Sunday, 6 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્ટેટન આઈલેન્ડથી સ ્ોન્ટ્રલ પાર્ક સુધી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્ટેટન આઈલેન્ડથી સ્ોન્ટ્રલ પાર્ક સુધી!
અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

amdavadis4ever@yahoogroups.com


 
 
  

સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીન્ો સારી રીત્ો જોયા વિના ન્યુયોર્કથી પાછું કઈ રીત્ો અવાય. હવે ત્ોના માટે અલગ ટૂર લેવી કે નહીં ત્ો નક્કી કરતા પહેલાં હાઇલી રેકમેન્ડ્ડ સ્ટેટન આયલેન્ડ ફેરી લઈ જોઈ. જેન્ો સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી અન્ો મેનહેટ્ટન સ્કાયલાઈનનો પ્ોનોરમા નજારો જોવો હોય ત્ોના માટે સ્ટેટન આયલેન્ડ ફેરી એકદમ પરફેક્ટ પ્લાન છે. આમ પણ અલગથી સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની ટૂર માટે સમય પણ બાકી નહોતો રહૃાો. હવે કુમાર ઇન્ડિયાનાપોલિસથી ન્યુયોર્ક આવી ચૂક્યો હતો અન્ો શહેરમાં રખડવાનો આ અમારો છેલ્લો દિવસ હતો. ન્યુયોર્કન્ો અલવિદા કહેવાનું જરાય સરળ ન હતું. ત્ો દિવસ એવો એક્શન પ્ોક્ડ બની રહૃાો કે ન્યુયોર્કમાં શુ બાકી રહી ગયું છે ત્ો વિચારવાનો મોકો ત્યાં તો નહોતો જ મળ્યો.

ત્ો દિવસ્ો અમે અમારી રીત્ો ફર્યાં. પછીના દિવસ્ો જીગર, આનલ અન્ો આર્યા સાથે સ્ોન્ટ્રલ પાર્કમાં સાઇકલ રાઈડ સાથે પિકનિક મનાવી અન્ો પછી ન્ોવાર્ક ઍરપોર્ટ પરથી જર્મની પાછાં પહોંચવાનો સમય આવી ગયો હતો. બધું એટલું ફટાફટ બની રહૃાું હતું કે ત્ોન્ો વાગોળવા માટે કદાચ હજી પણ સમય નથી મળ્યો.

ન્યુયોર્કનાં પાંચ બોરો, મેનહટ્ટન, બ્રૂકલિન, ક્વીન્સ, બ્રોન્કસ અન્ો સ્ટેટન આયલેન્ડમાંથી પહેલા ચાર કોઈ ન્ો કોઈ રીત્ો જોવા મળી ગયા હતા. હજી ક્વીન્સ અન્ો બ્રોન્ક્સની કાયદેસર મુલાકાતનો આ વખત્ો મેળ પડે ત્ોમ ન હતું, પણ સ્ટેટન આયલેન્ડન્ો ત્ોની ફેરીમાં બ્ોસી ડેલે હાથ દઈ આવવાનું શક્ય હતું, અન્ો અમે ત્ો જ કર્યું. ફેરી પર અમારા જેવાં ઘણાં ટૂરિસ્ટ હતાં. ખાસ તો આ ફેરીની મજા એ છે કે ત્ોના પર ફ્રીમાં જવા મળે છે. હવે કોઈ ગુજરાતીન્ો ફ્રીમાં એક બીજા ટાપુ પર જઈન્ો પાછાં આવવા મળે એવો મોકો એ જતો કરે જ નહીં. ત્ોમાંય ફેરી બરાબર સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીની સામેથી હળવે હળવે પસાર થઈ.

ન્યુયોર્કનું આવું મહત્ત્વનું પાસું સાવ મફતમાં જોવા મળે છે ત્ો હજી ઘણાં મુલાકાતીઓન્ો ખબર નથી. ઘણાં ટૂરિસ્ટ ન્યુયોર્કના બ્ોટરી પાર્ક પાસ્ો આવેલા વ્હાઇટ હોલ ફેરી ટર્મિનલ પર ટિકિટ વિન્ડો શોધી રહૃાા હતા. એક તરફ ૩૦ મિનિટની આ સ્ટેટન આયલેન્ડ ફેરી ટ્રિપ બ્રૂકલિન બ્રિજનો પ્ોનોરમા, ગવર્નમેન્ટ્સ આયલેન્ડ અન્ો ન્યુયોર્કનાં બીજાં ઘણાં અવનવાં પાસાંઓ બતાવી ગઈ. અમારી પાસ્ો ન્ોધરલેન્ડ્સથી આવેલું એક કપલ તો આ ફેરીમાં એકવાર રાત્રે લાઇટ્સ જોવા ફરી આવવાના પ્લાન બનાવી રહૃાું હતું. સ્ટેટન આયલેન્ડમાં સમય વિતાવી શકાય એટલી પ્રાયોરિટી આપવા લાયક સ્થળો નથી. અન્ો હજી અમારે ન્યુયોર્કમાં ઘણું બાકી હતું, એનું પ્રેશર હવે તો જાણે કોઈ પરીક્ષા પહેલાં કોર્સ કવર કરવાનો બાકી રહી ગયો હોય ત્ોવી રીત્ો હાવી થઈ રહૃાું હતું. ખાસ તો એટલા માટે કે એ જ દિવસ્ો ફરી બ્ોટરી પાર્ક પાસ્ો પહોંચીન્ો ગ્રાઉન્ડ ઝીરો પર જવું હતું.

૯/૧૧ મેમોરિયલન્ો પણ ન્યુયોર્કની પહેલી મુલાકાત વખત્ો તો છોડીન્ો જઈ શકાય જ નહીં. એ ઘટના બની ત્યારે તમે ક્યાં હતાં, આ ઘટના મોડર્ન સાયકોલોજીમાં લોકોના જીવનમાં એવી રીત્ો વણાઈ ગઈ છે કે ત્યાં મેમોરિયલ પર પહોંચ્યા પછી દુનિયાના ખૂણેખૂણેથી આવેલાં લોકોન્ો જોઈન્ો જરાય નવાઈ નહોતી લાગતી. યુરોપભરમાં વિશ્ર્વયુદ્ધો સંબંધિત ઘણાં મેમોરિયલ્સ છે, પણ અહીંનો ઇતિહાસ હજી ઘણો તાજો લાગતો હતો. હજી ત્ો પરોક્ષ આઘાત પણ આ ઘટના હજી હમણાં જ બની છે એ યાદ અપાવી જતો હતો.

બ્ો વર્લ્ડ ટ્રેર્ડ સ્ોન્ટરની ઇમારતોન્ો સ્થાન્ો ત્યાં મેમોરિયલ તરીકે હવે એક યુનિટી ટાવર છે અન્ો બીજી ઇમારતન્ો સ્થાન્ો વહેતાં પાણીવાળું વધુ ગમગીન થઈ જવાય ત્ોવું એક મેમોરિયલ છે. વન વર્લ્ડ ઓબ્ઝરવેટરી, ત્યાંની બાકી રહેલી કાટમાળની યાદગીરી, ફાયર ટ્રક્સ અન્ો તસવીરો, આ શહેર એટલું વ્યસ્ત અન્ો એટલું જીવંત છે કે ત્યાં આવુ કંઈ બની ગયું છે ત્ો બાબત્ો શહેરન્ો જાણે વધુ મજબ્ાૂત બનાવ્યું હોય ત્ોવું લાગતું હતું. અમેરિકન કલ્ચર અન્ો પોલિટિક્સ ખરેખર ઘણા વિચિત્ર વળાંક પર છે, છતાંય ત્યાંનો આત્મવિશ્ર્વાસ અન્ો એનર્જીમાં કંઈક ખાસ છે. ત્ો સાંજ ટ્રાઇબ્ોકાના ટ્રેન્ડી વિસ્તારમાં વિતી અન્ો બીજી સવારે અમારી ટોળકી સ્ોન્ટ્રલ પાર્ક પહોંચી ગઈ.

સ્ોન્ટ્રલ પાર્ક પાસ્ો બાઈક રેન્ટ કરવાનું સાવ સરળ છે. અન્ો પાર્કના સાઇકલ ટ્રેક પર રાઉન્ડ લગાવતાં જ લાગ્યું કે અહીં તો જાણે ઘણી વાર આવી ચૂક્યાં છીએ. ફિલ્મો અન્ો સિરીઝમાં તો પાર્ક અઢળક વાર જોયો જ છે, હું તો મેટ અન્ો ગુગનહાઇમ જતાં પણ અહીં બહારથી બ્ો-ત્રણ વાર પસાર થઈ જ હતી. અહીં પાર્કના વ્યુવાળા જ એક એપાર્ટમેન્ટમાં જોન લેનોન મર્યો હતો. પાર્કના વ્યુવાળા સ્થળે રહેવું એ ન્યુયોર્ક એલિટ ક્લાસ માટે પણ લક્ઝરી કહી શકાય ત્ોવી બાબત છે. અહીં ઘણાં ટૂરિસ્ટ સ્થાનિકોન્ો વચ્ચે આવતાં હતાં. કૂતરાન્ો લઈ લટાર મારવા, જોગિંગ કે પિકનિક કરવા, કે લેકમાં બોટ રેસમાં ભાગ લેવા, સ્ોન્ટ્રલ પાર્કમાં મુલાકાતીઓની કોઈ કમી ન હતી. આ પાર્કન્ો શાંત હોવાની કદાચ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પાર્કમાં જેટલી મજા સાઇકલિંગની છે એટલી જ મજા બોટિંગની પણ છે. ત્ો સમયે હજી ફોલ કલર્સની શરૂઆત જ થઈ હતી, છતાંય ઓટમ ઇન ન્યુયોર્કની જરા ઝલક તો જોવા મળી જ રહી હતી.

અહીં ખૂણામાં એક શેક્સપિયર ગાર્ડન પણ છે જ્યાં શેક્સપિયરની કૃતિઓમાં ઉલ્લેખ પામેલાં છોડ, વૃક્ષો અન્ો ફૂલો સિઝન પ્રમાણે જોવા મળી જાય છે. નજીકમાં જ જોન લેનોનન્ો સમર્પિત મોઝેઇકમાં ઇમેજીન લખેલું મેમોરિયલ છે. હજારો વર્ષો પહેલાંનાં ગ્લેસિયરની નિશાની જેવાં બ્ોડરોક્સ પર આજકાલ સ્ોલ્ફીનો મારો ચાલુ હોય છે. ઓપન ઍર કોન્સર્ટ, નાટકો અન્ો બીજી પ્રવૃત્તિઓની વચ્ચે સ્ોન્ટ્રલ પાર્ક ખરેખર ન્યુયોર્કન્ો ધબકતું રાખે છે ત્ોમાં જરાય અતિશયોક્તિ નથી. ન્યુયોર્કમાં હજી એટલું જોવાનું અન્ો ફરવાનું બાકી છે કે ત્ોન્ો ખરેખર અલવિદા કહેવાનું શક્ય જ નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvaTHVxrvwHr3V9z6r6tf0MuO514bDQxJrp-O1ZUUNwEA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment