Saturday, 5 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ક્યા જનમકુંડલી લિખી હૈ અપને બેટે કી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાહ ક્યા બાપ હો! ક્યા જનમકુંડલી લિખી હૈ અપને બેટે કી!
પ્રફુલ્લ કાનાબાર

 

 

 

 

વાત ૧૯૭૨ની છે. બેંગ્લોરથી પચાસેક કિ.મી.દૂર એક જંગલ જેવા વિસ્તારમાં બી. આર.  ઇશારા તેમની ફ્લ્મિ 'નઈ દુનિયા નયે લોગ' નું શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ પોઈન્ટની નજીક જ રેલવે લાઈન હતી. ત્યાં ચોવીસ કલાકમાં માત્ર એક જ ટ્રેન પસાર થતી હતી. ઈશારાની ઈચ્છા હતી કે એક સીનના બેકગ્રાઉન્ડમાં ટ્રેન આવે. તે દ્રશ્ય રીના રોયને સત્યેન કપ્પૂ સાથે કરવાનું હતું. બી.આર. ઈશારાએ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી દીધી હતી કે જેટલા રિહર્સલ કરવા હોય તેટલા કરો, પણ કાલે ટ્રેન આવે ત્યારે એક જ શોટમાં સીન ઓકે થવો જ જોઈએ. કારણ કે બીજા ચોવીસ કલાક સમગ્ર યુનિટના રોકાણનો ખર્ચ પોષાય તેવો નહોતો.


 

પંદર વર્ષની રીના રોય પ્રથમ વાર જ કેમેરાનો સામનો કરી રહી હતી. તેણે ડાયલોગ બરાબર યાદ કર્યા હતા, પણ જેવી ટ્રેન દૂરથી દેખાઈ અને કેમેરા સ્ટાર્ટ થયા કે રીના રોય તેના ભાગના સંવાદ સાવ ભૂલી ગઈ. ટ્રેન પુરપાટ વેગે પસાર થઈ ગઈ. સીન ઓકે ના થઈ શક્યો. બી. આર. ઈશારા રીના રોય પર ખૂબ જ ગુસ્સે થયા. આ વાત મીડિયા દ્વારા મુંબઈ પણ પહોંચી ગઈ. ત્યારે ઈશારાની નવી હિરોઈનની પસંદગી યોગ્ય નથી તેવી છાપ ઊભી થઈ હતી. આખરે બીજે દિવસે સીન ઓકે થયો હતો.

 

કોઈ કારણસર તે ફ્લ્મિ એકાદ વર્ષ મોડી રિલીઝ થઈ હતી. પહેલાં બી. આર. ઇશારાની જ ફ્લ્મિ 'જરૂરત' રિલીઝ થઈ હતી. જેમાં રીના રોય સાથે ડેની અને વિજય અરોરા હતા. 'જરૂરત' માં રીના રોયે અતિ બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. ફ્લ્મિ તો ખાસ ચાલી નહોતી, પણ રીના રોયની ઓળખ જરૂરત ગર્લ તરીકે જરૂર ઊભી થઈ ગઈ હતી. રીના રોય પર તેની માતા અને અને ત્રણ ભાઈ-બહેનની આર્થિક જવાબદારી હતી. રીનાની માતાના તાજાં જ ડિવોર્સ થયા હતા. રીના રોયે માત્ર અને માત્ર આર્થિક કારણસર જ ફ્લ્મિોમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. જોગાનુજોગ બી. આર. ઈશારાની નજરમાં રીના રોય આવી ગઈ હતી. જેને પરિણામે તેનો બોલિવૂડમાં પ્રવેશ થયો હતો. તે જમાનામાં રેહાના સુલતાન (ચેતના) અને રાધા સલુજા (દો રાહા) અંગ પ્રદર્શન કરીને ત્રણ ચાર ફ્લ્મિો કરીને ખોવાઈ ગઈ હતી. તેથી શરૂઆતમાં તો રીના રોયની પણ તેવી જ ઈમેજ બંધાઈ હતી. જો કે રીના રોયે ધીમેધીમે પોતાના અભિનયના જોર પર જ ઇન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન બનાવ્યું હતું.

 

શિર્ષકમાં આપેલો ડાયલોગ ફિલ્મ જનમકુંડલીનો છે. એ વાંચવામાં સામાન્ય લાગે છે, પરંતુ રીનાએ ભાવવાહી અદાયગી કરીને એને યાદગાર બનાવી દીધો હતો.  કોઈપણ ભાવનાને સબળ રીતે પડદા પર રજુ કરવાની આવડતના જોરે જ રીના રોય સી ગ્રેડની ફિલ્મોથી શરૂ કરીને એ ગ્રેડની હિરોઈન બની શકી હતી.

 

રીના રોયનો જન્મ તા. ૭/૧/૧૯૫૭ ના રોજ મુંબઈમાં થયો હતો. ૧૯૭૩માં રિલીઝ થયેલી રીના રોયની જીતેન્દ્ર સાથેની ફ્લ્મિ 'જૈસે કો તૈસા' માં એક વરસાદી ગીતમાં જીતેન્દ્ર સાથે રીના રોયે કરેલ નૃત્યને કારણે દર્શકો સિનેમાઘરમાં બેઠાં બેઠાં જ જાણે કે ભીંજાઈ ગયા હતા. કિશોરકુમાર અને લતાજીના કંઠે ગવાયેલું તે ગીત એટલે 'અબ કે સાવન મેં જી ડરે, રીમ ઝીમ તન પે પાની ગીરે..' આજે પણ રેડિયોમાં સાંભળવા મળે છે.

 

૧૯૭૬ માં રિલીઝ થયેલી 'નાગિન' માં રીના રોય ઉપરાંત રેખા, મુમતાઝ, યોગીતા બાલી અને અરુણા ઈરાની જેવી હિરોઈનો હતી છતાં તે ફ્લ્મિ માટે રીના રોયને ફ્લ્મિફેરમાં નોમિનેશન મળ્યું હતું. તેવી જ રીતે ૧૯૭૯ માં રિલીઝ થયેલી ફ્લ્મિ 'જાની દુશ્મન' માં પણ રેખા, નીતુસિંહ. બિંદીયા ગોસ્વામી, સારિકા અને યોગીતા બાલી જેવી હિરોઈનો સાથે હોવા છતાં રીના રોયનો અભિનય સૌથી વધારે વખણાયો હતો.

 

૧૯૭૭ માં રિલીઝ થયેલી સફ્ળ ફ્લ્મિ 'અપનાપન' માં રીના રોયે સ્વાર્થી સ્ત્રીનો રોલ બખૂબી નિભાવ્યો હતો. જે તેના પતિ અને પુત્રને છોડીને જતી રહે છે. 'અપનાપન' માટે રીના રોયને ફ્લ્મિફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

 

૧૯૮૦ માં રિલીઝ થયેલી 'આશા' માં ટાઈટલ રોલ જ રીના રોયે કર્યો હતો. આશા સુપર ડુપર હિટ ફ્લ્મિ હતી. તે દિવસોમાં રીના રોયની માર્કેટ વેલ્યુમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો હતો.

રીના રોયે જીતેન્દ્ર સાથે ૨૨ અને શત્રુઘ્ન સિન્હા સાથે ૧૬ ફ્લ્મિોમાં કામ કર્યું હતું. 'કાલીચરણ' અને 'વિશ્વનાથ' તો બોક્સઓફ્સિ પર અતિ સફ્ળ રહી હતી. સુનીલ દત્ત સાથે પણ રીના રોયની ઘણી ફ્લ્મિો સફ્ળતાને વરી હતી. રીના રોયની નોંધપાત્ર ફ્લ્મિોમાં જંગલ મેં મંગલ, કાલીચરણ વિશ્વનાથ, જખ્મી, નાગિન, અપનાપન, જાની દુશ્મન, બદલતે રિશ્તે, સનમ તેરી કસમ, હથકડી, આશા, અંધાકાનૂન, નસીબ, ધનવાન, બેઝુબાન તથા દર્દ કા રિશ્તાનો સમાવેશ થાય છે.

 

રીના રોયની કારકિર્દી ટોપ પર હતી. શત્રુઘ્ન સિન્હા સાથે તેનું નામ ખૂબ ચર્ચામાં હતું. અચાનક શત્રુના પૂનમ સાથે લગ્ન થયા હતા. રીના રોય હતાશ થઈ ગઈ હતી. આખરે એકાદ વર્ષમાં જ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરીને માત્ર બોલિવૂડ જ નહિ બલકે દેશ પણ છોડી દીધો હતો. જો કે રીના રોયના તે લગ્ન સાત આઠ વર્ષમાં જ ડિવોર્સમાં પરિણમ્યા હતા. એક માત્ર દીકરી સનમની કસ્ટડી મોહસીન ખાનના બીજા લગ્ન થયા બાદ રીના રોયને મળી હતી...

 

મુંબઈ પરત આવ્યા બાદ સેકન્ડ ઇનિંગ્સમાં રીના રોયને ધારી સફ્ળતા મળી નહોતી. ૨૦૦૦ની સાલમાં તે છેલ્લે ફિલ્મ 'રેફ્યુજી'માં દેખાઈ હતી. રીના રોયની બહેન બરખાએ બનાવેલી ટીવી સીરિયલ ઇના મીના ડીકામાં પણ તે દેખાઈ હતી. આજે મુંબઈમાં રીના રોય દીકરી સનમ સાથે રહે છે અને એક્ટિંગ સ્કૂલ ચલાવે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtbU0puELa8Shb5iE9QO_mu0wqqu%3D-0%2BQo1HMU-C7S1JQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment