Sunday, 26 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ફૅક ભાઈ ફેંક (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફૅક ભાઈ ફેંક!
હેન્રી શાસ્ત્રી


આદરણીય અટલ બિહારી વાજપેયીના અવસાનના સમાચાર ૧૬મી ઑગસ્ટે સાંજે આવતાની સાથે તેમના વ્યક્તિત્વને સ્કૅનિંગ કરવાની સોશ્યલ મીડિયામાં રીતસરની હોડ લાગી. એમાંય વાજપેયીની કવિતાઓનું તો ઘોડાપૂર વહેવા લાગ્યું વ્હોટસઍપ પર. જેમણે જિંદગીમાં ક્યારેય કોઈ કવિતાનો રસાસ્વાદ કરવાની વાત તો દૂરની વાત રહી, કવિતા વાંચી પણ નહીં હોય એવા લોકો સાગમટે વાજપેયીની કવિતાઓ ફૉરવર્ડ કરવા મંડી પડ્યા હતા. આ ફોરવર્ડિયા માલમાં 'મૌત સે ઠન ગઈ', 'મૈંને જન્મ નહીં માંગા થા' તેમ જ 'સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝુકેગા' જેવી સો ટચના સોના જેવી તેમની મૌલિક રચનાઓ હતી, પણ સાથે સાથે ડુપ્લીકેટ માલ પણ પધરાવાઈ રહ્યો હતો. એક તરફ કવિતાના કનો જેમણે જીવનમાં ક્યારેય અનુભવ પણ નહીં કર્યો હોય એવા લોકો વાજપેયીના નામે ગાંસડીઓ ઉતારી રહ્યા હતા ત્યારે બીજી તરફ કવિતા જ નહીં પણ સાહિત્ય જગતની સારી સમજણ ધરાવતા કેટલાક ગુણીજનો દ્વારા પણ 'વાજપેયીની આ બહુ સરસ કવિતા છે' એવું માની લઈને નકલી માલ ઉતારવામાં આવી રહ્યો હતો. વાજપેયીએ નહીં લખેલી, પણ વાજપેયીના નામ સાથે ચક્કર પર ચક્કર લગાવનારી એક કવિતા છે 'સુનો દ્રૌપદી શસ્ત્ર ઊઠા લો, અબ ગોવિંદ ના આયેંગે.' ઘણાં સાહિત્ય રસિકોના વાંચવામાં જ્યારે આ કવિતા આવી ત્યારે તરત એને વાજપેયીની વધુ એક કવિતા તરીકે એને સ્વીકારી લીધી. આવું થવાનું મુખ્ય કારણ એ હતું કે કવિતાનો સૂર વાજપેયીના મિજાજ (પ્રતિકૂળ સંજોગોમાં હિંમત નહીં હારવાની અને આત્મવિશ્ર્વાસ સાથે લડી લેવાનું) સાથે બંધબેસતો છે. અલબત્ત અન્ય એક વિદ્વાન મિત્રએ આંખ ખોલી નાખી અને કહ્યું કે 'સુનો દ્રૌપદી... કવિતા વાજપેયીની છે જ નહીં, આ કવિતાના રચનાકાર છે પુષ્યમિત્ર ઉપાધ્યાય.' ગૂગલ પર ખાંખાંખોળા કરતા આ વાતને સમર્થન પણ મળી ગયું. ટૂંકમાં લાગણીના ઘોડાપૂરમાં 'જુઓ વાજપેયીએ આવી પણ એક ધારદાર કવિતા લખી છે' એવી રજૂઆત કરીને કેટલાક લોકોએ પોતાનો અહમ્ સંતોષ્યો, બીજું શું?

સ્માર્ટ મનીની સાથે સાથે સ્માર્ટ ફોન ધરાવતા લોકોનો ખાસ ઉદ્યમ છે સોશ્યલ મીડિયાની ઍક્ટિવિટી. એક મોટો વર્ગ અત્યંત ફૉરવર્ડ છે અને મેસેજીસ તેમ જ વીડિયો ફૉરવર્ડ કરતા રહેવા એ એમનો ફેવરિટ ટાઈમપાસ છે. એમાંય કોઈ સેલિબ્રિટીના મૃત્યુના સમાચાર હોય તો સૌથી પહેલા જણાવવાની લાહ્યમાં એ સમાચારની સત્યતાની ચકાસણી કર્યા વિના દે ધનાધનની જેમ મોતના સમાચાર ફૉરવર્ડ કરી દેવાતા હોય છે. આવું જ અન્ય બાબતોમાં બનતું રહે છે. કુંદનલાલ સાયગલની જન્મતિથિના ૧૫-૨૦ દિવસ પછી વોટ્સઍપ પર મેસેજ આવે કે 'આજે સાયગલ સાહેબની જન્મતિથિ છે તો સાંભળો એમનાં યાદગાર ગીતો.' આ પ્રકારનો અનુભવ અનેકોને થયો હશે.

આવું જ કંઈક સાહિત્ય તેમ જ ફિલ્મજગતમાં અનન્ય પ્રદાન કરનારા ગુલઝાર સાહેબ સાથે પણ બન્યું છે.

એક જાહેર કાર્યક્રમમાં પોતાની પીડા વ્યક્ત કરતા હોય એમ ગુલઝારજીએ કહ્યું હતું કે 'મારા નામ સાથે વ્હોટસઍપ ફરતી ૯૯ ટકા કવિતાઓ મારી નથી હોતી. મારી કવિતાની કોઈ લાઈન ઉઠાવીને કે કોઈ શબ્દ પકડીને મારી કવિતા છે એવી રજૂઆત સાથે ઘણી રચનાઓ દિવસરાત ફેરા ફરતી હોય છે. એમાંની કેટલીક તો મારા સુધી પણ પહોંચે છે. મેં એક નઝમ લખી હતી 'આદતેં ભી અજીબ હોતી હૈ.' થોડા વખત પહેલા મારા નામ સાથે 'ઔરતેં ભી અજીબ હોતી હૈં' નામની એક રચના વ્હોટસઍપ પર ફરી રહી છે જે વાંચીને મને શરમ આવી. એટલે મારી નમ્ર વિનંતી છે કે જો તમારી આસપાસ કોઈ આવી પ્રવૃત્તિ કરી રહ્યું હોય તો એને ટપારો અને આવું નહીં કરવા જણાવો. તેમને કહો કે જો તમારે કંઈ કહેવું હોય તો પોતાના નામ સાથે જણાવો અને જે કંઈ કહેવા માગે છે એના માટે આંતરખોજ કરો, બહાર શોધવાની જરૂર નથી. જો તમને એવું લાગે કે તમે જે કહેવા માગો છો એ અગાઉ કોઈ કહી ગયું હશે તો એનો અર્થ એ થયો કે તમારું વાચન ઓછું છે. સો-દોઢસો નઝમ વાંચ્યા પછી એક નઝમ લખાય એ મારો અનુભવ છે. જો કોઈનો ઉમદા વિચાર લઈને વાત કહેવી હો તો જરૂર કહો પણ એ વિચાર કોની દેન છે એ જણાવો અને પછી આંતરખોજ કરીને તમારે જે કહેવું છે એ જ કહો.' ગુલઝારજીની આ વ્યથા ફૉરવર્ડિયા સમાજને સમજાશે ખરી?

ગુલઝારે ન લખી હોય પણ ગુલઝારની ગણાવાઈ હોય એવી અન્ય એક રચનાનો કિસ્સો પણ રસપ્રદ છે. વ્હોટસઍપ પર ફરી રહેલી એ રચનાની શરૂઆતની લાઈનો આ પ્રમાણે છે 'ઉસે આઈલાઇનર પસંદ થા ઔર મુજે કાજલ. વો ફ્રેંચ ટોસ્ટ ઔર કૉફી પે મરતી થી ઔર મૈં અદરક કી ચાય પે. ઉસે નાઈટ ક્લબ્સ પસંદ થે, મુજે રાત કી શાંત સડકેં.' હવે જો તમે ગુલઝારની સર્જનયાત્રાના સાક્ષી રહ્યા હશો અથવા તેમની રચનાઓ વાંચી હશે તો આ રચના ગુલઝાર સાહેબની લાગતી નથી એવી શંકા તમારા મનમાં જરૂર સળવળે. જોકે, ફૉરવર્ડિયા સમાજને ગુલઝાર જ શું, સાહિત્ય કે સર્જનપ્રક્રિયા સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી હોતો. એટલે 'હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખુશ્બૂ' અને 'ઉસે આઈલાઇનર પસંદ થા ઔર મુજે કાજલ' વચ્ચે રહેલા ભાવની ખાઈનો ખ્યાલ આવે એ પશ્ર્ચિમમાં સૂર્ય ઊગવા જેવી વાત છે. આઈલાઇનરવાળી કવિતાના મૂળ સર્જક ૨૩ વર્ષના ભાસ્કર ત્રિપાઠીની પ્રતિક્રિયામાં કંઈક આવો જ સૂર પ્રગટ થાય છે. પોતાની કવિતા સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી જોઈને આ યુવાન રાજીનો રેડ થઈ ગયો. જોકે, એનો આનંદ ઝાઝો ટક્યો નહીં, કારણ કે એ કવિતાના રચયિતા તરીકે ગુલઝારનું નામ હતું અને એટલે જ એ વાઇરલ થઈ હતી. ત્રિપાઠીની હિંદી કવિતા સૌ પ્રથમ લખનઉની ડેટલાઇન સાથે ૨૦૧૫ના એપ્રિલ મહિનામાં (૧૨-૦૪-૨૦૧૫) તેના ફેસબુક પ્રોફાઈલમાં રજૂ થઈ હતી. એ વાતને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયા બાદ છેલ્લા થોડા સમયથી સાહિત્યપ્રેમીઓનું ધ્યાન એ જ કવિતા પર પડ્યું અને ગુલઝારની રચના હોવાથી એ ફેસબુક તેમ જ વ્હોટસઍપ પર ચારે દિશાઓમાં ઘૂમી રહી છે. અલબત્ત ગુલઝારજીના નામે આ કવિતા કઈ રીતે ચડી ગઈ એનો જવાબ તો કોઈ કરતા કોઈ આપી શકે એમ નથી. પોતાની કવિતા ગુલઝારની કવિતા તરીકે ફરી રહી છે એની જાણ જ્યારે ત્રિપાઠીને મિત્રો મારફત થઈ ત્યારે પહેલા તો એ નિરાશ થઈ ગયો. અલબત્ત એની નિરાશા જાણવા-સમજવા જેવી છે. આ યુવાને કહ્યું હતું કે 'હું ગુલઝારજીનો બહુ મોટો ચાહક છું. આ કવિતા તેમના સર્જન સાથે જરાય મેળ ખાય એવી નથી. મારું તો માનવું છે કે આ કવિતા સાથે તેમનું નામ જોડાવાથી તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી છે. કોઈ પણ લેખકને તેની કૃતિ આગળ બીજાનું નામ લખાય એ ન જ ગમે. એ વ્યક્તિ તમારો આદર્શ હોય તો પણ.' વાત ધ્યાનમાં આવ્યા પછી તરત ત્રિપાઠીએ સાહિત્ય વર્તુળોમાં તેમ જ કેટલાક લેખકોને પોતની કવિતાની લિંક મોકલીને એ પોતાની રચના હોવાની સ્પષ્ટતા કરી. એમાં થયું એવું કે ત્રિપાઠી છેતરપિંડી કરે છે એવા આક્ષેપો કેટલાક લોકો દ્વારા થયા અને એટલે તેણે મુંબઈ આવીને ગુલઝારના એક સહાયક સમક્ષ આખી વાતની રજૂઆત કરી. જોકે, ત્યાં સુધીમાં ગુલઝારજીના ચાહકોના પેજ પર એ કવિતા સાથે ગજ્ઞિઇંુૠીહુફિ એવી સ્પષ્ટતા થઈ ચૂકી હતી. વાત થોડી આગળ વધી. ભાસ્કર ત્રિપાઠી કવિ છે એ વાતનો ખ્યાલ આવતા આઈલાઇનરવળી કવિતા ભાસ્કર ત્રિપાઠીની છે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. કૉપી-પેસ્ટનો આ એક વરવો અનુભવ છે.

શોષિતવર્ગની સમસ્યાને વાચા આપવામાં આગળ રહેતા ઉમદા અભિનેતા નાના પાટેકરની બાબતમાં પણ આવું જ કંઈક બન્યું છે. ખેડૂતોની સમસ્યા જ્યારે મીડિયામાં બહુ ગાજી રહી હતી ત્યારે નાના પાટેકરે એક ફાઉન્ડેશન શરૂ કર્યું છે જે દુષ્કાળપીડિત ખેડૂતોના કલ્યાણ માટે કામ કરશે એ પ્રકારની રજૂઆત સાથે તમારે અહીં જણાવેલા બૅન્ક અકાઉન્ટમાં તમારી ઈચ્છા મુજબની રકમ જમા કરાવી દેવી અને આ મેસેજ તમારા મિત્ર વર્તુળમાં ફૉરવર્ડ કરવો એવી રજૂઆત વ્હોટસઍપ પર ફરી રહી હતી. નાના પાટેકર આ પ્રકારના મિશન સાથે જોડાય એ સ્વાભાવિક હોવાથી કદાચ કેટલાક લોકોએ આ વાત માની લીધી હશે. અલબત્ત થોડું વધુ વિચારો અને જાણકારો સાથે ચર્ચા-વિમર્શ કરો તો તમને ખ્યાલ આવી જાય કે નાના પાટેકર આવા પ્રયત્નની શરૂઆત ચોક્કસ કરી શકે, પણ એ મેસેજ ન ફેરવે, બલકે જે કરવું હોય એ જાતે કરે અથવા એની વિધિસરની જાહેરાત કરે. આમ આ પ્રયત્ન નાના પાટેકરના નામે ચરી ખાવાની ગંભીર વાતથી વિશેષ કંઈ જ નહોતો.

સેલિબ્રિટી વિશેની વિગતો લોકો સુધી બનતી ત્વરાએ પહોંચાડવામાં ક્યારેક કેવો ધબડકો થઇ જાય એ વાજપેયીના અવસાન વખતે જોવા મળ્યું. સૌપ્રથમ તો વાજપેયીના મૃત્યુના સમાચાર આપીને માફી માગીને એ પાછા ખેંચવાની નાલેશી દૂરદર્શને વહોરી. આટલું જાણે ઓછું હોય એમ એક ચૅનલ પર અને એક અખબારમાં વાજપેયીના અવસાન પછી એમને આદર આપતા ડૉક્ટરો નતમસ્તક ઊભા છે એવી સ્પષ્ટતા સાથે એક ફોટો રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, પાછળથી એ તસવીર પાંચેક વર્ષ જૂની ચીનના ડૉક્ટરોની હોવાની વાત બહાર આવતા સંબંધિત માધ્યમો માટે તો ધરતી મારગ આપે તો સમાઈ જઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

----------------------------

યે ક્યા હો રહા હૈ?યે ક્યા હો રહા હૈ?

સોશ્યલ મીડિયા પર ઋઅઊંઊ અને ફેંકાફેંકનો જે મારો ચાલી રહ્યો છે એ જોઈને અહીં આપેલું અવતરણ આંખ ઉઘાડનારું સાબિત થઈ શકે છે. 'ઇન્ટરનેટ પર તમે જે કંઈ વાંચો છો એમાં વ્યક્તિની તસવીર સાથે અવતરણ મુકવામાં આવ્યું હોય એટલે તમારે એ વાત માની ન લેવી' - અબ્રાહમ લિંકન. ઉજ્ઞક્ષ'િં બયહશયદય યદયિુવિંશક્ષલ ુજ્ઞી યિફમ જ્ઞક્ષ વિંય શક્ષયિંક્ષિયિં ષીતિં બયભફીતય વિંયયિ'ત ફ ાશભિીંયિ ૂશવિં ફ િીજ્ઞયિં ક્ષયડ્ઢિં જ્ઞિં શિ-ં અબફિવફળ કશક્ષભજ્ઞહક્ષ.

શું આ વાત અબ્રાહમ લિંકને કહી હશે એ વાત પર તમને વિશ્ર્વાસ બેસી ગયો? તમારી જાણ ખાતર વર્લ્ડ વાઈડ વેબ (ઇન્ટરનેટની મદદથી જોવા મળતી ઑનલાઇન માહિતીનું પ્લેટફોર્મ) શરૂ થયું એના વર્ષો પહેલા ૧૮૬૫માં લિંકનની હત્યા કરવામાં આવી હતી. જો તમે ઉજ્ઞક્ષ'િં બયહશયદય યદયિુવિંશક્ષલ ુજ્ઞી યિફમ જ્ઞક્ષ વિંય શક્ષયિંક્ષિયિં ષીતિં બયભફીતય વિંયયિ'ત ફ ાશભિીંયિ ૂશવિં ફ િીજ્ઞયિં ક્ષયડ્ઢિં જ્ઞિં શિ-ં અબફિવફળ કશક્ષભજ્ઞહક્ષ ટાઈપ કરીને સર્ચ કરશો તો આ જ અવતરણ સાથે તમને લિંકન ઉપરાંત ગાંધીજી, આલબર્ટ આઈન્સ્ટાઈન, જ્યૉર્જ વૉશિંગ્ટન તેમ જ ચેપ્લિનની તસવીરો પણ જોવા મળશે, બોલો. સમજી ગયાને?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuvvybEx8uzyae0sbvx3eXmCDY4iAf32qDG9GmO4uu4ng%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment