Sunday, 27 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મલ્ટિટાસ્કિંગ: સમયનો છૂપો વેડફાટ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મલ્ટિટાસ્કિંગ: સમયનો છૂપો વેડફાટ!
સ્પેશિયલ-મૌસમી પટેલ

 

 

 

૩૪ વર્ષની આશકા એક બાજું કાનમાં ઈયરફોન નાખીને ઘરમાં કૂકને સાંજના ડિનરનો મેનુ જણાવી રહી હતી અને બીજ બાજું તેની આંખો સ્ક્રીન પર આવેલા ઈમેલને વાંચી રહી હતી અને ત્રીજી બાજું તેની હાથની આંગળીઓએ એ ઈમેલનો જવાબ આપવાની જવાબદારી ઉઠાવી લીધી હતી. પણ સાંજે જઈને જોયું તો કૂકે રસોઈમાં દાટ વાળ્યો હતો અને જવાબમાં મોકલેલા ઈમેલમાં વ્યાકરણની એક-બે સિલી મિસ્ટેક થઈ ગઈ જેને કારણે બીજા દિવસે સવારે જ બૉસની વઢ ખાવાનો વારો આશકાને આવ્યો હતો. શું થાત કે આશકા પાંચ મિનિટ બચાવવાના ચક્કરમાં એક સાથે બે-ત્રણ કામો ના કર્યા હોત તો? સાંજે રસોઈ પરફૅક્ટ મળી હોત અને બૉસની વઢ પણ ના ખાવી પડત.


પણ આપણે આશકાનો વાંક નહીં કાઢીએ આમાં. આજકાલ જમાનો સ્પીડનો છે અને બધાને જ બધું ઝડપથી જોઈતું હોય છે. આ ઝડપની સાઈડ ઈફેક્ટ છે. મલ્ટિટાસ્કિંગ. દરેક વ્યક્તિ અહીં ખૂબ જ વ્યસ્ત છે અને દિવસના ૨૪ કલાક પણ લોકોને ઓછો પડવા લાગ્યા છે એટલે લોકો એક જ સમય પર બે-ત્રણ કામો સાથે કરવાનું વધારે પસંદ કરે છે. પણ આ મલ્ટિટાસ્કિંગ લોકો પર જ ભારે પડી રહ્યું છે અને એટલું જ નહીં સમયનો થોડો ઘણો વ્યય પણ આ મલ્ટિટાસ્કિંગને કારણે થઈ રહ્યો છે, જેની લોકોને ખબર જ નથી પડી રહી. આજે આપણે વિશે વાત કરીશું અને જાણીશું કે કઈ રીતે સમય બચાવવાની તમારી આ પેરવી જ તમારો સમય વેડફી રહી છે એ વિશે.


સૌથી પહેલાં એક જ સમયે એક સાથે અલગ અલગ કામ કરવાની વૃત્તિ પર તમારે નિયંત્રણ મેળવવાની જરૂર છે. ઘણી વખત એવું બને છે કે તમે કોઈ મીટિંગમાં બેઠા છો. કોઈ તમારી સાથે વાત કરી રહ્યું છે અને એ જ વખતે તમે પ્રેઝેન્ટેશન પણ વાંચવા લાગો છો અથવા તો મેલ કે ટૅક્સ્ટ મેસેજ વાંચીને તેના જવાબો આપતા હોવ છો. હવે આમાં થાય છે એવું કે ન તો તમે પેલી વ્યક્તિની વાત શાંતિથી સાંભળી શકો છો કે ન તો પછી તમે ટૅક્સ્ટ મેસેજનો જવાબ યોગ્ય રીતે આપી શકો છો, પ્રેઝેન્ટેશન તમારા ધ્યાનમાં આવતું નથી.


તમને ભલે લાગતું હોય કે તમે મલ્ટિટાસ્કિંગ છો, પણ તમારું મગજ તો એક જ છે ને? અને એ બિચારું એક જ સમયે એક સાથે આટલી બધી ક્રિયાઓ પર કામ કરી શકતું નથી. આવા સમયે થાય છે એવું કે તમારા કામની ક્વૉન્ટિટી તો પ્રમાણમાં સારી હોય છે, પણ તેની ગુણવત્તા સાથે તમે અજાણતામાં જ કોમ્પ્રોમાઈઝ કરવા લાગો છો.


હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે તમે એક સાથે જ્યારે અનેક કામો કરો છો ત્યારે સરેરાશ બંને કામ કરવામાં સામાન્યપણે લાગતા સમય કરતાં ૩૦ ટકા વધારે સમય તમને લાગે છે. જો એ જ બંને કામ તમે વારાફરતી કરશો તો ખરા અર્થમાં તમે સમયની બચત પણ કરી શકશો અને બીજું અને સૌથી મહત્ત્વનું એટલે એ કામમાં ભૂલ થવાની શક્યતાઓ નહીંવત્ હશે. દાખલા તરીકે ઘણી મહિલાઓને આદત હોય છે કે મોબાઈલ જોતાં જોતાં જમવાનું બનાવવાની. આવા સમયે તમારું ધ્યાન મોબાઈલ અને જમવાનું બંને બનાવવાની બંનેમાંથી એક પ્રક્રિયામાં ચોક્કસ જ કંઈકને કંઈક લોચો તો ચોક્કસ જ મારશે અને એમાં નુકસાન તો તમારું જ થવાનું છે.


હાલમાં આપણી જિંદગીનો ૩૦ ટકા સમય ઓફિસના ઈમેલ, મેસેજ વાંચવામાં જ જાય છે. મેલ અને મેસેજમાં સમય વેડફવાને બદલે જે વ્યક્તિને મેસેજ આપવાનો છે એને સીધેસીધો ફોન કરીને વાત કરી લેવાથી બંનેનો સમય બચી જશે. આવું કરવાથી એક ફાયદો તો એ થશે કે તમારી વાત સીધેસીધી સામેની વ્યક્તિના કાન સુધી પહોંચી જશે.


ઘણી વખત એવું થાય છે કે આપણે તો મેસેજ કે ઈમેલ કરી દઈએ છીએ, પણ સામેવાળી વ્યક્તિ જો સમયસર મેસેજ કે મેલ ચેક ના કરે તો આખું કામ કાજ ખોરવાઈ જવાની શક્યતા રહેલી હોય છે, તો ઘણી વખત એવું થાય છે કે તમે એકઝેક્ટલી શું કહેવા માગો છો એ સમજવામાં ગરબડ થઈ જાય છે. ફોન પર વાત કરવાનો એક બીજો ફાયદો એ પણ છે કે જો સામેવાળી વ્યક્તિને તમારી વાત સમજાઈ નથી તો તમે તરત જ બીજી વખત એ વાત સમજાવીને આખો વિષય ત્યાંનો ત્યાં પૂરો કરી શકો છે.


ફોન પર વાત કરવાનો એક બીજો ફાયદો એ પણ છે કે તમારી અને સામેવાળી વ્યક્તિ વચ્ચે એક સંબંધ સ્થપાશે. કદાચ એટલે જ વાત-ચીતને સંબંધ સ્થાપવાનો સૌથી મોટો બ્રિજ માનવામાં આવે છે. વ્યવસાયનું ઈંધણ છે વાત-ચીત.


અવાજથી સંબંધ બનવામાં મદદ મળી રહે છે. જોકે હવે આપણે


સમય બચાવવાના ચક્કરમાં એક જ સમયે એક કરતાં ઘણાં કામો સાથે કરતાં હોઈએ છીએ એટલે આપણી પાસે એ વિચારવાનો સમય જ નથી રહેતો કે આખરે આ કરવું જરૂરી છે કે નહીં?


સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તમારી દિવસની શરૂઆત કેવી રીતે કરો છો? જો તમે સવારથી જ કામમાં લોચા મારવાનું શરૂ કરી દો છો તો તમારો આખો દિવસ પણ આવો જ જશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. પરિણામે તમારી સવાર સુંદર અને શાંત હોવી જોઈએ, જેથી તમારો બાકીનો દિવસ પણ એવો જ જાય.


સમય પર ક્ધટ્રોલ કરવાનો ત્રીજો અને મહત્ત્વનો નુસખો એટલે સવારે તમે જ્યારે ઉઠોને ત્યારે દસ મિનિટ સુધી એકદમ શાંત બેસી રહો. માત્ર વિચાર જ કરો. જો ઘરમાં આવું કરવામાં અવરોધ ઉભો થતો હોય તો બહાર ગૅલેરીમાં કે ગાર્ડનમાં બેસીને પણ દસ મિનિટ સુધી શાંત ચિતે માત્ર વિચાર જ કરો. આ વિચારવાની પ્રક્રિયા દરમિયાન જ વિચારો કે આજે આખા દિવસમાં તમારે કયા કયા મહત્ત્વના કામો કરવાના છે. આ જ રીતે આખા દિવસ દરમિયાનના કે આખા અઠવાડિયાના મહત્ત્વના કામોની એક યાદી બનાવો અને તેના પર કામ કરવાનું શરૂ કરી દો. ઘણી વખત સમય બચાવવાનો સૌથી શ્રેષ્ઠ અને સારો ઉપાય એ હોય છે કે તમે કંઈ જ ના કરો અને બસ એક જ જગ્યાએ, શાંત ચિત્તે બેસી રહો અને પોતાના વિશે, આસપાસના વાતાવરણ વિશે, કુદરત વિશે વિચારો.


વાંચવામાં ચોક્કસ જ અટપટું લાગ્યું હશે, પણ આ બધી નાની નાની ટ્રિક્સ જીવનમાં અપનાવવાથી મોટા-મોટા પરિવર્તનો લાવી શકાય છે. હૉપ ફૂલી મલ્ટિટાસ્કિંગ એ એક રીતે તો સમય બચાવનારી નહીં પણ સમય વેડફનારી અને નુકસાન પહોંચાડનારી વૃત્તિ હોવાનું જાણ્યા બાદ આજથી તમે આ વૃત્તિને તિલાંજલિ આપી દેશો!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvreO%3DQftSkLNUMRvnjRmb%2BcCfLmXO9%3D3QFf%2Bs6M0vPhw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment