Saturday, 2 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૂડ મૂડ કે દેખ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૂડ મૂડ કે દેખ!
પ્રફુલ્લ કાનાબાર

 

 

 

સપને મેં સચ્ચાઈ, મહેનત કરને કા શૌક ઔર કિસ્મત કા સાથ હો તો જો સોચા, હો જાતા હૈ!


જેકી શ્રોફ્નો જન્મ તા. ૧/૨/૧૯૫૭ ના રોજ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉગ્દીર ગામમાં થયો હતો. જેકીનું સાચું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ. પિતા ગુજરાતી હતા અને માતા તુર્કી. જેકીનું બાળપણ તીનબત્તી એરિયાની એક ચાલમાં વીત્યું હતું. એ જમાનાની ચાલ એટલે દરેકને એક રૂમ એક રસોડું અને એક ઓટલો અથવા પરસાળ મળે. ચાલની આખી લાઈન વચ્ચે ચાર કે છ કોમન ટોઈલેટ હોય. માતા-પિતા અને તેનાથી સાત વર્ષ મોટાભાઈ સાથે દસ બાય દસના રૂમમાં રહેવાનું અને કોમન સંડાસ બાથરૂમનો ઉપયોગ કરવાના એ દિવસો આજે પણ જેકી તેના એક ઈન્ટરવ્યૂમાં યાદ કરીને ગળગળો થઇ જાય છે. જેકીના પિતા સારું જ્યોતિષ જાણતા હતા. પિતાની અસ્થાયી આવકને કારણે જેકીએ સ્કૂલ લાઈફ્થી જ ભારે ગરીબીનો સામનો કરવો પડયો હતો. તે દિવસોમાં એક એક પૈસાની કિંમત હતી. આર્થિક તંગીને કારણે જ જેકીએ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા થયા બાદ કોલેજમાં એડમિશન લેવાનું માંડી વાળ્યું હતું. મુંબઈમાં નવી ફ્લ્મિો આવવાની હોય ત્યારે કિશોર વયનો જેકી તેના દોસ્તો સાથે ફ્લ્મિના પોસ્ટર્સ લગાવવાનું કામ કરતો. પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોએ જ્યાં ભીડ થતી હોય તેવા વિસ્તારમાં ફૂટપાથ પર ઊભા રહીને જેકીએ મગફ્ળી પણ વેચી છે. જેકીને સૌથી વધારે લગાવ તેના મોટા ભાઈ સાથે હતો. એક વાર તે તેના મોટાભાઈ સાથે દરિયા પાસેથી પસાર થઇ રહ્યો હતો. પાણીમાં કોઈક ડૂબી રહ્યું હતું. તદ્દન અજાણી વ્યક્તિને ડૂબતી બચાવવા માટે જેકીનો ભાઈ તરવાનું ન આવડતું હોવા છતાં તેના સાહસિક સ્વભાવને કારણે કૂદી પડયો હતો. પરોપકાર કરવા જતાં સત્તર વર્ષના ભાઈએ જીવ ગુમાવ્યો હતો. પોતાની નજર સામે મોટા ભાઈને ગુમાવનાર દસ વર્ષના જેકીને આઘાતમાંથી બહાર આવતા ખાસ્સો સમય લાગ્યો હતો.


અઢાર વર્ષ પૂરા થતાં જેકીએ એર ઇન્ડિયામાં ફ્લાઈટ એટેન્ડન્ટની નોકરી માટે અરજી કરી હતી, પણ ત્યાં તેના ઓછા અભ્યાસને કારણે પનો ટૂંકો પડયો. પિતાએ ભવિષ્ય ભાખ્યું હતું કે જેકીને માસ મીડિયા સાથે લેણું છે. જેકી કહે છે 'ઉન દિનો માસ મીડિયા કા ક્યા મતલબ હોતા હૈ વોહ મુઝે પતા નહિ થા'. આખરે જેકીને એક ટ્રાવેલ એજન્ટને ત્યાં નોકરી મળી હતી જો કે જેકીને તે નોકરીથી બિલકુલ સંતોષ નહોતો. વીસ વર્ષનો જેકી એકવાર બસ સ્ટેન્ડ પર ઊભો હતો ત્યારે એક અજાણ્યા માણસે તેને પૂછયું હતું 'મોડેલિંગ કરોગે?'


જેકીએ પૂછયું હતું 'પૈસા મિલેગા?' પેલાએ હા પાડતાં જેકી તેની સાથે દોરવાયો હતો. તે માણસ જેકીને એક એડ કંપનીમાં લઈ ગયો હતો જ્યાં તે એકાઉન્ટન્ટ હતો. જેકીનું ફેટોસેશન કરવામાં આવ્યું હતું અને તેને સાત હજારનો ચેક આપવામાં આવ્યો હતો. તે જ દિવસે જેકીએ નક્કી કરી લીધું હતું કે હવે તો આ જ લાઈનમાં આગળ વધવું છે. તે દિવસોમાં જ બસ સ્ટેન્ડ પર જ જેકીનો પરિચય આયેશા સાથે થયો હતો. આયેશાની ઉંમર ત્યારે ચૌદ વર્ષની હતી. સ્કૂલ ડ્રેસમાં તે સ્કૂલે જઈ રહી હતી. બંનેનો પરિચય ધીમેધીમે પરિણયમાં પરિણમ્યો હતો. આયેશાના પિતા એરફેર્સમાં હતા. બંને પરિવાર વચ્ચે આર્થિક અસમાનતાની મોટી ખાઈ હતી. જેકી જે ખોલીમાં પરિવાર સાથે રહેતો હતો તે જોયા બાદ પણ જેકી સાથે લગ્ન કરવા માટે આયેશા મક્કમ હતી કારણ કે તેણે જેકીની આંખમાં આગળ વધવાનું સ્વપ્ન જોયું હતું. તે દિવસોમાં જ જેકીનો પરિચય આશા ચન્દ્રન સાથે થયો હતો જે એક્ટિંગ સ્કૂલ ચલાવતી હતી. જેકીએ તે સ્કૂલમાં જવાનું ચાલુ કર્યું જ્યાં દેવસાબનો દીકરો સુનીલ આનંદ પણ આવતો હતો. સુનીલ સાથેની મૈત્રીને કારણે જેકીને એકવાર દેવ આનંદને મળવાનો મોકો મળી ગયો. જોગાનુજોગ દેવ આનંદે તે જ દિવસે સવારે જેકીનું મોટું પોસ્ટર ચાર રસ્તા પર જોયું હતું. 'અચ્છા તો તુમ મોડેલિંગ ભી કરતે હો ?' દેવ આનંદે તેમની આગવી અદામાં પૂછયું હતું.'જી સર મૈં આપ કા બહોત બડા ફેન હું' જેકીએ જવાબ આપ્યો હતો.


તે દિવસોમાં દેવ સાબ 'સ્વામી દાદા' બનાવી રહ્યા હતા. તેમણે જેકીને તે ફ્લ્મિમાં તદ્દન નાનો રોલ (શક્તિ કપૂરના સાથીનો) આપ્યો. આમ જેકીની બોલિવૂડમાં એન્ટ્રી થઇ હતી. એક પાર્ટીમાં સુભાષ ઘઈએ જેકીને તેમની આગામી ફ્લ્મિ 'હીરો' માટે ઓફ્ર આપી હતી. ફ્લ્મિમાં નાયકનું નામ પણ જયકિશન જ રાખવામાં આવ્યું હતું. 'હીરો' માં મીનાક્ષી શેષાદ્રિ ઉપરાંત શમ્મી કપૂર, સંજીવ કુમાર અમરીશપુરી, મદનપુરી, રણજિત અને શક્તિ કપૂર જેવાં કલાકારોનો મોટો કાફ્લો હતો. 'હીરો' સુપરહિટ નીવડી હતી અને જેકી શ્રોફ બાંદ્રામાં શિફ્ટ થઈ ગયો.


૧૯૮૩ માં રિલીઝ થયેલી 'હીરો' બાદ આજ સુધીમાં જેકી શ્રોફે હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી, કન્નડ, મલયાલમ, ઓરિયા, પંજાબી, તામિલ અને તેલુગુ ફ્લ્મિોમાં અભિનય કર્યો છે. તમામ ભાષાઓની ફ્લ્મિોની ગણના કરવામાં આવે તો તેણે ૨૦૦ કરતાં પણ વધારે ફ્લ્મિોમાં કામ કર્યું છે. તેની નોંધપાત્ર હિન્દી ફ્લ્મિોમાં અંદર બહાર, યુદ્ધ, તેરી મહેરબાનીયા, કાશ, કર્મા, પરિંદા, રામ લખન, ત્રિદેવ, ર્ગિદશ, રંગીલા, ખલનાયક, ૧૯૪૨ એ લવસ્ટોરી, બોર્ડર, રેફ્યુજી, ૧૦૦ ડેય્સ, દેવદાસ તથા હેપ્પી ન્યુ યર જેવી ફ્લ્મિોનો સમાવેશ થાય છે.


૨૦૧૮માં આવેલી જેકી શ્રોફ્ની ફ્લ્મિ 'લાઈફ ઈઝ ગુડ' ને તાજેતરમાં જ બિમલ રોય એવોર્ડ એનાયત થયો છે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov8pyGBffME-ao3P6go_h4eRJd3HhSWnt-tBXmod8tM6A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment