સિક્યોરિટી કંપનીની તપાસમાં, આવી એપ્સ આપણો ફોટોગ્રાફ પોતાના સર્વરમાં પહોંચાડીને પરત આપવાને બદલે, 'એપ અપડેટ કરવાની જરૂર છે' એવો મેસેજ આપતી હતી. આવા ફોટોઝનો સોશિયલ મીડિયા પર બનાવટી પ્રોફાઇલ ક્રિએટ કરવામાં ઉપયોગ થઈ શકે છે.


સામાન્ય રીતે પ્લે સ્ટોરમાં 'પ્લે પ્રોટેક્ટ' નામની એક સુવિધા છે, જેની મદદથી ગૂગલ એપ્સ સ્કેન કરીને તે સલામત છે કે નહીં તે તપાસે છે. આવી એપ્સ એવા કીમિયા અજવામાવતી હતી, જેથી ગૂગલ તેનું એનાલિસિસ કરી ન શકે! આમાંની કેટલીક એપ્સ ઇન્સ્ટોલ થયા પછી પોતાનો આઇકન જ ગાયબ કરી દેતી હતી, જેથી સરેરાશ યૂઝર તેને સહેલાઈથી અનઇન્સ્ટોલ ન કરી શકે. પ્લે સ્ટોરમાં લાખો ડાઉનલોડ્સ પછી હવે ગૂગલે આવી 29 એપ્સ દૂર કરી છે.


ટૂંકી વાત એટલી કે ફોનમાં કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરતી વખતે કોમન સેન્સનો ઉપયોગ કરો!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtivG1g_b-TJHEp4bGm_EqT%3DrAO-bYgFN5W%3DHcuCPLGmA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment