Tuesday, 19 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મુંબઈમાં માતમ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મુંબઈમાં માતમ!
(અમારા પ્રતિનિધિ તરફથી)

amdavadis4ever@yahoogroups.com

* રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઊતર્યા, ટ્રેનવ્યવહાર ખોરવાયો * ઠેરઠેર પૂતળાઓ બાળી આક્રોશ ઠાલવ્યો * વેપારીઓનો બંધને મિશ્ર પ્રતિસાદ

મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના જવાનો શહીદ થવાની ઘટનાને કારણે મુંબઈ-થાણે અને નવી મુંબઈના રહેવાસીઓમાં રોષ ઊકળી ઊઠ્યો હતો. શનિવારે અનેક વિસ્તારોમાં સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો હતો તો કેટલાંક સ્થળે દુકાનો બંધ કરાવવામાં આવી હોવાનાં દૃશ્યો નજરે પડ્યાં હતાં. સૂત્રોચ્ચાર સાથે લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને માર્ગો પર વાહનવ્યવહાર પણ ઓછો જણાતો હતો. નાગરિકોનો આક્રોશ જોઈ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સતર્કતા ખાતર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે બજારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલીક બજારો ખુલ્લી રહી હતી તો કેટલીકમાં ગણીગાંઠી દુકાનો જ ખોલવામાં આવી હતી.

ગુરુવારના આતંકી હુમલાના પ્રત્યાઘાત શુક્રવારથી જ મુંબઈ-થાણે-નવી મુંબઈમાં પડવા લાગ્યા હતા. શુક્રવારે સવારે એકાએક નાલાસોપારામાં પ્રવાસીઓએ રેલવેને બાનમાં લીધી હતી. રેલરોકો થયાના અહેવાલ ફેલાતાં જ ઠેકઠેકાણે દુકાનો બંધ કરવામાં આવી હતી. મુંબઈના અનેક વિસ્તારોમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખવાનું જ મુનાસિબ માન્યું હતું. અમુક વિસ્તારોમાં રસ્તા પર ઊતરી આવેલા લોકોએ બંધ પાળવાની જાણે ફરજ પાડી હતી.

દક્ષિણ મુંબઈના તાડદેવ, ગ્રાન્ટ રોડ વિસ્તારમાં દુકાનો બંધ રાખી આતંકવાદનો વિરોધ દર્શાવાયો હતો. એ સિવાય હાજીઅલી નજીક રસ્તા પર જ લોકોેએ એકઠા થઈ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. એ સિવાય કૉલેજોમાં પણ વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.

નવી મુંબઈના બેલાપુુર, કળંબોલી જેવા સતત ધમધમતા વિસ્તારો શનિવારે સૂમસામ ભાસી રહ્યા હતા. આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર અને બૅનરો સાથે લોકોના સરઘસ માર્ગો પર નજરે પડતા હતા.

થાણે ગ્રામીણના મીરા-ભાયંદર વિસ્તારમાં વેપારી ઍસોસિયેશન દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો. એ સિવાય રિક્ષા યુનિયને પણ બંધમાં સાથ આપતાં માર્ગો પર રિક્ષાની પાંખી હાજરી હતી, જેને કારણે નોકરી, શાળા, કૉલેજ જનારાઓએ ખાસ્સી મુશ્કેલી ભોગવવી પડી હતી. નાયગાંવમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રસ્તા પર ટાયર બાળવામાં આવ્યું હતું. પાલઘરમાં પણ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

થાણે શહેરના વાગળે એસ્ટેટ, ઈન્દિરાનગર નાકા વિસ્તારમાં પાકના વડા પ્રધાન અને સેનાધ્યક્ષની નનામી બાળવામાં આવી હતી. ઈન્દિરાનગર, લોકમાન્યનગર, આંબેવાડીની દુકાનો બંધ રહી હતી. મુંબ્રાના મોટા ભાગના વિસ્તારોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.

બીજી બાજુ, નવી મુંબઈની એમઆઈડીસી બજાર રોજ પ્રમાણે જ ખુલ્લી રહી હતી, એવું નવી મુંબઈ કોમોડિટી બ્રોકર્સ ઍન્ડ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના ચૅરમૅન અરુણભાઈ ભિંડેએ જણાવ્યું હતું. જોકે શહીદોને આર્થિક મદદ આપવા સંબંધે બુધવારે વેપારીઓની મીટિંગનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફેડરેશન ઑફ મુંબઈ રિટેલ ક્લોથ ડીલર્સ ઍસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ કિશોરભાઈ શાહે જણાવ્યું હતું કે હિંદમાતા ક્લોથ ડીલર ઍસોસિયેશન દ્વારા સવારે ૧૦ વાગ્યાની આસપાસ શહીદોને શ્રદ્ધાંજલિ માટે રેલી કાઢવામાં આવી હતી, જેમાં ૫૦૦ જેટલા વેપારી અને અનેક કર્મચારીઓ જોડાયા હતા.

ખાદ્ય તેલ વેપારી ઍસોસિયેશન, મહારાષ્ટ્રના અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ખાદ્ય તેલની કેટલીક બજારોમાં બંધ પાળવામાં આવ્યો હતો, જ્યારે કેટલીક દુકાનો બંધ રહી હતી.

-----------

સોમવારે પણ વેપારીઓનો બંધ

મુંબઈ: ખાદ્ય તેલ વેપારી ઍસોસિયેશન, મહારાષ્ટ્રના શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) દ્વારા ૧૮ ફેબ્રુઆરીના બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ બંધમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વેપારીઓ પણ જોડાશે એવી વકી છે. સીએઆઈટી સાથે ભારતનાં લગભગ બધાં રાજ્યોના સાત કરોડથી વધુ વેપારીઓ જોડાયેલા છે. મહારાષ્ટ્ર સહિત મધ્ય પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુ, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના વેપારીઓ સોમવારે બંધ પાળે એવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંધને સફળ બનાવવા મુંબઈના વેપારીઓ તેમાં જોડાવાની ધારણા છે. એ સિવાય એક દિવસનો ઉપવાસ કરવામાં આવશે તો કૅન્ડલ માર્ચ પણ કરાશે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સીધી આર્થિક મદદ મળી રહે તેનું આયોજન કરવાનું સીએઆઈટી દ્વારા વિચારાઈ રહ્યું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsAzMcV3sgfL1UyS0--O5HjznxGmQ_Mir6S63p93_mTsg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment