Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આઈસક્રીમની કહાની, ઈરાનની ઝુબાની... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આઈસક્રીમની કહાની, ઈરાનની ઝુબાની!
સ્પેશિયલ-મૌસમી પટેલ

 

 

 

આઈસક્રીમ... નામ સાંભળીને જ મઢામાં પાણી આવી ગયું ને? નાનાથી લઈને મોટી ઉંમરના તમામ લોકોને આઈસક્રીમ તો પસંદ છે, અને હોય પણ કેમ નહીં? આઈસક્રીમ વસ્તુ જ એવી છે 'જી લલચાયે, રહા ભી ના જાયે...' પણ જો કોઈ તમને પૂછે કે આઈસક્રીમનો જન્મ ક્યાં થયો? મને નથી ખબર, પણ ઈન્ટરનેટ પર એવું વાંચ્યુ કે ન્યૂ યોર્કમાં આઈસક્રીમનો જન્મ થયો? ન્યૂ યોર્ક કે પછી ઈટલી? ના લગભગ ઈટલીમાં... અરે વાહ! ભાઈસા'બ તમારા બંને જવાબો સદંતર ખોટા છે.


આઈસક્રીમનો જન્મ ઈટલી કે ન્યૂ યોર્કમાં નહીં પણ ઈરાનમાં થયો હતો અને એ પણ ૧૦૦-૨૦૦ વર્ષ પહેલાં નહીં પૂરા બે હજાર વર્ષ પહેલાં. હવે તમને થશે કે બરફ બનાવનારા મશીન અને રેફ્રિજરેટરની શોધ હજી થોડાંક વર્ષો પહેલાં જ થઈ છે તો ઈરાને ૨૦૦૦ વર્ષ પહેલાં કઈ રીતે આઈસક્રીમ તૈયાર કર્યો હશે રાઈટ? થોડી ધીરજ રાખો બધા સવાલોના જવાબ અહીંયા મળી જશે.


ઈરાનીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે બે હજાર વર્ષ પહેલાં જ આઈસ્ક્રીમની શોધ કરી લીધી હતી. હવે ઈરાન પાસે રેફ્રિજરેટર તો નહોતું તો પછી કઈ રીતે હજારો વર્ષ પહેલાં તેણે આઈસક્રીમની શોધ કરી એ પણ એક સવાલ છે. આ સવાલનો જવાબ છે યખચલ. યખચલ એટલે અણિયાળા છાપરાવાળી એક ઈમારત. આ જ ઈમારત હતી પહેલા આઈસક્રીમનું જન્મસ્થળ. ફાર્સના લોકોએ પ્રાચીન કાળમાં આની શોધ કરી હતી.


આજે પણ ઈરાનના રણવિસ્તારમાં પ્રાચીન કાળની આ ઈમારતોના અવશેષો જોવા મળે છે. આ અણિયાળી ઈમારતની અંદર જતાં નીચે ઊંડાણમાં એક ભોયરું હોય છે અને આ ભોંયરામાં જ જૂના જમાનામાં લોકો બરફ જમા કરીને રાખતા હતા. આ ભોંયરા લગભગ ૨૪૦૦ વર્ષ જૂના છે. આ ભોંયરાની વિશેષતા તેની રચના હતી. એવી ખૂબીથી આ ઈમારત અને ભોંયરાની રચના કરવામાં આવી હતી કે રણપ્રદેશની ગરમીમાં પણ અહીં ઠંડક અનુભવાતી અને આખું વર્ષ અહીં બરફ સ્ટોર કરીને રાખવામાં આવતો હતો. માત્ર બરફથી તો આઈસક્રીમ બનતી નથી બરાબરને? જોકે અત્યારે આપણે જે આઈસક્રીમ ખાઈએ છીએ તેમાં તો સમયાનુસાર ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. પણ ૨૦૦૦ વર્ષ પહેલાં આઈસક્રીમ આવો નહોતો. હવે સવાલ થશે કે તો આખરે હજારો વર્ષ પહેલાં આઈસક્રીમ હશે કેવો?


તમે અને હું અત્યારે જે ફાલુદા ખાઈએ છીએે એને જ ઈરાનના લોકો આઈસક્રીમ કહે છે અને આ ફાલુદા શબ્દ મૂળ તો ફારસી ભાષાનો છે. ૨૦૦૦ વર્ષ જૂના આ આઈસક્રીમને સ્ટાર્ચ, બરફ અને શીરાને મિક્સ કરીને બનાવવામાં આવતો હતો. આજે પણ ઈરાનમાં આવી અનેક પરંપરાગત દુકાનો આવેલી છે, જે જૂની પદ્ધતિ પ્રમાણે જ આઈસક્રીમ એટલે કે ફાલુદા બનાવે છે.


હવે વાત કરીએ આખરે જૂના જમાનામાં આઈસક્રીમ કેવી રીતે તૈયાર કરવામાં આવતો હતો એની. જૂના જમાનાના લોકો પહેલાં એક મોટા વાસણમાં બરફ ભેગો કરતાં અને પછી એક નાનકડા વાસણમાં દૂધ લઈને દૂધને હલાવતાં તેમાં બરફને નાંખીને દૂધને જમાવવામાં આવતું હતું અને આ રીતે તૈયાર થતો આઈસક્રીમ. ઈરાનના આજના આધુનિક આઈસક્રીમ પાર્લર ચલાવનારાઓના મતે આ એક ખૂબ જ ધીમી અને થકવી નાખનારી પ્રક્રિયા હતી.


સમય જતાં ઈરાનિયન લોકોએ આ રીતે આઈસક્રીમ બનાવવાનું બંધ કર્યું. જોકે આજે પણ આઈસક્રીમ બનાવવાનો આ ટેલેન્ટ ઈરાનમાંથી ખતમ નથી થઈ ગયો. બીજા દેશોએ ઈરાન પાસેથી આ કળા શીખી લીધી અને ઈરાની પદ્ધતિથી આઈસક્રીમ બનાવીને ઈટલીમાં તેનો વેપાર શરૂ કર્યો. કદાચ આ જ કારણ છે કે આજે પણ જ્યારે લોકો આપણને પૂછે કે આઈસક્રીમનો જન્મ ક્યાં થયો, તો આપણે તરત જ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના કહી દઈએ છીએ કે ઈટલી! આ આર્ટિકલ વાંચ્યા પછી હવે જ્યારે પણ કોઈ પૂછે કે આઈસક્રીમનો જન્મ ક્યાં થયો તો જવાબ ઈરાન જ હશે, બરાબરને?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osm0QQdBSm1P%3DhLTu4shYmB4Tj-w8VZdwB12M-Frgp_Kg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment