Friday 3 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કાશ્મીર સમસ્યાનો ઉકેલ હવે માત્ર બળથી જ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાશ્મીર સમસ્યાનો ઉકેલ હવે માત્ર બળથી જ!
તંત્રીલેખ

 


ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરની હાલત દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ચાર દિવસ પહેલા સીઆરપીએફની કાર સાથે અથડાતાં એક દેખાવકાર કેસર ભટનું મોત થયા બાદ ફરી પાછી પરિસ્થિતિ વણસી છે. સોમવારે બીસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ફરી પાછો સીઝફાયર જાહેર કરાયો છે, પરંતુ પાકિસ્તાન પોતાનું બોલેલું કેટલું પાળે છે તે સૌ જાણે છે. હવે આવા સીઝફાયરના કરાર બંધ કરી દેવા જોઈએ. કાશ્મીર મુદ્દે હવે કળથી નહીં પરંતુ બળથી કામ લેવાનો સમય આવી ગયો છે. મુસલમાનો પવિત્ર ગણાતા રમઝાન માસમાં સીઝફાયરની જાહેરાત બાદ પણ કાશ્મીર આતંકવાદ ચાલુ રહ્યો હતો. ભારતીય સૈન્ય, જમ્મુ-કાશ્મીર પોલીસના વાહનોના કાફલા પર સ્થાનિકો દ્વારા કરાતા પથ્થરમારાની ઘટના હવે સાવ સામાન્ય બની ગઈ છે. ભારતીય સૈન્ય અને બીએસએફ દ્વારા આવા અલગાવવાદીઓ તેમ જ તેમના સ્થાનિક મળતિયાંઓ સામે પગલાં લેવાની કાર્યવાહી રમજાન દરમિયાન જે બંધ કરવામાં આવી હતી જે હવે ફરી પાછી શરૂ કરી દેવી જોઈએ.

 

જે યુવક કેસર ભટના મોત બાદ કાશ્મીરમાં તોફાન ફાટી નીકળ્યા એ યુવક નિર્દોષ તો નહોતો જ, તે કેવી રીતે સીઆરપીએફના વાહન સાથે ટકરાયો? શું તે રસ્તો પાર કરી રહ્યો હતો? ના તે આપણા જ દેશનો નાગરિક હોવા છતાં જે ટોળું સીઆરપીએફ અને ભારતીય સૈન્ય પર પથ્થરમારો કરી રહ્યું હતું તેની સાથે હતો. એક વીડિયો ક્લિપમાં સાફ દેખાઈ રહ્યું હતું કે યુવક હાથમાં પથ્થર લઈને સીઆરપીએફના વાહનની આસપાસ ફરી રહ્યો હતો. જો પચાસ સાઠ જણનું ટોળું ભારતના સૈન્ય, અર્ધલશ્કરી બળ કે પોલીસની ટુકડી પર પથ્થરમારો કરતું હોય તો પોલીસે કે સેનાએ પોતાનો બચાવ કરવો જોઈએ કે નહીં? આમ કરવામાં જો કોઈ દેખાવકારનો જાન જાય તો તેની જવાબદારી શું સેનાની ગણાય? થોડા સમય પહેલાં જ સેનાના એક મેજરે એક પથ્થરમારને પોતાના વાહનની આગળ બાંધી દીધો હતો, આનું પુનરાવર્તન આપણા સેનાના જવાનોએ કરવું જોઈએ કેમ કે કાશ્મીરમાં જેટલું જોખમ પાકિસ્તાન તરફથી છે તેના કરતાં વધુ જોખમ આવા ગદ્દારો તરફથી છે.

 

થોડા સમય પહેલાં જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબાએ ગોલીઓ કાં જવાબ બોલી સે (ત્રાસવાદીઓની ગોળીઓનો જવાબ આપણે વાતચીતથી આપીશું) જેવો નારો આપ્યો હતો. આને લઈ પોલીસ તેમ જ સેનાએ પ્રદર્શનકારીઓ સામે કૂણું વલણ અપનાવ્યું હતું, પરંતુ આ બધા ત્રાસવાદી દેખાવકારો એક જ કૂતરાની વાંકી પૂછડીની જેમ તેઓ ક્યારેય સખણાં નહીં રહી શકે, તેમને તેમની ભાષામાં જ જવાબ આપવો હવે જરૂરી છે.

 

તેમની સામે માત્ર ફાયર જ હોય સીઝફાયર તેમને સદતું નથી.

 

કાશ્મીર એ અખંડ ભારતનું અવિભાજય અંગ છે અને રહેશે જ. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે ચર્ચા હાથ ધરાય છે, મોટા ઉપાડે વાતચીત થાય છે અન્ો બીજે જ દિવસે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પોતાનું અસલી રૂપ બતાડે છે. હવે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં ભારતીય સેનાને છૂટ્ટો દોર આપી દેવો જોઈએ. દરરોજ ભારતના કેટલાય જવાનો કાશ્મીરમાં વગર વાંકે જીવ ગુમાવી રહ્યા છે. સત્તા સ્થાને બેસેલા લોકોએ હવે પોતાની સત્તાના ભોગે પણ કાશ્મીર મુદ્દે કળથી નહીં, પરંતુ બળથી, સામ, દામ અને ભેદથી નહીં પરંતુ દંડથી આ સમસ્યાનો ઉકેલ આણવો જોઈએ. કેમ કે દરરોજ ભારતના જે યુવાનો શહીદ થાય છે તેને જોઈને કરોડો ભારતવાસીઓ દુ:ખી થાય છે. માત્ર નાગરિકો જ નહીં, પરંતુ કાશ્મીર અંગેની આવી ઉદાસીન અને ગભરું નીતિની કારણે ભારતીય લશ્કરના મનોબળને પણ અસર થઈ રહી છે.

 

આ કૅન્સર તેના છેલ્લા સ્ટેજમાં પ્રવેશે તે પહેલાં હવે તેને દંડરૂપી કિમો-થેરેપી આપવાનો સમય પાકી ચૂક્યો છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuZY-rD33d-6VB_Qb5j9qW_jifkqA6ELxwPoZyu_BUnLw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment