Saturday, 28 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઈમોશનલ મેલોડ્રામા બતાવીને પીરસાતા રિયાલિટી શો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈમોશનલ મેલોડ્રામા બતાવીને પીરસાતા રિયાલિટી શો!
અભિમન્યુ મોદી
 

 

નેશનલ લેવલની એક અતિપ્રખ્યાત ચેનલમાંથી એક યુવતીનો ફેન આવ્યોઃ 'હેલો, હું આ ચેનલમાંથી બોલું છું અને એક સ્ટેન્ડ અપ કોમેડીનો રિયાલિટી શો ચાલુ જવા થઇ રહ્યો છે તમે ઓડિશન આપવા આવશો?' મનમાં તરત 'ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ' ગીતની ઘંટડી વાગી. એટલે  સામેથી ચોખવટ આવી કે, ઓડિશનમાં નીવડેલા કે જાણીતાં જજો બેઠા હશે તો જ ઓડિશન આપવામાં આવશે, ફેમિલી બેકગ્રાઉન્ડ આપવામાં નહિ આવે, મા-બાપ ગરીબ તો બિલકુલ નથી, બલકે ખૂબ પૈસો છે અને આ ફ્લ્ડિમાં આવવા માટે કોઈ જ સ્ટ્રગલ કરી નથી માટે ખોટી ઈમોશનલ સ્ટોરી આપવામાં નહિ આવે. તરત જ એ નેશનલ ચેનલમાંથી આવેલો કોલ કપાઈ ગયો.

'ઓહ માય ગોડ' પિક્ચરનો એક ડાયલોગ કંઇક આવો છે કે જો તે લોકોના ભગવાન છીનવી લીધા તો તે તને પોતાનો ભગવાન બનાવી દેશે. સોપ ઓપેરા એટલે કે સાસુ-વહુની સીરિયલો કે ફ્ક્શિન સીરિયલોથી કંટાળેલા દર્શકોના બૌદ્ધિક દિમાગની મનોરંજન ભૂખ સંતોષવા માટે રિયાલિટી શો નામનો દંભ જગત આખામાં શરૂ થયો. ઇન્ડિયન ટેલિવિઝન પણ એમાંથી બાકાત નથી. એક સમયે કે અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં જેન્યુઈન રિયાલિટી શો આવ્યા હશે. એના સિવાય બાકી બધા ટિપીકલ નોનસેન્સ, ઉલ્લુ બનાવનારા, રોકકળ અને કકળાટ કરીને દર્શકોના માથે કાળો કેર વરસાવનારા જુઠ્ઠા શો છે. વાહિયાતપણાની વિકૃતિ એકસાથે કરોડો દર્શકોને પીરસવામાં આવે છે અને વલ્ગારીટી જ આધુનિક સમયની ડિસન્સી હશે એવું લાખો-કરોડો કુમળા માનસ ધરાવતા બચ્ચાઓના મનમાં ઘર કરી રહ્યું છે. ટીવીને કારણે લોકોના મનમાં કંઈ ખરાબ કે સારી અસર થતી નથી એવું કહેનારા લોકોને તો બેવકૂફ્ જ માનવા રહ્યા.

એક ચેનલ ઉપર યુવાનો માટેનો કહેવતો બોલ્ડ શો દર વર્ષે આવે છે. જેમાં દસેક વર્ષ સુધી બે ભાઈઓ જજ તરીકે આવ્યા અને કન્ટેસ્ટન્ટ સાથે ગાળાગાળી કે અમુક સંજોગોમાં હાથચાલાકી સુધી ઓન ટીવી ઉતરી આવતા. આ શોને કારણે દેશના હજારો-લાખો યુવાનોના મનમાં જુવાનીની વ્યાખ્યા જ સદંતર બદલાઈ ગઈ. બાઈક, ગાળો, દારૂ, છોકરીઓ કે છોકરાઓ, રખડપટ્ટી અને સભ્યતાને નેવે મૂકે એવા દરેક દુર્ગુણ જ સદગુણ છે એવું એ શો પરોક્ષ રીતે ટીવી ઉપર પ્રાઈમ ટાઈમમાં કહેતો આવે છે. આવા શોના વખાણ કરવા માટે કટારલેખકો, રીવ્યુઅરો અને હરખપદુડા પ્રેક્ષકો જે ઉત્સાહ બતાવે છે એ આૃર્યજનક છે.  અહીં વાત ફ્ક્ત એક શોની નહિ, દરેક રાજ્ય અને આખા દેશમાં વ્યાપેલી બદીની છે.

સંગીતના રિયાલિટી શોમાં સંગીત ઉપરાંત જાતજાતના ડ્રામા સહિત બધું મળે, ડાન્સના શોમાં નર્તન સિવાય નખરા જ વધારે મળે, એક્ટિંગના શોમાં આંસુ સિવાય બીજું ગોતવું પડે. કન્ટેસ્ટન્ટ આવે એટલે જજ એની મજાક ઉડાડે અથવા એને સાંભળે પણ વચ્ચે વચ્ચે કમેન્ટ કર્યા કરે. દર ત્રીજા પરફેર્મન્સ પછી એક જજનું દિલ ભરાઈ આવે, એને એના પાછલા દિવસો યાદ આવી જાય, અચાનક ભારતીય અસ્મિતાના ગુણગાન ગાવાનું મન થાય. આ રિયાલિટી શોના માસ પ્રોડક્શને અંગ્રેજી ભાષામાં વપરાતા વિશેષણોનું જે અધઃપતન કર્યું છે તે જોતા ઓક્સફેર્ડ કે મેરિયમ વેબસ્ટર જેવા પ્રેસ કેસ કરે તો પણ ઓછું. સ્ટેન્ડિંગ ઓવેશન એ તો કોઈપણ કલાકારને એની જિંદગીમાં જવ્વલે જ મળતી ઘટના કહેવાય. જ્યારે પૂર્વ નિશ્ચિત પટકથા મુજબ ચાલતા રિયાલિટી શોએ તેનું મહત્ત્વ સાવ ઘટાડી નાખ્યું છે. ખરેખર વારંવારનું સ્ટેન્ડીંગ ઓવેશન કલાનું અને કળાને મળતી કદરદાનીનું પતન છે અને એમાં કરોડો લોકો રાતે જમ્યા પછી હૈશો હૈશો કરતાં સૂર પુરાવે છે.

રિયાલિટી શો તેમાં ભાગ લેવા આવતા પ્રતિસ્પર્ધીઓના કાંડા કાપી નાખે છે. એટલે કે તેની પાસે એવા અગ્રીમેન્ટ ઉપર સાઈન લઇ લે છે કે એ શો ગમે તે પ્રતિસ્પર્ધીને ગમે તેવી વાંધાજનક રીતે બતાવે તો પણ ભાગ લેનાર કોર્ટમાં ફ્રિયાદ ન કરી શકે. વિદેશના અમુક શો પહેલાં તો પ્રતિયોગીના મેડિકલ ચેક અપમાં સેકસ્યુઅલી ટ્રાન્સમીટેડ ડિસીઝના પણ ટેસ્ટ થાય છે. એની શું જરૂર પડતી હશે? ગામડાંના કોઈ પ્રતિસ્પર્ધીને પહેલું પ્રાધાન્ય આપે જેથી તેની જિંદગીની સેડ સ્ટોરીને શૂટ કરીને એનકેશ કરી શકાય અને એવું પણ બતાવી શકાય કે અમારો શો બહુ માયાળુ છે, અને દેશના આંતરિયાળ વિસ્તાર સુધી અમે પહોંચીએ છીએ. છેલ્લે ફઈનલમાં તો એવા જ લોકો પહાંેચે જે 'માર્કેટેબલ' હોય. જે જુદી જુદી કંપનીઓ સાથે પાંચ-દસ વર્ષનો કોન્ટ્રાકટ કરીને બંધાવા તૈયાર હોય. અર્થાત્ સાદા શબ્દોમાં કહીએ તો ગુલામ બનવા તૈયાર હોય એને ખભે ઊંચકવાનો.

રિયાલિટી શો એ ભારતના કળાવારસા અને યુવાધનના આઈપીએલ જેવું છે. જે બધાને ખબર છે કે ધંધા સિવાય કંઈ બીજું નથી. શરાબ અને શબાબ મેળવવાના વિતરણ કેન્દ્રો આમ પણ થોડીક પણ સફ્ળતા મેળવનાર વ્યક્તિઓ ગોતતા ફ્રતા હોય છે. આવા રિયાલિટીના નામે દંભ પીરસવાની મુર્ખામીના પ્રદર્શનમાંથી સચિન તેંડુલકર બહાર ન પડે, ત્યાંથી અભિજિત સાવંત જ મળે. હા, અપવાદરૂપ દાખલાઓ આપીને રિયાલિટી શોને ઉજળા બતાવી શકાય નહિ. તે પણ એવા શો જ્યાં અમુક જજને જે તે પરફેર્મન્સ પછી શું બોલવું તેનું તૈયાર લખાણ આપવામાં આવતું હોય.

'પણ અમે શું કરીએ, લોકો જ તડકામાં લાઈનમાં ઊભા રહીને અમારા શોમાં ભાગ લેવા માંગે છે'. રિયાલિટી શોની તરફેણમાં તેઓ દ્વારા આ દલીલ કરાય છે. શોની ટીકા કરનારા લોકોને ચૂપ કરવા માટેની આ પાંગળી દલીલ છે. મોનોપોલી હોય એટલે શોષણ કરવાનું જ? વાલીઓ અને પેરેન્ટિંગ, સ્કૂલો અને એજ્યુકેશન સિસ્ટમ અને તંત્રની અમુક નીતિઓ, આ બધું જ વધતે ઓછે અંશે કોઈપણ યુવાનને ટીવી ઉપર ચમકવા માટેના ડેસ્પરેશન માટે જવાબદાર છે. રિયાલિટી શોનો રાફડો ફાટયા પછી આવા કોઈ શો વિના પણ આગળ આવી શકાય એવો આત્મવિશ્વાસ મોટા ભાગના યુવાનોમાં રહ્યો નથી  એ સૌથી નિરાશાજનક હકીકત છે. વાત રિયાલિટી શોની નથી. વાસ્તવિકતાનું ભાન ન થાય એની તકેદારી રાખતા આખા સમાજની છે. પોતાની જાતને પૂછવાનું રહે કે રિયાલિટી શોના શોર્ટકટ વિના જાતને ગોફ્ણ બનાવીને આગળ આવવાનો આત્મવિશ્વાસ ખુદમાં છે ખરો ?




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuJ-BGFMW2v9b%2BGUYvTAYYzEdpdscuXkbA4hofvQN3LsA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment