Saturday, 26 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પરફેક્ટ લાઇફ પાર્ટનરની પસંદગી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પરફેક્ટ લાઇફ પાર્ટનરની પસંદગી!

 

 

 

મોટા ભાગે એવું બને છે કે લગ્નની ઇચ્છા હોવા છતાંય મહિલાઓ ક્યારેય પોતાનીજાતે તે દિશામાં પોતાના કદમ આગળ નથી વધારતી. તેનું મુખ્ય કારણ એ હોય છે કે તેના માટે યોગ્ય જીવનસાથીની શોધ કરવી બહુ પડકારરૂપ કામ હોય છે. ક્યારેક ક્યારેક તો તે શોધ બહુ લાંબી ચાલે છે. એવી પરિસ્થિતિમાં મહિલાઓની જિદગીમાં જે પુરુષ આવે છે તેને તે પોતાના વિચારોથી પારખેે છે. કેટલીયે વાર તો તે પોતે નક્કી કરેલા જીવનસાથીમાં ખૂબીઓ જોવા મળ્યા પછી પણ ઉલઝનમાં પડી જાય છે કે તે આ જીવનસાથી સાથે જિંદગીભર સાથ નિભાવી શકશે કે નહીં? જો તમે આવી પરિસ્થિતિમાં ફસાવ તો પરેશાન ન થાઓ. અમે તમને બતાવીએ છીએ એવા કેટલાક સંકેત જેના દ્વારા તમે સરળતાથી સમજી શકશો કે તમને મળી ગયો છે તે તમારા પરફેક્ટ લાઇફ પાર્ટનર સાથેતમારું જામશે કે નહીં.


૧) અણગમતી વસ્તુઓ માટે તમારા પર દબાણ ન લાવે અને તમારા વિચારોને મહત્ત્વ આપે અને દરેક મુદ્દા પર તમારું સૂચન લે તે ક્યારેય તમારા પર કોઇ પ્રેશર નહીં લાવે.


૨) તેને પણ તમારી જેમ તમારા પર પ્રેમ જતાવતા આવડે છે કે નહીં અને કામમાંથી ફૂરસદ મેળવીને તે તમારા તરફ ધ્યાન આપે છે કે નહીં તેની પરખ કરો.


૩) તમારા પાર્ટનરનો ઘર-પરિવાર અને સર્કલ સારું હોય તો તેનાથી તમને ઇમોશનલ સપોર્ટ મળશે.


૪) તમારા જીવનસાથી સાથે નવું જીવન શરૂ કરતા પહેલા તમારા ભૂતકાળને ભૂલી જાવ અને તે પણ તમને તેના ભતૂકાળની વાતો સ્પષ્ટ રીતે કહી દેશે તો તે તમારા પ્રત્યે વફાદાર રહેશે.


૫) તમારી વચ્ચે ચર્ચા પરીપકવ રીતે થતી હોય તો સમજવું કે તેતમારી સાથે ગમે તે પરિસ્થિતિમાં પણ તેનો સ્વભાવ બહુ કૂલ રાખીને તમારું સાંભળશે અને તમને સાથ આપશે.


૬) તમારા પર તેને ભરોસો છે કે નહીં તેની ખાતરી કરો. તેનાથી તમે તેની સાથે જિંદગીભર સાથ નિભાવી શકશો કે નહીં તેની ખબર પડશે.


૭) તે ફક્ત તમારી સાથે જ નહીં, પણ દરેક મહિલા સાથે પૂરા આદરથી વર્તે અને તેને સન્માન આપતો હોય તો તે જીવનભર તમારી ઇજ્જત કરશે.


૮) જો તે સ્વભાવનો ખુશમિજાજ અને સારો હોય, તેનું દિલ મોટું હોય, નાની નાની વાતોમાં નારાજ ના થાય અને દરેકના દિલ જીતીને માહોલને ખુશીભર્યો બનાવે તેવો હોય તો તે તમને હંમેશાં ખુશ રાખશે.


આ દરેક વાતો તમે ધ્યાનમાં રાખીને તમારા જીવનસાથીની પસંદગી કરી શકો છો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvoYgeVw943E-gz%2B0nFsbMKZVO4sKh7JP1E9%3DKfUz1hqA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment