Thursday 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સારી ચા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સારી ચા!
અશોક દવે

 

 

 

બહુ સમજી વિચારીને સીધો આક્ષેપ જ કરૂં છું કે, આપણી ૯૦-બેવુ નહિ, સોએ સો ટકા ગુજરાતી સ્ત્રીઓને ચા બનાવતા.... આઇ મીન, સારી ચા બનાવતા નથી આવડતી. રસોઈ-પાણીમાં બીજું બઘું તો સારૂં બનાવતી હશે. (એક બહેનને તો સ્વાદિષ્ટ મઝાના ભાત બનાવતા પણ જોયાં છે... કહે છે કે, ભાત બનાવવામાં એમને બહુ બુદ્ધિ વાપરવી પડે છે...!) પણ ચામાં ભલભલી ગુજરાતણોની 'દાળ ગળતી નથી' (ચામાં દાળ ગળવાનું ગ્રામર બરોબર છે?) ફ્રેન્કલી મને ૪૮ થયા, એમાં સારી ચા કોને કહેવાય એનું ભાન પડવાના આઠ વરસ કાઢી નાંખીએ તો ૪૦ વર્ષમાં રોજની એવરેજ ૩ કપ ચા ગણતાં આજ સુધી મેં ૪૪,૦૦૦ કપ ચા પીધી કહેવાય. જાતનો બ્રાહ્મણ છું એ જોતાં ૪૪-માંથી એકાદ હજાર કપ મારા ઘરની ચા પીધી ગણતા ગુજરાતની લગભગ ૪૩,૦૦૦ કપો ચા મેં બહાર પીધી ગણાય. હોટલ-લારી કે રેલવેની ૧૦-૧૫ હજાર કપ બાદ કરી નાંખો ને કોણ ના કહે છે, પણ તો ય બાકી રહેતા ૩૦,૦૦૦ કપો ચા મેં ગુજરાતણોના હાથની પીધી હશે કે નહિ? એક્કે ય માં ઠેકાણા નહિ, વાત શું કરો છો? કોકની ચા પાણી જેવી હોય, કોકની શેરડીના રસ જેવી ગળી તો કોકની શિવામ્બુ જેવી! (મેં હજી સુધી શિવામ્બુ ચાખ્યું નથી, પણ કેટલાક ઘરોમાં ચા પીઓ એટલે એમના ઘરમાં વાપરતા વધેલું શિવામ્બુ આપણને પીવડાવતા હોય એવું લાગે!) ગળામાં, છોલ્યા વગરનો લાકડાનો કકડો ભરાઈ ગયો હોય એવો ગરમ મસાલો ચામાં કેટલીક ગૃહિણીઓ નાંખતી હોય છે, તો બાકી વધેલ તમામ ગુજરાતણોનો એક અવગુણ કોમન... કાં તો દૂધ કાં તો ચા કાં તો બન્ને ઓછાં નાંખીને ચા બનાવવામાં આપણી સ્ત્રીઓનો જોટો જડે એમ નથી...


પાછું, આવી ભંગારના પેટની ચા પીવડાવ્યાં પછી આપણને પૂછે, 'બરોબર થઈ છે?' આવીઓના તો વરો માંદા પડે ત્યારે એમને ગ્લુકોઝને બદલે એણે બનાવેલી ચાના બાટલા ચઢાવવા જોઈએ! અહીં ગુજરાતણો લખ્યું એમાં મરાઠી, પંજાબી, મારવાડી, કન્નડા, મલયાલી, બેંગોલી કે તમિળ સ્ત્રીઓએ બહુ ફિશીયારીઓ મારવાની જરૂર નથી આ કૉલમમાં જ્યારે પણ 'ગુજરાતણ' શબ્દ વપરાય એટલે એમાં તમે બધીઓ આવી ગઈઓ, સમજવાનું... ગુજરાતમાં રહે એ ગુજરાતણ! વળી, હું આ બધીઓને ત્યાં ચાઓ પી આવ્યો છું એટલે ખોટાં વહેમો તો મારવા જ નહિ કે, ચા બનાવવામાં અમે ગુજ્જુ સ્ત્રીઓ કરતાં સ્હેજ બી ઊંચીઓ છીએ... માય ફૂટ!


સાંભળ્યું છે કે, સારી ચા બનાવવા માટે બહુ લાંબી બુદ્ધિની જરૂર પડતી નથી, એ જ કારણે ઘણાં ઘરોમાં સવારની ચા તો હસબન્ડોઝ બનાવતા હોય છે. ઘણાં ગોરધનો પોતાની બનાવીને પી લે, એ તો ચલાવી લઈએ, પણ લલવાઓ વાઇફની ચા ય પોતે બનાવીને પીવડાવી આવે છે. એ વાત જુદી છે કે, કેટલાંક ગોરધનોનું મનપસંદ પીણું 'હલાવીને પીવાની ત્રણ ચમચી દવા' ન હોવાથી, વાઇફે બનાવેલી ચા પસંદ કરતા નથી. ટી.વી. પર આવતી ચાની ઘણી ઍડ ફિલ્મોમાં ગોરધન વાઇફે બનાવેલી ચાની એક ચુસકી મારીને આપણી સામે જોઈ હસે છે, ત્યારે મારી સખત હટી જાય છે... કે, 'ચા સારી બની એમાં તું શેનો હસ હસ કરે છે, વાંદરા... જે કાંઈ કમાલ છે એ 'ચિપટન' કે 'જેમ્સબૉન્ડ' ચાના જાંબલી લૅબલની કમાલ છે... તારી વાઇફને તો સરખાં કપડાં ધોતાં ય નથી આવડતું ને પાછો ચુસકી મારીને એની સામે હસે છે?'


આશરે ૨૩ હજાર વર્ષ પહેલાં ઉત્તર ચીનનાં ફૂંગ-ચી-હો પરગણામાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે, ચા-કૉફી બનાવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે પણ એ પછીના લગભગ ૧૫૬૭ વર્ષો પછી ફૂંગ-ચી-હો પ્રાંતના લોકોને આપણી ગુજરાતણોએ બનાવેલી ચા ડોલચા ભરીને મોકલવામાં આવી ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે, ચા બનાવવામાં પઈની અક્કલે વાપરવી પડતી નથી. આમાં તો આડેધડ દે જ દે કરવાની હોય છે. એવું ચીનના વિશ્વ વિખ્યાત સાયકલ પ્રવાસી હુઆ-ફૂઆ-ફેંગે તેની ડાયરીમાં 'ગુજરાતણોની ચા કોફી' પ્રકરણમાં બોર થઈને લખ્યું છે. આશરે અઢી હજાર વર્ષ પહેલાં લખાયેલી વાદળી પુંઠાની આ ડાયરીમાં એક જગ્યાએ તો હુઆએ નીચે લાલ અન્ડરલાઇન કરીને ગુજરાતીમાં શાયરી લખી છે :


''હતા શંકર સુભાગી કે દીઘું'તું એને દેવોએ,
પીઉ છું હું તો ગુજરાતણનું દીધેલું ઝેર રકાબીમાં''


પ્રશ્ન એ થાય છે કે, આમ ખૂબ પ્રેમથી જમાડનાર ગુજરાતણો ચા બનાવવામાં જ કેમ વેઠ ઉતારે છે? એમ કહેવાય છે કે, સ્ટેટસ-બેટસની ભાણી પૈણાયા વગર સાચે જ સારી ચા પીવી હોય તો ફાઇવ-સ્ટાર હોટલને બદલે ચાની કોક લારી પર પહોંચી જાઓ... એકદમ ઝક્કાસ ચા મળશે બિડ્ડુ! હા, એનો મતલબ એ પણ નહિ કે, સારી ચા પીવા માટે રોજ સવારે લારીવાળાને આપણ ઘેર બોલાવી લેવાનો ને અડધી કલાક એની લારી સંભાળવા વાઇફને મોકલી આપવાની! આપણે ચાની દુનિયામાં સમૃદ્ધ થઈ જઈએ, પણ લારીવાળાના ધંધાના ભૂક્કા બોલી જાય ને, બૉસ? સદીઓ પહેલાં ભારત દેશ ઉપર શક, કુશાણ અને હુણો ચઢી આવેલાં, એ લોકો એવું માનતા કે ગુજરાતણોએ સારી ચા પીધી હોય તો બીજા માટે સારી બનાવે ને?


એક જ નિયમ નક્કી કે, બે કપ ચા બનાવવા માટે એક કપ દૂધ, બે ચપટી ચા, બે ચમચી ખાંડ અને બે કપ પાણી છાંટયું એટલે ચા તૈયાર... પણ પીનારના મોઢા સામે એકવાર જુઓ તો ખબર પડે કે, આના કરતાં તો ડીટર્જન્ટની ભૂકીવાળું પાણી ગરમ કરીને પીવડાવી દીઘું હોત તો, બીજું બઘું તો ઠીક, એના મોઢામાંથી સાંજ સુધી ફીણના ફુગ્ગા તો નીકળે રાખત? ઇતિહાસકારો કહે છે કે, ફાધરનું કિંગડમ સમજીને ભારતમાં રહી જવા માગતા મોગલો કે અંગ્રેજોને આપણા રાજા-મહારાજાઓ કે મહાત્મા ગાંધીએ નથી કાઢયાં. ગુજરાતણોની ચાએ કાઢયાં છે. આ જ કારણે ગુજરાતીઓને અમેરિકાના વીસા જલ્દી મળતાં નથી 'હં હં... આ લલ્લુઓને ચાનું તો ભાન નથી, ત્યાં મોનિકાને શું પીવડાવશે?' બીજું એક કારણ ભગવત-ગીતામાં લખ્યું છે કે, ગુજરાતણો ચાને મેહમાનો ભગાડવાનું સાધન સમજે છે, એટલે વેતા વિનાની ચા બનાવે છે. મને યાદ છે કે ઇન્જેક્શન માર્યા પછી ડૉક્ટરો પેશન્ટને રીએક્શન આવતું તો નથી ને, એ જોવા દસ મિનિટ બેસાડી રાખે છે, એમ ઘણી ગૃહિણીઓ ચા પીવડાવ્યા પછી તરત આપણને ઉઠવા દેતી નથી... નસીબ હોય તો, પોતાના કાંડાની કમાલ દસ મિનિટમાં જ જોવા મળે માટે!


યાદ હોય તો જેના ઘેર આપણને ચા પીવડાવવાના જબરદસ્ત ઝનૂનો ઉપડયા હોય, એ મહિલાનો ગોરધન કદાપિ પોતાની ચા મુકાવતો નથી કે આપણામાંથી અડધી લેતો નથી. 'અરે લો ને.. લો ને... પીવાઈ જશે... ક્યાં વધારે છે! હું તો હમણાં જ જમીને ઊભો થયો... તમે લો.. તમે લો...!' વાંદરો બઘું જાણતો હોય કે, આવી પેટીનો માલ આપણે અડવા જેવો નથી એટલે એ તો શેનો અડધી ય લે? પણ આપણને ખુન્નસ એના શબ્દો પર ચઢે, 'લો ને પીવાઈ જશે... કયાં વધારે છે?' મતલબ કે, જાણતો તો એ ય હોય છે કે, નાક બંધ કરીને પી જવો પડે એવો આ માલ છે... અને શું એ નથી જાણતો કે, ઝેર વધારે કે ઓછું ન હોય... ઝેર એ ઝેર જ છે... બહુ ડાયો થયા વિના તું ય પીને સાથે? અફ કૉર્સ, તમે બધાં છેલ્લી ૧૩ મિનિટથી જાણવા આતુર હશો જ કે, 'માનનીય અશોકભાઈ... આવી ચાઓથી બચવાનો શું કોઈ ઉપાય છે, તમારી... સૉરી આપની પાસે?' જરૂર ઉપાય છે, ભક્તો! જે હું કરૂં છું એ તમે કરો! પરાણે ચા મૂકવાની પેલી બહુ ટેં ટેં કરતી હોય તો મોઢું સ્મિતવાળું રાખીને કરો વિનંતી, 'જી હું ચા-કૉફી તો પીતો જ નથી... થોડું કેસર નાંખેલું કઢેલું દૂધ જ પીઉ છું...!' આટલું કાફી છે...! જીંદગીભર તમને ચા પીવડાવવાનું નામ નહિ લે! ઝેર પીવડાવશે પણ ચા નહિ!

 

 


સિક્સર
મસ્જીદમાં માઇક ઉપર અઝાન પઢતાં- બાંગ પોકારતાં સંતનો એકનો એક અવાજ સાંભળીને કંટાળેલા બેટાએ એનાં અબ્બાજાનને ફરિયાદ કરી, 'યે કુછ બરાબર અઝાન નહિ પઢતે... કહો ના ઠીક તરહા સે પઢે!' અબ્બાજાન કહેવા ગયા તો પેલાએ સંભળાવી દીઘું, '...અબ ક્યા દો સૌ રૂપયે મેં મોહમ્મદ રફી કી આવાઝ નીકાલું?'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou32ZoWN55%3DRB6MAdMaGA%2B1O6JgJ0bC%2BTzOkcyW4uvJxw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાઇપરટેન્શનને લઈને તમારી માન્યતાઓ કેટલી સાચી છે એ ચકાસી જુઓ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાઇપરટેન્શનને લઈને તમારી માન્યતાઓ કેટલી સાચી છે એ ચકાસી જુઓ!
જિગીષા જૈન

 

 


કેટલીક પ્રચલિત માન્યતાઓના સત્યને જાણીએ સાંતાક્રુઝ અને દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ પાસેથી.


અમુક રોગોને લઈને આપણી અંદર અમુક માન્યતાઓ ઘર કરી જાય છે. ઘણી માન્યતાઓ લોકો પાસેથી સાંભળી-સાંભળીને આવી હોય છે અને ઘણી ખુદના અનુભવ અને સમજણ પરથી, પરંતુ જરૂરી નથી કે આપણે જે માનીએ છીએ એ સત્ય હોય. રોગો બાબતે માન્યતાઓની ભ્રાંતિમાં ફસાવું યોગ્ય નથી, કારણ કે એ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાઇપરટેન્શન એક અતિ સામાન્ય અને સાઇલન્ટ રોગ છે જેના વિશેની કેટલી પ્રચલિત માન્યતાઓની હકીકત વિશે જાણીએ.


હાઇપરટેન્શનને હાઈ બ્લડ-પ્રેશર પણ કહેવાય છે. આ રોગ અતિ સમાન્ય છે અને એને કારણે જ એની સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી હોય એ પણ એક સામાન્ય બાબત ગણી શકાય. જરૂરી નથી કે માન્યતાઓ ખોટી જ હોય અને એ પણ જરૂરી નથી કે એ પૂરી રીતે સાચી હોય.


કેટલીક પ્રચલિત માન્યતાઓના સત્યને જાણીએ સાંતાક્રુઝ અને દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ પાસેથી.


માન્યતા ૧ : જો હાઈ બ્લડ-પ્રેશર હોય તો એક્સરસાઇઝ ન કરાય
એ હકીકત છે કે તમે હમણાં ગ્રાઉન્ડ પર વીસ મિનિટ દોડી આવો કે પછી અડધો કલાક સાઇક્લિંગ કરી આવો કે ૧ કલાક સ્વિમિંગ કરી આવો અને તમારું બ્લડ-પ્રેશર માપવામાં આવે તો એ વધારે આવવાનું જ છે. એનું કારણ એ છે કે આ સમયે શરીરમાં લોહીની વધુ જરૂર હતી, પરિભ્રમણ વધારવાનું હતું એટલે પ્રેશર વધેલું છે. પરંતુ એને હાઈ બ્લડપ્રેશરની બીમારી ન કહેવાય. એ જ વ્યક્તિને ફરી ૨૦ મિનિટ શાંતિથી બેસાડી રાખીએ તો તેનું બ્લડ-પ્રેશર ફરીથી નૉર્મલ થઈ જાય છે. બ્લડ-પ્રેશર વધવું-ઘટવું એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે. બદલાતી પરિસ્થિતિ મુજબ શરીર પોતાના લોહીનું પરિભ્રમણ બદલતું હોય છે અને એને કારણે પ્રેશર વધ-ઘટ થયા કરે છે. પરંતુ જ્યારે લોહીની નળીઓ એ બૅલૅન્સ જાળવી શકતી નથી ત્યારે પ્રેશર સતત ઉપર રહે છે અને એ જ આ રોગ છે. માટે ઍક્ટિવિટીથી વધતા પ્રેશરને મહત્ત્વ આપવું નહીં. જ્યારે તમે બ્લડ-પ્રેશર માપવાના હો ત્યારે એ પણ ધ્યાન રાખવું કે એકદમ ઍક્ટિવિટી કર્યા પછી તરત ન માપવું.


જો તમને હાઈ બ્લડ-પ્રેશર છે જ તો ઍક્ટિવિટી તમારા માટે ખરાબ નહીં, પરંતુ હેલ્ધી છે. હાઈ બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવા માટે ઊલટું જરૂરી છે કે તમે એક ઍક્ટિવ લાઇફ જીવો. તમને હાઈ બ્લડ-પ્રેશર છે અને તમે અત્યાધિક વધુ એક્સરસાઇઝ કરો એ ઠીક નથી. એવું તો તમે હેલ્ધી હો, તમને કોઈ રોગ ન હોય અને તમે કરો તો પણ એ તમારા માટે ઠીક નથી. પરંતુ બેઠાડુ જીવન ન રહે, શરીર ઍક્ટિવ રહે, વજન એકદમ કાબૂમાં રહે અને સ્નાયુઓ શિથિલ ન રહે એટલી એક્સરસાઇઝ તો તમારે કરવી જ રહી.


માન્યતા ૨ : સ્ટ્રેસને કારણે બ્લડ-પ્રેશર વધે છે
સ્ટ્રેસ હેલ્થ માટે સારું નથી જ એવી માન્યતા બધાના મનમાં ઘર કરી ગઈ છે. પરંતુ સ્ટ્રેસ વગરનું જીવન શક્ય જ નથી. બધા લોકો સંત નથી બની જવાના. સ્ટ્રેસથી ભાગવાને બદલે સ્ટ્રેસને કઈ રીતે લેવું અને સ્ટ્રેસ હોવા છતાં એની અસર શરીર અને મન પર ન પડવા દેવી એ સ્કિલ વિકસાવવી મહત્ત્વની છે. ઘણા લોકો એવા પણ છે જે ડૉક્ટર પાસે જઈને કહે છે કે છેલ્લા બે મહિનાથી ઑફિસમાં ઘણું સ્ટ્રેસ રહે છે ડૉક્ટર, મારું BP માપી જુઓને. એવા બે મહિનાના સ્ટ્રેસથી હાઇપરટેન્શનની તકલીફ આવી શકે નહીં. સ્ટ્રેસ ચોક્કસ વ્યક્તિને અસર કરે છે અને એને કારણે બ્લડ-પ્રેશર પર અસર આવી શકે છે, પરંતુ એ લાંબા ગાળાના સ્ટ્રેસની વાત છે. નાના-મોટા રોજિંદા સ્ટ્રેસને કારણે કે પછી અચાનક આવી ચડેલા સ્ટ્રેસને કારણે હાઇપરટેન્શન થાય નહીં. જે વ્યક્તિને નાની-નાની વાતે સ્ટ્રેસ લેવાની આદત હોય, જે વ્યક્તિ સતત ચિંતાઓમાં રચીપચી રહેતી હોય, જે વ્યક્તિની જીવનશૈલી આ સ્ટ્રેસને કારણે જ યોગ્ય ન હોય, ખોરાક અનિયમિત અને અનિયંત્રિત હોય, ઊંઘ થતી ન હોય, વજન વધ્યા કરતું હોય, બેઠાડુ જીવન વધુ હોય તો એવી વ્યક્તિને લાંબા ગાળે આ દરેક વસ્તુની અસર શરીર પર થાય અને તેની લોહીની નળીઓ પર અસર થવાને લીધે હાઇપરટેન્શન આવી શકે છે. આમ સ્ટ્રેસ લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ નાના-નાના સ્ટ્રેસથી ગભરાવાની જરૂર નથી. શરીર એટલું મૅનેજ કરી લેતું હોય છે.


માન્યતા ૩ : બ્લડ-પ્રેશર વધશે તો ખુદને ચોક્કસ ખબર પડશે
ઘણા લોકો માને છે કે તેમને એ અંદાજ આવી જશે કે તેમનું બ્લડ-પ્રેશર વધી રહ્યું છે. આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેને ખુદને એ અનુભવાય કે તેનું બ્લડ-પ્રેશર વધી રહ્યું છે, કારણ કે બ્લડ-પ્રેશર વધે એનું કોઈ ચિહ્ન હોતું નથી. કોઈ પણ લક્ષણ દ્વારા એ સમજી શકાય જ નહીં કે વ્યક્તિનું બ્લડ-પ્રેશર વધી રહ્યું છે. સિવાય કે તમે એને માપો નહીં. આ હકીકતનો જેટલો જલદી સ્વીકાર તમે કરી શકશો એટલું જ તમારા માટે ફાયદાકારક રહેશે. ઘણા લોકો પોતાના જ ભ્રમમાં જીવે છે કે મને ખબર પડશે, મને વાંધો નહીં આવે. પરંતુ એવું ન રાખો. બ્લડ-પ્રેશર વધશે તો એ શરીરમાં બીજાં અંગોને નુકસાન પણ કરશે, પરંતુ કોઈ ચિહ્ન દ્વારા ખબર પડશે નહીં. ખાસ કરીને ત્યાં સુધી ખબર નહીં પડે જ્યાં સુધી અંગો પરનું નુકસાન વધી જાય નહીં. જેમ કે હાઈ બ્લડ-પ્રેશરની અસર મોટા ભાગે કિડની પર કે હાર્ટ પર થાય છે. ઘણી વખત એવું બને છે કે દરદીને હાર્ટ સંબંધિત કે કિડની સંબંધિત ચિહ્નો દેખાયાં હોય ત્યારે તે ડૉક્ટર પાસે જાય અને ત્યારે ચેક-અપ કરતાં ખબર પડે કે દરદીને તો હાઇપરટેન્શનની તકલીફ છે. આવું ન થાય એ માટે જ આ રોગમાં એ મહત્ત્વનું છે કે વ્યક્તિ રેગ્યુલર ચેક-અપમાં બ્લડ-પ્રેશર માપતી રહે. બને તો ઘરે જ એક બ્લડ-પ્રેશરનું મશીન વસાવી લેવું અને તમે જો ૪૦-૫૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમર ધરાવતા હો તો દર મહિને એક વાર BP માપી લેવું.


માન્યતા ૪ : બ્લડ-પ્રેશર વધારે આવે એટલે દવા લેવાનું ચાલુ કરી દેવું જોઈએ
ઘણા લોકો એવા છે જે એક વાર બ્લડ-પ્રેશર વધારે આવે તો ગભરાઈ જતા હોય છે. જો એકાદ વાર બ્લડ-પ્રેશર વધુ આવે તો એનો અર્થ બિલકુલ એવો નથી કે તમને બ્લડ-પ્રેશર હોય જ. એટલે ચિંતામાં પડી ન જાઓ. આદર્શ રીતે જો તમને એક વાર બ્લડ-પ્રેશર વધુ આવ્યું તો સતત 10 દિવસ સુધી દરરોજ જુદા-જુદા સમયે બ્લડ-પ્રેશર માપો. એનો એક ચાર્ટ તૈયાર કરો અને એ ચાર્ટ લઈને ફરીથી ડૉક્ટર પાસે જાઓ. આવું મોટા ભાગે ત્યારે શક્ય છે જ્યારે તમારી ખુદની પાસે બ્લડ-પ્રેશર માપવાનું મશીન હોય. અથવા તમારી નજીકમાં જ કોઈ દવાખાનું કે ક્લિનિક હોય જેમાં એ સુવિધા હોય. 40-45 વર્ષે કોઈને બર્થ-ડે ગિફ્ટ તરીકે ઘરેણાં, કપડાં કે ઘરનું રાચરચીલું દેવા કરતાં BP માપવાનું મશીન દેવું જોઈએ. ઘરમાં મશીન વસાવેલું હોવાના ઘણા ફાયદા છે. છતાં જો મશીન ન હોય તો પણ ઓછામાં ઓછા 3-5 દિવસનું રીડિંગ લેવું જ જોઈએ. જો દરરોજ અલગ-અલગ સમયે પણ સતત બ્લડ-પ્રેશર વધુ જ રહેતું હોય તો એમ માની શકાય કે તમને આ તકલીફ છે જ અને તમને દવાની જરૂર છે. તમને દવાની જરૂર છે કે નહીં એ નિર્ણય ડૉક્ટરને લેવા દો. એ પણ તમારા જુદા-જુદા સમયે લીધેલા બ્લડ-પ્રેશરનો આખો ચાર્ટ ચેક કર્યા પછી જ. એક વારનું રીડિંગ જાણીને કહી શકાય નહીં કે તમને આ રોગ છે અને દવાની જરૂરત છે.

 

BP = બ્લડ-પ્રેશર.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsKCCLi-BTsA3UXVG0iEs4RK3yEA698jrJWdZr1dmQ%2B%3Dw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પત્રલેખન અને કલાપીનો પત્રવૈભવ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પત્રલેખન અને કલાપીનો પત્રવૈભવ!
પ્રાસંગિક-કિશોર વ્યાસ

amdavadis4ever@yahoogroups.com

સામાન્ય રીતે પુરુષ પોતાની પત્નીને દાસી જ બનાવતો હોય છે, પણ કવિ કલાપી એવા પુરુષ હતા કે, જેમણે દાસીને પણ પત્નીનો દરજ્જો આપ્યો. રાજવી કલાપીનું નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તેમના જીવનમાં બાહ્ય વિપરીતતાઓના કારણે કલેશ અને અંતર્વેદના, ત્યાગ, વાસ્તવ અને અધ્યાત્મ, પ્રેય અને શ્રેય જેવાં પરિબળો તેમને સામસામી દિશામાં ખેંચતાં હતાં અને તેના કારણે જ એ ભવ્ય દુ:ખાંતિકાના ઉદાત્ત નાયક પુરુષ બની રહ્યા! એ એવા ઉમદા પુરુષ હતા કે , દગા-ફટકાનો ભોગ બનવા છતાં છેલ્લી ક્ષણ સુધી તેનો ભય વ્યકત ન કર્યો. એ એવા પુરુષશ્રેષ્ઠ સાબિત થયા કે જે સહજતાથી તેઓ રાજપાટ છોડવાનું વિચારતા હતા તેટલી જ સહજતાથી તેમણે જીવન છોડ્યું. ગૌરવશાળી પુરુષની છેલ્લી ક્ષણો પણ ગૌરવવંતી રહી.

એ ગુણોત્તમ પુરુષ જ એમ કહી શકે કે, "તૃપ્તિ એ જ લગ્ન છે કેમ કે આશકની સર્વ ઈચ્છાઓ કયાંએ બહાર ગયા વિના માશૂકથી જ તૃપ્ત થતી રહે છે. આશક એટલે ભકત એ કોઈ દિવસ અન્ય દેવને શોધવા જતો નથી. એનું કારણ એટલું જ છે કે, હૃદય એક સ્થાને પૂર્ણ સ્થિરતા પામ્યા વિના વિસ્તાર પામી શકતું નથી. માશૂક એ આશકની આંખ જોઈ શકે તેવું પરમાત્માનું સ્વરૂપ છે. 'પુરુષ'એ જ્ઞાન અને 'સ્ત્રી' એ સ્નેહ છે. પ્રભુના સ્નેહનો ધોધ સ્ત્રીની મારફત પુરુષને મળે છે એટલે પુરુષ સ્નેહનું જ્ઞાન છે.

કલાપી એ પુરુષોમાં ઉત્તમ પુરુષ હતા જે તેમના અપરમાતાના પુત્ર વિજયસિંહજીને સગા ભાઈથી વિશેષ ગણતા હતા. તેમને ખૂબ પ્રેમ કરતા અને કાળજી રાખતા. અંતિમ ક્ષણોએ પોતાના સંતાનોના હાથ તેમણે વિજયસિંહને જ સોંપ્યા હતા. રાજાશાહીના ઈતિહાસમાં કલાપી નામના પુરુષે જે જીવનદર્શન બતાવ્યું છે, તે અન્ય બાહુબલી પુરુષે નથી બતાવ્યું. વળી, પ્રેમિકાને પરણ્યા પછી એ પુરુષે ભાગ્ય સાથે સંતોષનો ઓડકાર લીધો અને મન ઈશ્ર્વર તરફ વાળ્યું! જે પુરુષના શરીરે યુવાની આંટા લઈ રહી હોય, શિરાઓમાં વહેતા લોહીમાં કામેચ્છાઓનાં પૂર હોય એ પચીસ વર્ષની ઉંમરે હૃદયને ઈશ્ર્વર તરફ વાળવાનો પ્રયાસ કરતો હોય તેને આપણે કેવો પુરુષ કહીશું? એ પુરુષની લોલક દશા તો પ્રેમ અને ફરજ વચ્ચેની હતી.

કલાપી નામના એ પુરુષ વિશે તો વિદ્વાનોય લખે અને વિદ્યાર્થી પણ લખે! ગોવર્ધનરામ કે કવિ ન્હાનાલાલને આપણા ગુજરાતે ભાગ્યે જ આટલા પ્રમાણમાં વાગોળ્યા હશે. એ નખશિખ સાહિત્ય પુરુષ હતા. એ એવા પુરુષ હતા કે કોઈ 'સત્ય'ને તેમનામાં પ્રવેશવું હોય તો એ 'સત્ય' લઈ જનારને પોતાના માથાનું શ્રીફળ વધેરવું પડે! એ વેરાયેલા પ્રાકૃત પુરુષ હતા. એ કવિતાથી જેટલા વેરાયેલા હતા તેટલા જ, કદાચ તેથી પણ વધારે પત્ર-સાહિત્યમાં વેરાયેલા હતા.

પત્રલેખન એક કળા છે. ગાંધીજીના, સરદાર પટેલના, જવાહરલાલ નહેરુના, કવિ કાન્તના અને રાજવી કવિ કલાપીના પત્રો જીવનના કેટલાંય પરિબળો અને પાસાઓ પર સંક્રમણ કરે છે, કારણ કે, પત્રલેખકોએ તેમાં પોતાનાં હૃદય ઠાલવ્યાં હોય છે. એ પત્રો લેખકના સમાધિકાળમાં પ્રસવ્યા હોય છે. ઉત્તમ પત્ર ત્યારે જ લખાય છે અને તેથી જ તેના વિષયો દસ્તાવેજી કક્ષા પ્રાપ્ત કરે છે.

સરસ્વતીચંદ્રમાં કુમુદ અને સરસ્વતીચંદ્રના પ્રેમપત્રોએ યુવક-યુવતીઓ પર જેટલી ઊંડી અસર ઉપજાવી હતી, તેવી જ કે તેથી વધારે અસર કલાપીના દરેક વિષય પરના પત્રોએ વર્તાવી છે. કલાપીના શૃંગારરસથી ભરેલા પત્રો જેટલી જ અસર તેમના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન તેમના શિક્ષક જોશી સાહેબને લખેલા પત્રોમાં જોવા મળે છે. એ પત્રલેખનમાં રસિકતા છલકાય છે. ગુજરાતી પત્ર સાહિત્યમાં કે કવિ કલાપીના પત્રોનું સ્થાન ચિરંજીવ છે. તેમના પત્રોમાં તેમની હૃદયવ્યથા, પ્રેમનો આવેગ, અંત:ક્ષોભની તીવ્રતા પારદર્શીરૂપે જોવા મળે છે.

શાકુંતલમાં, શકુંતલાએ પુરસ્કૃત કરેલો સાહિત્ય પ્રકાર, કમલપત્રની પાંખડીઓની જેમ કવિ કલાપીએ વિકસાવ્યો છે. કલાપી - પ્રેમી કલાપી, રાજવી કલાપીએ પોતાનાં રુદન સાથે અને નિ:શ્ર્વાસો સાથે ગુજરાતના કિશોરો અને તરુણોને રડાવ્યા છે, એવા લાઠીના રાજવી સુરસિંહ તખ્તસિંહજી ગોહિલની ૧૪૬મી જન્મજયંતીએ શબ્દાંજલિ આપવા પ્રયાસ કરીએ.

પત્ર સાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ જોઈએ તો કલાપીના બે પત્ર સંપુટ તરી આવે છે. કલાપીની પત્રધારા અને કલાપીના ૧૪૪ પત્રો! 'કાશ્મીરનો પ્રવાસ' અલગથી પુસ્તકરૂપે પ્રગટ થયો છે જે પણ પત્રરૂપે જ છે. અત્યાર સુધી કલાપીના જીવનનાં, પ્રેમનાં, લગ્નનાં, રાજકીય જીવનના અને વિવિધ સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ અંદાજે સિતેરથી વધારે સાક્ષરોએ સંશોધન કરીને ડોકટરેટની પદવી મેળવી છે. જેમાં એક ડઝન જેટલા સાક્ષરોએ તો તેમના પત્રો પર પીએચ.ડી. કર્યું છે. તેમના પત્રો, તેમના અવસાન પછી પ્રગટ થયા. પ્રથમવાર ૧૯૦૩માં તેમના કાવ્યસંગ્રહ કેકારવની પ્રથમ આવૃત્તિમાં કવિ કાન્તને લખેલા પાંચ પત્રો પ્રકાશિત થયા હતા, પરંતુ ૧૯૩૧માં કલાપીનાં પત્ની, કોટડા - સાંઘાણીનાં કુંવરી આનંદીબાની કૂખે જન્મેલા કુંવર, જે આબેહૂબ 'કલાપી' જેવા જ લાગતા હતા તે જોરાવરસિંહજીએ પોતાના પિતાનું ઋણ ચૂકવવા ૫૩૫ પત્રોનો સંપુટ પ્રકાશિત કર્યો હતો જેમાં સૌથી વધારે, તે જેમને ગુરુ માનતા હતા તે, મણિલાલ નભુભાઈ દ્વિવેદીને લખેલા ૧૦૮, પરમમિત્ર વાજસુર વાળાને લખેલા ૧૦૭, કંથારીઆના રાણા સરદારસિંહજી કે જે તેમના મામાના દીકરા થાય તેમને લખેલા ૯૯, આનંદીબાને લખેલા ૮૪, અને પ્રાણપ્રિયા પત્ની કચ્છના સુમરી રોહાના કુંવરી રમાબાને લખેલા ૧૧ પત્રોનાં મુખ્યત્વે સમાવેશ થાય છે એ સંપુટમાં મોંઘી અને પાછળથી શોભનાબા થયાં તેમને લખેલા ૮ પત્રોને પણ સમાવી લેવામાં આવ્યા હતા. કુલ ૧૫ વિભાગોમાં એ પત્રો વિભકત થયા હતા જેમાં કલાપીનાં વ્યક્તિત્વનાં જીવનના અંતરંગ વિવિધ પાસાઓનાં દર્શન થતાં હતાં.

અત્યંત વિષાદ પેદા કરે તેવું તથ્ય એ છે કે, કલાપીના દેહાંત પછી, તેમણે લખેલા પત્રોની ઝૂંટાઝૂટ શરૂ થઈ ગઈ હતી. એક પ્રકારની લૂંટ જ કહી શકાય. પત્રો છિન્ન-ભિન્ન રીતે પ્રકાશિત થતા રહ્યા. તેમાં પણ, કવિ કાન્ત અને બળવંતરાય વચ્ચે તો હુંસાતુંસી હતી. ૧૪૪ પત્રો કવિ કાન્તે એકઠા કર્યા હતા. બળવંતરાય ઠાકોરે તો 'કેકારવ'નું સંપાદન માંડી વાળ્યું હતું કારણ કે કાન્તે તેમને જરૂરી સામગ્રી જ પૂરી નહોતી પાડી.

કલાપીના પત્ર સંપુટમાં, રમાબા અને શોભનાબા જેવી અનુક્રમે પત્ની અને પ્રિયતમા પરના પત્રો ન હોય, સંચિત અને તાત્યાસાહેબ જેવા કલાપીનિષ્ઠોને સંબોધાયેલા પત્રો ન સમાવાય તેમ કાન્ત ઉપરના પત્રો વગરનું કોઈ પ્રકાશન પણ કલ્પી ન શકાય, પરંતુ યોગ્ય સહકાર વિના અને વિદ્વાનોની હુંસાતુંસીના કારણે એવું ઘણું જ બન્યું અને પત્ર સાહિત્યને ખોટ સહન કરવી પડી. તાત્યાસાહેબ રાજ્યના કારભારી અને મેનેજર પણ હતા તેમણે તેમના સમય દરમ્યાનના અગત્યના તમામ પત્રોની નકલો કવિ સાગરને આપી દીધી હતી. જેમાં શોભના પ્રકરણથી માંડી કલાપીના અંતિમ દિવસોની તમામ ઘટનાઓની નોંધ પણ હતી, વર્ગીકૃત પત્રવ્યવહાર, સરકારી પત્રો વગેરેનો સમાવેશ થતો હતો. તેમનો ઈરાદો એવો હતો કે, કલાપીના જ્યારે પત્રોનું સંપાદન થાય છે, ત્યારે બધા જ પત્રો છપાય!

પરંતુ, દરેક પ્રકાશકે રમેશભાઈ શુકલ લખે છે, "તેમ તંત્રી થવાની છૂટ લીધી તેથી કલાપીના શબ્દેશબ્દ પ્રસિદ્ધ નથી થયા. ખુદ કલાપી હયાત હોત તો બધું જ પ્રસિદ્ધ કરાવત પણ સંપાદકોને લાગ્યું હતું કે કલાપી તેમ ન કરત એટલે એવું ઘણું છોડી દેવામાં આવ્યું હતું. કેકારવની ૧૯૦૩ની આવૃત્તિમાં કાન્તને લખેલા એક પત્રનું ઝીણું પોત ઉદાહરણ તરીકે લઈએ: "રાત્રિએ રમા કોઈ બાઈઓ મહેમાન પાસે બેઠી હતી... આ સાચા વાક્યને પ્રકાશિત પત્રમાં આ રીતે લેવામાં આવ્યું: "રાત્રીએ રમા કોઈ (?) મેમાન પાસે બેઠી હતી મહેમાન સ્ત્રીઓનો છેદ ઉડાડી, પ્રશ્ર્નાર્થ-ચિહ્ન મૂકીને સંપાદક શું સૂચવવા માગે છે?

સંચિતે કલાપી પ્રત્યેનો કર્મધર્મ બજાવીને એવું વિચાર્યું હશે કે, કલાપીના ચારિત્ર્ય અંગે કોઈ ખોટી છાપ ઊભી ન થાય, એ ભૂલી ગયા કે કલાપીએ જે લખ્યું છે એ પારદર્શી બનીને પત્રમાં લખ્યું છે. ચારિત્ર્ય અંગે શંકા થશે, એ કલાપીએ વિચારવાનું હતું. અમુક ઉલ્લેખો રદ કરવાની સૂચના તેમણે સાગરને આપી હતી. તેમાં કલાપીએ હૃદયસ્થ મિત્ર વાજસુર વાળાને લખેલો પત્ર આ રીતે ભોગ બની ગયો: "આ નયનો બધું બોલી ગયાં અને આ સ્તનો વાર્યાં ન રહ્યાં, તેઓએ ફૂલીને ચોળીની કસ તોડી નાખી અને વસ્ત્ર સરી પડ્યું. સંચિતે હાંસિયામાં નોંધ કરી કે, આ ન છપાય તો સારું. સાક્ષર રમેશ શુક્લ લખે છે, એમ આ કલાપીએ લખેલું વાક્ય મૂળ તો સંસ્કૃત શ્ર્લોકનો જ અનુવાદ છે. સંચિતની સૂચનાથી સાગરે 'સ્તનો'ના સ્થાને બે ફૂદડી મૂકી જેનાથી વાક્યની મૂળ વ્યંજના ઝાંખી થઈ ગઈ. કલાપીએ વાજસુર વાળાને શોભનાનું તૈલચિત્ર બનાવવા લખેલું, તેમાં પણ સંચિતને અતિશયોક્તિ લાગી. કલાપીએ લખ્યું હતું: ચિત્રમાં એવું ઝીણું વસ્ત્ર મૂકાય કે જેથી અંગોની ઝાંય કાંઈ આછી આછી દેખાય... સંચિતે સુધારો કર્યો: "એને એક જ વસ્ત્ર પહેરાવવું - એટલે કે ચોળી નહીં એ તો આ પત્ર પ્રસિદ્ધ કરવાના મતમાં જ નહોતા.

કલાપીએ મણિલાલ નભુભાઈને એક વખત લખ્યું હતું કે, 'આ પત્ર મારા આંસુ છે.' તેઓ મણિભાઈને શોભના અંગેના ભાવ વિશે પણ બેધડક લખે છે: "પણ, ઈશ્ર્વરકૃપાથી એટલું સારું થયું છે કે, આ શરીર કોઈ જ પ્રકારે શોભના સાથે ભ્રષ્ટ થયું નથી. શોભનાને બેન-પુત્રી તરીકે ચાહું ત્યાં સુધી રમાનો અપરાધી થાઉં છું, એમ મને નથી લાગતું, પણ જ્યારે હૃદય કામદૃષ્ટિ કરે છે ત્યારે ત્યારે રમાને હું લાયક નથી એમ શા માટે લાગે છે? આમ શોભના અંગેનું મનોમંથન તેઓ પત્રમાં નિખાલસપણે ઠાલવે છે.

શોભના, જ્યારે મોંઘી હતી ત્યારથી માંડી શોભના-બા બની ત્યાં સુધી તેમને લખેલા આઠ જ પત્રો મળે છે. એ શરૂઆતમાં 'મીઠી છોડી' એવું સંબોધન કરતા અને પ્રેમભાવ જાગ્યા પછી રાજા સૂરસિંહ તેમને 'વ્હાલી'નું સંબોધન કરતા થાય છે અને લખે છે કે, "મને તો હજારો રાજ્ય કરવા કરતાં સ્નેહમાં વધારે દૃઢતાની જરૂર લાગે છે. ગમે તેટલા કામમાં વ્યસ્ત હોવા છતાં પણ હૃદય તો શોભના પાસે જ છે, એમ કહી શોભના તરફ પ્રેમ વ્યક્ત કરે છે, જ્યારે આનંદીબાને લખેલા ૮૪ પત્રોમાં કોઈ પ્રેમભાવ નથી, કોઈ વિશેષતા નથી. પત્રો અત્યંત સામાન્ય પ્રકારના છે અને ત્યાં કલાપી ગૃહજીવનની જવાબદારીઓ સંભાળતા, કાળજી લેતા પતિ તરીકે વ્યક્ત થાય છે. તેમણે આનંદીબાને ક્યારેય 'તું' નથી કહ્યું, પત્રો પણ 'તમે' કહીને માનપૂર્વક લખાયા છે. તેઓ રમાબાને 'તું' કહેતા. રમાબામાં તેમને બધું જ દેખાતું. કલાપીએ ગૃહિણીની વ્યાખ્યા આપતાં કહ્યું જ છે કે, 'પત્નીના પ્રેમમાં માતાનું વાત્સલ્ય ન હોય ત્યાં સુધી હું એ પ્રેમને પૂરો પ્રેમ કહેતો નથી. મા, મિત્ર અને બહેન અને કાંઈક ચોથું - એ મળીને એ 'ગૃહિણી' થાય એ જ ખરી ગૃહિણી છે.

કલાપીમાં કવિતા ન પ્રગટત અને માત્ર તેમણે પત્રો જ લખ્યા હોત તો પણ એ અમર બની જાત. શોભનાના પ્રણય વિના કલાપીમાં કવિતાનાં ઝરણાં ફૂટત નહીં એમ માનનારો વર્ગ આજે પણ આપણે ત્યાં છે. એનું કારણ તેમણે કાન્તને લખેલો એક પત્ર છે, જે કેકારવમાં પ્રગટ થયો હતો. કલાપી લખે છે કે, "લગ્નની બીજી સવારે મારા મહેલની નીચેથી છ વર્ષની એક બાલિકાને જતી જોઈ. "સુમરી રોહાના કુંવરી રમાબાની બહેનાલમાં રહેનાર એ મોંઘી હતી. તેને જોઈને એક પિતાના અંતરમાં જાગે તેવા એના તરફ ભાવ જાગ્યા. એ પછી એ કહાની બીજા પત્રોમાં આગળ વધે છે, પણ ૧૨ જુલાઈ, ૧૮૯૮ના રોજ કાન્તને લખેલા એક પત્રમાં કલાપી લખે છે કે, "ગઈ કાલે શોભનાને મેં મારી કહી છે એ કાર્ય પર પ્રભુ ક્ષમાની દૃષ્ટિથી જુઓ કેકારવ પહેલાં કલાપીનો એક પણ પત્ર પ્રસિદ્ધ થયો નહોતો, એટલે ગુજરાતના વાચકોએ કલાપીને અને તેમનાં કાવ્યોને આ પત્રોના પ્રકાશમાં ઓળખ્યા. વાચકોએ માની લીધું કે, કલાપીની કવિતાઓ શોભનાના પ્રણયમાંથી જન્મી છે!

૧૮૯૯માં તો એ મિત્ર વાજસુર વાળાને એક પત્રમાં લખે છે કે, "આશકની પ્રેમોપાસના પૂરી થઈ પછી તો 'સનમની શોધ' જ બાકી રહી હતી. રાજ્યદારોના ખૂની ભભકા તરફ તો પ્રથમથી જ અણગમો હતો, એટલે ફરીથી એ જંગલો અને એ જોગીઓની જમાતો આંખ આગળ તરવા લાગી અને રાજ્ય છોડી જવા માટેની આખરી તૈયારીમાં મન પરોવાયું. આ વિચારો ગાદીએ બેસતાં પહેલાં પણ આવેલા, પણ વ્યક્ત કરવાની હિંમત નહોતી. એટલે જ શોભનાબા તેમને જોગી ઠાકુર જ કહેતાં!

કલાપીના પત્રો ગુજરાતના સાક્ષરો માટે મનોમુકુર ન બને તો જ આશ્ર્ચર્ય થાય, કારણ કે તેમના પત્રોમાં રુચિ-અરુચિ, વિશ્ર્વાસ-આશંકા, શ્રદ્ધા-અશ્રદ્ધા પારદર્શક રીતે પ્રગટ થયાં છે. એમના પ્રણયરાગી અને ત્યાગશીલ, એવાં એકબીજા સાથે એકરૂપ ન થઈ શકે તેવાં સ્વભાવ લક્ષણો ક્યારેક સંઘર્ષશીલ તો ક્યારેક સમન્વયશીલતા દાખવીને આશ્ર્ચર્યજનક રીતે પ્રગટ થતાં જોવા મળે છે. તેમની કાવ્યભૂમિ તેમના પત્રો વિના સ્પષ્ટ ન થઈ શકી હોત. એ પત્રોમાં, ઉપદેશક, ચિંતક, સ્પષ્ટ શબ્દી, પ્રાકૃતિક, પ્રેમી, રાજદ્વારી વહીવટ અને એવાં ઘણાં સત્ત્વો જોવા મળે છે, જે તેમને પત્રવીર કહેવડાવવા પૂરતાં છે. તેમના પત્રોમાં તેમનું ધબકતું હૃદય સ્પષ્ટ રીતે કળાય છે.

પ્રેમ અને પ્રણયની રસિકતા તો રમાબાને લખેલા પત્રોમાં ભારોભાર છલકાય છે. તલસાટ દેખાય છે. રમાબાના વિરહમાં રાજકોટની રાજકુમાર કૉલેજનો અભ્યાસ છોડી દેવા તૈયાર થઈ જાય છે. "પ્રાણ, "દિલજાન, "વલ્લભ, "પ્રિયા જેવાં સંબોધનોથી કલાપીનો પત્રશૃંગાર શરૂ થાય છે. કાશ્મીરના પ્રવાસ દરમ્યાન પણ તેમનાથી વિરહ સહન થતો નથી, મૃત્યુની રાહ જોવા સુધી એ અકળાઈ જાય છે. રમાબાનો પત્ર ન મળે તો એ અત્યંત દુ:ખી થઈ જાય છે. પત્રોમાં કાવ્યો પણ લખાય છે પણ બધા જ પત્રોમાં રમાબા માટેનો તીવ્ર તલસાટ જ પ્રગટ થાય છે. અલબત્ત પત્રો વાતચીત માટેનું પૂરતું સાધન નથી પણ કલાપીના પત્રો તો - વાતચીતની ગુરૂત્તમ કક્ષાએ પહોંચ્યા છે. એ પણ એક હકીકત છે કે, કલાપીની સર્જક તરીકેની અંતરયાત્રા કવિ કાન્ત પરના પત્રો ગણાય છે.

આમ પ્રસિદ્ધ થયેલા ૧૪૪ પત્રોમાં કલાપીના હૃદયની નિખાલસતા, સ્વભાવનું માર્દવ, વિરલ સ્નેહાળતા, ભાગ્યે જ કોઈ દેશી રાજામાં નજરે પડતો વિવેક, વિનય, એ ઉપરાંત સ્નેહાળ આત્માની વ્યક્તિત્વ ભરેલી તેમની સરળ અને મધુર લેખનશૈલી, પત્રોમાંનો ધ્વનિ, વિચારોનું સ્ફૂટ અને સ્પષ્ટ આવિષ્કરણ, નિવેદન કરવાની શૈલીની વિવિધતા, વારંવાર જોવા મળતાં કરુણા અને પોતાના જ અનુભવમાં બંધબેસે તેવા નિર્ણયોનો જ સ્વીકાર કરવાનું તેમનું વિચાર સ્વાતંત્ર્ય જેવાં બધાં જ લક્ષણો સ્પષ્ટ રીતે અનુભવાય છે. હૃદયને પત્રમાં મૂકવાની તેમની ટેવ રહી છે.

કાશ્મીરના પ્રવાસનું અદ્વિતીય રીતે વર્ણન કરનાર કલાપીની ઉંમર તે વખતે માત્ર અઢાર વર્ષની હતી. આ ઉંમરે આટલું સમૃદ્ધ શબ્દ ભંડોળ? સૌને આશ્ર્ચર્યચકિત કરી ચૂક્યું છે. ગોવર્ધનરામ અને બાલભટ્ટ જેવા પ્રખર સંસ્કૃત વિદ્વાનોની સમર્થ શૈલીનું આ ઉછરતા યુવાન રાજકુમારે અનુકરણ કર્યું હોવા છતાં તેમના જેવા ભારેખમ શબ્દોના બદલે સાદા, સરળ, સચોટ, સાહજિક અને ટૂંકાં વાક્યોમાં એ પત્રોમાં વર્ણન કર્યું છે, જેમાં ઉચિત અને અસરકારક અલંકારો તેમ જ સમાસોનો પ્રયોગ તેમની ભાષાને સમૃદ્ધિ બક્ષે છે. કલાપીની પત્રસમૃદ્ધિ વિપુલ અને કક્ષાવંત રહી છે.

કલાપીના પત્રોનો સંપૂર્ણ સંગ્રહ ગુજરાત અને ગુજરાતી સાક્ષરોને તેમ જ સાહિત્યને સુલભ ન બની શક્યો. આટલા પત્રોમાં કલાપીને ઓળખવા કે પામવા મુશ્કેલ કાર્ય છે. જોકે તેમના આટલા પત્રો પણ સાહિત્યક્ષેત્રે નૂતન દિશા ઉઘાડવા માટે પૂરતા હોય તેવું જણાઈ રહ્યું છે. સુન્દરમે તેમની પત્રધારા અંગે કહ્યું છે કે, "એક વ્યક્તિત્વનાં જીવંત સ્પર્શોથી છલકાતી કલામય રચના છે. એમ જોવા જઈએ તો પત્ર વિનાના કલાપી અધૂરા છે. તેમનો એક એક પત્ર તેમના જીવનનું એક એક પ્રકરણ બન્યો છે. તેમને પત્રસાહિત્યના પિતાનું સ્થાન આપતા તો અનેક પત્રો છે. સદી વીતી ગયા પછી પણ કલાપી તેમના પત્રોમાં મુખરિતપણે પ્રગટતા રહ્યા છે. શબ્દોના તો તેઓ જાદુગર સિદ્ધ થયા છે.

કનૈયાલાલ મુનશીએ કલાપી અંગે લખ્યું છે કે, "સમ્રાટો જે નથી કરી શકયા તેવું ઘણુંય ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવાહક કલાપીએ કર્યું છે. આવા ભાવ પ્રગટ કરવા માટે તેમની પાસે કારણો હતાં. પત્રોમાં કલાપીએ ઘણા વિષયો પર લખ્યું છે. કવિતા, કાવ્યભાવના, મિત્રો વિશે, સ્વજનો વિશે, વાંચન વિશે, વાંચેલાં પુસ્તકો વિશે, લેખકો વિશે લખ્યું છે, વળી પત્રોમાં તેમની ઊર્મિલતા, સંવેદનશીલતા, કર્તવ્યનિષ્ઠા, નિખાલસતા, નિર્ભીકતા, બેપરવાઈ, ચોકસાઈ બધું જ ઝળહળે છે, પરંતુ સૌથી વધુ પ્રગટે છે તેમનું જન્મજાત અભિજાત્ય અને વ્યાપક સમભાવ! તેથી જ પત્રલેખક કલાપી આજે પણ વાચકોને અને સાક્ષરોને આકર્ષી રહ્યા છે. કાવ્યમાં તેઓ કલાપી છે અને પત્રોમાં તેઓ સુરસિંહ છે. આજ સુધી પત્રસાહિત્યને આવું પ્રગટ માતબર કોઈએ નથી બનાવ્યું.

પત્રલેખનનો આખરે સુરસિંહજીને થાક લાગ્યો હોય તેવું જણાય છે, તેમણે પોતાના 'વ્હાલા આનંદ' એવા આનંદરાય હિંમતરાય દવેને ૭ ફેબુ્રઆરી, ૧૯૦૦ના રોજ અને મામાના દીકરા સદુભાને લખે છે, "લખી લખીને થાકી ગયો, દુનિયાના ઘસારામાં હૃદયને પત્રોમાં મૂકવાની ટેવ ભુલાઈ ગઈ! અને જૂન મહિનાની ૯ તારીખે તો કલાપીએ આ ફાની દુનિયા છોડી દીધી!

કલાપી નામના એ યુગપુરુષે તેના વિવિધ સાહિત્ય પ્રકારોમાં જે રંગો ભર્યા છે, તે અણમોલ અને અદ્ભુત છે. તેમના સમગ્ર સાહિત્યને વાંચતાં જીવન પ્રત્યેની દૃષ્ટિમાં પરિવર્તન આવી જાય છે. આંતરમનમાં એ પુરુષની કલમ નવી સૃષ્ટિનું સર્જન કરતી હોવાની અનુભૂતિ થાય છે. પ્રથાથી 'પર' થઈ જવાય છે અને સર્વ 'વ્યથા'નું નિર્વાણ થઈ જાય છે. આ યુગપુરુષનું જીવન કાયમ અક્ષરદેહ પરત્વે વ્યકત રહ્યું છે એ મહાન આત્માના અવતરણ દિને શત્ શત્ વંદન.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtrWGprT3uVi5LbKoEDM5F-jEYO%3Dwsh9D%3D7FchsB%3DVaAA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુવાનોને આતંકવાદ તરફ જતાં કેમ રોકી શકાય? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુવાનોને આતંકવાદ તરફ જતાં કેમ રોકી શકાય?
શિલ્પા શાહ

amdavadis4ever@yahoogroups.com

આતંકવાદ સામે કાર્યવાહી તો થવી જ જોઈએ, પણ યુવાનો દેશના વિરોધમાં કેમ પડે છે, તેમના મનમાં શું છે, એનો અભ્યાસ થવો અત્યંત જરૂરી છે!

 

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ગયા મહિને ધડાકેબાજ ઘોષણા કરી હતી કે, ઈરાક અને સીરિયામાંથી અમેરિકાનું 2000 જવાનો ધરાવતું લશ્કર પાછું ખેંચી લેવાશે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મહિનામાં જ લશ્કર પરત ખેંચી લેવાશે. ખરેખર તો ઈરાક અને સીરિયામાં અમેરિકન લશ્કરની સંખ્યા ઓછી હોવા છતાં એની ધાક હતી. હવે એ સમાપ્ત થઈ જશે. એને પગલે જમીનદોસ્ત થઈ ગયેલું આઈસિસ આતંકવાદી જૂથ પુન: ખડું થઈ શકે છે. વર્ષ 2014માં અમેરિકાના અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ સીરિયામાંથી અમેરિકન લશ્કર ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. એ પછી જ આઈસિસનો ઉદય થયો હતો. હવે વળી ટ્રમ્પના નિર્ણયથી આઈસિસને બળ મળવાનું છે. ભારતમાં પણ એનો ઓછાયો ગાઢ થવા લાગ્યો છે.

ભારતમાં આજ સુધી આઈસિસ આતંકવાદી જૂથ આભાસી કે આડકતરો, વર્ચ્યુઅલ વ્યવહાર કરનારા જગતમાં હતું. આ જૂથ સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર કરતું હતું. હવે જોકે, એનું ફિઝિકલ-પ્રત્યક્ષ અસ્તિત્વ વધ્ચું હોવાનું દેખાય છે. દેશનાં કેટલાંક સંગઠનો આઈસિસ સાથે સંલગ્ન છે. ઈરાક અને સીરિયા સામે લડવા માટે ભારતમાંથી કેટલાક યુવાનો આ આતંકવાદી જૂથનાં સંપર્કમાં રહેતા હોવાનું સમજી શકાયું છે. હવે આઈસિસને અહીં જ હિંસાચાર વકરાવવો છે. ભારતમાંથી કેટલાક સ્થાનિક દહેશતવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સાથે સંકળાયેલા હોવાની વાતો ખુલ્લેઆમ બોલાય છે.

થોડા દિવસો અગાઉ જમ્મુ-કાશ્મીરમાં કરાયેલી એક કાર્યવાહીમાં એક આતંકવાદી જૂથના છ આતંકવાદી માર્યા ગયા હતા. આ જૂથ અલકાયદા સાથે સંકળાયેલું હતું. ઝાકિર મૂસા એનો નેતા હતો. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં આઈસિસના નવા મોડ્યૂલ (સ્વતંત્ર એકમ)ની જાણકારી હાથ આવી હતી. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં ફરી વાર આઈસિસના ઝંડા દેખાડવામાં આવ્યા હતા. આનું પ્રમાણ આમ તો ખાસ્સું ઓછું હોવા છતાં જમ્મુ-કાશ્મીરના યુવાનોનાં દિમાગને ધર્મને નામે ઉશ્કેરવામાં-ભડકાવવામાં આવે છે એ હકીકત જોખમી છે.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પર નિયંત્રણ લાવવામાં લશ્કરને સફળતા મળી છે. અનેક લશ્કરી અધિકારીઓએ આ વાત કહી છે. છેલ્લા દસ વર્ષમાં જેટલા આતંકવાદીઓ માર્યા નથી એટલા વર્ષ 2018માં માર્યા ગયા છે. માર્યા ગયેલાઓનો આ આંકડો 234નો છે છે. આ વધાવી લેવા જેવી બાબત હોવા છતાં કાશ્મીરી યુવાનોમાં કટ્ટરતાવાદનાં બીજની રોપણી અતિશય ઝડપથી થઈ રહી છે, એ ચિંતાજનક છે. ગયા મહિને એક લશ્કરી અધિકારીએ મહત્ત્વનું વક્તવ્ય કર્યું હતું. એ વક્તવ્ય અનુસાર, લશ્કરે કાશ્મીરમાં એક પ્રકારની સ્થિરતા જાળવી રાખી. ચર્ચા માટે પોષક વાતાવરણ ઊભું કર્યું. અનેક દહેશતવાદીઓને ક્યાં તો માર્યા, ક્યાં પકડ્યા. લશ્કર આથી આગળ જઈ શકે નહીં. એ કારણે હવે ચર્ચા શરૂ કરવી જોઈએ.

આ મામલે એક મુદ્દો વિચારવા જેવો ખરો કે ભારતમાંના આતંકવાદ-કટ્ટરતાવાદનો અભ્યાસ કે સંશોધન થયું નથી. આઈસિસ દ્વારા વિશ્ર્વભરમાં જે હુમલા કરવામાં આવે છે તે મુખ્યત્વે 'લોન વુલ્ફ અટેક' હોય છે. માથાફરેલ કોઈ વ્યક્તિ ઈન્ટરનેટમાં ફેસબુક, ટ્વિટર, જીમેલ જેવાં માધ્યમો દ્વારા આઈસિસના સંપર્કમાં આવે છે અને પછી તેને ભડકાવવામાં, ઉશ્કેરવામાં આવે છે. એમાંથી એ વ્યક્તિ આતંકવાદી કૃત્ય કરે છે. આ માથા ફરેલી વ્યક્તિ કોણ છે કે કોણ હોઈ શકે એનો કશોય અભ્યાસ થયો નથી. ઉત્તર પ્રદેશમાં એનઆઈએના દરોડામાં જે લોકોને પકડવામાં આવ્યા એ ખાધેપીધે સુખી મધ્યમવર્ગના યુવાનો છે. એમાં એન્જિનિયર, કાપડનો વેપારી, આટર્સ કોર્સ-કલાશાખાનો ડિગ્રીધારી, વેલ્ડરનો સમાવેશ છે. ટૂંકમાં આ લોકો ગરીબ કે અશિક્ષિત નથી. એમની પાસે આવકનું સાધન છે. એ લોકો સુશિક્ષિત છે. આવા ભણેલા લોકો જો આતંકવાદના પ્રસારનો શિકાર બનતા હોય તો એમાં કોઈ એવો કરન્ટ છે જે આમને ખેંચે છે, એ ઓળખતાં આવડવું જોઈએ. ઈઝરાયલે આવું સંશોધન-અભ્યાસ કર્યો છે. એ પ્રમાણે વિમુખતા (ઍલિયેનેશન)ની ભાવના ધરાવનારાઓ એટલે કે સમાજથી વિમુખ થયેલા કે સમાજથી દૂર થયેલા, માનસિક સમસ્યા ધરાવતા લોકો આવા પ્રચાર-પ્રસાર-પ્રોપેગેન્ડાનો ભોગ બને છે. આવા લોકોને ઓળખવા માટે સમાજશાસ્ત્રીઓ, માનસશાસ્ત્રીઓની મદદ લેવામાં આવે છે. સાઉદી અરબમાં આતંકવાદ-દહેશતવાદ કેમ વધી રહ્યો છે એનો અભ્યાસ કરવા માટે 10 સૂત્રી કાર્યક્રમ જ છે. એ કાર્યક્રમ મુજબ આવી અશાંત વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એ પછી એના પર નજર રાખવામાં આવે છે. જે મદરેસામાં એ લોકો ભણે છે ત્યાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પછીથી જોકે, ધર્મગુરુએ જ આવી બાબતો પ્રત્યે આંગળી ચીંધી બતાવી. આમ જુદા જુદા પ્રકારના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા. આવા જ કાર્યક્રમ સિંગાપુર અને જર્મનીમાં પણ થાય છે આવું શાસ્ત્રોક્ત સંશોધન કે અભ્યાસ કે આ પ્રકારના કાર્યક્રમ આપણે ત્યાં નથી. આપણે આજે પણ આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ફ્રેમમાં મૂકીને જ જોઈએ છીએ. એમાં લશ્કર, પોલીસ અને જાસૂસી એજન્સીઓનો સહભાગ હોય છે. આપણે આ મધ્યમો દ્વારા હિંસ્ત્ર યુવાનોને નિયંત્રિત કરીએ છીએ. એ માટે વૅબસાઈટો પર બંધી લાવીએ છીએ. કમ્પ્યુટરોની તપાસ-ચકાસણી કરીએ છીએ. જરૂર પડે તો ઈન્ટરનેટ પર સુધ્ધાં બંધી લાવીએ છીએ. જોકે, ફક્ત સલામતી એકમો દ્વારા આ બાબતોનું આયોજન કરવું, પ્રસાર માધ્યમો પર નિયંત્રણ રાખવું એ ઉપાય-ઉકેલ હોઈ શકે પણ એ પૂરતાં નથી. એનાથી સમસ્યા સુલઝવાની નથી.

સમસ્યાના નક્કર નિરાકરણ માટે સમાજસ્તરે કામ કરવું પડશે. વિવિધ કમ્યુનિટી અંગેજમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા પડશે. આપણે ત્યાં દેશભરના યુવાનોને આતંકવાદ ભણી તણાતા-ખેંચાતા રોકવા માટેની યોજના દિલ્હીમાં બને છે. ખરી વાત એવી છે કે, જુદા જુદા વિસ્તારનો યુવાન, એની સમસ્યા અને કારણો ભિન્ન હોય છે. એને સ્થાનિક પરિમાણ હોય છે જ્યારે યોજના કેન્દ્રીય હોય છે. એ કારણે આવી યોજનાને સ્થાનિકતાનો સ્પર્શ હોવો જરૂરી છે. આજે સમાજમાં કટ્ટરવાદનું સ્લો પોઈઝનિંગ વધતું જાય છે. એના પર કડક કે કઠોર સલામતી શાસન દ્વારા નિયંત્રણ મેળવી શકાશે નહીં! એ માટે સમાજશાસ્ત્રીય દૃષ્ટિ હોવી જરૂરી છે. આવા ઉશ્કેરણી-ભંભેરણી કરાયેલા યુવાનોને વિશ્ર્વાસમાં લેવા પડશે. એવી જ રીતે આવી બાબતો કેમ વધે છે? આપણા દેશનો યુવાન અચાનક દેશના વિરોધમાં કેમ જાય છે? એ બાબતોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો પડશે.

આજે આઈસિસ સોશિયલ મીડિયામાં અતિશય સક્રિય છે એટલે જગતભરમાંથી એ પોતાના માટે યોદ્ધાઓ એકત્ર કરી શકે છે. થોડા સમય અગાઉના કાળમાં થાણે, કલ્યાણ, હૈદરાબાદ ખાતેના કેટલાક યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંગઠન સાથે જોડાયા હતા. આ જોખમી પ્રવાહ હજી ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ્યો નથી, કારણ કે ગામડાઓમાં ટૅક્નોસૅવી યુવાનોની સંખ્યા વધારે નથી, પણ આ પ્રવાહ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવામાં વાર લાગશે નહીં એટલે જ હાથમાં સમય રહેતાં આપણે કાળજી લેવી અત્યાવશ્યક છે. એ માટે જ શાસ્ત્રોક્ત રીતે સંશોધન-અભ્યાસ થવો જરૂરી છે અને એ કેમ કરી શકાય એ ઈઝરાયલ પાસે શીખી શકાય એમ છે.

ઈન્ફોર્મેશન ટૅક્નોલૉજી કાયદા અનુસાર તમામ કમ્પ્યુટરો પર નજર રાખવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. આનિર્ણય 'પ્રિડિક્ટીવ ઈન્ટેલિજન્સ ટૅક્નોલૉજી'ના સિધ્ધાંત પર આધારિત છે. આ વિચાર આપણે ઈઝરાયલ પાસેથી જ લીધો છે. ભારતમાં સોશિયલ મીડિયાનોવપરાશ કરનારાઓની સંખ્યા ઝડપથી વધતી જતી હોવા છતાં આ તમામ કંપનીઓનું સર્વર વિદેશમાં છે. એ કંપનીઓ સાથે કરાર કરવો પડશે. આ કરાર દ્વારા આતંકવાદીઓ દ્વારા પ્રસારિત કરાતી માહિતીની વિગતો મળી શકશે. બીજી વાત, આતંકવાદીઓ કે કટ્ટરવાદીઓના પુનર્વસનનો પણ વિચાર કરવો પડશે.

આખરે એક વાત જ પાકી છે કે, કેટલાક યુદ્ધો રણભૂમિમાં જીતી શકાતા નથી. એ સમાજની અંદર ભળી જઈને જીતવા પડે છે. આવો અભિગમ આજે અતિશય જરૂરનો છે. એટલા માટે જ જાસૂસી એજન્સીઓનો ફકત જાસૂસી માટે ઉપયોગ નહીં કરીને 'હ્યુમન ઈન્ટેલિજન્સ' વધારવાની તાતી આવશ્યક્તા છે અને સાથે સમાજશાસ્ત્રના નિષ્ણાતો-સંશોધકોની, અભ્યાસ કરનારાઓની મદદ લઈને સર્વગ્રાહી નીતિ આંકવી એટલી જ જરૂરી છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OthmkE5aV5_mgQB1V-CPdtAvaXR9gO3CXtgsj%3D0_e%3DaSA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બહુ કમાયો નહીં, પણ આર્થિક મદદનો ધોધ અનુભવ્યો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહુ કમાયો નહીં, પણ આર્થિક મદદનો ધોધ અનુભવ્યો!

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલા

amdavadis4ever@yahoogroups.comસામાન્ય માન્યતા એવી છે કે ભારતીય ક્રિકેટરો કરોડો રૂપિયામાં આળોટતા હોય છે. એમાંના મોટા ભાગના ખેલાડીઓએ તો એટલો પૈસો બનાવી લીધો છે કે તેમની આવનારી ૧૦ પેઢીના વારસો કંઈ ન કમાય તો પણ ખાઇ-પીને સુખી રહી શકે. ભારતીય ક્રિકેટ બોર્ડ સમગ્ર ક્રિકેટ-જગતમાં સૌથી ધનિક છે અને આપણા ક્રિકેટરો વિશ્ર્વભરના ક્રિકેટ ખેલાડીઓમાં સૌથી શ્રીમંત છે. ૧૯૯૦ના દાયકાથી જોઈએ તો ખેલાડીઓને રમીને અને મૉડલિંગ કરીને પુષ્કળ કમાણી કરવા મળી છે અને ૨૦૦૮ની સાલમાં શરૂ થયેલી આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના આગમન પછીની તો વાત જ જવા દો. આઇપીએલે તો ઘણા અજાણ્યા, બિનઅનુભવી અને સાધારણ કરતાં પણ ઓછા ટૅલન્ટેડ હોય એવા પ્લેયરોની પણ તિજોરી છલકાવી દીધી છે.

ક્રિકેટરોની શ્રીમંતાઈની વાત ચાલતી હોય અને જો કોઈ કહે કે ફલાણા ક્રિકેટરને પૈસાની તાતી જરૂર છે તો થોડી ક્ષણો માટે તો એ વાત માનવામાં જ ન આવે. જોકે, હકીકતમાં આવું બન્યું છે. આપણે જેની વાત કરવાની છે એ કોઈ કરોડપતિ ભારતીય ખેલાડી કે આઇપીએલનો ધનિક પ્લેયર નથી. આ છે, વડોદરાનો ભૂતપૂર્વ બૅટ્સમૅન જૅકબ માર્ટિન.

જૅકબને ગત્ ૨૭મી ડિસેમ્બરે રોડ-અકસ્માત નડ્યો હતો જેમાં તેને ફેફસાં અને યકૃત પર ગંભીર ઈજા પહોંચી હતી. આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે તે વડોદરાની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લાઇફ-સપોર્ટ સિસ્ટમ પર સારવાર લઈ રહ્યો હતો. જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હોવાથી તેના પરિવારજનો તેમ જ તેના મિત્રો, ચાહકો ખૂબ ચિંતિત તો હતા જ, જૅકબ પૈસાની તાતી જરૂર પણ અનુભવી રહ્યો હતો.

જોકે, ઘણી વાર એવું બન્યું છે કે કોઈ બાળકને કે કોઈ વ્યક્તિને જીવન બચાવવા કે જરૂરી સારવાર માટે પૈસાની તાબડતોબ જરૂર હોય ત્યારે તેના પર પૈસાનો ધોધ વહેતો હોય છે. ઘણી વાર આવી વ્યક્તિઓને પોતાની જ્ઞાતિમાંથી કે મિત્ર-સમુદાયમાંથી પૂરતા પૈસા મળી જતા હોય છે. આવો માનવતાનો અભિગમ ભારતીય ક્રિકેટરો અને સંચાલકોમાં પણ જોવા મળ્યો છે. જૅકબને જિંદગી બચાવવા સારવાર માટે લાખો રૂપિયાની જરૂર છે એ વાત બહાર પડી કે તરત તેના પર પૈસાની વર્ષા થવા લાગી હતી. જૅકબના અકસ્માતના બનાવ પછીના થોડા દિવસો દરમિયાન તેની પત્ની ખ્યાતિએ આર્થિક સહાય માટે આમતેમ ખૂબ ભટકવું પડ્યું હતું, પરંતુ સોમવાર, ૨૧મી જાન્યુઆરીએ સ્થિતિમાં સુખદ વળાંક આવ્યો હતો. ઘણા ક્રિકેટરોએ જૅકબ માટે આર્થિક મદદ ઑફર કરી હતી.

જૅકબ ૪૬ વર્ષનો છે. તે ૧૯૯૯થી ૨૦૦૧ દરમિયાન ભારત વતી ૧૦ વન-ડે ઇન્ટરનેશનલ રમ્યો હતો જેમાં તેણે કુલ ૧૫૮ રન બનાવ્યા હતા. તેણે ૧૯૯૯ની સાલમાં ભારત વતી ડેબ્યૂ કર્યું હતું અને ત્યારે સૌરવ ગાંગુલી ભારતનો કૅપ્ટન હતો. ટૂંકમાં, ગાંગુલી તેનો પહેલો અને છેલ્લો ભારતીય કૅપ્ટન હતો. ગાંગુલીએ જૅકબને પૈસાની મદદ કરી છે.

ગાંગુલી ઉપરાંત વડોદરામાં જ રહેતા ક્રિકેટરો ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને ભરૂચ નજીકના મૂળ ઇખરના મુનાફ પટેલે પણ જૅકબને આર્થિક મદદની ઑફર કરી છે. ઝહીર ખાન પણ જૅકબને મદદ કરવા આગળ આવ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ સેક્રેટરી સંજય પટેલ, ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ (ન્યૂ ઝીલૅન્ડથી) અને વીવીએસ લક્ષ્મણે તેમ જ મૅચ-રેફરી રાજીવ શેઠ અને અમ્પાયરો એમ. કુપ્પુરાજ તથા કે. એન. રમેશે પણ મદદની ઑફર કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રાથમિક સહાયના રૂપમાં પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ લાખ રૂપિયા મોકલ્યા છે. વડોદરામાં જ રહેતા યુવાન ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ તો જૅકબના પરિવારને બ્લૅન્ક ચેક જ આપી દીધો છે.

જૅકબની ક્રિકેટ-કરિયર અને અન્ય રસપ્રદ અંગત વાતો જાણીએ. તેણે ૧૯૯૧માં બરોડાની ટીમ વતી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં રમવાની શરૂઆત કરી હતી. તે ૨૦૦૯ની સાલ સુધી ક્રિકેટ રમ્યો હતો. તે મુખ્યત્વે બૅટ્સમૅન હતો, પરંતુ કરિયરની શરૂઆતમાં લેગ-બ્રેક ગુગલી સ્પેશિયલિસ્ટ તરીકે પણ જાણીતો હતો. તેણે ૧૩૮ ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં માત્ર ૧૦ વિકેટ લીધી હતી જેમાંથી પાંચ વિકેટ રણજી ટ્રોફીમાં પોતાની પહેલી જ મૅચમાં લીધી હતી. રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન જૅકબે ગુજરાત સામેની એ મૅચમાં એક દાવમાં પાંચ વિકેટ લેવા ઉપરાંત ૫૦ રન પણ બનાવ્યા હતા.

જૅકબ સમગ્ર કરિયર દરમિયાન આસામ અને રેલવે વતી રમેલી જૂજ મૅચોને બાદ કરતા મોટા ભાગે બરોડાની ટીમ વતી રમ્યો હતો. ૧૯૯૮-'૯૯માં એક તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેન્ડુલકરની બોલબાલા હતી ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં જૅકબ ક્રિકેટપ્રેમીઓના દિલ પર છવાઈ ગયો હતો. એ સિઝનમાં તેણે બરોડા વતી ૧૦૩.૭૦ની સરેરાશે અને પાંચ સદી સાથે કુલ ૧૦૩૭ રન બનાવ્યા હતા. ત્યારે તે એક રણજી સિઝનમાં ૧૦૦૦ કરતાં વધુ રન બનાવનારો છઠ્ઠો ખેલાડી બન્યો હતો. એ પર્ફોર્મન્સને લીધે જ તેને ૧૯૯૯ના સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ટીમમાં જગ્યા મળી હતી. તેની ઇન્ટરનેશનલ કરિયર બહુ ટૂંકી રહી હતી જેમાં તેણે બ્રાયન લારાના નેતૃત્વવાળી વેસ્ટ ઇન્ડિઝની ટીમ વતી રમીને આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી અને સ્ટીવ ટિકોલોની ઝિમ્બાબ્વેની ટીમ સામે તે ૧૦મી વન-ડે રમ્યો હતો, જે તેની અંતિમ વન-ડે મૅચ બની હતી. જોકે, એ દરમિયાન તેને સ્ટીવ વૉના નેતૃત્વવાળી ઑસ્ટ્રેલિયાની ટીમ તથા વસીમ અકરમની કૅપ્ટન્સીવાળી પાકિસ્તાનની ટીમ સામે રમવાનો પણ સુવર્ણ મોકો મળ્યો હતો. તે ૧૦ વન-ડેમાં એક પણ હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો, પરંતુ ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની યાદીમાં તેનું નામ જરૂર અંકિત થઈ ગયું હતું. કમનસીબે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું જે જબ્બર ફૉર્મ હતું એને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી નહોતો લઈ જઈ શક્યો અને ૨૦૦૧માં જ તેની ઇન્ટરનેશનલ કરિયર સમેટાઈ ગઈ હતી.

---------------------------

ડોમેસ્ટિક ક્રિકેટમાં બનાવ્યા

૯૦૦૦થી વધુ રન

જૅકબ માર્ટિને ૧૯૯૧થી ૨૦૦૯ સુધીની (૧૮ વર્ષની) ડોમેસ્ટિક કરિયરમાં ૧૩૮ મૅચ રમીને ૨૩ સેન્ચુરી અને ૪૭ હાફ સેન્ચુરીની મદદથી ૯૧૯૨ રન બનાવ્યા હતા. ૨૭૧ રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. તેણે કુલ ૧૧૮ કૅચ પકડ્યા હતા અને વિકેટકીપરની ટૂંકી ભૂમિકામાં તેણે ચાર સફળ સ્ટમ્પિંગ પણ કરી હતી. તેની ૪૬.૬૫ની બૅટિંગ-ઍવરેજ જેવી સરેરાશ ભારતીય ક્રિકેટમાં બહુ ઓછાની જોવા મળી છે. તેણે પ્રથમ કક્ષાની મૅચોમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી.

---------------------------

વર્ષ ૨૦૧૬માં જૅકબની ધરપકડ થયેલી!

જૅકબ માર્ટિને ક્રિકેટ-પ્લેયર તરીકેની કરિયર પૂરી કયાર્ર્ બાદ બરોડાની ક્રિકેટ ટીમને કોચિંગ પણ આપ્યું હતું. ૨૦૧૬-'૧૭ની રણજી સિઝનમાં તે બરોડાની ટીમનો હેડ-કોચ હતો. જોકે, એ પૂર્વે, ૨૦૧૧ની સાલમાં જૅકબની હ્યુમન ટ્રાફિકિંગના કેસ સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સામાન્ય રીતે હ્યુમન ટ્રાફિકિંગના ગુનેગાર પર માનવોની ગેરકાયદે હેરાફેરી કે સ્ત્રીઓના વેપાર કે શારીરિક શોષણના કેસો હોય છે. જૅકબની ૨૦૧૧ની સાલમાં ૨૦૦૩ના વર્ષના હ્યુમન ટ્રાફિકિંગ કેસ સંબંધમાં દિલ્હી પોલીસે પકડ્યો હતો. કહેવાય છે કે તે એક યુવાનને (તેના બોગસ પાસપોર્ટને આધારે) પૈસાના બદલામાં ક્રિકેટ રમાડવાના કારણસર બ્રિટન લઈ ગયો હતો. જૅકબને પકડવામાં આવ્યો એ પહેલાં તે ક્યાંક ગુમ થઈ ગયો હતો અને તેના માથા પર ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ હતું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os072UvASE2Ony3gwWSodEa5t5oJzbCkrWBxPHmf0aezg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માતૃભાષાનું આયુષ્ય લંબાયું તેનો આનંદ ઓછો નથી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માતૃભાષાનું આયુષ્ય લંબાયું તેનો આનંદ ઓછો નથી!
ગુણવંત શાહ

 

 


ગુજરાતનો કોઈ તેજસ્વી વિદ્યાર્થી જરૂર સંશોધન કરી શકે. પાયથાગોરસ, હિરેક્લિટસ, સોક્રેટિસ, એરિસ્ટોટલ, પ્લેટો, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, લાઓ ત્ઝુ, કન્ફ્યુશિયસ, અશો જરથુષ્ટ્ર, ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પયગંબર, કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી, આઇન્સ્ટાઇન, સ્ટીફન હૉકિંગ ઇત્યાદિ મહામાનવો કયા માધ્યમમાં ભણ્યા હતા? હવે વાત આગળ ચલાવીએ સદ્ગત રાજાજી, રાજેન્દ્રપ્રસાદ, મોરારજી દેસાઈ, રવિશંકર મહારાજ, શ્રી મોરારિ બાપુ, કવિ ઉમાશંકર જોશી, રમેશ પારેખ, વિજ્ઞાની વિક્રમ સારાભાઈ, મહાદેવભાઈ દેસાઈ અને મોહમ્મદ અલી ઝીણા જેવા જાણીતા માણસો કયા માધ્યમમાં શિક્ષણ પામ્યા હતા? જવાબ મળે છે કે તેમના શિક્ષણનું માધ્યમ તેમની માતૃભાષા હતું. આ ‌વિષય સંશોધનનો છે એટલે વધારે લખવું નથી. લોકો કહે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં અંગ્રેજી વગર ન ચાલે. એમને એટલું જણાવવાનું કે જપાનમાં હજારે એક ડૉક્ટર, એન્જિનિયર કે પ્રોફેસર પણ અંગ્રેજી નથી જાણતો. આવું જ રશિયાનું. આવું જ ફ્રાન્સનું. આવું જ જર્મનીનું. શું આ દેશો ટેક્નોલોજીમાં પછાત છે? ફિનલેન્ડ જેવો નાનો દેશ જ્યાં અંગ્રેજી જાણનાર ભાગ્યે જ રસ્તે મળે તે દેશનો નોકિયા સેલફોન આપણા દેશમાં કેટલો વપરાય છે? જાણી રાખવા જેવું છે કે જૂનો કરાર (old testament) હિબ્રુમાં લખાયું હતું અને ન્યૂ ટેસ્ટામેન્ટ (નવો કરાર) ગ્રીક ભાષામાં લખાયું હતું. ઈસુ ખ્રિસ્તની માતૃભાષા koine (કોઈને) હતી. એક આદરણીય બિશપે મને જણાવ્યું કે ઈસુનો ઉપદેશ આર્મેઇક ભાષામાં થયો હતો, અંગ્રેજીમાં નહીં. આપણી લઘુતાગ્રંથિમાં આખું ને આખું કોલોનિયલ માઇન્ડ પ્રગટ થતું રહે છે. આવા બધા નીમપાગલ વિચારો એટલા માટે આવી ગયા કે ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત સરકારના નિર્ણયની જાણ મને અત્યંત વિનયપૂર્વક ટેલિફોન પર કરી. ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવ મુજબ હવેથી ગુજરાતની કોઈ પણ માધ્યમની શાળામાં એકથી દસ ધોરણ સુધી ગુજરાતી વિષય ફરજિયાત રહેશે. મને ખૂબ હરખ થયો. મેં એમનો આભાર માન્યો અને સાથે અભિનંદન પણ આપ્યાં.


ઈ.સ. 1450ની સાલમાં જોહાનિસ ગુટેનબર્ગે લેટિન ભાષામાં બાઇબલ છાપ્યું હતું. આજે એ બાઇબલની માત્ર 49 નકલો બચી છે અને જગતનાં અત્યંત મૂલ્યવાન પુસ્તકોમાં એની ગણતરી થાય છે. બ્રિટનમાં ઘણા બધા ભારતીય પરિવારો વસે છે. ત્યાં એક પ્રયોગ કરવા જેવો છે. કોઈ અંગ્રેજ બાળકને જર્મન ભાષા કે ફ્રેન્ચ ભાષા કે રશિયન ભાષાના માધ્યમમાં ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવે, તો બિચારાની શી વલે થાય? બધી વાત સમજાઈ જશે. અરે! બે-ત્રણ અંગ્રેજ બાળકોને અમદાવાદની ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવી તો જુઓ! એમ કરતી વખતે એ બાળકની દશા દયનીય જણાશે. શું આપણાં બાળકોને આવી દશામાં મૂકવાની ઉતાવળમાં રહેનારાં મૂર્ખ વાલીઓને આટલું નહીં સમજાય?


ગુજરાત રાજ્યમાં લેવાયેલો સરકારી નિર્ણય અભિનંદનીય છે. એ ઠરાવ સર્વાનુમતે પસાર થયો તે માટે બધા રાજકીય પક્ષોનો આભાર માનવો રહ્યો. મને ફોન પર આ આખી વાત શિક્ષણપ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિગતે જણાવી હતી. આપણા લાડકા હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટે આપણી દૂધભાષાને ફરજિયાત કરવા માટે એક જાહેર સમારંભમાં રડતા અવાજે તત્કાલીન મુખ્યપ્રધાન શ્રી આનંદીબહેનને અને ભૂપેન્દ્રભાઈને જણાવી હતી. વિનોદભાઈની સંવેદનશીલતાની એ ક્ષણે હું પાસે જ બેઠો હતો. માતાનાં ધાવણ પછી બીજા ક્રમે માતૃભાષાનું સ્થાન છે એવું વર્ષો પહેલાં લખ્યું હતું. હજી માતૃભાષા માધ્યમ તરીકે સો ટચનો સ્વીકાર નથી પામી એ વાતનું દુ:ખ હોવા છતાંય એક વાત ચોક્કસ કે ગુજરાતી ભાષાનું આયખું લંબાયું છે. એક બાબતમાં ઊંડું સંશોધન થાય તે જરૂરી છે.


ગુજરાતી માધ્યમમાં ભણનારો મનુષ્ય મોટી ઉંમરે પણ નરસિંહ મહેતા, કલાપી કે મેઘાણીના પ્રેમમાં પડે એવું બને છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલાં બાળકો ઉંમરલાયક થાય ત્યારે પણ વર્ડ્ઝવર્થ, શેક્સપિયર કે રોબર્ટ ફ્રોસ્ટની કેટલીક ઉત્તમ પંક્તિઓ ગણગણે એવું બનશે ખરું? વાત એમ છે કે માતૃભાષા સિવાયના માધ્યમમાં ભણેલાં બાળકો કવિતાથી જ કપાઈ જાય છે. સદ્્ગત નિરંજન ભગતે કહેલું કે: 'સંસ્કૃતિ કદી કવિતાસૂની ન હજો અને સમાજ કદી કવિસૂનો ન હજો.' આ વાત વડોદરામાં મળેલી સાહિત્ય પરિષદમાં અધ્યક્ષીય પ્રવચનને અંતે નિરંજનભાઈએ કરી હતી.


મને કોન્વેન્ટ સ્કૂલો પ્રત્યે કોઈ દ્વેષ નથી. માત્ર બે બાબતો અંગે ઊંડી વેદના છે. અંગ્રેજી માધ્યમની મોંઘીદાટ શાળાઓમાં મારા જ દેશનાં બાળકોને માતાનાં ધાવણથી વંચિત રાખીને ખબર ન પડે તેમ દેશની ધરતીની સુગંધથી અને માત્ર માતૃભાષા જ સમજી શકે એવાં ભણેલાં, ઓછું ભણેલાં તથા નહીં ભણેલાં પ્રેમાળ માતાપિતાથી અડધાપડધાં અળગાં કરી નાખે છે.


એક આફ્રિકન ખ્રિસ્તી જે ધર્માંતર પછી ચર્ચમાં હોદ્દો ધરાવતો હતો તેના શબ્દો સાંભળવા જેવા છે:


જ્યારે તેઓ આવ્યા
ત્યારે તેઓના હાથમાં બાઇબલ હતું
અને અમારી પાસે જમીન હતી.
અમે પ્રાર્થના કરી અને
જ્યારે અમે આંખ ખોલી
ત્યારે
અમારા હાથમાં બાઇબલ હતું
અને તેઓ પાસે અમારી જમીન હતી.


ન્યાય ખાતર કહેવું જોઇએ કે આપણી કોન્વેન્ટ હાઇસ્કૂલોમાં ક્યારે પણ ધર્માંતરનો રોગ જોવા મળતો નથી. એ રોગ તો ચર્ચ સાથે જોડાયેલો છે, નિશાળ સાથે નહીં. કોન્વેન્ટ સ્કૂલોમાં શિસ્ત બચી છે અને ગુણવત્તા પણ બચી છે. સિસ્ટર બાળકોને સ્મિતપૂર્વક બોલાવે છે અને થોડીક વાજબી કડકાઈ પણ બતાવે છે. એ શાળાઓમાં અક્ષરો અને ઉચ્ચારો પર કાળજી રખાય છે.


મને પાકી શ્રદ્ધા છે કે જ્યારે કોન્વેન્ટ સ્કૂલો ગુજરાતીને એક વિષય તરીકે મનપૂર્વક ભણાવશે ત્યારે અક્ષર, જોડણી અને ઉચ્ચારો પર પૂરતું ધ્યાન આપશે. આવું ધ્યાન આપવાનું ગુજરાતી માધ્યમની શાળાઓમાં ક્યારે શરૂ થશે? આપણે એ દિવસની રાહ જોઈએ. સમાધાન તરીકે ગુજરાતના લોકો એટલું નક્કી કરે કે ગુજરાતી માધ્યમમાં ઉત્તમ અંગ્રેજી ભણવાની વ્યવસ્થા હોય અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ઉત્તમ ગુજરાતી ભણાવવાની વ્યવસ્થા થાય તો ઘીના ઠામમાં ઘી પડી રહેશે.

 


પાઘડીનો વળ છેડે

અંગ્રેજી શિક્ષણના પહેલા જ કોળિયે
બત્રીસે દાંત હાલી ઊઠે છે.
મોંમાં જાણે ધરતીકંપ થાય છે.
જ્યારે ચારે તરફ જોરશોરથી
અંગ્રેજી ભણવાની ધૂન મચી હતી,
તેવે વખતે
જેમણે હિંમત કરી
અને
અમને
લાંબા સમય સુધી
માતૃભાષા શીખવવાની ગોઠવણ કરી આપી
એ સ્વ. ભાઈ હેમેન્દ્રનાથને
હું કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરું છું.

-રવીન્દ્રનાથ ટાગોર


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsCUB8TW_90Fe4AgVhawHzEHmWRtc%2BiYE8QuGB%3DvrStNg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યે મા-બાપ 'સેહત કે લિયે હાનિકારક હૈ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યે મા-બાપ 'સેહત કે લિયે હાનિકારક હૈ!
કાજલ ઓઝા વૈધ

 

 


– જન્મ આપવાથી મા-બાપ નથી થવાતું. જે માતા-પિતા સગવડ, સંપત્તિ, સ્વાર્થ આપે છે એમણે સંતાન પાસે સમજણ કે સ્નેહની અપેક્ષા રાખવાનો અધિકાર છે ખરો?


મારી ભૂલ થઈ ગઈ.' એક પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડતા કહી રહ્યા છે. એમની આંખોમાંથી પશ્ચાત્તાપનાં આંસુ વહે છે, 'બહેન! ગમે તેમ કરીને મારી દીકરીને ગોતી આપો. મારી જ ભૂલને કારણે કોણ જાણે ક્યાં ભટકતી હશે?' કહી રહેલા પિતા અત્યારે ગમે તેટલા નરમ અને પીડાયેલા, ડઘાયેલા દેખાતા હોય, પરંતુ આ જ પિતાનો મિજાજ દસ દિવસ પહેલાં જુદો હતો. એ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા. એમની પત્નીએ વારંવાર દીકરીની પસંદનો છોકરો એક વાર જોવાની વિનવણીઓ અને મથામણો કરી હતી, પરંતુ ત્યારે પિતા માટે એમના અહંકારથી, પ્રતિષ્ઠાથી આગળ બીજું કંઈ નહતું. એમણે દીકરીની સગાઇ કરી નાખી.


દીકરી પાસે કોઈ રસ્તો જ ન રહ્યો. એ ઘર છોડીને ભાગી ગઈ...


હવે પસ્તાવો, પીડા, કાળજી અને કકળાટ રહ્યાં છે. પિતા જો સમજ્યા હોત કે દીકરીની લાગણીને ઓળખવાનો, સમજવાનો પ્રયાસ કર્યો હોત તો આ રીતે રડવાનો વારો આવ્યો ન હોત. માતા-પિતા બનવું એ બાયોલોજિકલ એક્સિડન્ટ નથી. એમાં સમજદારી અને ધીરજ કેળવવાં પડે છે. ખાસ કરીને સંતાનો યુવાન થઈ રહ્યાં હોય ત્યારે ભીતર અને બહાર બંને બદલાવ સાથે કામ પાડવું એમને અઘરું પડે છે. શરીર બદલાઈ રહ્યું હોય, કુતૂહલ જાગી રહ્યાં હોય, વિજાતીય વ્યક્તિ પરત્વેનું આકર્ષણ દબાવવું અઘરું હોય ત્યારે મા-બાપ ન સમજે તો એમની સ્થિતિ ગંભીર બની જાય છે.


ઘણાં માતા-પિતા 'દોસ્ત' હોવાનો દાવો કરે છે, પરંતુ સાચા મિત્રની જવાબદારી એ છે કે એ પોતાના મિત્રના જીવનમાં કશું ખોટું થઈ રહ્યું હોય તો તેને સંભાળે, સમજાવે અને સુધારે. ઘણાં માતા-પિતા માને છે કે આજના છોકરાઓને વ્યસનથી દૂર રાખી શકાય એમ નથી. આ માન્યતા એટલેે ઊભી થઈ છે કે માતા-પિતા પોતે જ વ્યસનથી દૂર રહી શકે એમ નથી! વ્યસન માત્ર શરાબ, સિગારેટ, ડ્રગ્સનું હોય એવું નથી. લફરાંબાજી, જુઠ્ઠાણું, ગુસ્સો કે કંટાળો પણ હવે તો વ્યસન બનતા જાય છે. 50 વર્ષનો પિતા પોતે મોબાઇલથી દૂર ન રહી શકતો હોય તો પોતાના સંતાનને કયા મોઢે કહે કે મોબાઇલ 'વ્યસન' છે.


જે માતા-પિતા પોતાના સંતાનને સ્નેહ અને સન્માનની સાથે સમજણ અને સ્વમાન આપે છે એ માતા-પિતા સંપત્તિ આપે કે નહીં ફરક નથી પડતો, પરંતુ જે માતા-પિતા માત્ર સગવડ, સંપત્તિ, સ્વાર્થ આપે છે એમણે સંતાન પાસે સમજણ કે સ્નેહની અપેક્ષા રાખવાનો અધિકાર છે ખરો?


કેટલાય સમયથી આપણે 'નવી જનરેશન' કે 'વંઠી ગયેલી પેઢી' વિશે સાંભળીએ છીએ. આ છોકરાઓ કોઈનું માનતા નથી, પૈસા ઉડાડે છે કે સેક્સ અને સ્વાર્થને પ્રાધાન્ય આપે છે, એવી ફરિયાદો અનેક વાર સાંભળી છે, પરંતુ ફરિયાદના પાયામાં કોણ છે એવો સવાલ કોઈએ ક્યારેય પૂછ્યો નથી. માતા-પિતા પોતે જે પ્રકારની જિંદગી જીવે છે એમાં મોટા થઈ રહેલાં એમનાં સંતાનો પાસે કોઈ જુદા વર્તનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?


નાસ્તાના ડબ્બામાં ભોજન મૂકતી મા દીકરાને કહે છે, 'ઉદાર થઈને બધાને ખવડાવી ન દઈશ. તારું ‌ફેવરિટ લંચ મૂક્યું છે. તું ખાજે... સમજ્યો.' અથવા પાંચ વર્ષની દીકરીને લિપસ્ટિક, આઈશેડો કરી અને હિરોઇન જેવાં કપડાં પહેરાવતી મા એ બાળકીને શરીર અને શૃંગાર વિશે જાગૃત કરેે છે ત્યારે એમને સમજાતું નથી કે જાગૃત કરવામાં આવેલી આ માનસિકતા આગળ જતાં બાળકોને કેટલું નુકસાન કરી શકશે. આવાં માતા-પિતા ગર્વથી ચર્ચા કરે છે કે, 'આપણને તો કંઈ ખબર નહોતી. આજના છોકરા તો બધું સમજે છે.' ગર્વની વાત નથી, દુ:ખની વાત છે. જે ઉંમર મજા કરવાની, તોફાનો કરવાની અને લિંગભેદ વગર મિત્રતા કરવાની છે એ ઉંમરે જો એમને 'બધું' સમજાવા લાગ્યું હોય તો એ બાળક પોતાનું બાળપણ ખોઈ બેઠું છે. સત્ય તો એ છે કે બાળપણ ખોઈ બેસવા જેટલી દુ:ખદ ઘટના બીજી કોઈ નથી. વિસ્મય, કુતૂહલ, નિર્દોષતા, ભોળપણ અને સ્વપ્ન જોવાની ઉંમર ધીમે ધીમે પસાર થવાને બદલે એક કૂદકામાં ઠેકી જવી પડે તો એ સજા છે. જે માતા-પિતા પોતાનાં સંતાનોને આવી સજા કરીને સમય કરતાં વહેલાં મોટાં કરી નાખે છે એ પછીથી સંતાનોની અનેક સમસ્યાઓના શિકાર બને છે. 13 વર્ષની ઉંમરે પ્રેમમાં પડેલી છોકરી, 14ની ઉંમરે પિતાના ખિસ્સામાંથી પૈસા ચોરીને ડ્રગ્સ લેતો થઈ ગયેલો દીકરો. 16-17ની ઉંમરે પરણેલા પુરુષના પ્રેમમાં પડેલી દીકરી કે 18-20ની ઉંમરે શિક્ષિકા કે પડોશની મોટી ઉંમરની સ્ત્રી સાથે શારીરિક સંબંધોમાં સપડાયેલો દીકરો. આ બધા સવાલો ત્યારે આવીને ઊભા રહે છે જ્યારે માતા-પિતા સંતાનોના ગેરવર્તન બદલ બાળપણમાં ગર્વ લેતાં હોય.


કોઈ વ્યક્તિ, વસ્તુ કે વ્યવહાર અચાનક બગડતાં નથી. પહેલો સડો પેસે ત્યારે જ એ વિશે જાગૃત થઈને માતા-પિતાએ આવી પરિસ્થિતિને અટકાવવી જોઈએ. રડતા બાળકને અટકાવવા કે બીવડાવવા મા 'બાવો આવશે' કે 'પોલીસને બોલાવું?' અથવા 'ડૉક્ટર પાસે ઇન્જી અપાવી દઈશ' કહીને રસ્તા શોધે છે. આમાંથી ઊભી થયેલી સાઇકોલોજી મોટી ઉંમરે બાવા, સાધુઓ પરત્વે ભયમાંથી જન્મેલી કુતૂહલવૃત્તિ ને એમાંથી જન્મેલ પાવરનું આકર્ષણ ઊભું કરે છે. પોલીસથી ડરી ગયેલું બાળક પોતાની રીતે રસ્તા શોધવામાં ક્યારેક એવું સપડાય છે કે ગુનેગાર ન હોવા છતાં સજા ભોગવવાની સ્થિતિમાં મુકાય છે.


આ સડો, વિચાર કે વર્તણૂક એક રાતમાં બદલાતાં નથી. આ શરૂ થાય ત્યાં જ જો સજાગ થઈને એના વિશે કોઈ ગંભીર પગલાં લેવામાં આવે તો બાળકની જિંદગી અને માતા-પિતાનું ઘડપણ બંને સુધરે છે. ફિલ્મ 'રાજમા ચાવલ'માં ઋષિ કપૂર એના દીકરા સાથે વાત કરવા માટે ફેસબુક ઉપર ખોટું, ફેક એકાઉન્ટ બનાવે છે. એનો દીકરો પિતાની રિક્વેસ્ટ રિજેક્ટ કરીને આ નવી અને અજાણી છોકરીની ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ સ્વીકારે છે.


નિયતિ અને નિશ્ચિત ડિઝાઇન પ્રમાણે આ છોકરો ખોટા ફેસબુક એકાઉન્ટવાળી એ છોકરીને મળે છે. આ ફિલ્મમાં અંતે દીકરાનો ગુસ્સો એ નથી કે એના પિતાએ આવું કેમ કર્યું, ગુસ્સો એ છે કે એના પિતાએ એને સત્યથી દૂર રાખ્યો. એને સાચું ન કહ્યું. આપણે આ ભૂલ કરીએ જ છીએ. આપણાં સંતાનનો અહોભાવ, પ્રેમ કે આપણા ઉપર આધારિત રહેવાની જરૂરિયાતને ટકાવવા મનોમન આવાં કેટલાંય ફેક એકાઉન્ટ્સ ઊભાં કરીએ છીએ, જેનો હિસાબ આપણી પાસે જ રહેતો નથી. રસપ્રદ વાત એ છે કે જુઠ્ઠાણું પકડાયા વગર રહેતું નથી, છતાં આપણને જે જોઈએ છે તે મેળવવા માટે આપણે જુઠ્ઠું બોલી શકીએ ને આપણું સંતાન જુઠ્ઠું બોલે ત્યારે એને જુઠ્ઠું, સ્વાર્થી કહેતા અચકાતા નથી.


આપણને જે જોઈએ તે મેળવવા માટે સામ, દામ, દંડ, ભેદ વાપરીએ છીએ, પરંતુ આમાંનું કોઈ પણ હથિયાર જ્યારે સંતાન આપણી સામે ઉગામે ત્યારે નવી પેઢીને 'ગાળો ભાંડીએ' છીએ. ભાગી ગયેલી દીકરીનું આકર્ષણ કદાચ મજબૂત નહીં હોય, પરંતુ પિતાની સખ્તાઈએ એ આકર્ષણને વધુ પુખ્ત અને પાકું કરી નાખ્યું. એ પિતાએ જો દીકરીની પસંદગીના છોકરાને એક વાર મળવા જેટલી ઓપનનેસ બતાવી હોત ને પછી દીકરી સાથે ખુલ્લા મને ચર્ચા કરવાની સમજદારી એમનામાં હોત તો કદાચ અત્યારે એમને આવી રીતે રડવાની જરૂર ન પડી હોત.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otka4mT3Kn%2B237mTGguMA%3Dqtr6b7roDd9FuQ_HR7D1_jQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.