Monday 25 February 2019

Re: [ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રેમની ઊઘડે કળી તે બે જણાની હોય છે (Gujarati)

dont sent such a mail to me please

On Mon, 15 Oct 2018 at 02:54, Kakdi Riata <kakdiriata2@gmail.com> wrote:


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




કાગળ લખનાર પેલો ચોર હતો, લખતો હતો: 'અજાણ્યા દોસ્ત, મને માફ કરજે. તારા બે કલાક કેવા વીત્યા હશે તે હું સમજી શકું છું. પણ હું મજબૂર હતો કે મારે ચોરી કરવી પડી. ગિફ્ટની સાથે ગ્રીટિંગ્સ કાર્ડ પણ મેં જોયું. વાંચીને હું ખળભળી ગયો. પાંચ વર્ષ પહેલાં હું એક છોકરીના પ્રેમમાં હતો. પણ તારી જેમ જ હું યે...! મારી પ્રેમિકાના બર્થડે પર હું ગિફ્ટ ન આપી શક્યો. એ જરા પણ સમજુ ન હતી. મને છોડીને ચાલી ગઇ. ત્યારથી મેં નક્કી કરી લધું કે મારે રૂપિયા કમાવા છે. ગમે તે રસ્તેથી, ગમે તે ભોગે, અને હું ચોરી-ચપાટીના રસ્તે ચડી ગયો. સારું થયું કે કાર્ડમાં તેં તારી પ્રેમિકા માટે લખ્યું છે કે આ તારી સાત-સાત મહિનાની બચતમાંથી...! એ વાંચીને જ હું બેગ પાછી આપું છું. છેક તારી ઑફિસ પાસેથી હું તમને ફોલો કરતો હતો. દોસ્ત, ખુશ રહેજે. યામિને મેં જોઇ, સુંદર છે. એક વાતનો સંતોષ લઇને હું જાઉં છું કે આજ મેં ફરીથે એક ગરીબ પ્રેમીને આડે રસ્તે જતાં અટકાવી લીધો છે.' પત્ર વાંચીને યમલની આંખો છલકાઇ આવી.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oss0JGWY517rLi%3DxYVfKK8Ufbc84kZmaMvmwCNmzbtofQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CALtV3xFVbU88txYZAEm0dSAia4SejDGNMVMpJr-UB%2BJJSoTfNg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મોદી આમ છે અને મોદી તેમ છે પણ તમે કેમ છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોદી આમ છે અને મોદી તેમ છે પણ તમે કેમ છો?
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

amdavadis4ever@yahoogroups.com

"હુંરોજ સવારે ઊઘડતી બૅંકે જઇને પૂછપરછ કરું છું. મારા ખાતાની પાસબુક અપડેટ કરાવું છું. કાઉન્ટર ઉપર બે વાર પૂછું છું- "મેડમ મારા ખાતામાં જુઓ તો ખરાં ૧૫ લાખ રૂપિયા જમા થઇ ગયાને? પેલી મેડમ ડોકું ધુણાવે છે અને પછી કહે છે - "ભાઇ સાહેબ, કોઇ પણ ક્રેડિટ એન્ટ્રી આવશે કે તરત જ તમને એસએમએસ મળી જશે.

સાડાચાર વરસથી હું ખાતામાં ૧૫ લાખ જમા થાય એની રાહ જોઉં છું, તમે પણ રાહ જોતા હશો. મોદીજી જૂઠું તો ન જ બોલે. એમણે આપણને કહ્યું હતું કે દરેક દેશવાસીના બૅંક ખાતામાં વિદેશમાં રહેલાં કાળાં નાણાં પાછાં આવશે કે તરત ૧૫ લાખ જમા થઇ જશે. સાડાચાર વરસથી આ નાણાં પાછાં આવ્યાં નથી અને આપણે રાહ જોઇ રહ્યા છીએ. ઊંટનો લબડતો નીચલો હોઠ છૂટો પડીને નીચે પડે તો મજેદાર નાસ્તો કરાય એવી રાહ જોતા પેલા શિયાળની જેમ.

૧૫ લાખ નથી આવ્યા? કંઇ વાંધો નહીં! મોદીજીએ બીજું વચન પણ આપ્યું હતું-'પાકિસ્તાનમાંથી દાઉદને પકડીને દેશમાં ઘસડી લાવીશું.' દાઉદ નથી પકડાયો. દાઉદને દેશમાં લાવી શકાયો નથી. ઊલટું, દાઉદે મોકલેલા આતંકવાદીઓ દેશમાં આવ્યા છે. એનું છેલ્લામાં છેલ્લું જીવતુંજાગતું ઉદાહરણ પુલવામામાં છે. પુલવામામાં આ આતંકવાદીઓએ કોઇ નાગરિક વસતિ ઉપર હુમલો નથી કર્યો. સેંકડોની સંખ્યામાં પ્રવાસ કરી રહેલા આપણાં સુરક્ષા દળો ઉપર એકલા જણે આત્મઘાતી હુમલો કર્યો છે. દેશમાં ઊકળાટ છે. સાચી વાત છે. મોદીજી પોતાને ૫૬ ઇંચની છાતીવાળા કહેવડાવતા હતા- હજુય કહેવડાવે છે. અમદાવાદી ચોપાનિયાથી માંડીને બંગાળી બાનુ સુધી કેટલાય જણ હવે આ ૫૬ની છાતીના ખિખિયાટા કરે છે.

આ તો એક-બે ઉદાહરણ છે. આવું તો બીજું ઘણું કહી શકાય. મોદીજીએ વચન આપ્યાં હતાં અને છતાં કરી શકાય નથી એવાં કામોની ખાસ્સી યાદી કરી શકાય અને પછી એમ કહી શકાય કે મોદીજી પોતાનાં વેણ પાળી શકાયા નથી માટે હવે બીજીવાર આપણે ૨૦૧૯માં એમની બદલી કરી નાખીએ.

બદલી કરી નાખવાની આપણને છૂટ છે. આપણો એ લોકશાહી અધિકાર છે પણ આ બાપુની વાત તમે સાંભળી છે? જરાક એને યાદ કરી લ્યો.

ગામના ચોરે કેટલાક બાપુઓ અફીણની ગાંગડી ખાઇને વખત ખુટાડી રહ્યા હતા. બહારગામનો એક ઘોડેસવાર ત્યાંથી પસાર થયો અને એણે ડાયરાને 'રામ રામ' કર્યા. ડાયરાએ આ અસવારને આગ્રહપૂર્વક કહ્યું-"જુવાન, સાંજ ઢળી ગઇ છે. હવે આગળ જવાનું માંડી વાળ. ગામમાં જ વાળુ કરીને રાત રહી જા. પેલા જુવાને પહેલાં તો આનાકાની કરી પણ પછી ડાયરાના ગલઢેરાઓએ બહુ તાણ કરી એટલે પેલો અસવાર ઘોડેથી નીચે ઊતર્યો અને બોલ્યો-"ભલે બાપુ, તમે બધા બહુ તાણ કરો છો એટલે અહીં રાત રોકાઇ જાઉં પણ કહો તો ખરા, રાત કોને ઘરે રોકાવાનું?' ચોરે બેઠેલા સહુ કોઇ માટે આ સવાલ અણધાર્યો અને ભારેખમ હતો. બધાએ એકબીજાની સામે જોયું, ડોળા કાઢ્યા અને પછી માથું હેઠું ઢાળીને એક જણ બોલ્યો,"ભાઇ, તારી વાત તો સાચી. આવો સવાલ ઊઠશે ઇ તો અમે જાણ્યું જ નહીં. ભલે તંયે તું તારે હેંડતો જા.

આ ઘોડેસવાર જુવાનની જેમ જો મોદીજી ચોરે અફીણની કાંકરી ખાઇને બેઠેલા આપણને સહુને પૂછે કે ભલે હું તો ઊતરી જાઉં પણ આ ઘોડે ચડશે કોણ? તો આપણી હાલત પણ પેલા ગલઢેરાઓ જેવી જ થાય એમ તમને નથી લાગતું? આપણેય એમ જ કહેવું પડે કે ઇ વાત સાચી! તમને ઉતારી તો દઇએ પણ ઘોડે ચડશે કોણ એનું કંઇ કહેવાય નહીં. એવુંય બને કે ઢીંકાધબ્બા કરીને એકબીજાને કોણીયું મારીને બધાય પોત પોતાની એક એક ટાંગ ઘોડાની પીઠ ઉપર ચડાવી દઇએ અને પછી ઘોડો હાંકી મૂકીએ. ઘોડાનું તો જે થવાનું હોય એ થાય પણ અમારુંય શું થાય ઇ તો મારો વા'લો જાણે!

જવાહરલાલજીથી માંડીને મોદીજી સુધીના પ્રધાનમંત્રીઓ સામે એક નજર તો નાખો! જવાહરલાલજીએ સત્તર વરસ રાજ કર્યું. સત્તર વરસમાં દેશની લોકશાહી પરંપરાને જરૂર જાળવી અને મજબૂત પણ કરી પણ જેટલું કરવા ધાર્યું હતું એટલું કરી શક્યા હતા ખરાં? દેશની સરહદોનું રક્ષણ એ કોઇપણ પ્રધાન મંત્રી માટે સહુથી મોટી વાત. જવાહરલાલજી આ સહુથી મોટી વાત સાંભળી શક્યા હતા ખરાં? દેશે ૧૯૬૨માં ચીનના હાથે જે માર ખાધો એની તમ્મર તો હજુ આજેય વળી નથી. ક્યારે વળશે એય કોઇ જાણતું નથી. એમનાં સુપુત્રી ઇંદિરાજીએ દેશને વચન આપ્યું હતું-ગરીબી હટાઓ! આ વચન ઉપર વિશ્ર્વાસ રાખીને દેશે એમને પ્રધાન મંત્રી બનાવ્યાં. ઇંદિરાજી એ પણ પિતાના પગલે પગલે સોળ વરસ રાજ કર્યું. આ સોળ વરસ પછી પણ ગરીબી હટી ખરી? આંકડા ગમે તે બોલતા હોય પણ નાનામોટા કોઇપણ ધર્મ સ્થાનકના દરવાજે જરાક નજર નાખજો. અર્ધભૂખ્યાં, અર્ધનાગાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો ફેંકી દેવાયેલા એંઠા પતરામાંથી રાજી રાજી થઇને કેવી ઉજાણી કરે છે!

પણ જવાહરલાલજી કે ઇંદિરાજી જ શા માટે? મોરારજીભાઇને આપણે કેવડી મોટી મોટી આશાઓથી પ્રધાન મંત્રી બનાવ્યા હતા? મોરારજીભાઇ તો ઠીક પણ જયપ્રકાશ નારાયણે પણ કેવાં વચનો આપ્યાં હતાં? આ વચનો સાવેસાવ ભૂલીને મોરારજીભાઇની ખુરશીએ ચરણ સિંહ અને જગજીવન રામ નામના બે એરુઓ આભડી ગયા. મોરારજીભાઇ કંઇ કરી શક્યા નહીં.

આની પણ એક લાંબી યાદી થઇ શકે. આ બધા પ્રધાન મંત્રીઓ બધું નથી કરી શક્યાં. મોદીજી પણ બધું નથી કરી શક્યા એનો સ્વીકાર કરવામાં કોઇ વાંધો નથી. કોઇ પણ માણસ પોતે કરવા ધારે એ બધું કામ કરી શકતો નથી. કેટલાંક કામ થઇ શકે છે તો કેટલાંક કામ થઇ શકતાં નથી. સાડાચાર વરસ પહેલાં મોદીજી જે બોલે છે એ બધાં જ કામો કરી શકે છે એવા ગળા સુધીના વિશ્ર્વાસ સાથે આપણે એમને પ્રધાન મંત્રી બનાવ્યા હતા. કોઇ પણ કામમાં સફળ થવા માટે કોઇ પણ પ્રધાન મંત્રી એકલે હાથે કંઇ કરી શકે નહીં. જવાહરલાલજીને શેખ અબ્દુલ્લાથી માંડીને કૃષ્ણ મેનન અને મૌલાના આઝાદ સુધી કેટલાય જણે ખોટા માર્ગે દોર્યા. એ જ રીતે, સફળતાનો માર્ગ પણ સહુનો સહિયારો હોય છે. મોદીજી સફળ થાય એ માટે આપણે શું કર્યું? અથવા એ નિષ્ફળ જાય એ માટે પણ આપણે શું શું નથી કર્યુંમ?મોદીજીએ જે વચનો આપ્યાં હતાં એ ખોટાં નહોતાં. આજે પણ એ ખોટાં નથી. જે કામો નથી થયાં એ કામો કરવા જેવાં તો છે જ એવું આપણે સહુ ભારપૂર્વક માનીએ છીએ.

અહીં સવાલ એ થાય છે કે જે કામો અધૂરાં રહ્યાં છે એ કામો પૂરાં કરવા માટે આપણે શું કર્યું? કવિ ઉમાશંકર જોશીએ દેશની આઝાદી આવી ત્યારે લખેલા કાવ્યની એક પંક્તિ અહીં સંભારવા જેવી છે. કવિએ લખ્યું છે - 'દેશ તો આઝાદ થાતાં થઇ ગયો- તે શું કર્યું?' આ પંક્તિને નજર સામે રાખીને આપણે સહુ આપણને જ પૂછી શકીએ- જે કામો થઇ શક્યાં છે એમાં આપણું યોગદાન કેટલું છે? જે કામો નથી થઇ શક્યાં એમાં આડખીલી રૂપે આપણે શું શું કર્યું છે? આપણે ક્યારેય એવું કહ્યું કે કર્યું જેથી પ્રધાન મંત્રીને એવો સંદેશો મળી જાય કે તમે અમારી ચિંતા કરતા નહીં, આ પ્રશ્ર્નોની પતાવટ કરવા અમે તમારી પાછળ ઊભા છીએ. ક્રિકેટના મેદાનમાં સદી કરનાર અને વિકેટ લેનાર જેટલો ઉપયોગી છે એટલો જ ઉપયોગી બાઉન્ડરી લાઇન તરફ જતા દડાને રોકનારો એકે એક ફિલ્ડર પણ છે. તમે સદી ભલે ન કરી હોય, વિકેટ ભલે ન લીધી હોય પણ ગબડતા દડાને કેટલી વાર રોક્યો? ઊંચે ઊછળેલા દડાને કેટલી વાર ઝડપ્યો? જેણે આવું કંઇ નથી કર્યું તેઓને મોદીજી આમ અને મોદીજી તેમ એવું કહેવાનો અધિકાર છે ખરો?

ક્યાંક એવું બને છે કે સારું કરવા જતા, સારું તો ન થાય પણ કશુંક ખરાબ પણ થઇ જાય. અસલ વાત કામ કરવા પાછળના ઉદ્દેશની છે, નિષ્ઠાની છે. મોદીજીએ રફાલ સોદામાં ત્રીસ હજાર કરોડ અનિલ અંબાણીને અપાવી દીધા એમ કહેવું આપણી સમજદારીને પડકારે એવું છે. મોદીજીના ભાઇ, ભત્રીજા, બહેન, બનેવી, કે અન્ય કોઇપણ કુટુંબીજન ક્યાંય સત્તા પર છે? ક્યાંય સરકારી લાભો મેળવે છે? કશીક ઊણપ હોય પણ ખરી પણ ૨૦૧૯ના દરવાજે ઊભા રહીને આપણે આવી અન્યોની ઊણપો સાથે મોદીજીની ઊણપને ચકાસવી જોઇએ. ક્યાંક શરદી, સળેખમ હોય, ક્યાંક મલેરિયા કે ટાઇફોઇડ પણ હોય પણ આપણે પસંદગી કરવાની હોય તો પસંદગી શરદી, સળેખમ અને મલેરિયા, ટાઇફોઇડની કરીશું કે પછી કેન્સર અને એઇડ્સ કે કુષ્ઠરોગની?

બધું આપણા હાથમાં છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov4hvM%2BfXx%2Bp8SZzbifdVP7Q8o38zb72J%3D5%2BTxbS%3DYLJw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હળીમળી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હળીમળી!
હેમલ વૈષ્ણવ

 

 

 

 

'પપ્પા માટે મેથીના વઘાર વગરની દાળ કાઢી?' રસોડામાં આવેલા રાકેશના પ્રશ્ન સાથે રીના ચિડાઈ ગઈ.


'ભૈસા'બ, તમારા પપ્પાને મમ્મીએ બહુ બગાડ્યા છે. રાંધવામાં દરેક વસ્તુ અલગ અલગ બનાવવાની હોય તો રાંધનારીનો તો મરો જ થઈ જાયને?'


રિક્ષાસ્ટેન્ડ સુધી પૌત્ર રિન્કુને મૂકવા જતા દાદા ભાસ્કરભાઈના કાને પુત્રવધૂના છેલ્લા શબ્દો પડયા. એમના પગ ઘડીભર થંભી ગયા.


'દાદાજી, મારે બધા સાથે રિક્ષામાં નથી જવું, મને રોજની જેમ સ્કૂટર પર મૂકી જાઓને.' રિન્કુ પગ પછાડીને જીદ કરી રહ્યો હતો.


'ના બેટા, હવે તમે મોટા થઈ ગયા. આ બીજા છોકરાઓ રિક્ષામાં જાય જ છેને'? તારે પણ એમની સાથે હળીમળીને જવાનું.' ભાસ્કરભાઈએ નાનકડા રિન્કુના માથે પ્રેમથી હાથ ફેરવી ફોસલાવી, પટાવીને રિન્કુને સ્કૂલે જવા માટે રિક્ષામાં બેસાડી દીધો.


'વળી પાછા પોતાને ભાવતું શાક ભરી લાવ્યા હશે.' પાછા આવેલા ભાસ્કરભાઈના હાથમાં શાકની થેલી જોઈને રીનાએ મોં મચકોડ્યું.


'રીના બેટા, આ તાજી તાજી મોગરી લેતો આવ્યો છું, રાઈતા માટે.' ભાસ્કરભાઈએ થેલીને ડાઇનિંગ ટેબલ પર મૂકતાં કહ્યું.


'અરે પણ બાપુજી, તમને તો કાકડીનું રાઇતું જ ભાવે છે ને તો પછી તમે આ મોગરી શું કરવા...' રીના બોલવા ગઈ.


'પણ તને તો મોગરીનું રાયતું ભાવે છે ને? ભાસ્કરભાઈએ રીનાને વચ્ચે જ રોકી દીધી.'


'એક વાત કહું બેટા, કાકડીનું રાઇતું પહેલાં તો મને જરાય નહોતું ભાવતું, પણ તારી સાસુ એવું જોરદાર બનાવતી કે પછી ભાવવા લાગ્યું. તું જોજે તો ખરી, તારા હાથના મોગરીના રાઇતાનું પણ એવું જ થવાનું. હવે બેટા, મને બગાડવાની જવાબદારી તારી.'


ભાસ્કરભાઈ રસોડાની બહાર નીકળી ગયા અને પોતાના રૂમમાં જઈને સદ્્ગત પત્નીના ફોટા સામે મીટ માંડીને જોઈ રહ્યા પછી હળવે રહીને બોલ્યા, 'સુધા, જોને હવે હું પણ મોટો થઈ ગયો, હવે હું પણ બધા સાથે હળીમળી...' બાકીનું વાક્ય પૂરું કરવું એમને જરૂરી લાગ્યું નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsfiufqL%2BJREqwMb_Nh_o%3DwcCoeFWFFzYEjsYrVKeN4Zw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભારત-પાક મુકાબલાની મોકાણ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારત-પાક મુકાબલાની મોકાણ!
અજય મોતીવાલા

amdavadis4ever@yahoogroups.com

 

આગામી ૩૦મી મેએ ઇંગ્લૅન્ડમાં શરૂ થનારા વન-ડેના ૧૨મા વર્લ્ડ કપને આડે માંડ ૩૩ દિવસ તથા પાકિસ્તાન સામેના ભારતના મુકાબલાને આડે બરાબર ૫૦ દિવસ બાકી છે ત્યારે ભારતીય ક્રિકેટમાં મતમતાંતરો પ્રવર્તે છે. ક્રિકેટપ્રેમીઓમાં અને ખાસ કરીને દાયકાઓથી ભારત-પાકની ટક્કરના સાક્ષી બનેલા ક્રિકેટચાહકોમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. આ મેગા ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ન રમવું કે રમવું? દેશદાઝ બતાડીને રમવાનો સાફ ઇનકાર કરી દેવો કે ક્રિકેટની કરતબથી દુશ્મન-દેશની ટીમને જોરદાર પછડાટ આપવા રમી લેવાનો દૃઢ નિર્ધાર કરવો? ન રમીને અને મફતમાં બે પૉઇન્ટ આપીને પાક ટીમને વિશ્ર્વકપના લીગ રાઉન્ડમાં આસાનીથી આગળ વધવા દેવું કે રમીને એને ફરી એકવાર ક્રિકેટજગતની આ સૌથી મોટી ઇવેન્ટમાં હરાવીને આંચકો આપવો? ન રમીને આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) સાથેના વિવાદને વહોરી લેવો કે પછી રમીને ભૂતપૂર્વ પ્લેયરો-નિષ્ણાતોના ક્રોધને વહોરી લેવો?

ભારત સરકારનો કોઈ પણ નિર્ણય શિરોમાન્ય ગણાશે, પરંતુ ઉપર આપણે જાણ્યા એવા બીજા અનેક પ્રશ્ર્નો ઘણા લોકોના મનમાં ઉદ્ભવતા હશે. તટસ્થ દૃષ્ટિકોણથી જોઈએ તો ન રમવામાં ફાયદો છે અને રમીએ તો પણ કેટલાક લાભો મળવાના જ છે. ભૂતકાળમાં ઘણા દેશો તેમના જોડિયા રાષ્ટ્ર સાથેની દુશ્મનાવટ, લડાઈ, ખુન્નસ અને વૈમનસ્ય છતાં એની સાથે ખેલના મેદાન પર સામાસામી કરવા ઊતર્યા હોવાના કિસ્સા બની ચૂક્યા છે. પશ્ર્વિમ જર્મની-પૂર્વ જર્મની એકમેકના કટ્ટર હોવા હતા છતાં એકબીજા સામે રમતગમતની હરીફાઈઓમાં રમ્યા હતા. દક્ષિણ કોરિયા-ઉત્તર કોરિયાની બાબતમાં પણ આવું બની ચૂક્યું છે અને હવે તો તેમની વચ્ચે ઘણી રીતે સમાધાનો પણ થયા છે. બીજું વિશ્ર્વયુદ્ધ સપ્ટેમ્બર ૧૯૩૯થી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું અને એ દરમિયાન પ્રજાનો ઉત્સાહ વધારતી રમતોમાં દુશ્મન-દેશોએ એકમેક સામે પોતાની ટીમો મેદાન પર ઉતારી હતી. એ જોતાં, આગામી વિશ્ર્વકપમાં પાકિસ્તાન સામે ભારત રમશે તો કંઈ આભ નહીં તૂટી પડે. હા, પ્રબળ દેશદાઝ ધરાવનારાઓને ઠેસ પહોંચશે અને તેમના તરફથી આપણા ક્રિકેટરો, ક્રિકેટ બોર્ડ તેમ જ સરકાર પર ક્રોધ વરસી શકે, પરંતુ રમતગમતને રાજનીતિથી અલગ રાખવાની પરંપરા જરૂર જળવાશે.

ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે ભારતમાં પાક-પ્રેરિત આતંકવાદે દાયકાઓથી આપણી કરોડોની પ્રજાને હેરાન-પરેશાન કરી નાખી છે અને સમયાંતરે આત્મઘાતી હુમલા કર્યા પછી કાશ્મીરમાં ઉરી પછી હવે પુલવામા જિલ્લામાં કેન્દ્રીય અનામત પોલીસ દળના ૪૦થી વધુ જવાનોનો ભોગ લેનારો જીવલેણ હુમલો થવાથી ત્રાસવાદ હવે તો ચરમસીમાએ આવી ગયો છે. આવા આતંકવાદને બળ આપનાર પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે આપણે રમાય જ કેમ? એવો સવાલ અસંખ્ય લોકોના મનમાં હશે. આ લોકો કહે છે કે આપણી અસ્મિતા મોખરે હોવી જોઈએ અને પાકિસ્તાન સામે ન જ રમવું જોઈએ. એક અહેવાલ તો એવો હતો કે પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી સાવ હટાવી દેવાની આઇસીસીને વિનંતી કરતો પત્ર પણ ભારતમાં તૈયાર થઈ ગયો છે. ક્રિકેટરોના મંતવ્યો જાણીએ તો સૌરવ ગાંગુલીના મતે ભારતે ક્રિકેટ તો શું, બધી રમતોની હરીફાઈઓમાં પાક સામે રમવાનું ટાળવું જોઈએ. હરભજન કહે છે કે વિશ્ર્વકપમાં ભારતે પાક સામે ન રમવું જોઈએ. યુઝવેન્દ્ર ચહલે પણ પાકને બરાબર પાઠ ભણાવવાની વાત કરી છે.

જોકે, બીજા ઘણા લોકોનું સાવ જૂદું માનવું છે. તેમનું કહેવું છે કે વર્લ્ડ કપમાં જો આપણે પાક સામે ૧૬મી જૂને મૅન્ચેસ્ટરમાં યોજાનારી લીગ મૅચમાં ન રમીએ તો પાક ટીમને રમ્યા વગર મફતમાં બે પૉઇન્ટ મળી જાય અને એ બે પૉઇન્ટ થકી પાક આગળ વધીને નૉકઆઉટ રાઉન્ડમાં સહેલાઈથી પહોંચી શકે. બીજું, પાકિસ્તાનની પ્રજા દ્વારા અને પાક-તરફીઓ દ્વારા એવો ઉપજાવી કાઢેલો નિષ્કર્ષ ઉઠી શકે કે વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમને સરફરાઝ અહમદના સુકાનવાળી પાકિસ્તાનની ટીમ સામે રમવામાં ડર લાગતો હતો એટલે એણે રમવાનું ટાળેલું. ત્રીજું, પાક સામે લીગ રાઉન્ડમાં રમવાનું ટાળીએ પણ ખરા, પરંતુ એ પછી જો નૉકઆઉટ રાઉન્ડમાં (શક્યત: ફાઇનલમાં) પણ પાક સામે રમવાનો વખત આવે તો ત્યારે શું કરવું? ફરી રમવાનું ટાળવું? નૉકઆઉટમાં રમીશું તો કહેવાશે કે લીગ રાઉન્ડમાં એની સામે ન રમ્યા અને નૉકઆઉટમાં રમ્યા, આવું કેમ? જો નૉકઆઉટમાં પણ એની સામે રમવાનું ટાળીશું તો પાકને આગળ વધવાનો સીધો માર્ગ મળી જશે.

સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ભારત જો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાનું સાવ ટાળે (લીગ રાઉન્ડમાં અને પછી નૉકઆઉટ રાઉન્ડની સંભવિત મૅચમાં) અને જો પાકિસ્તાન છેવટે વર્લ્ડ કપની ટ્રોફી જીતી જાય તો ભારતીય ટીમને અને ભારતીય પ્રજાને મોટો અફસોસ થાય. અફસોસ એવો થાય કે જો વિરાટ ઍન્ડ કંપની એની સામે રમી હોત તો તેઓ આગળ જ ન વધી શક્યા હોત અને ટ્રોફી સુધી પહોંચી જ ન શક્યા હોત.

આમેય, આપણે તો ૮ વર્ષ પહેલાં (૨૦૧૧માં) બીજી વાર વિશ્ર્વવિજેતા બન્યા હતા, પરંતુ પાકિસ્તાનને ૧૯૯૨ના તાજ પછી (૨૭ વર્ષથી) ફરી ચૅમ્પિયન બનવા નથી મળ્યું અને એવામાં જો ભારત એની સામે રમવાનું ટાળે અને એ જો વિશ્ર્વવિજેતા બની જાય તો ઇતિહાસમાં એની સુવર્ણ અક્ષરે વાહ-વાહ લખાય. સરફરાઝ ઍન્ડ કંપની ચૅમ્પિયન બને તો ખાસ લખવામાં આવે કે 'ઇમરાન ખાન ૧૯૯૨માં કૅપ્ટન હતો ત્યારે પાકિસ્તાન વર્લ્ડ કપ જીત્યું હતું અને આ વખતે (૨૦૧૯માં) ઇમરાન ખાન વડા પ્રધાન છે ત્યારે પણ પાકિસ્તાને વિશ્ર્વકપની ટ્રોફી જીતી લીધી.'

આવું થાય તો ભારતને પાકિસ્તાન સામે ન રમવાનો મોટો રંજ રહી જાય અને હૃદયમાં એ ઘા ક્યારેય ન ભુલાય. ટૂંકમાં કહીએ તો પાકને ચૅમ્પિયન ન બનવા દેવા ભારતે એની સામે રમવું જ જોઈએ.

આપણા મુકાબલામાં ઉતર્યા વગર મફતમાં બે પૉઇન્ટ મેળવ્યા પછી પાક ચૅમ્પિયન બની શકે એવી સંભાવના વિશે વિચાર કરીએ તો પણ આપણું લોહી ગરમ થઈ જાય. એ જોતાં, વર્લ્ડ કપમાં પાક સામે રમવામાં જ આપણને વધુ લાભ છે એવું ઘણા માનતા હશે. સુનીલ ગાવસકરે તો કહ્યું જ છેને કે, 'ભારત જો પાક સામેની મૅચમાંથી ખસી જશે તો પાકને વિજેતા જાહેર કરાશે અને એના ખાતામાં બે પૉઇન્ટ ઉમેરાઈ જશે. હજી તો આપણે લીગ મૅચની વાત કરીએ છીએ. સેમી ફાઇનલ કે ફાઇનલની વાત પણ મેં નથી કરી. આપણે એની સામે રમવું જ જોઈએ અને એને હરાવીને ખેલના મેદાન પરથી જડબાતોડ જવાબ આપવો જોઈએ. આપણે દરેક વર્લ્ડ કપના મુકાબલામાં પાકને હરાવ્યું છે તો પછી આ વખતે ફરી રમીને એને કેમ ન હરાવવું? હું મારા રાષ્ટ્રની જોડે જ છું અને સરકારના નિર્ણયને યોગ્ય ગણાવીશ.'

વિશ્ર્વકપના રણમેદાન પર પાક સામે રમવા ઉતરીએ એમાં ખોટું કંઈ જ નથી. આપણા ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાનો અને ન્યૂ ઝીલૅન્ડનો સફળ પ્રવાસ કરીને પાછા આવ્યા છે અને માર્ચ-એપ્રિલની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રમીને આપણા બૅટ્સમેનો 'બૅટ વધુ ધારદાર' બનાવી લેશે અને બોલરો તરખાટ માટે વધુ તત્પર હશે. આ સ્થિતિમાં પાક સામે રમવાનું આવે તો આપણા પ્લેયરો પાછળ રહે એવા છે ખરા? નહીંને? તો પછી તેમને રમવા જ દેવા જોઈએ અને પાક સામે તમામ વર્લ્ડ કપ મુકાબલાઓમાં વિજય મેળવ્યો હોવાની પરંપરા જાળવી રાખવાનો તેમને સુવર્ણ મોકો આપવો જોઈએ. વન-ડેમાં આપણે નંબર-ટૂ છીએ અને પાકિસ્તાન પાંચમા સ્થાને છે એટલે એ રીતે પણ આપણે એનાથી ઘણા ચડિયાતા છીએ.

'હાઉ ઇઝ ધ જોશ?' કહીને મૅન્ચેસ્ટરના મેદાન પર ઉતરી પડો. કૅપ્ટન વિરાટ કોહલીને તેના સાથીઓ 'હાઇ સર' કહીને જોશ બુલંદ હોવાનો કૉલ આપીને તેનો (ખુદ કૅપ્ટનનો) જોશ વધારી આપશે. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડ કપમાં આપણે પાકિસ્તાનને મોહાલીની સેમી ફાઇનલમાં ૨૯ રનથી હરાવ્યું હતું અને ત્યાર પછી ફાઇનલમાં શ્રીલંકાને પરાજિત કરીને ભારતીય ટીમે ગ્રેટેસ્ટ બૅટ્સમૅન સચિન તેન્ડુલકરને નિવૃત્તિ પહેલાં સૌથી મૂલ્યવાન ટ્રોફીની ભેટ આપી હતી. આ વખતે શક્યત: મહેન્દ્રસિંહ ધોનીનો આખરી વિશ્ર્વકપ છે અને એમાં પાકિસ્તાનને પછડાટ આપીને અને પછી ફરી એકવાર વિશ્ર્વવિજેતાના રૂપમાં આપણી ટીમ ધોનીને તાજની ભેટ સાથે યાદગાર ફેરવેલ આપી શકે એમ છે.

---------------------------

દુશ્મન-દેશો વચ્ચે રણમેદાનમાં ટક્કર થઈ ચૂકી છે

ૄ ૧૯૯૦ના દાયકામાં પશ્ર્ચિમ જર્મની અને પૂર્વ જર્મની એક થઈ ગયા એ પહેલાં તેમની વચ્ચે ૧૯૪૯થી ૧૯૯૦ સુધીમાં ઘણી રમતોમાં ક્લબ-સ્તરે ઘણા મુકાબલા થયા હતા. ૧૯૭૪ના ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપનો આ બે પાડોશી દેશો વચ્ચેનો મુકાબલો સૌથી પ્રખ્યાત ગણાય છે. એમાં પૂર્વ જર્મનીએ પશ્ર્ચિમ જર્મનીને ૧-૦થી હરાવ્યું હતું.

ૄ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વર્ષોથી એકમેકના દુશ્મન છે, પરંતુ તેઓ ફૂટબૉલમાં એકબીજા સામે ન રમતા હોય ત્યારે તેઓ એકમેકની ટીમને ટેકો આપવાનું ક્યારેય નથી ચૂકતા. આ બે દેશો વચ્ચે એશિયન ગેમ્સ અને ફિફા વર્લ્ડ કપમાં (પુરુષો તેમ જ મહિલાઓની) ઘણી મૅચો રમાઈ છે જેમાંથી અમુક દક્ષિણ કોરિયા જીત્યું છે અને કેટલીકમાં ઉત્તર કોરિયાએ વિજય મેળવ્યો છે. ક્યારેક તો તેમણે સ્પર્ધામાં સંયુક્ત ટીમો પણ મોકલી છે. થોડા મહિનાઓથી બન્ને દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધો સુધર્યા છે જેને પરિણામે તેઓ ૨૦૩૨ની સાલની ઑલિમ્પિક્સ પોતાને ત્યાં સંયુક્તપણે યોજવા વિચારી રહ્યા છે.

ૄ ૧૯૩૯થી ૧૯૪૫ સુધીના બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન વિશ્ર્વભરમાં લાખો ને કરોડો લોકોએ જાન ગુમાવ્યા હતા, પરંતુ મનોરંજનની સંયુક્ત મહેફિલો જામી હતી એમ ખેલકૂદના મેદાન પર દુશ્મન-દેશોના ખેલાડીઓ આમનેસામને રમ્યા હોવાના કિસ્સા પણ બન્યા હતા. એક રીતે સ્પોર્ટ્સ તથા એન્ટરટેઇનમેન્ટને કારણે વિશ્ર્વયુદ્ધ દરમિયાન થોડી શાંતિનો પ્રસાર થયો હતો. અમેરિકા-જર્મની વચ્ચે બૉક્સિગંની રિંગમાં મુકાબલા થયા હતા તો ઇંગ્લૅન્ડ કેટલાક દુશ્મન રાષ્ટ્રો સામે રમતના મેદાનમાં રમવા ઊતર્યું હતું. અમેરિકા અને જાપાન પણ દુશ્મન રાષ્ટ્રોના ખેલાડીઓ વિરુદ્ધ રમ્યા હતા.

ૄ સૌથી મહત્ત્વની વાત એ છે કે ૧૯૯૯માં કારગિલની વૉર ચાલી રહી હતી ત્યારે ઇંગ્લૅન્ડના વન-ડેના વર્લ્ડ કપમાં ભારત-પાક વચ્ચે મુકાબલો થયો હતો.

--------------------------

વર્લ્ડ કપ જેવી ઇવેન્ટમાં રમવું પડતું હોય છે!

ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલકૂદ સ્તરે ૨૦૦૮ના મુંબઈ ટેરર-અટૅક પછી દ્વિપક્ષી સંબંધો ભલે નથી રહ્યા, પરંતુ તેમણે મોટી ટુર્નામેન્ટોમાં એકમેક સામે રમવું પડ્યું છે. ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફીની જ વાત કરીએ. ત્યારે લંડનમાં ભારત-પાક વચ્ચે ફાઇનલમાં ટક્કર થઈ હતી જેમાં પાકિસ્તાનનો ૧૮૦ રનથી વિજય થયો હતો. વર્લ્ડ કપ જેવી સૌથી મોટી સ્પર્ધામાં (આઇસીસીના નિયમ મુજબ) કોઈ પણ દેશે બીજા કોઈ પણ હરીફ સામે (પછી ભલે એ એનો દુશ્મન-દેશ હોય તો પણ) રમવું જ પડે. કારણકે આવી મેગા સ્પર્ધામાં બ્રૉડકાસ્ટરો તેમ જ સ્પૉન્સરો સહિતના અનેક પ્રકારના કરોડો ડૉલરના કરારો થયા હોય છે અને એને પરિપૂર્ણ કરવા જ પડે. જો કોઈ દેશ કોઈ કારણસર એ કરાર પૂરા કરવામાંથી હટી જાય તો એ દેશની ટીમે અમુક પૉઇન્ટ તો ગુમાવવા જ પડે, એના ક્રિકેટ બોર્ડે જંગી રકમની પેનલ્ટી પણ ભરવી પડે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtNYFxvacSUcy-_F%2BwC9uZizHU9zkDrUeW3XDW97cYtgA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બધા આપણને સમજે જ એવું જરૂરી થોડું છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બધા આપણને સમજે જ એવું જરૂરી થોડું છે!
કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

 

આ કોરી વાવના તળિયે અડી ગયું છે કોઈ, અડીને પાછું પગથિયાં ચડી ગયું છે કોઈ, રહ્યો આ વાતનો અફસોસ જિંદગી આખી, મને સ્વયંથી વધારે નડી ગયું છે કોઈ.

ભાવિન ગોપાણી

 

મને કોઈ સમજતું નથી. મારી વાત કોઈને સમજાતી નથી. મને બધા મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. હું કેટલા નેક ઇરાદાથી બધું કરું છું અને લોકો એનો જુદો જ મતલબ કાઢે છે. આવું બધું ક્યારેક ને ક્યારેક આપણને થતું હોય છે. આવું થાય ત્યારે આપણે ડિસ્ટર્બ થઈએ છીએ. આપણે માણસ છીએ, પથ્થર નથી. આપણા શરીરમાં પણ એક દિલ ધડકે છે. આપણને પણ વેદના થાય છે. આપણી દાનત અને ઇરાદાઓ સામે શંકા થાય ત્યારે પીડા થવી સ્વાભાવિક છે.

 

દુનિયામાં સૌથી મહત્ત્વનું એ છે કે, આપણને ખબર હોય કે હું કેવો છું?

 

આપણે જેને પોતાના માન્યા હોય, જેના સુખ માટે સતત કામના કરી હોય અને જેનું સપનામાં પણ બૂરું ઇચ્છ્યું ન હોય એ પણ આપણને સમજે એવું જરૂરી નથી. સમય જ એવો આવ્યો છે કે કોઈ આપણું સારું કરે તો પણ આપણને શંકા જાય! મારું ભલું કરવા પાછળ એનો ઇરાદો શું હશે? કોઈ કોઈના માટે કોઈ કારણ વગર કંઈક કરે એવું આપણે માની કે સ્વીકારી જ નથી શકતા!

 

એક માણસની આ વાત છે. એક કંપનીમાં તે બોસ હતો. તેની કંપનીમાં ઘણા નવા છોકરા-છોકરીઓ કામે આવતાં. ફ્રેશર્સમાં ઘણાં ટેલેન્ટેડ હતાં. એ માણસ કોઈને ખાસ મદદ ન કરે. કોઈ પ્રત્યે વધુ લાગણી કે સહાનુભૂતિ ન રાખે. એક વખત તેના મિત્રએ કહ્યું કે, તું કેમ આવું કરે છે? જે છોકરા કે છોકરી ટેલેન્ટેડ હોય એને તારે મદદ કરવી જોઈએ. એની પાછળ વધુ ધ્યાન આપવું જોઈએ. આ વાત સાંભળીને પેલા માણસે કહ્યું કે, સાવ સાચું કહું કે હું એવું કેમ નથી કરતો. એનું કારણ એ છે કે, મને ડર લાગે છે.

 

તેણે પછી એક વાત શેર કરી. હું આ કંપની અગાઉ એક કંપનીમાં કામ કરતો હતો. ત્યાં એક છોકરો જોબ પર આવ્યો. નવો હતો. ખૂબ જ ઉત્સાહી. એને જોઈને મને મારી યુવાની અને કામના પ્રારંભના દિવસો યાદ આવી ગયા. મને થયું કે આ છોકરા માટે હું મારાથી બનતું બધું જ કરીશ. મેં તેની પાછળ ખૂબ મહેનત કરી. એ પણ મારું બધું માનતો. એના કામના કારણે એનું પ્રમોશન પણ થયું.

 

મને બીજી કંપનીમાં સારી જોબની ઓફર મળી એટલે મેં એ જોબ છોડી દીધી. એ છોકરાને શુભકામનાઓ પાઠવી. ખૂબ મહેનત કરવાની શિખામણ આપી. હું આ નવી કંપનીમાં કામે લાગી ગયો. થોડા દિવસ પછી એ યુવાન મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું કે, મને નોકરીમાંથી કાઢી મૂક્યો!

 

આ વાત જાણીને મને આશ્ચર્ય થયું. એનાથી પણ વધારે દુ:ખ તો ત્યારે થયું જ્યારે એ છોકરાએ મને નોકરીમાંથી કાઢી મૂકવાનું કારણ કહ્યું. તેણે કહ્યું કે, મને બોલાવાયો. મને કહ્યું કે, તું જૂના બોસનો માણસ છે, બનવા જોગ છે કે તું અહીંની માહિતી તેને પહોંચાડે! તમે ગયા પછી આપણી તો વાત જ નથી થઈ! મારા પર આવો આક્ષેપ અને તમારા પર આવી શંકા! તેની વાત સાંભળી મેં એને આશ્વાસન આપ્યું કે એવું થતું હોય છે. તારામાં ટેલેન્ટ છે. બીજે ક્યાંક થઈ જશે. ચિંતા ન કર! એ યુવાન રડીને મારી પાસેથી ગયો. મારી કંપનીમાં તેને લાયક જોબ હતી, તો પણ મેં તેને એ જોબ ઓફર ન કરી. હું નહોતો ઇચ્છતો કે તેના પર લાગેલી મારા માણસની છાપ પાક્કી થઈ જાય. આ ઘટના પછી હું સાવચેત થઈ ગયો. હવે હું કોઈ છોકરા-છોકરીને વધુ પડતી મદદ કરતો નથી.

 

આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તું પણ ગજબ છે. કોઈ શું બોલશે, કોઈ શું વિચારશે, કોઈ શું માનશે અને કોઈ શું ધારશે એવું વિચારીને આપણે જે કરતા હોઈએ એ બંધ કરી દેવાનું? માણસે સરવાળે એક જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે એ પોતાની જાત સાથે ઓનેસ્ટ હોય. મારો ઇરાદો સારો છે એટલી ખબર હોય તો પૂરતું છે. બધા આપણે સમજતા હોય એવું જરૂરી નથી. લોકો શું વિચારશે એ એની સમજણશક્તિ ઉપર છોડી દેવાનું. બધા સારું જ વિચારે એવું જરૂરી નથી. એવું શક્ય પણ નથી. જે લોકો સ્વાર્થ વગર કંઈ ન કરતા હોય એ લોકો ક્યારેય સ્વીકારી જ નથી શકવાના કે કોઈ માણસ કંઈ સ્વાર્થ વગર કંઈક કરતા હોય! લોકોની માન્યતા લોકોને મુબારક. આપણા સત્યને કોઈ અસત્ય સમજે તો એમાં વાંક આપણો નહીં, પણ એનો હોય છે. આપણો વાંક ન હોય તો આપણે ચિંતા શા માટે કરવી જોઈએ?

 

બીજી એક વાત યાદ રાખવી પણ જરૂરી છે કે, બધા ક્યારેક આપણને સમજવાના જ નથી. બધાને સમજાવવા જશો તો જે કરવું હશે એ નહીં કરી શકો. આપણો જન્મ કંઈ બધાને સમજાવવા માટે થયો નથી. બધાને રાજી રાખવાનું કામ આપણું નથી. ઘણા લોકો એવા હોય છે જેના માટે તમે ઘસાઈ જાવ તો પણ એને કંઈ ફેર પડવાનો નથી. આપણા લોકો આપણને સમજે એટલું જ જરૂરી છે. ક્યારેક તો એવું પણ બનવાનું કે આપણા લોકો પણ આપણને ન સમજી શકે! આવું થાય ત્યારે દુ:ખ થાય છે. દુ:ખ સહન કરી લેવાનું પણ જે કરતાં હોય એ છોડવાનું નહીં!

 

એક યુવતીની આ વાત છે. નવી નવી સાસરે ગઈ. સાસરાના લોકો માટે તેનાથી થાય એ બધું કરી છૂટે. એને થાય કે કોઈક તો મારું સારું બોલે. કોઈ ક્યારેય એનાં વખાણ ન કરે. ધીરે ધીરે એ કંટાળવા લાગી. આ કોઈને કંઈ ફેર જ પડતો નથી. હું ખોટી સારી થવા જાઉં છું. મને ક્યારેય જશ મળવાનો નથી. હું ઘરની વહુ એટલે આ બધા તો એનો અધિકાર હોય એ રીતે વર્તવા લાગ્યા છે. મારે હવે ઓછું કરી નાખવું છે.

 

એક દિવસ ઘરમાં પ્રસંગ હતો. તેણે પોતાની આવડત અને આદત મુજબ પૂરી લગનથી બધું જ કર્યું. રાત પડે એ ખૂબ જ થાકી ગઈ. બેડરૂમમાં ગઈ. એનો હસબન્ડ એની રાહ જોતો હતો. એ એટલી થાકી ગયેલી કે સીધી પથારીમાં પડી. તેનો હસબન્ડ નજીક ગયો. તેના માથા પર હાથ મૂક્યો. તેણે કહ્યું, બહુ થાકી ગઈ છે ને આજે! તેં બધું બહુ સારી રીતે કર્યું. આઇ એમ પ્રાઉડ ઓફ યુ. સાચું કહું, તું કરે છે એટલું હું ન કરી શકું. મને તારું ગૌરવ છે!

 

પત્નીની આંખો ધીમે ધીમે ભીની થવા લાગી. પતિના હાથ તેણે આંખો પર મૂકી દીધા. તેણે કહ્યું, થેંક્યૂ! તારા શબ્દોથી મારો થાક ઊતરી ગયો. એક વાત પૂછું, હું બરાબર કરું છું ને? પતિએ કહ્યું, હા, તું એકદમ બરાબર કરે છે. મને એ પણ ખબર છે કે તને કોઈ એપ્રિસિએટ નથી કરતું. એ લોકોને જે કરવું હોય એ ભલે કરે, પણ તું આવી ને આવી રહેજે. એક વાત યાદ રાખજે, કોઈ સમજે કે ન સમજે, હું તને સારી રીતે સમજુ છું. કોઈ તારાં વખાણ કરે ન કરે, હું તને એપ્રિસિએટ કરું છું. પત્નીએ કહ્યું, બસ, મને આ જ જોઈતું હતું. તું એક સમજે તો બસ છે. બીજાથી બહુ ફર્ક નથી પડતો.

 

આપણે બીજા પાસેથી એવી આશા રાખીએ છીએ કે લોકો આપણને સમજે. તેની સાથે થોડુંક એ પણ વિચારવું જોઈએ કે, હું કોને કેટલા સમજુ છું? મને કોની કેટલી કદર છે? દુનિયામાં સૌથી મહત્ત્વનું એ છે કે, આપણને ખબર હોય કે હું કેવો છું? તમે એક સારા હશો તો દુનિયા એટલિસ્ટ તમારા પૂરતી સારી થવાની છે. દુનિયાનું અસ્તિત્વ સારા લોકોની અને સારાં તત્ત્વોથી છે. કુદરત પણ આ જ શિરસ્તો અપનાવતી હોય એવું નથી લાગતું? તમે જુઓ, દિવસના 24 કલાકમાં અંધારું તો આઠ કલાક જ હોય છે.

 

બાકીના સોળ કલાક તો અજવાળું જ હોય છે ને? ઈશ્વરનો એ જ સંકેત છે કે અંધારું તો ઓછું જ છે, અજવાળું વધારે છે. તમે અજવાળાને એન્જોય કરો. અંધારાની ચિંતા ન કરો. જિંદગીમાં પણ થોડુંક ન ગમે એવું હોવાનું છે. ગમે એવું કેટલું બધું છે. એને માણો. બધા બધું સમજે એવી અપેક્ષા ન રાખો. પોતાની વ્યક્તિ સમજતી હોય તો ઇનફ છે. એ પણ દરેક વખતે સમજે જ એવું જરૂરી નથી. આપણે સમજતા હોવા જોઈએ કે, હું સાચો છું, હું સારો છું, હું ખોટું કરતો નથી, મારી દાનત સારી છે. બધાને રાજી રાખવા જશો તો તમે જ રાજી રહી નહીં શકો!

 

 

 

છેલ્લો સીન:

તમે જો એવું ઇચ્છતા હોવ કે તમને લોકો સમજે તો સૌથી પહેલાં તમે પોતાને સમજો. પોતાને સમજતા હોઈએ તો પછી બીજાને સમજાવવાની બહુ ચિંતા કરવા જેવું પણ રહેતું નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os9Dg9GdFCt%3Dc8toSE170y0n8erJ4GQLO9Jf0Jy-AqG_w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.