Monday, 27 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જૂનાં મકાનોનો ફેર-વિકાસ જલદી થવો જરૂરી છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જૂનાં મકાનોનો ફેર-વિકાસ જલદી થવો જરૂરી છે!
વાચકની કલમે-મનોજ શાહ

 


આજે મુંબઇ શહેરમાં ઘણાં બધાં જૂનાં મકાનો છે, જેમાં રિ-ડેવલપમેન્ટ તદ્દન જરૂરી છે, જેમાં ભાડૂઆત હંમેશાં ફેર-વિકાસ માટે તૈયાર જ હોય છે, પણ વિકાસકાર અને મકાનમાલિક તરકીબ કરીને ભાડૂઆતને અવગણીને પોતાના સ્વાર્થ માટે કાંઇક અંશે વાતાવરણ દૂષિત કરે છે.

 

મુંબઇ શહેરમાં લગભગ ૪૨૦૦ પ્લોટો બીએમસી લીઝના છે, જેનું લીઝ સરકારે ખાનગી ધોરણે કરેલ છે આ લીઝની જમીન ઉપર મકાન બાંધેલાં છે, જેનું મકાનમાલિક પાઘડી લઇ ફ્લેટ-રૂમો બીજા ભાડૂઆતને અથવા નવા ભાડૂઆતને ભાડાચિઠ્ઠી બનાવી આપે છે, જે પાઘડીના પૈસાનો વ્યવહાર લગભગ રોકડામાં થાય છે. જ્યારે ભાડાની જગ્યાનું રજિસ્ટ્રેશન કરવાનો કાયદો લગભગ ૧૯૯૭ પછી આવેલો છે. તેમાં માર્કેટ વેલ્યુ ગણી ઘસારો બાદ કરી સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે, અને રજિસ્ટ્રેશન થાય છે. હવે આ કરારમાં જૂના ભાડૂઆતને અને મકાનમાલિક બધા રોકડામાં વ્યવહાર કરવાનું કહે છે. જેમાં સરકારને નુકસાન જાય છે. પછી જ્યારે આ જ દસ્તાવેજની નકલ ઇન્કમટેક્સમાં જાય છે, ત્યારે તેઓ બજાર ભાવ પ્રમાણે નવો વ્યવહાર થયો છે એમ સમજીને ખરીદનાર અને વેચનાર બન્નેને નોટિસ મોકલે છે. ત્યારે બન્નેના સીએ ઇન્કમટેક્સ ઓફિસને સમજાવે છે, કે સાહેબ આ ટેનેન્સી છે, વેચાણ નથી અને તેનું ઇન્ટરપ્રિટેશન વ્યવસ્થિત કરી સીએ અને આઇટી અધિકારી તાલમેલ સાધી પ્રકરણનો અંત લાવે છે. એટલે સરકારને પણ આયકર ઓછી મળે છે, અને નુકસાન ન જાય તે માટે આ ભાડૂઆત ને ફરજિયાત ઘસારા બાદ લઇ માર્કેટ વેલ્યુ પ્રમાણે ચેકથી લેવડ-દેવડ કરવી આ વ્યવહારમાં મકાનમાલિકને ૩૦ ટકા પ્રમાણે ફરજિયાત ચેક લેવાનું થાય તો ઉપરોક્ત વ્યવહારથી સરકારને પોતાના કાર્યક્રમ પ્રમાણે સારી આવક થશે અને જનતા પણ રોકડાના વ્યવહારથી થોડે ઘણે અંશે દૂર થશે.

 

ભાડૂઆત અને મકાન માલિક વચ્ચે સંબંધ સારા જ હોય છે, પણ ઘણાં મકાનમાં લાઇટ, પાણી, ચોકીદાર વગેરેની વ્યવસ્થા ભાડૂઆત કરે છે. ઘણાં મકાનમાં મકાનમાલિક પોતે જ કરશે એવી વાત ભાડૂઆતને કરે છે, અને પછી કરતા નથી તેમ જ મકાનમાલિક બીજે ક્યાંય રહેતા હોય તો રંગરોગાનથી લઇને બાથરૂમ જાજરૂ વગેરેની વ્યવસ્થા પણ બરાબર કરતા નથી તો આવા કેસમાં જે સુધરાઇ લીઝ હોય કે કલેક્ટર લીઝ હોય તો મકાનના ૫૦ ટકા ભાડૂઆત તૈયાર હોય તો તેમને ભાડૂઆત મંડળ અથવા કો-ઓપ.હાઉ.સોસાયટી બનાવવાની પરવાનગી આપવી અને ત્યાર બાદ તે મંડળ બનાવવાની પરવાનગી આપવી અને ત્યાર બાદ તે મંડળ અથવા સોસાયટીનું નામ પ્રોપર્ટી કાર્ડમાં સામેલ કરવાની પણ પરવાનગી આપવી, આવે સમયે જમીનના હક્કો મકાનમાલિક પાસે ભલે રહેતા હોય તેમાં મંડળ અથવા સોસાયટીને જમીનના હક્કો ન આપવા જેથી કોઇપણ ડેવલપર આવે તો તેમને મકાનમાલિક સાથે તેમ જ ભાડૂત મંડળ કે સોસાયટી સાથે વિચાર-વિમર્શ કરવો પડે જેથી ફેર-વિકાસ માટે કોઇપણ જાતનું વાતાવરણ દૂષિત ન થાય અને જે કાંઇ રિ-ડેવલપમેન્ટ માટે વિચાર-વિમર્શ થાય તે પારદર્શક રહેશે જેથી એકબીજાની જાણ વગર કોઇ પણ વસ્તુ બનશે નહીં.

 

આ લખાવા પાછળ એક ઉદ્દેશ એવો છે કે મકાનમાલિકને પોતાની લીઝના હક્ક તથા મકાનની કિંમત તો ક્યારની મળી ગઇ હોય છે, અને ખરેખર માલિક સુધરાઇ કે કલેકટર ઓફિસ છે. જ્યારે હવે મકાન ડેવલપ થાય ત્યારે તો તેમને મકાનમાલિક ફરજિયાત પોતાના હક્કો કલમ-૩૩/૭ પ્રમાણે ભાડૂઆતની તરફેણમાં તબદીલ કરવા પડશે તો અત્યારે કેમ નહીં? ડેવલપમેન્ટ સમયે વેલ્યુએશન ઓફિસર ફરજિયાત ૧૯૯૫ પહેલાંના ત્રણેય પ્રૂફ માગે છે. તે ન આપીએ તો પૂરી ડ્યૂટી લગાડે છે, જે ભાડૂઆત માટે નુકસાનનું કારણ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov6KfkPoF6ejnt1Fi_20L1U6RQfNaPsx%3DbYzv%3DKJaH5pA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment