Wednesday, 13 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જેન્ટલમેન કે મેચો મેન તમે શું છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જેન્ટલમેન કે મેચો મેન તમે શું છો?
વરણાગી રાજા-દિવ્યાશા દોશી

 

 

 

 

પુરુષ કહેતાં જ બાવડા ધરાવતો હેન્ડસમ, અગ્રેસિવ આકૃતિ નજર સામે આવે, પણ પુરુષ એવો જ હોય તે જરૂરી નથી


તમને તો ક્યારેય રજાને દિવસે બહાર જવું જ ન ગમે ... શિખા ફોન પર તેની બહેનને કહી રહી હતી, તમે કેવા દર શનિ-રવિ ફરી આવો છો, ટ્રેકિંગમાં જાઓ છો કહેતાં તેણે નિશ્ર્વાસ મૂક્યો. .... દેખાવમાં કેવો સશક્ત છે ગૌતમ તો આમ કેમ કરે છે... સામેથી શિખાની બહેને પ્રશ્ર્ન પૂછ્યો. શી ખબર લગ્નમાં કોઈ મજા જ નથી.... શું કરું?કહેતાં શિખાએ ફરી ઊંડો નિશ્ર્વાસ ફેક્યો.


શિખા જે ગૌતમની વાત કરી રહી હતી તેને જીમમાં જવું ગમે તે પણ ક્યારેક જ, પણ તેને ક્યારેય વધુ સાહસિક થવું ગમે નહીં. તેને એસીની બહાર જવું જ ગમતું નથી. જ્યારે શિખાનો સ્વપ્ન પુરુષ હતો.. મેચો મેન ...જાહેરાતોમાં દર્શાવાતો કિલર ઇન્સટિન્કટ ધરાવતો પુરુષ. મોટાભાગે દરેક સ્ત્રીનો સ્વપ્ન પુરુષ મેચો મેન હોય છે. શિખાના લગ્નને હજી છ મહિના જ થયા હતા. લગ્ન પહેલાં ઘર જોયું, છોકરો કેટલો કમાય છે જોયું, ને ઘરમાં તે એકનો એક જ છે તે પણ જોયું. તો સામે ગૌતમે પણ જોયું કે છોકરી મોડર્ન આઉટ લુકની છે. ફિલ્મોનો શોખ, પ્રવાસનો શોખ, ખાવાપીવાનો શોખ બધું જ મેચ થતું હતું. પણ લગ્ન બાદ દરેક બાબતમાં વાંધા પડતા હતા, કારણ કે શિખાને સમજાયું જ નહોતું કે તેને કેવો પુરુષ જોઈએ છે. ગૌતમ દેખાવડો છે. જીમમાં જઈને બાવડાં બનાવ્યા છે. ફાઈવ સ્ટાર હોટલોમાં જાય, ગાડી, એસી અને લકઝરી સિવાય ચાલે નહીં. પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો છે. એટલે જીવનમાં દરેક બાબત સહજતાથી મળી છે. સાહસ કરવાનો વખત જ નથી આવ્યો. વળી તેને કોઈ બિઝનેસ સિવાય કોઈ સાહસમાં રસ જ નથી. વાંધો એ છે કે તે શિખા સાથે રોમેન્ટિક બની શકતો નથી, તો બેડરૂમમાં કે બહાર સાહસિક બની શકતો નથી. એટલે શિખાને અસંતોષ જ રહે છે. આજે મોટાભાગના સ્ત્રી અને પુરુષ મેચો મેન અને મેટ્રો મેનના મિસ મેચમાં જીવે છે.


મેચો મેન એટલે કે જેનું શરીર કસરતી હોય, આક્રમક સ્વભાવ ધરાવતો હોય, સાહસિક હોય, સેક્સુઅલી પણ આક્રમક હોય, બેદરકાર હોય, કેર ફ્રી લુક ધરાવતો હોય. લાગણીવેડા ન કરતો હોય. આવી ધારણાઓ દરેક સ્ત્રી પુરુષના મનમાં ઘર કરી ગઈ છે. વિશ્ર્વભરમાં પુરુષ હોવું એટલે મેચો મેનના ગુણો હોવા જરૂરી માનવામાં આવે છે. આ ધારણા જ છે પણ તેને કારણે સમાજની માનસિકતા રચાઈ છે, જે પુરુષને સતત પીડે છે. તેને સતત મેચો મેનની ફૂટપટ્ટીથી તપાસવામાં આવે છે. સાહિત્ય, ફિલ્મો અને જાહેરાતો પણ તે જ માનસિકતા સાથે બનાવવામાં આવે છે. પોતે મેચો મેન છે કે નહીં તે પ્રશ્ર્ન સતત પુરુષને કનડે છે.


ઈલેક્ટ્રિક શેવિંગ રેઝરની જાહેરાત જુઓ કે સાદા રેઝરની જાહેરાત જુઓ તો તેમાં કસરતી, હેન્ડસમ પુરુષને દર્શાવશે, સાથે જ આછી રફ લુક દાઢી ટ્રીમ કરતા પુરુષને દર્શાવશે. રફ લુક દાઢી મેચો મેનનું પ્રતીક માનવામાં આવે છે.


ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે નામની નવલકથા સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય રહી છે અને તેના પરથી ફિલ્મ પણ બની છે. તે નવલકથા સોફ્ટ પોર્ન કહી શકાય તેવી છે. કથાનો નાયક આક્રમકતાથી નાયિકાને પ્રેમ કરે છે. આ નવલકથા દ્વારા સ્ત્રીઓ ફેન્ટસીનો આનંદ માણતી હતી, કારણ કે હકીકતમાં તેમના પુરુષો મેચો મેન સિન્ડ્રોમ નથી ધરાવતા. આ આક્રમકતા જ નિર્ભયા જેવા કિસ્સાઓ પેદા કરે છે. સ્ત્રી ના પાડી શકે જ નહીં કે વિરોધ કરે તો તેમાં પુરુષનો અહમ ઘવાય છે અને તેમાંથી ઘાતકી ક્રૂરતા પેદા થાય છે, કારણ કે આક્રમક ન બનવાનું કહેતી સ્ત્રી પુરુષને મેચો મેન એટલે કે પૌરુષીય ન રહેવાનું કહે છે એવી ધારણા બાંધી લેવામાં આવે છે. એટલે જ બળાત્કારી કહી શકે છે કે નિર્ભયાએ વિરોધ ન કર્યો હોત તો તે જીવતી હોત.


જો પિતા સાલસ સ્વભાવના જેન્ટલમેન હોય તો પુત્રને સ્ત્રીનો આદર કરવાના સંસ્કાર આપી શકે છે, પરંતુ એ પુત્રને મિત્રો તરફથી મેચો મેન બનીને પૌરુષીય બનવા માટે ઉશ્કેરવામાં આવે છે. પૌરુષીય વર્તનની અપેક્ષા દરેક કદમ પર રાખવામાં આવે છે. સ્ત્રીની કોઈપણ વાત માનવી કે તેના પ્રત્યે સહાનુભૂતિ, માનવીય અભિગમ રાખવો તે મેચો મેન એટલે કે પૌરુષીય ગણાતું નથી. આપણે ત્યાં પિતૃસત્તાક માનસિકતા એ બીજું કંઈ નહીં પણ મેચો મેનની આવૃત્તિ જ છે. પુરુષ હોવાની આ માનસિકતા વચ્ચે શહેરોમાં બદલાઈ હતી. મેટ્રો સેક્સુઅલ મેનની વાત કરવામાં આવે તો તે મેચો મેનની મેન્ટાલિટીની બહાર નીકળી ગયો હતો એવી માન્યતા હતી. માન્યતા એટલી હતી કે બાહ્ય રીતે બદલાવ આવ્યો હતો પણ માનસિકતા હજી બદલાવાના કગાર પર હતી. હવે નવી જનરેશને જન્મ લીધો છે. મેચો મેટ્રો મેન... મેચો મેન અને જેન્ટલમેન વચ્ચે પણ ફરક છે. મેચો મેનને જેન્ટલમેન ઓડ મેન આઉટ....લાગે છે. તો જેન્ટલમેન મેચો મેનને સારો માણસ તરીકે સ્વીકારતો નથી. બન્ને બિરાદરી જુદી છે, એટલે તેમનો મનમેળ હોતો નથી. સ્ત્રીઓને જેન્ટલમેન જેવા મેચો મેનની અપેક્ષા હોય છે, જે શક્ય નથી. યા તો પુરુષ મેચો મેન હોય કે જેન્ટલમેન હોય. એટલે સ્ત્રી પુરુષ વચ્ચે અપેક્ષાઓનો સંઘર્ષ હંમેશ રહેશે જ. પણ આ નવી પ્રજાતિ મેચો મેટ્રો મેન વિશે જોઈએ. તે કેવો છે....


ૄ તે દાઢી રાખે કે ન રાખે તેની અસમંજસમાં હોય છે. ક્યારેક તે ક્લિન શેવ કરે છે તો કેટલીક વખત કેર ફ્રી લુક આપવા માટે બે ત્રણ દિવસની દાઢી પણ રાખે છે.


ૄ તે સ્ત્રીઓનો આદર કરે છે પણ કાળજી લેવાની દરકાર નથી કરતો. કારણ કે તે સ્ત્રીને સમાન વ્યક્તિ તરીકે જુએ છે.


ૄ કપડાં બાબતે તે પણ કેર ફ્રી હોય છે. જીન્સ તેની બીજી ચામડી હોય છે. લગ્નપ્રસંગે કે મરણ પ્રસંગે કે પછી ઑફિસમાં પણ તે જીન્સ પહેરીને જઈ શકે છે.


* ઍરપોર્ટ પર કે સિનેમા હોલમાં ટોઈલેટ જઈને હાથ જરૂર ધોશે પણ ડ્રાયર નીચે સૂકવવાની તમા કર્યા વગર તે જીન્સ પર હાથ લૂછી લેતાં શરમ નહીં અનુભવે.


ૄ કલર્ડ મોજાં પહેરીને કામ પર જશે કે જો ભૂલમાં બે જુદાં રંગના મોજાં પહેરી લીધા હશે તો તે પોતાની ભૂલ સંતાડવાનો પ્રયત્ન નહીં કરે. તેને સ્ટાઈલમાં ખપાવશે.


ૄ મેચો મેટ્રો મેનને સ્ટાઈલ અને ફેશનમાં ફરક ખબર હશે. કપડાંથી લઈને લાઈફસ્ટાઈલમાં તેની પોતાની સ્ટાઈલ હશે.


ૄ બીજા તેના વિશે શું વિચારે છે તેની પરવા એ નહીં કરે, પોતે શું વિચારે છે અને શું ઇચ્છે છે તે જ એના માટે અગત્યનું હોય છે. તમને કદાચ એ થોડો સ્વાર્થી લાગે પણ વ્હુ કેર ?


ૄ મેચો મેટ્રો મેન સેન્ડવિચ કે નુડલ્સની રેસિપીમાં પોતાની રીતના અખતરા કરશે.રસોડામાં જવું તેને ગમે છે એવું જતાવશે. કેટલીક વખત પત્નીને રસોડાની બહાર બેસાડી ટ્રેડિશનલ રીતે રસોઈ બનાવશે પણ સાથે આગ્રહ રાખશે કે તેના વિશે કોઈ ટીકાટિપ્પણી ન કરે. જે છે તે સારું જ છે અને પછી રસોડું ગંદું જ રહેવા દેશે. ઈચ્છશે કે બીજું કોઈ તે સાફ કરી આપે.


ૄ ઘરકામમાં કપડાં ધોવા ઓફકોર્સ વોશિંગ મશીનમાં જ અને વાસણ ઘસવાનો તેને વાંધો નહીં હોય. પણ તે માટે એનો મૂડ હોવો જરૂરી છે. બાકી એકના એક કપડાં ધોયા વિનાના પહેરવામાં તેને વાંધો ન હોય કે વાસણ સિંકમાં બે કલાક કે આખી રાત પડ્યા હોય તેનો પણ વાંધો ન હોય. તે પત્ની કે ગર્લફ્રેન્ડ પાસેથી પણ કોઈ આગ્રહ નહીં રાખે.


ૄ પ્રેમમાં પડવું એ મોટું સાહસ છે તેને માટે ફ્લર્ટ કરવો તે સ્વભાવ. સ્ત્રીઓનો આદર કરશે પણ સ્ત્રીઓ સામે પણ ગાળ બોલતા અચકાશે નહીં. કે સ્ત્રીઓ ગાળ બોલે તો તેનો એને વાંધો નહીં હોય. સિવાય કે તે સ્ત્રી તેની પત્ની ન હોવી જોઈએ. લાગણીવેડાથી તે દૂર જ રહેશે.


ટૂંકમાં મેચો મેટ્રો મેન થોડોક જેન્ટલમેન અને થોડો વધુ બેડ મેન.


જોકે તેને શું થવું છે તે એને પોતાને પણ ખબર નથી હોતી. ક્યારેક હોર્મોનલ ચેન્જ તેને વધુ બેડ બનાવી શકે કે વધુ જેન્ટલમેન પણ બનાવી શકે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuEdQz3NTyzJ3Zkkpj4_Rk3DnuynNy1opM%3DrbJqimEwxA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment