Sunday, 26 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દરેક તકલીફ શરીરના શાણપણની નિશાની છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દરેક તકલીફ શરીરના શાણપણની નિશાની છે!
તબીબી ક્ષેત્રે હિંસા સમસ્યા અને સામધાન - ડૉ. મનુ કોઠારી - ડૉ. લોપા મહેતા

આધુનિક તબીબી શાસ્ત્ર દરેક રોગના કારણની શોધ પાછળ ધૂમ ખર્ચો કરે છે અને અસંખ્ય પ્રાણીઓના ભોગે વિવિધ પ્રયોગ કરે છે. એને યાદ કરાવવું ઘટે કે આખા ઘરમાં તું જે ચશ્મા ક્યાં મુકાઈ ગયાં છે એની શોધ કરી રહ્યા છે એ તારા કપાળ પર જ છે. કહેવત છે ને કે કેડમાં છોકરું ને શોધે આખા ગામમાં. હદયરોગનો હુમલો, પક્ષાઘાત અને વધુ રક્ત દબાણ એ સર્વ માનવ દેહે પસંદ કરેલ આંતર્ગત કાર્યક્રમ છે. આ રોગો શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે. શરીર અને રોગ અલગ નથી. ટટ્ર ટ્ટમપ્ર અરુલ.

સંધિવાનો રોગ એ સમગ્ર શરીરના તાંતણાના માળખામાં ઉંમરસહજ થતા ફેરફારોનું સ્વરૂપ છે. ભીંડો કેવો ઘરડો થઇ જાય છે! તેવી જ રીતે શરીરના તાંતણાની ઉંમર સાથે કુણાશ ઘટતી જાય છે. જ્યારે હદયની કાર્યક્ષમતા ઘટી ગઇ હોય ત્યારે સંધિવા તો રોગીને મદદરૂપ નીવડે છે. સાંધાના દુખાવાથી વ્યક્તિની દોડાદોડી ઘટી જાય છે જેથી કરીને હદય પર ક્યારેય અતિ શ્રમ પડતો નથી. ૬૦ વર્ષના હાથીના, ૨૫ વર્ષના ઘોડાના, ૧૨ વર્ષના કૂતરાના, ૩ વર્ષના ઉંદરના અને ૭૦ વર્ષના માણસના તંતુમાળખાની રચનામાં થયેલ ફેરફારોની સરખામણી કરવામાં આવે તો બધામાં ઉંમરસહજ ઊપજેલા ફેરફારોનું પ્રમાણ સરખું જોવા મળશે અને આ રીતે સંધિવા સમગ્ર કરોડના મણકાવાળી જાતિવિશેષ પ્રાણીજગતનો કાર્યક્રમ છે. દેહની સ્વેચ્છાથી આખા શરીરમાં વ્યાપ્ત આંતર્ગત કાર્યક્રમમાંનો જ એક અંક છે. સંધિવા અને માનવદેહ ભિન્ન નથી. ટટ્ર ટ્ટમપ્ર અરુલ.

મધુપ્રમેહ શરીરને લાગુ પડતા કૅન્સર, હદયરોગ અને વધુ રક્તદબાણ જેવા અન્ય રોગોની જેમ મનુષ્યદેહના કાર્ય અને રચનાના આંતર્ગત કાર્યક્રમનો એક સ્વતંત્ર પ્રસંગ છે. એને માતાપિતામાં ડાયાબિટીસ હતો કે નહીં એની સાથે કંઇ લેવા દેવા નથી. જન્મથી માંડીને જીવનના કોઇપણ તબક્કે આ પ્રસંગ ભજવાય છે. ઘણી વાર એમ લાગે છે કે મા-બાપ કે દાદા-દાદી મધુપ્રમેહનો વારસો આપવા માટે જવાબદાર છે, પણ હકીકત જુદી છે. નીલ નામના વૈજ્ઞાનિકે આખી કારકિર્દી મધુપ્રમેહની વશંપરંપરાગતતા સમજવામાં ગાળી અને એમાં મળેલી સરિયામ નિષ્ફળતા એમણે જગજાહેર કરી છે મધુપ્રમેહ પણ માનવનો પોતાના દેહનો જ કાર્યક્રમ છે. મધુપ્રમેહ અને માનવદેહ એક છે. ટટ્ર ટ્ટમપ્ર અરુલ.

ડૉક્ટર અને દર્દીની તકલીફ

આધુનિક તબીબી વ્યવસાય સેવાભાવની વૃત્તિથી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર્ય કરતો હોવા છતાં તેમાં પોલીસ હકૂમત પ્રવર્તે છે. કોઇના પણ શરીર સંબંધી સાચા પણ અણગમતા સમાચાર સ્વીકારવામાં આવતા નથી. માનવ શરીરનું અખૂટ ડહાપણ શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, માથાનો દુખાવો, ઊલટી, ઝાડા જેવી તકલીફો ઊભી કરે છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો કરીને ગાડીને પાછી પાટે ચડાવવાનો ઇરાદો હોય છે. દવા બનાવનાર કંપનીઓ આવી તકલીફોને શરીર પર થયેલ ત્રાસદાયક આક્રમણ તરીકે બદનામ કરે છે અને ટપલું મારીને તકલીફને દબાવી દેવાનું કહે છે. એક અમેરિકન આધુનિક તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે શરીરમાં જ્યારે તાવ વધે ત્યારે લોહીમાં લોખંડનું પ્રમાણ ઘટી જાય છે, જેને કરીને બેકટેરિયાની પ્રજનનશક્તિ કામ કરી શકતી નથી. આમ બેકટેરિયાની સંખ્યામાં વધારો થતો અટકી જાય છે. તાવ આ રીતે શરીરની આંતર્ગત એન્ટિબાયોટિક્સ બનાવવાની રીત છે. ઉધરસ કે છીંક આવે એટલે શ્ર્વાસના માર્ગમાંથી કચરો બહાર નીકળી જાય. પેટમાં કોઇ અપથ્ય આહાર ગયો હોય તો એક બાજુ પહેલાં હોજરી અને ઊલટી દ્વારા બહાર ફેંકી દેવા પ્રયાસ કરે છે. અને બીજી બાજુ આંતરડા તેને ગુદા દ્વારા બહાર ફેંકે છે. દરેક તકલીફ એ શરીરના શાણપણની નિશાની છે. શરીરને આ શાણપણ આસ્તે આસ્તે હજારો વર્ષોની ઉત્ક્રાંતિ દ્વારા મળ્યું છે. એ દેહમાં રહેલ ડૉક્ટર છે. શરીર અને એનો ડૉક્ટર એક છે.

અહીં એક નોંધ ઉમેરી દઇએ કે માનવ શરીરે દુખાવો ઓછો કરનાર, તાવ ઉતારનાર, સોજો ઘટાડનાર કે અન્ય કોઇ પણ તકલીફ દબાવનાર દવા સામે હંમેશાં વિવિધ રીતે વિરોધ નોંધાવ્યો છે. જો રોગી અને ડૉક્ટર બંને માંહ્યલા ડૉક્ટરની હાજરીને માન આપે તો સારું.

ડૉક્ટર અને દર્દી

દુનિયાભરમાં હદયરોગથી જ મૃત્યુ પામેલ હદયરોગના નિષ્ણાત અને કૅન્સરથી જ મૃત્યુ પામેલ કૅન્સરના નિષ્ણાતની સૂચિ બનાવીએ તો બહુ લાંબી થાય. ઉંમરસહજ જરા અને રોગ માટે ડૉક્ટર અને રોગી સરખે પાયે છે, આ હકીકત પુરવાર કરવા બીજું શું પ્રમાણ જોઇએ? ઘણીયે વાર જ્યારે ડૉક્ટરે દર્દીની તપાસના રિપોર્ટ જોઇને ભ્રૂકુટિ ચડાવી છે ત્યારે તે ડૉક્ટરો જ વહેલા મૃત્યુ પામ્યા છે અને દર્દીએ ડૉક્ટરની સ્મશાનયાત્રામાં જોડાયેલ છે. રોગ અને મૃત્યુ લોકશાહીનું સામ્રાજ્ય છે. જ્યાં ડૉક્ટર અને દર્દી વચ્ચે કોઇ ભેદભાવ રખાતો નથી. જીવશાસ્ત્ર અને નૈતિક દૃષ્ટિએ જોતાં ડૉક્ટરને એના દર્દીમાં પોતાનું પ્રતિબિંબ દેખાશે એ સમયે દર્દીના ભાગ્ય પરથી એને ખ્યાલ આવશે કે કોઇક દિવસ એના પોતાના પણ આવા હાલ થઇ શકે. દર્દી અને ડૉક્ટર એક છે.

ડૉકટર શબ્દ અને અંગ્રેજી શબ્દ ડિરેકટરનાં મૂળ સરખાં છે. બંનેનો અર્થ નીકળે છે સાચું નિદર્શન કરનાર વ્યક્તિ. ડૉકટરે પોતે સૌપ્રથમ પોતાની જાતના દેહ, મન અને આત્માના અસુખને મટાડવાં જોઇએ. નિયમિત જીવન જીવતાં અને ઉચિત સમયે ઓછામાં ઓછો ઇલાજ લેવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાય છે. લોભ, મોહ, ક્રોધ, ઇર્ષા જેવાં પરિબળોથી અંત:કરણને મુક્ત કરી આધુનિક જીવનની આંધળી દોટની હોડમાં ન ઊતરતાં કે સત્તા પાછળ ગાંડા ન થતાં મનનું સ્વાસ્થ્ય જળવાય છે. દેહમાં થતા ઉંમરસહજ ફેરફારોને જ્યારે સૌજન્યતાથી સ્વીકારી શરીરમાં જે કંઇ રોગો લાગુ પડે એને ધીરજથી સહન કરવાથી આત્માને મુક્તિ મળે છે અને મૃત્યુને સુંદર રીતે આદરથી વરી શકાય છે.

તબીબી વ્યવસાયનો ઇચ્છનીય આદર્શ એ છે કે ડૉક્ટર પોતે પોતાની જાતનો જે રીતે ઇલાજ કરે એ જ રીતે એણે પોતાના દર્દીનો ઇલાજ કરવો. સ્વાભાવિક છે કે ડૉક્ટર એના દર્દીના અસુખને વિચાર, વાણી અને વર્તણૂકથી ઘટાડે. દર્દીને જીવનમાં અર્થપ્રાપ્તિની સંકુચિત દૃષ્ટિની સીમાથી બહાર લાવીને રોગ, દર્દી અને મૃત્યુના સાચા સ્વરૂપની જાગૃતિ આપે. ડૉક્ટર દર્દીને જ્યારે સાચી સમજ આપે છે ત્યારે એ પોતાની જાતનો પણ ઇલાજ કરે છે. ડૉક્ટર અને દર્દી ભિન્ન નથી. ટટ્ર ટ્ટમપ્ર અરુલ.

સર્વાનુભવ છે કે ઘણીવાર દેખીતી રીતે શુભ ઇરાદાથી લેવાયેલ પગલાંઓ અત્યંત વિપરીત પરિણામ લાવે છે. માનવદેહને લાગુ પડતા અસંખ્ય રોગોની સારવાર કરવી એ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે. હિપોક્રીટીસે કહ્યું છે :

જીવન મૃત્યુને આધીન છે. દાકતરી કળાનો અંત નથી. માંદગીરૂપી બનાવ એક પરપોટો છે. અનુભવ મિથ્યા છે અને વિવેક મુશ્કેલ છે.

હિપોક્રીટીસને આજે ૨૫૦૦ વર્ષ થયાં પણ તેમણે આપેલી ચેતવણી આજે પણ એટલી જ યોગ્ય છે. આજે એની યોગ્યતા રહેવાનું કારણ જુદું છે.

માણસને લાગુ પડતા રોગની પ્રક્રિયા માટે આજે આપણી પાસે પ્રચંડ માહિતી છે. સાથે સાથે રોગ પર પ્રહાર કરવા આધુનિક સરંજામની સંખ્યા પણ દિવસે ન વધે એટલી રાત્રે વધે છે. પણ માનવશરીરના આંતર્ગત રચના, કાર્ય અને કાર્યક્રમમાં તસુભાર પણ ફેરફાર થયો નથી. શરીરને થતા રોગથી પ્રક્રિયામાં પણ લેશમાત્ર ફરક પડતો નથી. સાધનોને કારણે ડૉક્ટર વધુને વધુ કાર્યદક્ષ દેખાય છે અને છતાં તેની નિષ્ફળતા એટલી જ ઉગ્ર બનતી જાય છે. હાલમાં તો સૌ વ્યવસાયી વચ્ચે એવી હોડ લાગી જાય છે જેથી ડૉક્ટરો પણ જેમાં જાણતાં કે અજાણતાં ભાગ લે છે. ડૉક્ટર એના દર્દીને અને સગાસંબંધીને ઘણું નુકસાન પહોંચાડે છે. આ એક કે બીજા પ્રકારની હિંસાનો સંપૂર્ણ રીતે નાશ તો જ થાય જો આપણે વાસ્તવિકતાનો સમજપૂર્વક સ્વીકાર કરીએ. સર્વોચ્ચ સમજ તો દર્દીમાં પોતાની જાતને જોવાની છે. હું અને મારો દર્દી ભિન્ન નથી.

હિંસાને અટકાવવી કે ઘટાડવી એ પણ એક નકારાત્મક સિદ્ધિ છે. કંઇ પણ ન કરવામાં કાર્ય સમાઇ જાય છે. ડૉક્ટર એના વ્યવસાયને કારણે સમાજમાં એવી પદવી ધરાવે છે કે એક પરોપકારી સજ્જન તરીકે સમગ્ર માનવજાતમાં કોઇ પણ રોગીની સારવારમાં કોઇ પણ સ્થળે દિવસ કે રાત્રે નિત્ય ભલમનસાઇ આચરી પોતાના અંત:કરણની શુદ્ધિ કરી શકે. પણ આજનો ડૉક્ટર જુદો દેખાય છે. પશ્ર્ચિમી દેશોમાં તો ભારતથીયે વિશેષ ડૉક્ટરોમાં ધૂમ્રપાન અને દારૂની લત, માનસિક થાક અને આત્મહત્યાનું પ્રમાણ ઘણું જોવા મળે છે. શક્ય છે કે આજનો ડૉક્ટર ક્યાંક ભૂલો પડી ગયો છે.

વાયુ માટે પ્રતિપાદિત થયેલ બોયલના નિયમના સર્જક રોબર્ટ બોયલે દરેક માનવદેહને એક મંદિર કહ્યું છે જેમાં ભગવાન થોડો સમય રહે છે. સર્વત્રમાં દરેક માનવ અને પ્રાણીમાં, ભગવાનને જોનાર વ્યક્તિઓ સંત બની ગઇ છે.

મુંબઇમાં જુહુ પર આવેલ યોગસંસ્થાની બહાર પાટિયું માર્યું છે, દરેક વ્યક્તિ ભગવાનનો એક નવો વિચાર છે. આ સમજની બક્ષિસ છે કે દરેક વ્યક્તિ ભગવાનસ્વરૂપ દેખાય છે. માણસની સેવા પ્રભુસેવા બની જાય છે.

મોટરની સંભાળ કોણે લેવી એ નિર્ણય કેવળ એનો માલિક કે ચાલક લઇ શકે. ભગવાને સર્જેલ માનવદેહની સંભાળ રાખવાની પવિત્ર ફરજ ડૉક્ટરને સોંપવામાં આવી છે. ભગવાને સ્વસ્થાને ડૉક્ટરને નિમિત્ત બનાવ્યો છે. ઉમદા સ્થાન પર બેસાડવામાં આવેલ હોવાથી ડૉક્ટર પાસે ઉમદા કાર્યની અપેક્ષા રાખવામાં આવે છે. ડૉક્ટરનું અંત:કરણ આધ્યાત્મિક દૃષ્ટિએ પવિત્ર હોવું, વધુ સંવેદનશીલ, સહિષ્ણુ અને સમતા ધરાવતું હોવું ઇચ્છનીય છે. બહુ ઓછી વ્યક્તિઓ એ સ્તરે પહોંચી શકે છે. અહીં ડૉક્ટર માટે સ્ટીવન્સનના શબ્દો ટાંકવા ઉચિત છે.

આમજનતા વચ્ચે અમુક વ્યક્તિઓ અને વર્ગ વિશિષ્ટ રીતે ઉપર તરી આવે છે. સૈનિક, ખલાસી અને ખેડૂત આ સ્થાન ઘણી વાર ધરાવે છે. ક્વચિત કળાકાર ઉપર આવે છે. ભાગ્યે જ ધર્મગુરુ હોય છે. પણ ડૉક્ટર હંમેશા આગવું સ્થાન ધરાવે છે. આપણી સંસ્કૃતિનું એ કુસુમ છે. એનામાં કળાકારનું સ્વાભાવિક ઔદાર્ય છે જે કદી વ્યાપારી વર્તનમાં જોવા ન મળે. રોગી પાસેથી સેંકડો અંગત માહિતી જાણવા મળતી હોવાને કારણે અને અન્ય હજારો ગૂંચવણભરી પેદા થતી હોવાને કારણે ડૉક્ટરમાં રહેલ સારા-નરસા વિવેકની કસોટી પણ વારંવાર થાય છે. અને સૌથી મહત્ત્વનું કાર્ય તો એ સર્વ સંજોગોમાં અડગ પ્રસન્નતા અને નીડરતા જાળવે છે. સ્ટીવન્સન દર્દી સાથેનો પ્રત્યેક સંપર્ક ડૉક્ટરને દર્દીમાં અને પોતામાં ભગવાનના દર્શન કરી આત્મઉદ્ધારણની તક આપે છે. પ્રત્યેક આપ-લે એને યાદ અપાવે છે કે દર્દીની સેવા કરવામાં એ પોતાનાં જ તન, મન અને આત્માની સેવા કરે છે. દર્દી અને ડૉક્ટર એક છે. ટટ્ર ટ્ટમપ્ર અરુલ.

 

૬. માનવનો ઘમંડ

ગોળ નાખો એટલું ગળ્યું થાય,

અને પૈસા વેરો એટલે પુરવાર થાય

એક મહાયાન બુદ્ધકથા માનવ ઘમંડનું સુંદર દૃષ્ટાંત છે. તથાગત ધ્યાનસ્થ બેઠા છે. ત્યાં એક વિજયી રાજા આવી પહોંચે છે. તથાગતનું ધ્યાન વિચલિત થતું નથી. ધ્યાન દોરવા રાજા પગ ઠોકે છે. "શું જોઇએ છે, રાજન? તથાગતે સ્વસ્થતાથી પૂછ્યું. "હું ત્રણ ભૂમિનો જીતનાર છું અને ધારું તે કરી શકું છું. આપને જોઇએ તે આપી શકું છું. આપને શું જોઇએ છે તે કહો. તથાગતે કહ્યું : "ભલે રાજન! હું આપને એક પ્રદેશમાં લઇ જાઉં છું. તે પ્રદેશમાં આપ જેટલું વિચરો એ મને આપજો. રાજા એક ભવ્ય પદેશમાં પ્રવેશ્યો. પાંચ ગગનચુંબી સ્તંભો વિશાળ અંતરે ઊભા હતા. રાજાના પગમાં દૈવી શક્તિ આવી. તે પહેલા સ્તંભથી માંડીને બીજો, ત્રીજો, ચોથો સ્તંભ વટાવી પાંચમા સ્તંભ પર પહોંચે એ પહેલાં એને ગુમાન થતાં પોતાની મહાનતાના ચિહનરૂપે ત્યાં પેશાબ કર્યો.

"રાજન! આપ આંખ ખોલો, તથાગતે કહ્યું. રાજાએ જોયું તો તે તથાગતના હસ્તકમલ પર ઊભો હતો અને તેની અનામિકા અને ટચલી આંગળી વચ્ચે પેશાબની વાસ આવતી હતી.

આજથી અઢીસો વર્ષ પહેલાં કાર્લ લિનાયસે જીવજગતનો અભ્યાસ કરી વનસ્પતિ અને પ્રાણીજગતનું વિજ્ઞાનને આધારે વર્ગીકરણ કર્યું. તેમાં માનવજાતને (એટલે પોતાને પણ) ઇંજ્ઞળજ્ઞ જફાશયક્ષત ડાહ્યામાં ડાહ્યા પ્રાણીનું બિરુદ આપ્યું. ખિતાબ ટક્યો છે પણ માનવ બિભત્સા હતી તેનાં કરતાં અનેકગણી વધી છે. લિનાયસ એક ચુસ્ત ખ્રિસ્તી હતો. તેના વિચારનો આધાર અઢી હજાર વર્ષ પહેલાં બાઇબલે

(જ્ઞહમ ઝયતફિંળયક્ષિં ) આપેલો આદેશ હોવાની શક્યતા છે.

ભગવાને આશીર્વાદ આપ્યા અને કહ્યું :

તમે સંતતિ પેદા કરો, વસ્તી વધારો

અને આખી ધરતીને છાવરી લ્યો.

એને મહાત કરો. સમુદ્રની માછલીઓ,

આકાશમાં ઉડતા પંખીઓ અને

દરેક જીવંત પ્રાણી પર જે જમીન

પર ચાલે છે એના પર રાજ કરો.

હું આખી પૃથ્વી પરની

બીજ ધરતી વનસ્પતિ અને

ફળો ધરતાં વૃક્ષો તમને

આપું છું, તે તમારું અન્ન બનશે.

ૠયક્ષયતશત ૧: ૨૮, ૨૯

 

માનવ અહંકારને આટલું પ્રબળ પોષણ અન્ય કોઇ રીતે પ્રાપ્ત થયું નથી. પરિણામે ધરતી અત્યારે પૂર્ણ વિનાશને આરે ઊભી છે. ધરતીને લૂંટવાનો પરવાનો બહુ પ્રાચીન છે. અને સંપૂર્ણ સ્વચ્છંદતાથી વપરાયો છે. ધરતી અને તેના વનસ્પતિ અને પ્રાણીજગત કરગરી રહ્યા છે, થથરી રહ્યા છે અને આધુનિકતાના આડંબરના ભાર નીચે તેઓ દબાઇ ગયા છે.

ડૉક્ટરો આ ખેલમાં ખાસ ભાગ ભજવી રહ્યા છે. એમને તો ગળથૂથીમાં સંસ્કાર અપાય છે કે માનવસેવા એ શ્રેષ્ઠ સેવા છે. એને માટે કૂતરાથી માંડીને કાંગારુને રિબાવીને બલિદાન તરીકે હોમીને પણ માણસજાતને સાજા કરવા. વળી કાલ્પનિક પૂર્ણ તંદુરસ્તી ફક્ત ઇશ્ર્વરની દેણ છે, દરેક રોગ ઇશ્ર્વર આધારિત કર્મોપાર્જિત ફળ છે એ સત્યને એણે હડસેલી દીધું છે અને વૈજ્ઞાનિક એને સર કરવા મથી રહ્યો છે. જગતભરની (ભારતની પણ એમાં આવી જાય) પ્રયોગશાળાઓ રાક્ષસોની બખોલ બની ગયા છે. જેમાં ક્રૂરતા અને નિર્દયતા રાજ કરે છે. અત્યારે દર વર્ષે ૩૦ કરોડ પ્રાણીઓની નિર્દયી હિંસા થાય છે. આધુનિક વૈદકીય વિજ્ઞાન એને એનો પાયો બનાવે છે. પરિણામ શૂન્ય છે. અસંખ્ય કોષો અને તંતુઓ માનવ અને પશુ દેહના બે ઘટકો છે અને તે ઘટકો વિષે કોઇને જ્ઞાન નથી. પરંતુ બહુમાળી પ્રયોગશાળાઓ, વિશાળ ધનભંડોળ, હજારો સામયિકો, છાશવારની સભાઓ દ્વારા ચગાવાયેલ ચક્રએ માણસ પાસેથી વાઘ પરથી ઊતરી જવાની હિંમત કે સમજ લઇ લીધી છે. સૌ કોઇ તમાશો કરી રહ્યા છે. સરકારો અને દાતાઓ એ જોતા નથી અને સમજતા નથી. વૈદકીય પરિબળો પોતાની અક્ષમતા ખુલ્લંખુલ્લા સ્વીકારવા તૈયાર નથી. દરેક વર્ષનું અંદાજપત્ર યોગ્ય અને પ્રગતિશીલ ઠરાવવા સામયિકો, સભાઓ અને પ્રચાર માધ્યમો કાર્યરત રહે છે.

ઇ.સ. ૧૯૬૦ થી '૮૦ દરમિયાન અમેરિકા દર વર્ષે રોગ અને સ્વાસ્થ્ય પર ૮ થી ૧૦ અબજ ડોલર ખર્ચતું હતું. આજે એ ખર્ચો દરરોજના ૫ અબજ ડોલરથી વધુ થાય છે, પરંતુ તેનું પરિણામ અનિચ્છનીય છે. અમેરિકાના છજ્ઞભસયરયહહયિ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં તેનું સચોટ વર્ણન થયું છે : ઉજ્ઞશક્ષલ ઇયિિંંયિ ફક્ષમ ઋયયહશક્ષલ ઠજ્ઞતિય - ઇંયફહવિં શક્ષ વિંય ીક્ષશયિંમ તફિંયિંત.

 

અર્થાત્ ડૉક્ટર, દવા બનાવનાર અને અન્ય સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ જગતમાં માલામાલ છે અને દર્દીઓના બેહાલ છે એટલે તમે સમજી શકશો કે શા માટે હજુ દવા-સાધન બનાવનારાઓની કંપનીઓનો નફો ૨૦ ટકાથી ઉપર રહ્યો છે જ્યારે બીજા ધંધાઓ ડૂબી રહ્યા છે, બધી જ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવ નિયમિત રીતે ઘટી રહ્યા છે પણ દવાદારૂ અને ઉપચારોના ભાવ પંચતારક હોસ્પિટલની મહેરબાનીથી આસમાને પહોંચી ગયા છે. માંદા પડવા કરતાં મરવું સારું એ પશ્ર્ચિમી સૂત્ર હવે ભારત પણ આયાત કરી અપનાવવા માંડ્યું છે.

આધુનિક સમય પ્રગતિશીલ છે અને વિકાસ દર વધી રહ્યા છે. પાણી પીવું છે બિસ્લેરી પીવો, અને ધરતીને કહો કે મારી પાંચ મિનિટની સગવડ માટે હે મા! તું હવે આવતા ૧૦૦૦ વર્ષ સુધી બાટલીને પચાવવાનો યત્ન કર.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OujwtQXVZ-Sah0b7%2BT0z2KvBH9w1%2BeH%3DeMPOFYF6Gnh9g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment