Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અભિનેતાએ મૃત્યુનો એવો અભિનય કર્યો કે સાથી કલાકારોને ય ધ્રાસકો પડી ગયો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અભિનેતાએ મૃત્યુનો એવો અભિનય કર્યો કે સાથી કલાકારોને ય ધ્રાસકો પડી ગયો!
દોલત ભટ્ટ

 

 


અઠયાશી વર્ષ પૂર્વેની રળિયામણી રાત અમદાવાદ પર ઝળુંબી રહી છે. નવોઢાના ઉત્સુકતાથી ઉઘડતા અને લજાથી બિડાતા લોચન જેવા તારા નભના ચંદરવાને શોભાવી રહ્યા છે. એવે વખતે માણસોની કતાર ઘીકાંટામાં આવેલા માસ્તર થિયેટર તરફ જઇ રહી છે.


લાગ લગાટ ત્રણ વર્ષ સુધી મુંબઇમાં 'સત્તાનો મદ' નામના નાટક રજુ કરીને શ્રીદેશી નાટક સમાજનો પડાવ પડયો છે. મૌર્ય વંશના અંતિમ રાજા બ્રહદથની કુટ કપટ અને ક્રુરતાના તાણા વાણાને વણતી નાટય રચનામાં અનેક પાત્રોની ગુંથણી કરીને પ્રાચિન ઇતિહાસીક ઘટમાળાને સંકલિત કરવામાં આવેલી.


જેમાં યોગશાસ્ત્રના રચિયતા 'પતજંલિ' ભારત વર્ષના કેટલાક સ્થાનો પર પોતાનો વિજય વાવટો ફરકાવનાર ગ્રીક સમ્રાટ મિનેન્ડર અને સેના નાયક મંત્રીઓ વારાંગનાઓ રોજ રાણીઓ દાસ દાસીઓ જેવા ઇતિહાસીક અર્ધ ઇતિહાસીક અને કાલ્પનીક પાત્રોની ગુંથણી કરીને 'સત્તાના મદ'ને પ્રેક્ષકો પર પ્રભાવ પાડીને પ્રસંશા પામનાર નાટકની કથા જી.એ.વૈરાટી લખેલી તેનું નાટય રૂપાંતર પ્રભુલાલ દ્વિવેદીએ કરેલું તેની પ્રથમ રજુઆત ઇ.સ.૧૯૨૭માં દેશી નાટક સમાજ દ્વારા થયેલી ઉપરોક્ત નાટકના તત્કાલિક માલિક હરગોવિંદદાસ જેઠાલાલ શાહ દ્વારા અમદાવાદમાં રજુ થઇ રહી છે.


'સત્તાના મદ'માં મગરૂર થયેલો અવિચારી અને અત્યાચારી બ્રહદથને વિચાર આવ્યો કે માણસનું મૃત્યુ કેમ થતુ હશે ? તે નજરે નિરખવા પોતાના એક ગુલામને ઝેર પીવરાવીને મારી નાખવાનો ત્રગડો રચ્યો તખ્તા પર પ્રાણસુખ એડીપોલો - ગુલામ તરીકે શંકરલાલ મોતીરામ નાયક રજુ થયા ઇદરીશ - એટલે ગુલામ તરીકે શંકરલાલ નાયકને ઝેર આપવામાં આવ્યું તેમણે પાંચ મિનિટ ને બદલે દસ મિનિટનો આપ્યો હતો.


રગો કેમ ખંચાય આંખો કેમ બહાર નીકળે એવી તો અદભૂત અદાકારી દાખવી કે તેના મૃત્યુ સમયના ભાવને ફરી વખત નિરખવા પ્રેક્ષકોમાંથી 'વન્સમોર'ના પોકાર ઉઠયાને શંકરલાલે સફળતા પૂર્વક અભિનયને ઓપ આપેલો.


આ નાટકમાં નીચેનું ગીત રજુ થયેલું તેના ગાયક હતા. મા. આણંદજી કાઠિયાવાડી કબુતર જેની તે વખતે એક લાખ ગ્રામોફોન રેકર્ડનું વેચાણ થયું હતું.


ભારી બેડાંને હું તો નાજુકડી નાર

કેમ કરી પાણીડાં ભરાયરે ભમરીયા કુવાને કાંઠડે

ગોરી નીચી ને ઉંચા કાંઠડારે રાજ

ચડતાં કમર લચકાયરે ભમરીયા કુવાને કાંઠડે

સરકે સાલુડા નીર સીંચતારે રાજ

કોઇની નજર લાગી જાય રે... ભમરીયા

પાણી પાણી થઇ જતીરે એવાં પાણી ભરવા કાજ

રસીલી ના જતી

સ્ત્રીના સુખને કારણે પુરુષ થાય કુરબાન

તો પાણી ભરવા મહીં શું ઝાઝું નુકશાન

લોકોમાં મશ્કરી થાય રે...ભમરીયા.


નોંધ: શંકરલાલના મૃત્યુના અભિનયથી કલાકારોને ધ્રાસકો પડેલો કે ખરેખર મૃત્યુ પામ્યો કે શું ? વીંગમાંથી જોવા દોડી આવેલાં.


શંકરલાલે નળ દમપંતી, કળિયુગ શેણી, વિજાણંદ તેમજ કાદુ મકરાણીમાં રાવ સાહેબનો યાદગાર અભિનય કરેલો.


શંકરલાલનો જન્મ અંદાજે ૧૯૧૭માં થયેલો તેમનું અવસાન ૧૯૭૧માં થયેલું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsWgJTc-cHi-8VEy8jW6zFTbWawjVTsnekXazxLYv_w_Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment