Saturday, 2 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તાજી લીલીછમ સુવાની ભાજીની અવનવી વાનગી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તાજી લીલીછમ સુવાની ભાજીની અવનવી વાનગી!

amdavadis4ever@yahoogroups.com

શિયાળાની ઠંડીમાં લીલીછમ ભાજીની અનેક વિવિધતાઓ શાકમાર્કેટમાં જોવા મળે છે.

મેથી-પાલક-તાંદળજાની ભાજીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે. તેમાં સુવાની ભાજીની કેટલીક વાનગી પણ બહુ સ્વાદિષ્ટ બને છે. આવો જોઈએ તેમાંથી કેવી મસાલેદાર વાનગીઓ બને છે તે:

સુવા-સોયા ટોફૂનુંં શાક

સામગ્રી: 200 ગ્રામ સોયા ટોફૂ, 1 કપ સુવાની ભાજી, 1 ચમચી તેલ, 1 ચમચી માખણ, 1 નાની ચમચી ઝીણું સમારેલું આદું, 1 નાની ચમચી ઝીણું સમારેલું લસણ, 1 ચમચી જીરું, 1 ચમચી ઝીણાં સમારેલાં લીલાં મરચાં, 1 નંગ ઝીણો સમારેલો કાંદો, 1 નાની ચમચી લીંબુનો રસ,1 નાની ચમચી ધાણાજીરું, એક નાની ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું.

બનાવવાની રીત: નૉનસ્ટીક કડાઈમાં તેલ અને માખણ ગરમ કરી લેવું. તેમાં જીરું નાંખી સાંતળી લો. આદુ-લસણ-લીલાં મરચાં નાખી હલાવી લેવું. કાંદાને સાંતળી લેવા. ઝીણી સમારેલી સુવાની ભાજીને ભેળવો. સોયા ટોફૂને હળવે હાથે મસળીને ભેળવી દો. હળદર, ધાણાજીરુું, લીંબુનો રસ તથા સ્વાદ પ્રમાણે મીઠું ભેળવી બરાબર હલાવીને ગરમાગરમ પરોઠા સાથે સુવા-સોયા ટોફૂનું શાક સર્વ કરો.

સુવા-પનીરની ગ્રિલ સેન્ડવિચ

સામગ્રી: 1 મોટી સ્લાઈસ બ્રાઉન બ્રેડ, 2 મોટી ચમચી માખણ, 2 નંગ સલાડના(લેટસ) પાન, 1 કપ મસળેલું પનીર, 1 કપ સુવાની ભાજી ઝીણી સમારેલી, 2 નંગ લીલા મરચાં, 1 નાની ચમચી લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું અથવા ચાટ મસાલો.

બનાવવાની રીત: બ્રેડની સ્લાઈસ ઉપર માખણ લગાવી લો. એક બાઉલમાં મસળેલું પનીર, ઝીણી સમારેલી સુવાની ભાજી, (લેટસ) સલાડના પાનના મોટા ટૂકડા કરીને ભેળવો. ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી લીંબુનો રસ તથા સ્વાદાનુસાર મીઠું કે ચાટ મસાલો ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. માખણ લગાવેલી બ્રેડમિશ્રણ ગોઠવીને સેન્ડવિચ તૈયાર કરો.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os1W67RSYP8rCeJiNoEFBfkDV8mfMP0OFP2sYF6XsM2BA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment