Saturday, 2 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઉલઝનની આરપાર મારાં બન્ને બાળકોનું વધેલું વજન ઘટાડવું કેવી રીતે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઉલઝનની આરપાર!
કેતકી જાની

amdavadis4ever@yahoogroups.com

મારાં બન્ને બાળકોનું વધેલું વજન ઘટાડવું કેવી રીતે?

 

જવાબ સૌપ્રથમ તો બહેન તમારાં બાળકોની ઉંમર તમે જણાવી નથી. જો જણાવી હોત તો હું તેમની ઉંમર પ્રમાણે ફૂડ હેબિટ્સની ચર્ચા અહીં કરત પણ હવે હું સામાન્ય રીતે બાળકો માટે તમે શું કરી શકો તેની વાત કરીશ.

સૌપ્રથમ વિચાર કરવાનો કે રોજ કેટલું ખાવું જોઈએ? આ પ્રશ્ર્નનો જવાબ વ્યક્તિ - વ્યક્તિએ અલગ હોઈ શકે છે. આટલું જમવું તેવું કોઈ માન્ય પ્રમાણમાપ નથી કેમ કે તે જે-તે વ્યક્તિના શરીરના બાંધા અને કાર્યક્ષેત્ર ઉપર આધાર રાખે છે. રમતવીરોને કે પરસેવો પાડી કામ કરનારાને વધુ ખોરાક જોઈએ તો બેઠાડું જીવન જીવતાં, વૃદ્ધો અને એરકંડિશન ઑફિસમાં કામ કરતા લોકોને ઓછો ખોરાક જોઈએ. તમારાં બંને બાળકો છે તો તેમની હજી ઊગતી ઉંમર કહેવાય, તેમનું વજન વધુ છે, પણ તેમને ખોરાક તો જોઈએ જ. ઉંમર સાથે ખોરાકને ખાસ નિસ્બત છે.

તમે ડાયેટિશિયન પાસે લઈ જાવ બાળકોને. તે ચાર્ટ બનાવી આપશે તમને અને બાળકોનું પણ કાઉન્સિલિંગ કરશે કે તેમના માટે શું સારું અને તેમણે શું ના ખાવું. આમ તો ઘણું બધું આ વિષય પર લખી શકાય, પણ બાળકોના સંદર્ભમાં તો તમારે જ કાળજી રાખવી પડશે કે તેઓ ક્યાં, ક્યારે અને કેટલું ખાય છે અને તેમના પર નિયંત્રણ લાદવાનું વિચારો તે પહેલા તમારે અને ઘરના અન્ય સદ્સ્યોએ જ પોતાના ઉપર નિયંત્રણ મૂકી ખાવા-પીવાની આદતો સુધારવી પડશે. જો અયોગ્ય સમયે અયોગ્ય ફૂડ્સ ઘરમાં જ ખવાતું હશે તો બાળકો કેવી રીતે વજન ઓછું કરી શકે? કેટલું અને શું ખાવું તે તમે એકવાર નક્કી કરી ટાઈમટેબલ બનાવશો તો તમને અને ઘરના સભ્યોને જોઈ બાળકો તેને સહજપણે અનુસરશે જ. ઘરમાં બહાર મળતા ટીનફૂડ - ફાસ્ટફૂડ - ફ્રોઝનફૂડ ખાવાની આદત હોય તો પહેલાં જ તે બંધ કરી દો. બહારના ઠંડા પીણાં પણ સદંતર રોકી દો. બાળકોને જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘરનું જ ખાવાનું ખાય તેવી તકેદારી રાખો. બહારની વેફર્સ કે અન્ય પેકેટ્સ બાળકો માટે વજનનાં પોટલાં જ છે, તેવું ચિત્ર મનમાં આંકી દો.

રોજેરોજ સિઝનલ ફળ - શાક વગેરે બાળકનાં પેટમાં જવું જ જોઈએ. તે રીતની ફૂડ હેબિટ વિકસાવો. તેઓ હાલમાં જે રીતે રોજબરોજ ખાતાં હશે તેમાં નક્કી 'ઓવરઈટિંગ' કરતા હશે. તે સત્વરે બંધ કરાવી દેજો. બાળશરીરને માટે અનિવાર્ય પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, વિટામિન્સ અને વિવિધ તત્ત્વોનું સંમિશ્રણ બાળકોને યોગ્ય પ્રમાણમાં મળે તો તેમને વજન વધવાની સમસ્યા નડતી નથી. માટે તમારે સૌપ્રથમ જાતે જ શોધવાનું છે કે, ખામી ક્યાં છે? બહારનું ખાતા બંધ થઈ ગયા બાદ અને ડાયેટિશિયનની સલાહ મુજબ ખાતા થયા બાદ તમને ચોક્કસ ફરક જણાશે. જીભ ઉપર કંટ્રોલ રાખતા બાળકોને શીખવવું પણ તમારે જ કરવું પડશે. તમને જે રેગ્યુલર લાગે છે તે ખોરાક કદાચ વધુ છે એટલે જ તો બાળકોનું વજન વધુ નથી ને? તે પણ જોઈ લેજો. જરૂર કરતાં વધુ અને જે ન ખાવાનું હોય તે ખાવાથી જ વજન વધતું હોય છે. રોજ ઘરમાં ટીવી સામે બેસીને બાળકો ખાતા રહેતા હોય તો તે પણ બંધ કરાવવું જોઈએ. બહારનું જ ખાવું ક્યારેક જો અનિવાર્ય હોય તો પૌષ્ટિક ખાદ્યચીજોની પસંદગી કરવી, તે તેમને સમજાવવું જોઈએ. બાળકો સાથે તંદુરસ્તી સંબંધિત વાતો કરવી, તંદુરસ્ત જીવનશૈળીના ફાયદા વિશે ચર્ચા કરવી અને સુડોળ શરીરની મહત્તા બતાવવી જેથી તમને તેને અનુસરવાની ઈચ્છા થાય. યોગ્ય વ્યાયામ, પ્રાણાયામની પણ મદદ લઈ શકાય. ઈન શોર્ટ તેમને સમજાવજો કે: દુનિયામાં જેટલા લોકો ભૂખ્યા રહેવાથી પરેશાન છે તેનાં કરતાં અનેક લોકો વધુ આહારથી પરેશાન છે. અસ્તુ.

---------------------------------------------

સુખી, સંસ્કારી, પરણેલી ફ્રેન્ડ મેરિડ મેનના પ્રેમમાં કેમ પડી હશે?



સવાલ: મારી એક મિત્ર જે 40 વર્ષની છે. ખૂબ જ સુખી અને સંસ્કારી કુટુંબની હોવા છતાં આજકાલ તે સાથે નોકરી કરતાં એક માણસને દિલ દઈ બેઠી છે. તેનાં બાળકો અને પતિ બધા જ સારા છે. તે પુરુષ પણ પરણેલો છે. મને ખબર નથી પડતી કે તેને હું શું કહું? હંમેશાં મને તે માણસ સાથે મેળવવા આગ્રહ કરે છે, પણ મન નથી માનતું મારું. મને આમ થવું ઠીક નથી લાગતું, પણ સૌથી વધુ આઘાત એ છે કે આટલું સુખી લગ્નજીવન, આવા સરસ બાળકો અને પૈસા બધું હોવા છતાં તેણે આમ કેમ કર્યું?

બહેન, દરેક વ્યક્તિની પોતાની લાઈફ સ્ટાઈલ, પોતાની જરૂરિયાતો હોય છે. પછી તે જરૂરિયાત શારીરિક હોય કે માનસિક - ઈમોશનલ. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતોની પરિપૂર્તિ માટે રસ્તો શોધવા સ્વતંત્ર હોય છે. તમારી મિત્રએ તમને તેના સુખી દામ્પત્ય વિશે તેના મોઢે કંઈ કહ્યું છે? કે તમે માત્ર તેના પતિના ચહેરામહોરાથી જ અનુમાન કરો છો કે તેની સાથે સુખી છે? ખૂબ પૈસા હોવાથી માણસ સુખી હોય તેમ માનવું પણ તદ્દન ભૂલભરેલું છે. લગ્નેત્તર સંબંધ હોવાના મુખ્ય કારણો: પતિ-પત્નીમાં પરસ્પર સુમેળ ના હોવો, પતિ-પત્ની એકમેક સાથે ભાવનાત્મક રીતે સંકળાઈ ના શક્યા હોવા, પતિ-પત્નીને એકબીજાના પૂરક હોવાનો માનસિક સંતોષ ના થવો, બંનેના સહચર્યમાં સંવાદ - વિશ્ર્વાસ જેવા તત્ત્વોની બાદબાકી થવી અને ક્યારેક તેમની વચ્ચે શારીરિક સંબંધોની ઉષ્મા ઓછી થવી વગેરે હોય છે. તમારી મિત્રને તમે શાંતિથી મળી અહીં આપેલા કારણોને નજરમાં રાખી ચર્ચા કરો. કદાચ તમને તેના જીવનમાં આવું કેમ બન્યું? એ સવાલનો જવાબ મળી જશે. તમે તેને માત્ર એ જ કહી શકો કે જે - તે ઑફિસની વ્યક્તિ સાથે તે સંબંધ રાખી રહી છે, તેના વિશે પૂરતી માહિતી તેની પાસે હોવી જોઈએ. યુવતીઓને આવા સંબંધોમાં ફસાવી તેમને બ્લેકમેલ કરવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. લગ્નેત્તર સંબંધો પણ માનસિક પરિતાપ કરાવતાં હોવાના તારણો ફલિત થયા છે. તો જે - તે વ્યક્તિ તમારી મિત્રનાં માનસિક પરિતાપને હણવાના બદલે તેમાં વધારો નથી કરતી ને? તેની વાત તમે કરી શકો. આ સંબંધની તેનાં બાળકો પર કોઈ અસર ના થાય તે પ્રત્યે તેનું ધ્યાન તમે દોરી શકો. તમારી મિત્રના જીવનમાં આથી વધુ હસ્તક્ષેપ તમે ના જ કરો તો સારું. અસ્તુ.

-----------------------------------------------

શિયાળામાં વાળની સુંદરતા કેવી રીતે વધારી શકાય?



શિયાળાની ઠંડી તન-મનને તાજગી આપે છે. ઠંડીમાં પણ વાળને ચમકીલા બનાવવા હોય તો ખાસ કાળજી લેવી જરૂરી છે



શિયાળાની શરૂઆત થાય તેની સાથે ત્વચા તથા વાળની કાળજી લેવી જરૂરી બની જાય છે. યોગ્ય કાળજી લેવામાં ન આવે તો વાળ બરછટ બની જતા હોય છે. હોઠ તથા પગની ત્વચા ફાટી જાય છે. ઠંડીમાં વાળની યોગ્ય કાળજી લેવાથી વાળ મજબૂતાઈ જળવાઈ રહે છે. ચાલો જાણી લઈએ ઠંડીમાં વાળની યોગ્ય કાળજી કેવી રીતે લેવાય.

વાળને ઢાંકીને રાખો: ઠંડીમાં ઘરની બહાર નીકળવાનું થાય તેની સાથે વાળને ઠંડા પવનનો સામનો કરવો પડતો હોય છે, પરિણામે વાળ બરછટ બની જાય છે. વાળને સદાકાળ મુલાયમ રાખવાની ઈચ્છા હોય તો ઘરની બહાર ઠંડીમાં નીકળો ત્યારે માથે સ્કાર્ફ બાંધીને રાખો. આજકાલ બજારમાં દરેક મોસમમાં ઝડપથી પહેરી શકાય તથા દેખાવને આકર્ષક બનાવે તેવા સ્કાર્ફ સરળતાથી મળી રહે છે. તેનો ઉપયોગ અચૂક કરવો. જે એક સાથે બે કામ પાર પાડે છે. વાળ બરછટ બનતાં નથી તથા લૂક ફેશનેબલ બની જાય છે.

ભીના વાળ સાથે ઘરની બહાર ન નીકળો: ભીના વાળ સાથે બહાર નીકળવાથી ઠંડા પવનને કારણે શરદી તરતજ થઈ જાય છે. વાળમાં પાણી ભરાઈ રહેવાને કારણે વાળ બરડ બની જતા હોય છે. વાળની મજબૂતાઈ ઓછી થાય છે. જો સવારે વહેલા બહાર જવાનું થતું હોય તો વાળને રાત્રે ધોઈ લેવા. વાળ સંપૂર્ણ સૂકાઈ જાય ત્યારબાદ જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરવું.

વાળને પૂરતું પોષણ મળે તેની કાળજી લો: વાળમાં શેમ્પૂ ર્ક્યા બાદ તમારા વાળને માફક આવે તેવા ક્ધડીશનરનો ઉપયોગ કરો. વાળને માટે ખાસ મોઈશ્ર્ચરાઈઝિંગ માસ્ક મળે છે તેનો ઉપયોગ કરો. વાળમાં નિયમીત મસાજ કરો.

યોગ્ય ખોરાક લો: આપ માનો કે ન માનો પણ વાળની કે ત્વચાની સુંદરતાનો મુખ્ય આધાર યોગ્ય ખોરાક લેવાથી થાય છે. પૌષ્ટિક ખોરાક લેવાથી વાળની ચમક તથા મજબૂતાઈ વધતી જાય છે. તાજા મોસમી શાકભાજી-ફળો, સૂકોમેવો, દૂધ તથા દહીંની બનાવટ, કઠોળનો આહારમાં સમાવેશ કરવો.

ગરમ પાણી કે હેર-ડ્રાયરનો ઉપયોગ ટાળો: સામાન્ય રીતે વાળને સૂકવવા કે વાળને વિવિધ ટ્રીટમેન્ટ આપવા ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગરમ હવાથી વાળ ઝડપથી સૂકાઈ જાય છે, જે વાળને થોડા સમય માટે આકર્ષક બનાવી દે છે પરંતું લાંબા ગાળે વાળને મોટું નુકસાન થતું હોય છે. વાળને ધોવા માટે વધુ પડતાં ગરમ પાણીનો ઉપયોગ પણ ટાળોે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsbtbaNkcAsVDSyzc04yL551WmrvwYCuN%2BfQb39omf7aQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment