Saturday, 26 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શિયાળામાં લીલા વટાણાની ચટપટી વાનગીની મોજ માણો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શિયાળામાં લીલા વટાણાની ચટપટી વાનગીની મોજ માણો!
મટર કબાબ

 

 

 

સામગ્રી: ૫૦૦ ગ્રામ પાલક, ૫૦૦ ગ્રામ બાફેલા વટાણા, ૨ નંગ લીલા મરચાં, ૨ મોટી સ્લાઈસ બ્રેડ, ૧ નંગ આદુનો ટુકડો, ૧ નાની ચમચી મરી પાઉડર, સ્વાદાનુસાર મીઠું, ૧ વાટકી ચણાનો લોટ, તળવા માટે તેલ.


બનાવવાની રીત: સૌ પ્રથમ પાલકને વરાળમાં બાફી લો. ચારણીમાં કાઢી પાણી નીતારી લેવું. મિક્સર જારમાં પાલક, બાફેલા વટાણા, લીલા મરચાં, આદુ તથા બ્રેડ ભેગી કરીને માવો બનાવી લેવો. મિશ્રણમાં મીઠું-મરી ભેળવીને મનપસંદ આકારના કબાબ વાળી લેવા. ચણાના લોટને એક પ્લેટમાં કાઢીને કબાબ રગદોળીને ગરમ તેલમાં તળી લેવા. તળવા ન હોય તો નૉન સ્ટીક તવા ઉપર સૅલો ફ્રાય કરી લેવા. ગરમાગરમ કબાબને કાંદાની પાતળી છીણથી સજાવીને સર્વ કરવા.


વટાણા-ફૂદીનાનો સૂપ

સામગ્રી: ૫૦૦ ગ્રામ લીલા વટાણા, ૧ મોટો કપ તાજા ફૂદીનાના પાન,૧ ચમચી ઑલિવ ઓઈલ, ૧ ચમચી ઝીણું સમારેલું લસણ, ૩ નંગ લીલા કાંદા ઝીણા સમારેલા, ૧ લિટર વેજિટેબલ સ્ટૉક, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી લીંબુનો રસ, ૧ મોટી ચમચી ક્રિમ.


બનાવવાની રીત: એક કડાઈમાં ઑલિવ ઓઈલ ગરમ કરો. તેમાં લસણ-કાંદા સાંતળી લેવા. કડાઈમાં લીલા વટાણા તથા વેજિટેબલ સ્ટૉક ભેળવી ૧૦ મિનિટ ઉકાળી લેવું. ફૂદીનાના પાન ભેળવીને થોડો સમય ઢાંકીને રાખવું. ઠંડું થાય ત્યારે મિક્સરમાં એકરસ કરી લેવું. નૉનસ્ટીક કડાઈમાં સૂપ ગરમ કરી લેવો. સર્વ કરતાં પહેલાં તેમાં લીંબુનો રસ નાંખીને બરાબર મિક્સ કરો. સૂપ બાઉલમાં કાઢી લેવો. સૂપને ક્રિમ તથા ફૂદીનાના પાનથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot8-7Ej7ud8j6QrOar4B69Lj-qR_kRmw%2BxMNkDew_%2BB3w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment