ખૂનના ગુનાની સજા ભોગવીને 23 વર્ષ પછી જેલ બહાર આવેલા ભૂતપૂર્વ કોંગ્રેસ લીડર સુશીલ શર્માએ જાહેર કર્યું છે કે હવે હું એક સંસ્થા શરૂ કરીશ અને મેરિટલ વાયોલન્સ (લગ્નજીવનમાં થતી હિંસક ઘટનાઓ, ખાસ તો પતિ દ્વારા પત્ની પર થતા અત્યાચાર) અટકાવવા માટે કાઉન્સેલિંગ યુનિટ શરૂ કરીશ. આ ઉપરાંત પણ ઘણા સારા ઉદ્દેશો પોતાની નવી સંસ્થા દ્વારા પાર પાડવાનો આશય તેણે જાહેર કર્યો છે. જે વાચકોને સુશીલ શર્મા વિશે ખબર ન હોય તેમના માટે ટૂંકમાં માહિતી આપી દઉં. કોંગ્રેસના દિલ્હી એકમના ભૂતપૂર્વ યુવા નેતા સુશીલ શર્માએ 2 જુલાઈ, 1995ની રાતે પત્ની નૈના સાહનીને ડ્રિંક લેતાં-લેતાં ફોન પર તેના એક સમયના ક્લાસમેટ મતલૂબ કરીમ સાથે વાત કરતાં જોઈ એથી ઉશ્કેરાઈને ગોળી મારી દીધી અને પછી તેની લાશના ટુકડા કરીને દિલ્હીની 'બગિયા' રેસ્ટોરાંની તંદુર પકાવવાની ભઠ્ઠીમાં નાખીને સળગાવી નાખવાની કોશિશ કરી હતી. સુશીલ શર્મા કહે છે કે હું જેલમાં ધાર્મિક પુસ્તકો વાંચીને બદલાઈ ગયો છું. મારું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને હું સમાજ માટે કશુંક કરવા ઇચ્છું છું. સુશીલ શર્માની આવી જાહેરાતથી આ લેખનો વિષય સૂઝ્યો. સુશીલ શર્માનું ખરેખર હૃદય પરિવર્તન થઈ ગયું છે કે નહીં એ તો ભવિષ્યમાં જાણવા મળશે, પણ દુનિયામાં એવી કેટલીય વ્યક્તિઓ છે, જે ગંભીર ગુનાઓ માટે જેલમાં સજા ભોગવીને બહાર આવ્યા પછી બદલાઈ ગઈ હોય અને સમાજમાં ચેઇન્જ લાવી હોય કે લોકોને મદદરૂપ થતી હોય. આવી કેટલીક વ્યક્તિઓ વિશે આ લેખમાં વાત કરવી છે.
ન્યૂ યોર્કના એક પોલીસ ઓફિસરનો દીકરો ગ્લેન માર્ટિન 1994માં 24 વર્ષની ઉંમરે ન્યૂ યોર્કના એક જ્વેલરી શો-રૂમમાં સશસ્ત્ર લૂંટના કેસમાં ઝડપાઈ ગયો. એ પછી બહાર આવ્યું કે તેણે અનેક લૂંટ કરી છે. તેની સામે કેસ ચાલ્યો અને તેને છ વર્ષની જેલસજા થઈ. તેણે જેલમાં બેઠાં-બેઠાં અભ્યાસ આગળ ધપાવ્યો. તે છ વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે નોકરી શોધવાની કોશિશ શરૂ કરી. જોકે, તેની પાસે અનેક ડિગ્રી હોવા છતાં તે ના ક્રિમિનલ રેકોર્ડને કારણે તેને કોઈ નોકરીએ રાખવા તૈયાર થતું નહોતું. એટલે તેણે નક્કી કર્યું કે જેલસજા ભોગવીને બહાર આવ્યા પછી નવી જિંદગી શરૂ કરવા માગતા ભૂતપૂર્વ કેદીઓને મદદરૂપ બનવા માટે કશુંક કરી છૂટવું જોઈએ. એ પછી તેણે 'જસ્ટલીડરશિપયુએસએ' નામની સંસ્થા શરૂ કરી. તેણે સજા ભોગવીને બહાર આવતા ગુનેગારોને નવું જીવન શરૂ કરવા માટે મદદરૂપ બનવાનું કામ શરૂ કર્યું. તેનું લક્ષ્ય 2030 સુધીમાં અમેરિકામાં ગુનેગારોની સંખ્યા પચાસ ટકા ઓછી કરવાનું અને અમેરિકામાં થતા ગુનાઓનું પ્રમાણ 50 ટકા ઘટાડવાનું છે.
બાય ધ વે, ગુજરાતના ખેડા નજીકના એક ગામમાં ડ્રોઇંગ ટીચર તરીકે નોકરી કરતા નરેન્દ્રસિંહ રાઠોડની ભાભીએ આત્મહત્યા કરી એ પછી પરિવારના અન્ય સભ્યો સાથે તેની ધરપકડ થઈ. 14 વર્ષ જેલની સજા દરમિયાન નરેન્દ્રસિંહ રાઠોડે જેલમાં બેઠાં-બેઠાં ઘણી ડિગ્રીઓ મેળવી અને જેલની સજા ભોગવ્યા પછી બહાર આવીને પણ અનેક કોર્સ કર્યા. આ રીતે તેણે કુલ 40 ડિગ્રીઓ મેળવી, પણ જેલમાંથી બહાર આવ્યા પછી તેણે નોકરી શોધવાની કોશિશ કરી ત્યારે તેને કોઈ નોકરી આપવા તૈયાર ન થયું. તેણે લોકોને સમજાવવાની કોશિશ કરી કે કૌટુંમ્બિક ઝઘડાઓનો ભોગ બનવાને કારણે મારે જેલમાં જવું પડ્યું હતું, પણ તેને કોઈ કામ આપવા તૈયાર ન થયું. એટલે છેવટે તેણે ધોળકાથી ખેડા વચ્ચે સ્ટેટ હાઇવે પર એક નાનકડી રેસ્ટોરાં શરૂ કરી અને ત્યાં ચા અને રસોઈ પકાવીને લોકોને પીરસવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું છે કે તે પોતાને ત્યાં જેલની સજા ભોગવીને બહાર આવ્યા હોય એવા માણસોને કામ રાખશે.
માર્લોન પીટરસન નામના અમેરિકન યુવાને વીસ વર્ષની ઉંમરે એક લૂંટ દરમિયાન એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી. તે દસ વર્ષ અને બે મહિના જેલમાં રહ્યો. જેલમાં દિવસો વિતાવતી વખતે તેને થયું કે મારી જેમ કેટલાય યુવાનો હિંસાખોરી તરફ વળીને પોતાની અને બીજાઓની પણ જિંદગી બરબાદ કરતા હશે. તે જેલમાંથી બહાર આવ્યો એ પછી તેણે યૂથ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા સમાજને હિંસામુક્ત કરવા માટે અભિયાન શરૂ કર્યું. તે યુવાનોને ગુનાખોરી તરફથી પાછા વાળવાનું કામ કરી રહ્યો છે.
પેટ્રીસ જોન્સન અને રેનાટા હિલ નામની લેસ્બિયન યુવતીઓની કોઈએ છેડતી કરી અને તેમના પર હુમલો કર્યો એટલે તેમણે હુમલાખોરોને બેરહેમીથી ફટકાર્યા. તેમણે કોર્ટમાં બચાવ કર્યો કે અમે સેલ્ફ ડિફેન્સમાં પુરુષ હુમલાખોરોને માર્યા હતા, પણ રેનાટાએ સાડા ત્રણ વર્ષ અને પેટ્રીસે સાડા સાત વર્ષ જેલમાં વિતાવવાં પડ્યાં. જેલમાંથી બહાર આવીને પેટ્રીસ અને રેનાટા ડોમેસ્ટિક વાયોલન્સનો અને પુરુષોના અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓને મદદરૂપ બની રહી છે તથા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ માટે સજ્જ કરી રહી છે.
આવા તો ઘણા કિસ્સા છે, પણ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલમાંથી મિલિયોનેર બનેલા એક કન્સલ્ટન્ટની વાત સાથે લેખ પૂરો કરીએ. ફ્રેન્ક અબેગ્નેલ નામના એ ઠગના જીવન પરથી હોલિવૂડની 'કેચ મી ઇફ યુ કેન' નામની ફિલ્મ બની હતી. ફ્રેન્કે સાઠના દાયકામાં પાંચ વર્ષ દરમિયાન 26 દેશોમાં તેનો કસબ અજમાવ્યો હતો.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsxGYve1Nij43TX7s3hFUwcFoo5e%2BXpDkijeGAT-V_PTA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment