Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્વાન્ત: સુખાયની જવ ાબદારી અને છટકબારી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્વાન્ત: સુખાયની જવાબદારી અને છટકબારી!
સન્ડે મોર્નિંગ-સૌરભ શાહ

amdavadis4ever@yahoogroups.com

એમ કહેવાય છે કે ગોેસ્વામી તુલસીદાસે રામાયણને પોતાના અંદાજથી ઈન્ટરપ્રીટ કરીને પોતાની આગવી શૈલીમાં ઢાળ્યું એ પછી ઘણા લોકો આવી આવીને એમને સલાહસૂચન કરવા લાગ્યા: બાબા, આમાં આ રહી ગયું, પેલું રહી ગયું. આ વાત જો તમે આમને બદલે તેમ રજૂ કરી હોત તો વધારે સુંદર પરિણામ આવત. ફલાણો પ્રસંગ અધૂરો લાગે છે.

સૌ કોઈની વાત સાંભળી લીધા પછી ગોસ્વામી એમને કહે છે: રામચરિત માનસનો ગ્રંથ મેં તમારા બધાની ટીકાટિપ્પણ માટે નથી રચ્યો, મેં તો મારા પોતાના આનંદ માટે એનું સર્જન કર્યું છે. તમને એમાંથી જે ગમે. તે તમારું, બાકીનું છોડી દેવાનું.

તુલસી કહે છે: સ્વાન્ત:

સુખાય તુલસી રઘુનાથ ગાથા.

સ્વાન્ત: સુખાય બહુ ઊંચા દરજ્જાનો શબ્દપ્રયોગ છે. નિજાનંદ તમે કહી શકો એને. પણ આ શબ્દસમૂહ કોઈ છટકબારી નથી, જવાબદારી છે. પોતાના સર્જનને, પોતાના કામને બીજાઓ તરફથી માન્યતા મળે કે ન મળે એની જેને પરવા ન હોય તેઓ જ 'સ્વાન્ત: સુખાય' કે 'નિજાનંદ' જેવા શબ્દોનો પ્રયોગ કરી શકે. બેઠાં બેઠાં માખી મારતો માણસ એવંું ન કહી શકે કે આ પ્રવૃત્તિ હું સ્વાન્ત: સુખાય કરું છું. જવાબદારીપૂર્વક જે કામ કરે છે અને જેને જરાય પડી નથી કે પોતાના કામની ટીકા થશે કે પ્રશંસા, લોકસ્વીકૃતિ મળશે કે નહીં એટલે જ તુલસીદાસ રામચરિત માનસના પ્રથમ સોપાન (બાલકાંડ)ના આરંભે જે સાત શ્ર્લોક સંસ્કૃતમાં રચીને ઉમેર્યા એમાંના ૭મા શ્ર્લોકમાં લખ્યું:

નાનાપુરાણનિગમાગમ સમ્મતં યદ્

રામાયણે નિગદિતં ક્વચિદન્યતોપિ

સ્વાન્ત: સુખાય તુલસી રઘુનાથ ગાથા

ભાષાનિબન્ધમતિ મંજુલમાતનોતિ

એ તમામ વેદપુરાણ તથા શાસ્ત્રોને હું, તુલસી, પ્રણામ કરું છું જેનું રામાયણમાં વર્ણન છે અથવા જે અન્યત્ર ઉપલબ્ધ છે, અને એનો મનોહર ભાષામાં સ્વાન્ત: સુખાય વિસ્તાર કરું છું.

સ્વાન્ત: સુખાય શબ્દોનો ઉપયોગ તમે તુલસીની કક્ષાનું સર્જન કર્યું હોય કે એ કક્ષાનું સર્જન કરવા માગતા હો ત્યારે જ કરી શકો. એ નિષ્ઠા, એ તપસ્યા હોય ત્યારે જ.

કવિતા વિશે કંઈ સમજ ન હોય, ઉત્તમ કવિતાઓનું રસપાન ન કર્યું હોય એવું કોઈ જણ બે જોડકણાં લખીને તમને બતાવે અને કહે કે કવિતા કરવી એ તો મારા માટે સ્વાન્ત: સુખાય પ્રવૃત્તિ છે, હું તો નિજાનંદ માટે કવિતા કરું છું, તો એ આ શબ્દોની છટકબારી વાપરે છે એવું માનવું. રમેશ પારેખ જો એમ કહે કે હું તો સ્વાન્ત: સુખાય કવિતાનું સર્જન કરું છું, નિજાનંદ માટે લખું છું તો એમણે આ શબ્દો જવાબદારીપૂર્વક વાપર્યા છે એવું કહેવાય.

પાણીપૂરી બનાવવામાં તમારી હથોટી હોય પણ કોઈકને તમારા હાથે બનાવેલું પાણી ન ભાવે, તીખું લાગે, તો તમે કહી શકો છો કે ભઈ, ભાવે તો ખાવાનું નહીં તો રસોડામાં બીજું જે કંઈ છે તે આરોગી લો, કારણ કે હું તો મારી મોજ માટે પાણીપૂરીનું પાણી બનાવું છું, તમારા ટેસ્ટને અનુકૂળ ન આવે તો તમારી મરજી. પણ હું એને કારણે મારી રેસિપીમાં કોઈ ફેરફાર નહીં કરું. સ્વાન્ત: સુખાય કે નિજાનંદ માટે થતી પ્રવૃત્તિ વિશે તમે આવું કહી શકો.

પણ મને દાળઢોકળી બનાવતાં આવડતું જ ન હોય અને હું જેમતેમ કાચીપાકી બનાવીને તમને પીરસું ને પછી કહું કે આ તો સ્વાન્ત: સુખાય બનાવેલી છે, નિજાનંદ માટે બનાવેલી છે, તો એ ખોટું.

જેની પાસે કંઈ કામ નથી, બેકાર છે એવો માણસ દરિયાની રેતીમાં આડો પડીને કહે કે હું નિજાનંદી છું તો એ છટકબારી થઈ. બિલ ગેટ્સ કે મૂકેશ અંબાણી એની જગ્યાએ હોય તો કહી શકે કે આ મારા નિજાનંદની પ્રવૃત્તિ થઈ.

દ્રાક્ષ ખાટી છે વાળી વૃત્તિ છટકબારી થઈ. જેમાંથી કાઈ રેક્ગ્નિશન તમને મળવાનું જ નથી એવી પ્રવૃત્તિ માટે તમે સ્વાન્ત: સુખાય શબ્દપ્રયોગ ન કરી શકો. માન્યતા મળે કે ન મળે એની તમને પરવા ન હોય અને માન્યતા મળે એ હેતુથી તમે તમારા કામમાં ફેરફારો ન કરતા હો ત્યારે કહી શકો કે મારી આ પ્રવૃત્તિ સ્વાન્ત: સુખાય છે, નિજાનંદ માટે છે.

બીજાઓેને ખુશ કરવામાં ને કરવામાં તમે ક્યારે એ લોકોના ઈશારે નર્તન કરતા થઈ જશો, કંઈ કહેવાય નહીં. ગુજરાતીમાં આવી પ્રવૃત્તિ માટે એક શબ્દ છે - ફરમાસુ. કોઈકની ફરમાઈશ પર, કોઈકની તાળીઓ ઉઘરાવવા, કોઈક તમારા પર મહેરબાન થાય એ ઈરાદાથી જે પ્રવૃત્તિઓ થાય છે તેમાંથી મળતું રેક્ગ્નિશન ક્ષણભંગુર હોય છે. સ્વાન્ત: સુખાયથી થતી પ્રવૃત્તિઓનું ફળ અમર હોય છે, રામચરિત માનસની જેમ એ સદીઓ પછી પણ જીવંત રહે છે, તાજગીભર્યું રહે છે.

--------------------------

કાગળ પરના દીવા

જરા કાય તી હાસલી સ્વાગતાચે

મનાને પસરલી પથારી વગૈરે

અસા નાચવે શ્ર્વાસ દેહાસ માઝ્યા

જસા માકડાલા મદારી વગૈરે

કધી ખડ્ગ તલવાર બોધટ વગૈરે

કધી શબ્દ સાધા દુધારી વગૈેરે

પુન્હા તી નદી સારખી દૂર ગેલી

પુન્હા રાહિલો મી કિનારી વગૈરે - વૈભવ જોશી

---------------------------

સન્ડે હ્યુમર

બૉસ: વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે, બકા. 'હાઉ'ઝ ધ જોશ!

બકો: મેરીડ છું, સર!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvjLvEj8QH%2BrMaLX%3DxZQoYAGGUdHOaAoNcmfQmoqfQ%2BdA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment