Tuesday, 19 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભવિષ્ય ધૂંઆદાર બનાવવું છે કે સમજદાર એ નક્કી કરવાનો સમય... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભવિષ્ય ધૂંઆદાર બનાવવું છે કે સમજદાર એ નક્કી કરવાનો સમય!
વાત વિશેષ: પરવેઝ મલેક

 

 

 

 

આપણી ક્રિકેટ ટીમે ફ્રી ICC રેન્કિંગમાં નંબર ૧નો તાજ કબ્જે કર્યો છે. ભારતીય ટીમના જબરદસ્ત દેખાવથી દુનિયા આખી નવાઈ પામી ગઈ છે. ૧૧ ખેલાડીઓ જ નહિ આપણી ટીમની બાકીના ખેલાડીઓની બેન્ચ સ્ટ્રેન્થ પણ ગજબની છે. બધા વર્લ્ડ ક્લાસ ધુંઆધાર બેટ્સમેન છે, શું વાત છે !! આ "ધુંઆધાર" શબ્દની સંધિ છૂટી પાડીએ તો ધૂંઆં અને દાર શબ્દએ દેશને બીજી રીતે પણ વિશ્વના મોખરાના સ્થાન પર મૂકી દીધો છે. વિશ્વના ૧૫ સૌથી પ્રદૂષિત હવા ધરાવતા શહેરોમાં ટોચના ૧૪ શહેરો આપણા દેશના છે. ૧૫મા સ્થાને કુવૈતનું અલી સુબહ અલ સલેમ નામનું શહેર આવે છે. દિલ્હીની ઓડ-ઈવન ટ્રાફિક સિસ્ટમ અને એર પોલ્યુશનની વાત દરેક જગ્યાએ ચમકે છે, કારણ તે આપણું પાટનગર છે. ભૂલથીય એવું ન ધારી લેતા કે એર પોલ્યુશનની બાબતે દિલ્હી પહેલા નંબર પર છે! એ માન કાનપુરને મળ્યું છે.


WHO ના ૨૦૦૮થી ૨૦૧૭ના રિપોર્ટના આધારે કાનપુર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. આ રિપોર્ટ પ્રમાણે દિલ્હીનો નંબર ૬૨મો છે. હવાના પ્રદૂષણના કારણો આપણે જાણીએ છીએ. જેમ કે વધતા વાહનો, ઉદ્યોગો દ્વારા ફ્લાતા ધુમાડાના પ્રદૂષણનો અતિરેક અને શહેરીકરણ. પણ એના ઉપાયથી અજાણ છીએ. વાહનો વગર હવે જન-જીવન શક્ય નથી રહ્યું. વાહનો અને ઉદ્યોગો થકી જ આપણે ભવિષ્ય તરફ ઝડપથી ઊડવા માટે તત્પર છીએ. તો પછી આ મહામારીનો ઉપાય શોધવા માટે ભૂતકાળ તરફ ડોકિયું કરવું પડશે.


૧૫૦૦મી સદીમાં લીનાર્દો દ વિન્ચીના શિષ્ય જીઆન જિયાકોમો કેપ્રોત્તિ દા ઓરેનો (ટૂંકમાં) સલાઇ નામથી વિખ્યાત કલાકારે આ સમસ્યાના ઉકેલ માટે એક ચિત્ર બનાવ્યું હતું. જેને ૧૮૧૭માં જર્મન બેરોન કાર્લ વોન ડરાઇસ સાકાર કરી લોકો સામે લાવ્યા. વિશ્વનું સૌથી પહેલું ઓફિશિયલ ટુ વ્હીલર એટલે વેલોસિપેડ ઉફ્ર્ હોબી હોર્સ ઉફ્ર્ ડેબી હોર્સ. જેને આપણે આજે સાયકલના નામથી ઓળખીએ છીએ. પ્રદૂષણની આ મહામારીથી સજાગ થઇ યુરોપના મોટા ભાગના દેશોમાં પ્રદૂષણના ઉપાય તરીકે સાયકલને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


લોકોને સાઈકલ વાપરવાની પ્રેરણા આપવામાં સૌથી મોટું ઉદાહરણ નેધરલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર માર્ક રુત્તે છે. તેઓ રોજ પાર્લામેન્ટમાં જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. એક ઇરાનિયન ડેલિગેશનને મળવા તેઓ સાયકલ પર જઈ પહોંચ્યા તો ડેલિગેશન આ જોઈને છક થઇ ગયું હતું. રાજનેતાઓ દ્વારા અપનાવવામાં આવેલો આ અભિગમ જગજાહેર થતાં નેધરલેન્ડના લોકો અને અન્ય યુરોપીય દેશોના નાગરિકો સાયકલના ઉપયોગ તરફ આકર્ષાયા હતા. આજે પણ આ દેશોમાં સાઈકલ સૌથી લોકપ્રયિ છે અને પ્રદૂષણ સૌથી તળિયે છે.


આપણો દેશ સૌથી યુવાન દેશ કહેવાય છે, પણ સૌથી વધારે ડાયાબિટીસ અને ર્કાિડયાક રોગી યુવાનો આપણા જ દેશમાં છે. આ યુવાનો ફિટ થઈ શકે અને આવનારી પેઢીને સ્વસ્થ ભારત વારસામાં આપી શકે. જો સાઈકલ અપનાવવા તેઓ આગળ આવે તો! સાયકલ કસરત તો છેજ! સાથે સાથે હવાના પ્રદૂષણને નાથવાનું અકસીર શસ્ત્ર પણ છે. જો કે આપણા દેશના નાગરિકો હવે તેની મહત્ત્વતા સમજતા થયા જણાય છે. જેની અસર સાયકલ ઉત્પાદક ઉદ્યોગો પર સ્પષ્ટ દેખાય છે. આજે આપણા દેશમાં દર વર્ષે ૧.૨૦ કરોડ સાયકલનું ઉત્પાદન થાય છે. તેમાં સતત દર વર્ષે ૨૫થી ૩૦ % જેટલો વધારો થઈ રહ્યો છે.


આપણી પાસે યુરોપીયન દેશોની જેમ સાયકલ માટે અલગ રસ્તા, નિયમો અને સગવડો નથી. ના તો આપણો કોઈ નેતા બુલેટ પ્રૂફ, લાલ બત્તી ધરાવતી કારની છત્રછાયા છોડી સાયકલ પર સંસદભવન જાય છે. નેતાઓ તો દેશ અને નાગરિકોની ચિંતા ભૂલી ગયા છે, પરંતુ આપણે જાતે તો આપણી અને આપણા સંતાનો (આવતીકાલના નાગરિકો)ની ચિંતા કરવી જ પડશે.


આપણી સમસ્યા આપણા દરવાજે ઊભી છે. વિશ્વના ૧૦ પ્રદૂષિત શહેરો આપણા દેશમાં છે અને આપણે તેમાં આપણા બાળકો સાથે નિરાંતે નવા વાહનો વસાવતા, નવા સાધનો વસાવતા રહીએ છીએ. સાયકલ અપનાવવી આપણું અને આપણા સંતાનો સુખદ ભવિષ્ય માટે જરૂરી નહીં, અનિવાર્ય છે. શું કરવું એ આપણે જ પસંદ કરવાનું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYkYtXRuxKvU1GKvPkJKFMDrRGO%3D5%3Dzu%2BMfZ6WpecVww%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment