| હિંદી સિનેજગતની પ્રખ્યાત પ્લેબૅક ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ વિશે આજની પેઢી ખૂબ જ ઓછું જાણે છે. તેની સિદ્ધિ અને બૉલીવૂડમાં તેનો અદ્ભુત ફાળો નોંધનીય છે. ૩૦ વર્ષમાં ૧૬ જુદી જુદી ભાષાઓમાં કવિતાએ ૧૮,૦૦૦ કરતાં વધુ ગીતો ગાયાં છે. ગઝલ, ફિલ્મી ગીતો, ઇન્ડિપોપ મ્યુઝિક અને સેમી ક્લાસિકલ જેવા સંગીતથી જોડાયેલી આ ગાયિકાના જીવન વિશે અમુક જાણવા જેવી વાતો અહીં વાંચો.
બાળપણનું નામ: શારદા કૃષ્ણમૂર્તિ
જન્મ તારીખ: ૨૫મી જાન્યુઆરી ૧૯૫૮ (૬૧ વર્ષ)
જન્મસ્થળ: નવી દિલ્હી
માતા-પિતા: ટી. એસ. કૃષ્ણમૂર્તિ
પતિ: પંડિત ડૉ. લક્ષ્મીનારાયણ સુબ્રમણિયમ
હાલમાં રહેવાનું: કર્ણાટક
ભણતર: કવિતા મુંબઇમાં આવેલી સેન્ટ ઝેવિઅર્સ સ્કૂલમાં ભણ્યાં હતાં અને કૉલેજથી ઇકોનોમિક્સમાં પીએચડી પ્રાપ્ત કરી હતી. તેની સાથે સંગીતના દરેક કાર્યક્રમમાં સક્રિય રહેતા હતાં.
એવોર્ડ પ્રાપ્તિ: કવિતાને વર્ષ ૨૦૦૫માં પદ્મશ્રી ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમ જ ફિલ્મફેર, આઇફા, ઝી સિને અને આઇટીએ ઍવોર્ડ્સમાં કવિતાને બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે નવાજવામાં આવ્યાં હતાં.
અજાણી વાતો: નવ વર્ષની ઉંમરે કવિતાને લતા મંગેશકર સાથે ગાવાનો મોકો મળ્યો હતો. ૧૪ વર્ષની ઉંમરમાં પહેલી વાર પ્લેબેક સિંગર તરીકે એક ઍડ ફિલ્મનું જિંગલ ગાયું હતું. ત્યારથી તેઓ લાઇમલાઇટમાં આવ્યાં હતાં. તેણે સંગીતકાર એલ. સુબ્રમણ્યમ સાથે ૧૯૯૯માં લગ્ન કર્યા હતાં. તેમને કોઇ સંતાન નથી. પતિના પહેલા લગ્નથી તેમને ચાર બાળકો છે.
કારકિર્દીની શરૂઆત: કવિતાએ પોતાની કારકિર્દીની શરૂઆત ક્ધનડ ફિલ્મનું એક ગીત ગાઇને કરી હતી. હિંદી સિનેમામાં વર્ષ ૧૯૮૫માં માં તુમસે મિલકર ન જાને ક્યું નામનું ગીત ગાયું હતું અને તે વખતે આ ગીતને કારણે કવિતાને હિંદી સિનેમામાં પોતાની કારકિર્દી માટે વેગ મળ્યો હતો. ત્યારબાદ તેણે શ્રીદેવીની ફિલ્મમાં હવા હવાઇ ગીત ગાઇને આખા બૉલીવૂડને પોતાના અવાજ અને સંગીત પર ઝૂમવા માટે મજબૂર કરી નાખ્યા હતાં.
પ્રખ્યાત ગીતો: મેરા પીયા ઘર આયા, બિન તેરે સનમ, ઢોલ બજને લગા, નિંબુડા, પ્યાર હુઆ ચુપકે સે, આજ મૈં ઉપર, તુ ચીઝ બડી હૈ મસ્ત, બોલે ચુડિયા, મૈયા યશોદા, ડોલા રે ડોલા, અલબેલા સજન આયો રે, આઇ લવ માય ઇન્ડિયા વગેરે... |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou5E9Z4vDagDYdMrCGgy76iMGS-6zaxLhX6NXQVQ6Ez5A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment