'કોલેજ જવું છે આજે?' એક વિદ્યાર્થીએ બીજાને પૂછયું.
'ના. નથી જવું.' વિદ્યાર્થીએ જવાબ આપ્યો. 'ચાલને જઈએ, ઘરે બેસીને શું કરીશ?' 'તો કોલેજ શું કરીશું?' 'ઘરે હોઈએ એટલે મમ્મીની કચકચ, વાંચવા બેસવાની જ વાત કરે છે. કોલેજમાં ગપ્પા મારીશું, સરની બકવાસ જોક સાંભળીશું, કેન્ટીનમાં બેસીશું, મિત્રો જોડે મસ્તી કરીને પાછા આવીશું.' વિદ્યાર્થીઓ વચ્ચેની આ વાતચીત કાનોકાન સાંભળેલી છે. નિષ્ઠાવાન અધ્યાપકને આઘાત અને આૃર્ય પમાડે તેવી આ વાતચીત છે. સ્કૂલ-કોલેજમાં કેમ જવાનું તેનું ધૂંધળું ચિત્ર ઊપસી આવે છે. વિદ્યાર્થી શહેરનો હોય કે ગ્રામ્યનો કાગડા બધે જ કાળા. શિક્ષકો કહે છે કે- આજના વિદ્યાર્થીને ભણવું નથી. કોઈ ધક્કા મારીને સ્કૂલ-કોલેજમાં ધકેલતું હોય તેવું જણાઈ આવે છે. વિદ્યાર્થીની બેગ, નોટબુક સિવાય અન્ય બીનજરૂરી ચીજોથી ભરેલ રહે છે. 'સંદર્ભ પુસ્તકો એટલે શું?' આ તેમના માટે મોટો પ્રશ્ન બની રહે છે. તેઓ પોતાની મસ્તીમાં જ ફર્યા કરે છે. મને-ક-મને કોલેજ આવતો હોય તેવું લાગે છે. શિક્ષકોની આ ફરિયાદ રોજ-બરોજ વધતી જાય છે. ગયા પખવાડિયામાં એક સુવિખ્યાત શૈક્ષણિક સંસ્થામાં જવાનું બનેલું. ત્યાં વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલાં જોઈ આનંદ વ્યક્ત કરેલો અને પ્રેરણાત્મક વાતો પણ કરેલી. વિદ્યાર્થીઓ કોલેજમાં માત્ર ફરવા જ આવે છે તે વાત સાચી નથી! અપવાદરૂપ વિદ્યાર્થીઓને બાદ કરતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ કારકિર્દી પ્રત્યે સભાન અને પ્રયત્નશીલ જણાયા હતા. શરત બસ એટલી કે અધ્યાપક પાસે માતબર કન્ટેન્ટ હોય અને સ્પીચમાં દમ હોય તો વર્ગખંડો ખીચોખીચ ભરેલાં દેખાઈ આવતા હોય છે. મીટિંગ પતાવીને વાઈસ-ચાન્સેલરની ઓફિસમાંથી બહાર નીકળતાં અધ્યાપકો વચ્ચે આ મુજબની વાતચીત સાંભળવા મળીઃ – 'હવે તો વિદ્યાર્થીઓ કોલેજ આવતાં જ નથી ને!' એક પ્રાધ્યાપકે પોતાનો બળાપો ઠાલવ્યો. – અને હા, આવે છે તો પોતાની મરજી મુજબ આવે છે.' બીજા અધ્યાપક બોલ્યા. 'એ તો સારું કહેવાય, વિદ્યાર્થી આવે તો છે!' બધા હસી પડયા. ત્રીજા અધ્યાપક બોલ્યા, 'અમારે આવે છે ખરાં પણ વર્ગખંડમાં નથી આવતા. 'અમારે તો ફોન કરીને બોલાવવા પડે છે.' એક અધ્યાપિકા બહેને ખરખરો કર્યો. 'ફોન તો અમેય કરીએ છીએ.' બધાં એક સાથે બોલી ઊઠયાં. સામે પૂછે છે કે 'શું કામ છે?' અધ્યાપકોનો આક્રોશ વાજબી છે. નિષ્ઠાવાન અધ્યાપકને એવું થાય કે આવડો મોટો પગાર લઈએ અને…! લેક્ચર લેવાનું ન થાય તે દિવસે ઊંઘ ન આવે તેવા અધ્યાપકો પણ આપણે ત્યાં છે જ. આવા વિદ્યાર્થીઓને લાઇબ્રેરી સુધી કેવી રીતે લઈ જવા એ એક મોટો કોયડો બની રહે છે. આજે સારી ગણાતી કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની નિયમિત હાજરીનો મોટા પ્રશ્નો છે. વિદ્યાર્થીઓમાં વિદ્યા મેળવવા માટેનો હેતુ ડગી ગયો હોય અને તેનું સ્થાન મોબાઈલ, કમ્પ્યૂટર અને સોશિયલ મીડિયાએ લઈ લીધું હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. કેમ્પસના સરેરાશ દસ વિદ્યાર્થીઓની મુલાકાત લેતાં નવ વિદ્યાર્થીઓ મોબાઈલમાં વ્યસ્ત જણાયા હતા. તેમની વાતચીત અને ચર્ચા સોશિયલ મીડિયાને સ્પર્શતી જ હતી. શિક્ષકોની વાત સાવ ખોટી નહોતી! વિદ્યાર્થી જ્યારે પરિશ્રમ કરવા પ્રત્યે મોં ફેરવી લે ત્યારે સમજવું કે તળિયું નજીકમાં છે. સાચા અને આદર્શ વિદ્યાર્થીઓ મેળવવા માટે બધા અધ્યાપકો નસીબદાર નથી હોતા! એક ડોશીમાં ભર બપોરે ફાનસ લઈને કશુંક શોધવા નીકળી પડે છે ત્યારે કો'ક પૂછે છે, 'માજી, શું શોધી રહ્યાં છો?' માજી જવાબ આપે છે, 'બેટા, માણસ શોધું છું.' જોઈએ છે એક અજ્ઞાંકિત વિદ્યાર્થી. જો તેનામાં અજ્ઞાંકિતતા અને કૃતજ્ઞાતા બંને હોય તો તેની ઉજ્જવળ કારકિર્દી ઘડવાની જવાબદારી અમે ઉપાડીશું. ખરા અર્થમાં વિદ્યાનો અર્થી એટલે કે વિદ્યાર્થી ખોવાઈ ગયો છે? કોલેજમાં આવે એટલું જ નહીં, વર્ગખંડની અંદર બેસી શકે, પોતાની બેગમાં રેફરન્સબુક અને નોટબુક લાવી શકે, અવારનવાર લાઇબ્રેરીની મુલાકાત લઈ શકે, પ્રશ્નો પૂછી શકે, પોતાની શંકાઓનું સમાધાન શોધી શકે, નિયમિત અભ્યાસ-હોમવર્ક કરી શકે, નિયત સમયે એકઝામ પણ આપી શકે તેવા પોતાના વ્યક્તિત્વ વિકાસમાં રસ ધરાવતાં વિદ્યાર્થીની તાત્કાલિક જરૂર છે. મિસરી હું મજામાં છું- એ મારો વ્હેમ છે, ખાસ લખવાનું કે તમને કેમ છે? એ જ બીજી કંઈ નવા જૂની નથી, આપણા ઉપર પ્રભુની રહેમ છે. દિલીપ રાવલ |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osin6%3Dv0DPTFU%2BSQVa3nZrDPDi-YUFhQVvgTC2fHGC6NQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment