Wednesday, 1 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સંઘર્ષથી સફળતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વેઇટરે વિશાળ બિઝનેસ સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું!
સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈ

પિતાના કેટરિંગના ધંધામાં વેઇટર તરીકે કામ શરૂ કર્યા બાદ જોસેફ લૂઇસે જોખમ અને સાહસ કરીને ટેવીસ્ટોક ગ્રુપ ઊભું કરીને એક પછી એક કંપની શરૂ કરતા ગયા. હાલ આ ગ્રુપની ૨૦૦થી વધુ કંપનીઓ પર તેમનો અંકુશ છે, જેમાં તેલ-ગૅસ, ઊર્જા, મેડિકલ, સ્પોર્ટ્સ, હૉટેલ, રેસ્ટૉરન્ટ, રિસોર્ટ, રિયલ એસ્ટેટ, કૃષિ, ફાઇનાન્સ સર્વિસ વગેરેનો સમાવેશ છે.

 

તેમણે કરન્સી ટ્રેડિંગ - વાયદા બજારમાં ઝંપલાવીને મોટું જોખમ લીધું. નબળી બૅન્કમાં મોટું રોકાણ કરીને નાણાકીય કટોકટીનો સામનો પણ કરવો પડ્યો. સ્પોર્ટ્સમાં પહેલાથી રસ હોવાથી તેમણે ફૂટબોલ સોસરની અનેક ટીમ ખરીદી અને મોટા ખેલાડીઓ તૈયાર કર્યા.

 

વિશ્ર્વ વિખ્યાત ગોલ્ફર ટાયગરવૂડ સાથે મળીને ગોલ્ફ ક્લબ ઊભી કરી. હોર્સ રેશિંગ અને ટેનિસનો પણ શોખ છે. ખુદ બોક્સર તરીકે સફળ રહ્યા છે. તેમણે લેકનોવા મેગ સટી પ્રોજેક્ટ પણ ઊભો કર્યો છે. લૂઇસ વિશાળ સુપરયાટના માલિક છે. આ યાટમાં તમામ પ્રકારની સવલત છે. યાટમાં જ મોટાભાગનો સમય વિતાવે છે. યાટને પર્સનલ મોબાઇલ ઑફિસ ગણે છે. તેઓ એક અબજ ડોલરનું વિશાળ આર્ટ કલેક્શન ધરાવે છે. એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં લૂઇસ અને પ્રથમ પત્ની ચમત્કારીક રીતે બચી ગયા હતા. જોસેફ લૂઇસ વિશે વિગતે જાણીએ.

 

જોસેફ લૂઇસ જે જો તરીકે વધારે જાણીતા છે. તેમનો જન્મ જ્યૂઇસ પરિવારમાં લંડન ખાતે ૫ ફેબ્રુઆરી ૧૯૩૭માં થયો હતો. પિતાનો કેટરિંગનો બિઝનેસ હતો. તેમને મદદરૂપ થવા લૂઇસે ૧૫માં વર્ષે ભણતર અધૂરું છોડી દીધું. તેમના જોડાયા બાદ બિઝનેસને વધાર્યો. પ્રારંભમાં તેમણે પિતાના કાફેમાં વેઇટર તરીકે પણ કામ કર્યુ.

 

વેસ્ટ ઍન્ડ ઑફ લંડનના નામે બિઝનેસ ચાલતો હતો. કેટરિંગની સાથે તેમણે અમેરિકાના ટૂરિસ્ટોને લકઝરી ગુડ્ઝ વેચવાનું શરૂ કર્યું તેમાં સારી કમાણી થતાં તેમણે હેનોવર ગ્રાન્ડમાં વેસ્ટ ઍન્ડ કલબ શરૂ કરી.

 

થોડાં વર્ષ પરિવારના બિઝનેસમાં રહ્યા બાદ તે વેચી કાઢ્યો. તેમણે ટેવીસ્ટોક ગ્રુપ ઊભું કરીને એક પછી એક કંપની ઊભી કરતાં ગયા. હાલ લગભગ ૨૦૦ કંપનીઓ ટેવીસ્ટોક ગ્રુપના અંકુશ હેઠળ છે. જેના ચેરમેનપદે જોસેફ લૂઇસ ઘણાં વર્ષ રહ્યા. ઉમરના કારણે નિવૃત્ત થતા હાલ તેઓ ૮૧ વર્ષના છે.

 

૧૫ દેશમાં આ ગ્રુપ સક્રિય છે. વિભિન્ન ક્ષેત્રમાં કામગીરી સફળપણે ચાલી રહી છે. આ ગ્રુપ હેઠળ સ્પોર્ટ્સ, મેડીકલ/આરોગ્ય સેવા, તેલ-ગૅસ, ઉર્જા, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, રિસોર્ટ, ફાઇનાન્સ સર્વિસ વગેરે નો સમાવેશ છે.

 

યુકેના પાંચમાં નંબરના સૌથી અમીર વ્યક્તિમાં તેમનું સ્થાન છે. સંપત્તિ ૫.૬ અબજ ડોલરની અંદાજાય છે. ફોર્બ્સની અબજોપતિની યાદીમાં લાંબો સમય સ્થાન મેળવ્યું.

 

ટેવીસ્ટોક ગ્રુપ ૧૯૭૫માં ઊભું કરાયું હતું, જેની હેડઑફિસ બહામાસમાં છે. વિશાળ નેટવર્ક અનેક દેશોમાં ધરાવે છે. જોખમ લેવામાં લૂઇસ અચકાતાં નથી. તેમણે ૪૭માં વર્ષે કરન્સી ટ્રેડિંગમાં ઝંપલાવ્યું હતું.

 

ઓરલાન્ડો ઇન્ટરનેશનલ ઍરપોર્ટ નજીક ૭૦૦૦ એકરમાં લેકનોવા મેડિકલ સિટીનો જંગી પ્રોજેક્ટ ઊભો થયેલો છે. આ સિટીમાં હૉસ્પિટલ, ટાઉન સેન્ટર, રહેઠાણ વ્યવસ્થા, આર ઍન્ડ ડી, શૈક્ષણિક સર્વિસ સહિત તમામ સવલતને આવરી લેવાઇ છે. હજુ પણ વિકાસના કામ ચાલુ છે.

 

વોલ સ્ટ્રીટની પાંચમી મોટી ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક પૈકી એકમાં લૂઇસ મોટો હિસ્સો ધરાવે છે. મોટા સટોડિયા જ્યોર્જ સોરોશ સાથે તેમને મિત્રતા છે.

 

લૂઇસે પણ સટ્ટાકીય પ્રવૃત્તિમાં હાથ અજમાવી જોયો હતો.

 

લેકનોવા સિટી પ્રોજેક્ટ આઇકોનીક કહેવાય છે. વિભિન્ન ઉદ્યોગમાં સક્રિય રહેવાની સાથે બોક્સર તરીકે પણ જાણીતા હોય તેવી પ્રથમ વ્યક્તિ લૂઇસ છે.

 

૧૯૮૦માં જ્યોર્જ સોરોશ સાથે મળીને કરન્સી ટ્રેડિંગમાં કામ શરૂ કર્યું હતું. એક તબક્કે પાઉન્ડ તૂટતાં નાણાકીય કટોકટી પણ સહન કરવી પડી હતી, પરંતુ તેમાંથી તેઓ ઝડપથી બહાર આવી ગયા હતા. એક તબક્કે લૂઇસ કરન્સી ટ્રેડિંગમાં સોરોશ કરતાં વધુ કમાતા થયા હતા. આ બિઝનેસ હજુ પણ ચાલે છે.

 

પ્રથમ પત્નીથી લૂઇસને બે સંતાન છે જે હાલ ટેવીસ્ટોક ગ્રુપને સંભાળી રહ્યા છે. ડિરેક્ટર બોર્ડમાં તેમનો પુત્ર છે. પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતા પ્રથમ પત્ની ઇસ્થર બ્રાઉની સાથે છૂટા પડ્યા બાદ જેન લૂઇસ સાથે બીજા લગ્ન કર્યા હતા. પહેલા બહામાસમાં રહેતા હતા. ત્યાર બાદ આર્જેન્ટીના ગયા હતા.

 

આર્જેન્ટીનામાં પ્રોપર્ટી ખરીદીના મુદ્દે અમુક વિવાદ થતાં કાનૂની કેસનો સામનો પણ કરવો પડ્યો હતો. એકવાર લૂઇસ અને તેની પત્ની હૅલિકોપ્ટરમાંથી ઊતર્યાને તુરંત ભડકે બળ્યું હતું. તે સમયે અફવા ઊડી હતી કે તેમને મારવાનું કાવતરું થયું હતું.

 

જોસેફ લૂઇસ જો નામે પણ ઓળખાય છે. તેમ તેનું નીક નામ ધ બોક્સર છે. વિશ્ર્વ વિખ્યાત અભિનેતા સીન કોનરી તેમના પડોશી છે. ગોલ્ફના વિશ્ર્વમા નંબર વન ખેલાડી ટાઇગર વૂડ તેમના પાર્ટનર છે.

 

જોસેફ લૂઇસ ચાર ક્લબની માલિકી ધરાવે છે, જેમાં અલ્બાની લેકનોવા ગોલ્ફ ઍન્ડ ક્ધટ્રી ક્લબ, ઇઝલવર્થ ગોલ્ફ ઍન્ડ ક્ધટ્રી કલબનો સમાવેશ છે. સ્પોર્ટ્સમાં તેમને ઘણો રસ પહેલેથી જ રહ્યો છે. આપણે ત્યાં પણ મોટા ઉદ્યોગપતિઓ તથા ફિલ્મ લાઇનના અગ્રણીઓએ ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ ટીમ ખરીદેલી છે. જોસેફ લૂઇસના વિશાળ ગ્રુપ ટેવીસ્ટોકના નામે દર વર્ષે માર્ચમાં ફ્લોરિડામાં ટેવીસ્ટોક કપ ટુર્નામેન્ટ યોજે છે, તેના દ્વારા ચેરીટી માટે લાખો ડોલર ઊભા કરે છે અને વિભિન્ન પરોપકારી પ્રવૃત્તિ પાછળ ખર્ચે છે.

 

લંડન પ્રીમિયર લીગ સોસર ટીમની માલિકી પણ તેઓ ધરાવે છે. આપણે ક્રિકેટ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ છે ત્યાં સોસર માટે પ્રીમિયર લીગ છે.

 

ફૂટબોલની રમતના ખેલાડીઓ માટે તેમણે ઓરલાન્ડો શહેરમાં ૨૩ એકરમાં ટ્રેનિંગ સવલત ઊભી કરી છે જેમાં અનેક ખેલાડીઓ તૈયાર થયા છે.

 

ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ કલબ ટોટનહમ હોટસ્પરમાં મોટું રોકાણ ધરાવે છે. દર વર્ષે વિભિન્ન સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરે છે. અન્ય ફૂટબોલ કલબમાં તેમનો મોટો નાણાકીય હિસ્સો છે. વિશાળ બિઝનેસ સામ્રાજ્યની સાથે ગોલ્ફ, ફૂટબોલ સહિત અનેક સ્પોર્ટ્સ કલબ સાથે પણ સક્રિય રહ્યા છે. વિશ્ર્વમા જુજ વ્યક્તિ હશે. તે ઉપરાંત તેમણે યુવા વયમાં બોક્સિગં પણ કરી છે. તમામ ક્ષેત્રે કેવી રીતે સમય કાઢી શકતા હશે અને ખુદ હિસ્સેદાર પણ રહ્યા છે તે વિચારતા કરી મૂકે છે.

 

ટેનિસ અને ઘોડેસવારીમાં પણ તેમને રસ છે. હોર્સ રેસિંગમાં તેમનો શોખ રહ્યો છે. જિંદગીના પ્રારંભમાં વેઇટર તરીકે સપ્તાહમાં માત્ર છ ડોલર મેળવનાર લૂઇસ ખુદ લાખો ડોલરમાં ફૂટબોલના ખેલાડીને ખરીદે છે. ગોલ્ફના ખેલાડીને મસમોટી રકમ ચૂકવે છે. ગોલ્ફના વિશ્ર્વવિખ્યાત ખેલાડી ટાઇગર વૂડ તેમની દેન છે.

 

લૂઇસની પ્રથમ પત્ની ઇસ્થર બ્રાઉની પણ જોસેફના જેમ એક તબક્કે વેઇટ્રેસ હતી. પ્રથમ પત્નીના બે સંતાન પૈકી વિવિયન સિલ્વરસ્ટોન પિતાનો મોટાભાગનો કારભાર સંભાળે છે. લૂઇસનો પુત્ર પણ ટેવીસ્ટોક ગ્રુપમાં ડિરેક્ટર બોર્ડમાં છે. તેમની પુત્રીને ત્યાં સંતાન છે એટલે લૂઇસ નાના બની ગયા છે. પુત્રી ફ્લોરિડાની ઇઝલવર્થ ક્ધટ્રી ક્લબની માલિકી ધરાવે છે.

 

મોટા અને સફળ લોકો જિંદગીમાં ક્યારેક ખોટા નિર્ણય લેતા હોય છે. લૂઇસે પણ ઉતાવળમાં ખોટો નિર્ણય લીધો હતો. અમેરિકાની નબળી બૅન્કમાં રોકાણ કરીને નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.

 

કરન્સી-વાયદા બજારમાં વધારે જોખમ લેવામાં ક્યારેક નાણાં ગુમાવ્યા પણ છે. છતાં તેમા છેલ્લે સુધી સક્રિય રહ્યા છે. લૂઇસ એક અબજ ડોલરનું આર્ટ કલેકશન ધરાવે છે, જેમાં વિશ્ર્વ વિખ્યાત પિકાસો સહિત અનેક લોકોની આર્ટ છે.

 

લૂઇસ સુપરયાટ (મોટી નૌકા) ધરાવે છે જે અવીવા નામની યાટ હજારો ફૂટની છે. વિશ્ર્વની ટોપ પાંચ યાટમાં તેનો સમાવેશ છે, જેમાં ઇન્ડોર ટેનીસ કોર્ટ, થિયેટર, ગોલ્ફનું મેદાન સહિત તમામ સવલત છે. આ યાટ પર્સનલ મોબાઇલ ઑફિસ તરીકે તેઓ વાપરે છે. લૂઇસ મોટાભાગનો સમય સુપરયાટમાં ગાળે છે.

 

પરોપકારી પ્રવૃત્તિમાં ઇઝલવર્થ ફાઉન્ડેશન ઊભું કરેલું છે જે હાલ તેમની પુત્રી વિવિયન સંભાળે છે. લૂઇસનું બિઝનેસ નેટવર્ક અમેરિકા, બ્રિટન, આર્જેન્ટીના, ચીન, પોલેન્ડ સ્વિડન સહિત અનેક દેશોમાં ફેલાયેલું છે. બહામાસમાં ગોલ્ફ કોમ્યુનિટી ઊભી કરેલી છે.

 

જોસેફ લૂઇસના અમુક ક્વોટ વિચારતા કરી મૂકે છે, તેમ અમુક કથન ગળે ઊતરે એવા નથી.

 

કોઇપણ ભૂલ એકવાર સહન કરી શકાય, પરંતુ વારંવાર ભૂલ કરો તો મેળવવા કરતાં વધારે ગુમાવવું પડે છે. જિંદગી એકવાર મળે છે તેમાં સાચી દિશામાં કામ કરો તો તે પૂરતી છે. જિંદગીમાં વારંવાર તક મળતી નથી અને એકાદ-બે વાર તક મળે ત્યારે યોગ્ય રીતે ઝડપી લેવી જોઇએ. ગયેલી તક પાછી આવતી નથી.

 

પૈસા નાણાંથી એક જ વસ્તુ ખરીદી શકાતી નથી તે છે ગરીબી. વિશ્ર્વને સારું બનાવવા માટે સહભાગી થવું હશે તો વિભિન્ન પ્રકારના લોકોને મળવું જરૂરી છે.

 

લૂઇસને ડ્રીન્કની આદત હતી તેના વિશે તેઓ કહે છે કે ડ્રીન્કને ભૂલી જવા માટે ડ્રીન્ક કરું છું. મની મારી નર્વસનેસને શાંત કરે છે. હું હંમેશાં વહેલી સવારે ઊઠું છું અને મોડી રાતે સૂઇ જાઉં છું એટલે લાંબો સમય કામ કરવા મળે છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ote9P4BsbqZ%3DBQ%2BRX_2h-cxmgv-y5e-ekf4wXLfzq-BmA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment