Friday, 22 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માતૃભાષાને વંદન... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માતૃભાષાને વંદન!

આવતી કાલે વિશ્ર્વ માતૃભાષા દિવસ છે. આજકાલની ઘણી માતાઓને તેમના બાળકો અંગ્રેજીમાં બોલે તો ગર્વ થાય છે, પણ જો એ માતૃભાષામાં બોલે તો જણે શરમ આવે છે, તેમને કહેવાનું કે જગતમાં જેટલા બાળકો મોટા થઇને મહાન અને પ્રખ્યાત વ્યક્તિ બન્યા છે તેમાંથી મોટા ભાગના લોકોએ માતૃભાષામાં જ શિક્ષણ લીધું છે. નીચેના અવતરણો મમળવતા જાવ અને માતૃભાષા કેમ શીખવી જોઇએ તે વિચારતા જાવ.

ૄ માતૃભાષાની મીઠાશ તો જુઓ,

ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ



ૄ ગુજરાતી ભાષાનો વૈભવ તો જુઓ

જતાં માણસને 'બાય' એટલે જાવ કહેવાને બદલે

આપણે આવજો કહીએ છીએ



ૄ લાગણીના જળ વડે પ્રથમ મર્દન કરું છુ,ં

શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું !

બે ગઝલ, બે ગીતના પુષ્પો ચઢાવી,

માતૃભાષાને પ્રથમ વંદન કરું છું!



ૄ માતાનું હૃદય બાળકની પાઠશાળા છે

ૄ સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી

મળી માતૃભાષા મને ગુજરાતી

-ઉમાશંકર જોષી



ૄ માણસ ભલે ગમે તે ભાષામાં બોલતો હોય,

પણ વિચારતો હોય છે હંમેશાં માતૃભાષામાં



ૄ કોઇ માણસને તમે એ સમજે એવી ભાષામાં બોલો તો મસ્તક સુધી જાય છે, પણ તેને તમે એની માતૃભાષમાં સમજાવી શકો તો એ હૃદય સુધી પહોંચે છે.

- નેલ્સન મંડેલા



ૄ આપણા ભારતીયો માટે હું નથી વિચારતો કે જે લાગણીનો જાદુ માતૃભાષામાંથી પ્રસરાવી શકીએ છીએ, તેને અંગ્રેજીમાંથી વહેતો કરી શકાય. - કૈલાશ ખેર



ૄ માતૃભાષા વગરના દેશને દેશ કેવી રીતે કહેવાય?

-જેક એડવર્ડ્ઝ



ૄ અંગ્રેજીને તમે માસી કહી શકો, બાકી મા નું સ્થાન તો માતૃભાષા જ લઇ શકે.



ૄ ઘણા અમેરિકનો જે પ્રથમ વાર વિશ્ર્વપ્રવાસ કરે છે એ એમ વિચારે છે કે છેલ્લા ૩૦ વર્ષોમાં દુનિયાએ કેટલી બધી પ્રગતિ કરી છે, પણ ઘણા વિદેશીઓ હજી વિદેશી ભાષામાં જ વાત કરે છે. -ડેવ બેરી


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuBWHTT0MctK56dvmyovwQEZ%2B-_wVhsX8ofUdEX87vpUQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment