મહુવાના મયંક ઠક્કર ભારે વાતોડિયા માણસ છે. અમારો પરિચય બે વર્ષનો હશે. એ વાચક તરીકે મને મળવા આવ્યા હતા અને પંદર મિનિટ્સનું કહીને પૂરા બે કલાક વક્તા તરીકે મારી સામે બેસી ગયા હતા. હું પણ શ્રોતા બનીને એમની વાતોને સાંભળતો રહ્યો હતો. જાતજાતની વાતોનો ભંડાર છે એમની પાસે. જ્યારે મળે ત્યારે કંઈક નવું જ લઈ આવે.
તાજેતરમાં અમે દસ-બાર મિત્રો નવજીવન પ્રેસના કર્મ કાફેમાં ભેગા થયા, બે-અઢી કલાક સાથે ગાળ્યા. ત્યારે મયંકભાઈએ નવું જ ગતકડું કર્યું. થેલામાંથી એક ડાંખળી કાઢી. એમાં ચાર-પાંચ પાતળી શાખાઓ હતી. દરેક પર સાત-સાત લીલાંછમ પર્ણો હતાં. 'આ શું છે?' હું પૂછી બેઠો.
'તમારા 13-14 વર્ષ જૂના પ્રોબ્લેમની દવા.' મયંકભાઈ ઉખાણાંની ભાષામાં બોલ્યા.
'મારો પ્રોબ્લેમ? મને તો એક જ તકલીફ છે. 2005માં મને ચિકનગુનિયા થયો હતો ત્યારથી શરીરનો દરેક સ્નાયુ લબકારા મારે છે, એક-એક હાડકું ચીસો પાડે છે, પણ આ વાત તમારા સુધી કેવી રીતે પહોંચી?' મારા આશ્ચર્યનો પાર ન હતો.
હા, વાત સાચી હતી. 2005માં એક દિવસ બપોરના સમયે હું મારા કામમાં વ્યસ્ત હતો ત્યારે એકાએક શરીરમાં તાવ ભરાયો. બોડીએક થવા માંડ્યો. થર્મોમીટરથી તાવ માપ્યો 103 ફેરનહિટ હતો. હું તરત પથારીમાં આડો પડી ગયો. મિત્ર અને સિનિયર ફિઝિશિયન ડૉ. અનિલ રાવલને ફોન કર્યો. એ તરત જ દોડી આવ્યા. તપાસ્યા વગર જ કહી દીધું, 'દેશભરમાં અત્યારે ચિકનગુનિયાનો કાળો કેર ચાલે છે. બ્લડ ટેસ્ટ કરાવો. એ જ હશે.' લેબોરેટરીમાં ફોન કર્યો. આભા પેથોલોજી લેબોરેટરીમાંથી ભાસ્કર આવીને સેમ્પલ લઈ ગયો. રિપોર્ટ આવ્યો ત્યારે ડૉ. અનિલ રાવલના નિદાન પર સત્યનો સિક્કો વાગી ગયો. ચિકનગુનિયાની સારવાર સાવ સહેલી, જોખમ ખૂબ મોટું. મારા પ્લેટલેટ્સ કાઉન્ટ પણ ભયજનક સપાટી સુધી નીચે ઊતરીને પાછા વળી ગયા. બે જ દિવસમાં મારો તાવ ઊતરી ગયો, પણ મારા શરીરને, મારી હણહણતી ચેતનાને અને મારા દેહની ઊર્જાને જોરદાર લાત મારતો ગયો.
મને યાદ છે. હું પથારીમાં પડ્યો હતો. હાથની નસમાં નળી હતી, ગ્લુકોઝનો બાટલો ચાલતો હતો, ત્યારે મારા બે લેખકમિત્રો પહેલી વાર મને મળવા માટે આવ્યા. ડૉ. કાંતિ રામી અને ડૉ. કેશુભાઈ દેસાઈ. ઘરના ઝાંપેથી ફોન કર્યો, 'અહીંથી પસાર થતા હતા, તમારું બોર્ડ જોયું. મળવા માટે આવીએ?' હું ના કેવી રીતે પાડું? બંને મિત્રો ઉપર આવ્યા. મને જોઈને ડઘાઈ ગયા. એ લોકો આવ્યા હતા ડૉક્ટરને મળવા, પણ દર્દીને મળીને પાછા ગયા. (ડૉ. કાંતિ રામી એ પછી થોડા જ દિવસો બાદ અવસાન પામ્યા.) ચિકનગુનિયા તો ગયો, પણ મારી વાઇટાલિટીને તોડતો ગયો. ઊઠતાં, બેસતાં, હરતાં-ફરતાં, દર્દીઓ તપાસતાં, ઓપરેશન કરતાં, કારમાં પ્રવાસ દરમિયાન કે મંચ પરથી વક્તવ્ય આપતી વખતે મારા શરીરનો એક-એક સાંધો પાકેલા ગૂમડાની જેમ દુખતો રહે. હું ક્યારેય પેઇનકિલર તો લેતો નથી, ગોળી ખાવા કરતાં પીડા સહન કરવાનું હું વધારે પસંદ કરું છું. રાત્રે પથારીમાં સૂતો હોઉં તો પણ ભીષ્મની જેમ બાણશય્યા પર સૂતો હોઉં એવું લાગે. સવારે જાગું ત્યારે પથારીમાંથી ઊભા થવામાં પણ તકલીફ પડે. 'શું વાત કરું, ભાઈ? મને હમણાં જ ચિકનગુનિયા થયો હતો. એમાંથી તો બહાર આવી ગયો, પણ જોઇન્ટ પેઇન ચાલુ છે. ખબર નથી ક્યારે મટશે?
ઉંમરના વધવા સાથે કામ ઘટવાને બદલે વધતું ગયું છે. મારી તીવ્ર ઇચ્છાશક્તિના કારણે જ હું દોડતો રહું છું. આટલાં વર્ષોમાં આ વાત મારા ઘરના સભ્યો સિવાય બીજા કોઈને જણાવી નથી. હું ડૉક્ટર છું એટલે જાણું છું કે મારી તકલીફનો એક જ ઉપાય છે: ફિઝિયોથેરાપી, પણ એ માટે સમય મળવો જોઈએને? જ્યારે સમય મળે છે ત્યારે હું પાંચ-પાંચ કલાક મચી પડું છું. સારું થઈ જાય છે. જેવી કસરત બંધ થાય કે દુખાવો પાછો માથું ઊંચકે!
બે-ત્રણ મહિના પહેલાં મહુવા જવાનું થયું હતું. ત્યાં મારી સાથે ભણતા મિત્ર ડૉ. અશોક ભુટાકના ઘરે ભોજન માટે ગયો હતો. અશોકને ઢીલોઢફ્ફ જોઈને મેં પૂછ્યું, 'આર યુ ઓ.કે? એની પ્રોબ્લેમ?' 'શું વાત કરું, ભાઈ? મને હમણાં જ ચિકનગુનિયા થયો હતો. એમાંથી તો બહાર આવી ગયો, પણ જોઇન્ટ પેઇન ચાલુ છે. ખબર નથી ક્યારે મટશે?' 'નહીં મટે, કમ સે કમ પંદર વર્ષ સુધી તો નહીં જ મટે. સ્વાનુભવ બોલે છે.'
પછી મેં એની આગળ મારી હાલતનું બયાન રજૂ કર્યું. અને અત્યારે હું 'કર્મ કાફે'માં બેઠો હતો અને મયંક ઠક્કરને પૂછી રહ્યો હતો, 'મારી તકલીફ વિશે તમને કોણે જણાવ્યું?'
એ જાસૂસની જેવું હસ્યા, 'ઘર ફૂટ્યે ઘર જાય. તમે બે મહિના પહેલાં મહુવાની મુલાકાતે આવ્યા હતા? તમારા કોઈ મિત્રને મળ્યા હતા? તમે એને ચિકનગુનિયાની વાત કરી હતી?' તમે કેમ ભૂલી ગયા કે હું પણ મહુવામાં જ રહું છું અને ડૉ. અશોકભાઈને ઓળખું છું. 'તાળો મળી ગયો.' મેં કહ્યું, 'પણ એ વાતને અને આ ડાળખીને શો સંબંધ?', 'આ ડાળખી નથી, પણ દવા છે, તમારા માટે.' મયંકભાઈના બોલવામાં અદ્્ભુત આત્મવિશ્વાસ ઝલકતો હતો. હું અહીં એક વાતની સ્પષ્ટતા કરી દઉં. હું એલોપથીનો અભ્યાસુ છું. મને આયુર્વેદની ચિકિત્સામાં રસ નથી, પણ શ્રદ્ધા ખરી. હું ક્યારેય આયુર્વેદનો ટીકાકાર નથી રહ્યો. આપણા મહાન દેશનું એ મહાન આરોગ્યશાસ્ત્ર છે. મારી અત્યાર સુધીની જિંદગીમાં મારી અનેક બીમારીઓ માટે મારા કુશળ વૈદ્યમિત્રોએ અનેક વાર ઔષધીઓ મોકલાવી છે, જે મેં ક્યારેય લીધી નથી, પણ મને શ્રદ્ધા ખરી. મારી સામે પ્રશ્ન એ હતો કે મયંકભાઈએ મારી સામે ધરેલી ડાળખીને મારે આયુર્વેદમાં મૂકવી કે નેચરોપથીમાં? મયંકભાઈનો ઉત્સાહી અવાજ ચાલુ હતો, 'આ છોડનું નામ સપ્તપર્ણી છે. અાગળ જતાં એ મોટું વૃક્ષ બને છે. દરેક ઝૂમખામાં સાત પાંદડાં હોય છે. તમારે રોજ ત્રણ વાર એક-એક કૂણું પાંદડું ચાવી જવાનું. સાત દિવસમાં એકવીસ પાંદડાં ચાવી જાવ, પછી મને કહેજો કે તમારો દુખાવો રહ્યો કે ગયો?'
અમારી સાથે અન્ય મિત્રો બેઠાં હતાં. પિન્કીબહેન, હેતલ, મીરાં, ગાયત્રી, સમીર, હેમાંગભાઈ, પુલકિત પાઠક અને અન્ય. બધાં નવાઈપૂર્ણ નજરથી અમારો સંવાદ સાંભળી રહ્યાં હતાં અને હવામાં ઝૂલતાં સપ્તપર્ણીનાં પાંદડાંઓને જોઈ રહ્યાં હતાં. હું ડાળખીનો સ્વીકાર કરતાં બોલ્યો, 'લાવો, હું આજે રાત્રે જ આનો પ્રયોગ શરૂ કરીશ.' ઘરે જઈને મેં બે પાંદડાં ચૂંટ્યાં, સ્વચ્છ પાણીથી ત્રણેક વાર ધોયાં. પછી નાગરવેલનું પાન ચાવવાનું હોય એવી અદાથી મોંમાં મૂકીને ચાવવા લાગ્યો.
ભારે કડવાશ હતી એ પાંદડાંમાં. જાણે ઝેર ચાવતાં હોઈએ એવું લાગ્યું, પણ હું સાક્ષીભાવે ચાવી ગયો. એનો રસ તો ગળા નીચે ઉતારી જ ગયો, પણ અંતે જે કૂચો રહ્યો તે પણ ગળી ગયો. જરૂર પડ્યે હું અંતિમ હદ સુધીનો સ્વાદ-વિજયી બની શકું છું. પરિણામની રાહ બહુ વધારે દિવસો સુધી જોવી ન પડી. બધું મળીને ચાર વાર પાંદડાં ચાવ્યાં હશે. ત્રીજા દિવસની સવારે હું પથારીમાંથી જાગ્યો ત્યારે શરીરની ચીસો ખામોશ થઈ ગઈ હતી, બધા સ્નાયુઓ દર્દમુક્ત હતા. હું ઠેકડો મારીને પથારીમાંથી ઊતરી શક્યો. આને અસર ન કહેવાય, પણ ચમત્કાર જ કહેવાય. મયંક ઠક્કર તો મહુવા પહોંચીને રોજ હિસાબ પૂછતા હતા, 'કેવું લાગે છે?'
'સારું છે, પણ અત્યારે કંઈ કહેવું વહેલું છે. થોડાક દિવસો જવા દો. પછી જ ખબર પડશે.' મેં મુદત નાખી દીધી. સળંગ પાંચ દિવસ સુધી સપ્તપર્ણીનું સેવન ચાલ્યું, પછી બે દિવસ ખાડો પડી ગયો. સપ્તપર્ણીનાં પાન ન મળવાનો તો પ્રશ્ન જ ન હતો. મયંકભાઈએ દાવા સાથે કહ્યું હતું, 'તમારા ઘરની આસપાસમાં જ એનું ઝાડ હશે. એકલા અમદાવાદમાં સપ્તપર્ણીનાં એક લાખ વૃક્ષો છે.' એ જાતે આવીને મારા ઘરથી માત્ર સાત ફીટના અંતરે ઊગેલું વૃક્ષ બતાવી ગયા હતા. એટલે પાંદડાં તો હું ધારું ત્યારે 'ઓવન ફ્રેશ' મેળવી શકું તેમ હતો, પણ દુખાવો ગાયબ થઈ ગયો એટલે પાંદડાં વિસરાઈ ગયાં હતાં. સાતમા દિવસે પાછું મારા શરીરે મને યાદ કરાવી આપ્યું. ત્યારથી સેવન ચાલુ છે. એક વાત જણાવી દઉં. સપ્તપર્ણીના પ્રયોગથી મારા સ્નાયુઓનો દુખાવો ગાયબ થયો છે, હાડકાંનો સોજો કે સાંધાનો દુખાવો ખાસ ઓસર્યો નથી, પણ જીવન હવે અાસાન લાગે છે. ભૂખ પણ ઊઘડી છે. પેટ ભરીને જમું છું. વજન વધવા માંડ્યું છે. જો હાર્ટની તકલીફ કે ડાયાબિટીસ જેવી વ્યાધિ થશે તો મુજરિમ હશે મયંક ઠક્કર! હવે હું માનતો થયો છું કે સારવારની કોઈ પણ પદ્ધતિ સાવ ખોટી હોતી નથી. પાંદડાંના પ્રયોગને આપણે દેશી ઇલાજ કહી શકીએ. કોઈ વૈદ્યરાજ એનો શાસ્ત્રીય આધાર શોધી આપે. એલોપથીના માંધાતાઓ એ પાંદડાંનો અર્ક કાઢીને એની ટેબ્લેટ્સ કે સિરપ બનાવીને માર્કેટમાં મૂકી દે. નેચર ક્યોર પાસે તો સ્ટીમ બાથ અને કાળી માટીનો અકસીર ઇલાજ છે જ, પણ મારા માટે તો સીધી ને સાદી એટલી સમજ છે કે આ પાંદડાંમાં રહેલો અત્યંત કડવો રસ કદાચ એના રાસાયણિક ગુણની અસરથી સ્નાયુનો સોજો ઉતારવામાં કામિયાબ થયો હશે. એ જે હોય તે, હું તો દિવસમાં ત્રણ વાર માણસ મટીને બકરી બની જાઉં છું, સપ્તર્ણીનાં પાંદડાં ચાવતો રહું છું અને હસતું મોં રાખીને જગતની કડવાશને ગળી જવાની આવડત પામી રહ્યો છું. (આ ઘટના લખવાનો આશય એ જ કે ચિકનગુનિયાથી રિબાયેલા હોય તેવા લાખો વાચકો મારા અનુભવનો લાભ મેળવી શકે. કોઈ નિષ્ણાતની નજર હેઠળ!) Saptapurni tree is very big. This tree is also called chitwan in Hindi language . Around the parks, roads and houses, there is a beautiful white-flower medium sapling tree. This is a tree whose leaves are placed in a circular mass in seven-seven order and this is why it is called Saptapurna. The botanical name of this is Alcatonia Scholaris. Due to beautiful flowers and its glamorous odor, this is also found in the parks. These flowers are also bestowed in the temples and in the Pooja houses to God. Adivasis try to peel this tree, leaves and leaves etc. as many herbal dishes. Here are some useful information about Sootaparni's medicinal value ... Modern science believes that such chemicals as Detaine and Digitin obtained from this bark are higher than quinine. According to the tribals, if the bark of this tree is dried after making 2-3 grams of powdered sugar, Malaria fever can be greatly benefited. The funny thing is that its effect happens in such a way that it does not cause sweating in the body, whereas taking quinine medication can cause plenty of sweating.
Indian Devil tree ( Alstonia scholaris ) Saptapurni Alstonia.scholaris.jpg Indian Devil tree ( Alstonia scholaris )
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov-XD%3D7XUx1Y6_P-iyr-GRH6J7-WOqmR0kqMKOyFUmGxg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment