વર્ષાઋતુમાં સાજા રહેવા માટે મુખ્ય પાંચ વસ્તુ ત્યજવાનું મહર્ષિ વાગભટ્ટે સંહિતાના સૂત્ર સ્થાનમાં કહ્યું છે. નદીજલોદમન્થાહ: સ્વ પ્રાયાસાત પાંસ્ત્યજેત. નદીનું પાણી, સાથવો, (શેકેલો લોટ, સત્તુ) દિવસે ઊઘવું, બહુ મહેનત કરવી અને તડકામાં ફરવું. આ પાંચ બાબતથી દૂર રહેવું. વર્ષાઋતુના રોગો જેવા કે, મંદાગ્નિ, ઝાડા, ઉલટી, મેલેરિયા વગેરથી બચવું હોય તો આગળ કહેલ શાસ્ત્રની સલાહ સાથે સાથે એક અનુભૂત અને સુલભ ઔષધ બતાવીએ છીએ જે ચોમાસા દરમિયાન દરરોજ લેવાથી ઉપર બતાવેલા રોગોથી બચાવે છે. આદુનો રસ, ફુદીનાનો રસ, તુલસીનો રસ, લીંબુનો રસ... દરેક એક ચમચી અને ચોખ્ખું મધ, મધ ન મળે તો થોડી સાકર એક કપ શુદ્ધ પાણી સાથે મેળવી સવારમાં નરણાકોઠે પીવું. રસ કાઢવાનો સમય ન હોય તો ઉકાળો પણ વાપરી શકાય.
ઉપર બતાવેલ દરેક વસ્તુ ન મળે તો જેટલી મળે તેથી ચલાવવું. સુપાચ્ય હલકો ખોરાક લેવો. શાકભાજીમાં થોડું લસણ લઈ શકાય. આમ છતાં ઝાડા, ઉલટી, અરૃચી, ગેસ, જેવા પેટનાં રોગ થાય તો એકથી બે સંજીવનીવટી વાટી, લીંબુંના શરબત સાથે જરૃર મુજબ દિવસમાં બે થી ત્રણ વખત લેવી. (સંજીવની વટી સારી ફાર્મસીની ઘરમાં રાખવી) ઉપર બતાવેલ તાજો સ્વરસ એક એક ચમચી આપતા રહેવું રોગમાંથી મુક્ત થવાશે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou%2BUAoChK1-D%2Bv0H0s0wbX2Y4%3DytYHoi7b8XEFi7gFOVQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment