Monday, 7 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ Fwd: [amdavadis4ever] સમથિંગ સ્પેશિયલ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સમથિંગ સ્પેશિયલ!
ખોબામાં દરિયો: રેખાબા સરવૈયા

 

 

 

 

વિદેશની ધરતી ઉપરથી વિમાને આકાશમાં પોતાની પાંખો પસારી એક ઊંચાઈ પર પહોંચીને ગતિને સ્થિરતા આપી દીધી હતી. પરંતુ એ વિમાનનાં યાત્રિક એવા દિવાકરના મનના વિચારોમાં ન તો સ્થિરતા આવી કે ન તો એની ગતિમાં ફરક પડયો…ઊલટાનું એનું મન તો ઔર તેજ રફતારથી ભાગ્યું.

 

દિપ્તીને કેટલો આનંદ થશે એની તો એ કલ્પના પણ કયાં કરી શક્તો હતો. જો કે…આમ અચાનક દિપ્તી સામે જઈને ઊભા રહેવા માત્રથી દિપ્તી કેટલી રોમાંચિત થશે…ઉપરથી જ્યારે પોતે પોતાની 'સમથિંગ સ્પેશિયલ' વાત કરશો ત્યાર તો…'ઓ માય ગુડનેસ…!' – દિવાકર એકલો-એકલો માથંુ ધુણાવીને હસી પડયો.

 

બાજુની સીટ પર બેઠેલો વિદેશી મુસાફર એના તરફ વિચિત્ર નજરે જોઈ રહ્યો.

 

પણ દિવાકરને કયાં કોઈનીય પડી હતી…!

 

દિપ્તીનાં પરિચયથી લઈને લગ્નના આટ-આટલાં વરસોમાં દિપ્તીની ડિમાન્ડ કાયમ 'સમથિંગ સ્પેશિયલ'ની જ રહી અને એ જ કારણ હશે કદાચ કે…મહિનાનાં ૨૦-૨૫ દિવસ દેશ-દુનિયામાં ફરીને મલ્ટિનેશનલ ઈન્સ્યોરન્સ કંપનીમાં પાવરફુલ પોઝિશન પર જોબ કરતાં દિવાકરને એણે જીવનસાથી તરીકે પસંદ કર્યો.

 

જો કે દિપ્તી ખુદ દેશનાં અગ્રિમ હરોળનાં અખબારમાં પત્રકાર હતી અને એની જોબ અને લાઈફ સ્ટાઈલ માટે એ બહુ બોલ્ડલી…કહેતી પણ ખરી કે…એનો લાઈફ પાર્ટનર દસથી છની ઓફિસ જોબ કરનારો 'બોરિંગમેન' નહીં હોય…એને 'વિઝિટિંગ હસબન્ડ'ની ખપત હતી…અને આવું એેણે દિવાકરની પ્રથમ મુલાકાતમાં જ કહેલું…

 

દિવાકરને દિપ્તીની નિખાલસતા, નિડરતા અને નિર્દભીપણું ગમી ગયા.

 

બંને જણ પોતપોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર હતા. પરસ્પરની સહમતી-સમજૂતીથી, પૂરતો સમય અને જવાબદારી ન નિભાવી શકે ત્યાં સુધી બાળક ન કરવાનો નિર્ણય પણ બેઉ જણનો સહિયારો હતો.

 

પરંતુ-આયુષ્યનાં એકતાલીસમા વરસે આઠમું પ્રમોશન લીધા પછી, પણ જીવનમાં કશુંક પામવાનું રહી ગયું હોય એવો ભાવ દિવાકરના મનમાં ઘનીભૂત થવા માંડયો હતો.

 

છેલ્લા કેટલાય મહિનાઓ સુધી એણે સતત આ વિશે વિચારેલું અને પછી એને અમલમાં મૂકીને હવે એ 'સમથિંગ સ્પેશિયલ' નિર્ણય મોઢા-મોઢ જ દિપ્તીને જણાવીને દિપ્તીને અચંબિત કરી મૂક્વા માટે જ તો ઊડીને જઈ રહ્યો હતો…!

 

વિમાન વાદળોને વીંધતું ઊડી રહ્યું હતું અને દિવાકરનું મન મેઘધનુષી સપનાંઓની સીડી પર ડગ માંડીને વધુ ઊંચે જઈ રહ્યું હતું. દિવાકરે ભવિષ્યનું પર્યાપ્ત માત્રાનું નાણાકીય આયોજન કરીને આ અત્યંત 'સમયખાઉં'- નોકરી છોડી દીધી હતી. હવે એ અત્યાર સુધી, દિપ્તી સાથે નહીં જીવાયેલા સુખને જીવશે, પોતાની રીતે કન્સલ્ટિંગ ફર્મ ચલાવશે, દિપ્તીના અસાઈન્મેન્ટમાં મદદ કરશે, પોતાનું બાળક પેદા કરશે અને સર્મિપતભાવથી એનો પ્રેમપૂર્વક ઉછેર કરશે…

 

આનાથી મોટું 'સમથિંગ સ્પેશિયલ'- દિપ્તી માટે ભલા બીજું શું હોય શકે??

 

પ્રેમનો ઘોડો જ્યારે કલ્પનાની પાંખો લઈને ઊડે છે ત્યારે ભલ-ભલા હવાઈજહાજની ગતિની કોઈ વિસાત રહેતી નથી…!

 

દિલ્હી એરપોર્ટથી પોતાના ઘર સુધી જવા માટે દિવાકરે ટેક્સી કરી. રસ્તામાંથી બંધ થવાની તૈયારીમાં હતી એવી એક મશહૂર બેકરીમાંથી 'સ્પેશિયલ બેબીકેક' લઈને એ પોતાના એપાર્ટમેન્ટનાં કોમનપેસેજમાં પહોંચ્યો.

 

ડોરબેલ વગાડીને એણે રિસ્ટવોચમાં નજર ફેરવી. રાતના બે વાગ્યા હતા.

 

અગાઉ એણે આવા કસમયે આવીને દિપ્તીની ઊંઘ ક્યારેય નહોતી બગાડી, પણ આજની વાત જ…સમથિંગ…-દિવાકરનો વિચાર કપાયો.

 

એપાર્ટમેન્ટનું મેઈનડોર ખોલીને હાઉસકોટમાં સજ્જ એકદમ ફ્રેશ જણાતી દિપ્તી ઊભી હતી. એના ચહેરાના ભાવને દિવાકર ઉકેલી ન શક્યો. પણ એ વિશે વધુ વિચાર્યા વગર જ દિવાકર અંદર આવ્યો. લિવિંગરૂમ સાથે જોડાયેલા ડાયનિંગ ટેબલ પર બિયરના બે ગ્લાસ અને સિગાર બોક્ષ જોઈને એણે પ્રશ્નાર્થભરી નજરે દિપ્તી સામે જોયું.

 

દિપ્તી ઝડપથી દિવાકર ભણી ડગ ભરતા હજુ તો કંઈ બોલે… એ પહેલાં જ બેડરૂમમાંથી દિવાકર જેટલી જ ઉંમરનો એક પ્રભાવશાળી પુરુષ સહજતાથી દિવાકરનું અભિવાદન કરતા સ-સ્મિત 'હેલો…દિવાકર બાબુ!' બોલતાં દિવાકરની લગોલગ આવી ઊભો.

 

દિવાકર કંઈ સમજે એ પેલા તો ખોંખારો ખાઈ સાફ સ્વરે દિપ્તી એકીશ્વાસે બોલી ગઈઃ 'મીટ માય બોસ દેબાષિશ રે…ચીફ એડિટર છે…આયમ સોરી દિવાકર, બટ આઈ'મ પ્રેગ્નન્ટ એન્ડ આઈ વોન્ટ…'

 

આગળ દિપ્તી શું બોલી એ સાંભળવાની શક્તિ દિવાકરના હૈયામાં કયાં હતી! એના હાથમાંની સમથિંગ 'સ્પે. બેબીકેક'નું પેક ધબ્બ ફરતું'કને ફર્શ પર પડી ગયું….

 

ખરડાયેલા ગાર્નિશવાળી કેક ન તો દિપ્તીને દેખાઈ કે ન દેબાશિષને…!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvjV7A0A58DWTdRiNyr-mZoLPNMAoPMXZVzwOMHSkznvA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment