Tuesday, 10 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ...પણ તેના માટે હું શું કરું? (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



...પણ તેના માટે હું શું કરું?
રવિ ઈલા ભટૃ


 


તાજેતરમાં મારા સાઈકિયાટ્રિસ્ટ મિત્ર પાસેથી એક વિચિત્ર કેસ સાંભળવા મળ્યો. તે ફ્રેસ્ટ્રેશનનો સામનો કરતી એક યુવતિ અને તેના મિત્રની વાત કરતો હતો. સુમિત નામનો આ યુવાન સેજલ નામની એક પરિણિત યુવતીના પ્રેમમાં છે. તે જણાવે છે કે, સેજલ પણ તેને ખૂબ જ પ્રેમ કરે છે. સેજલના લગ્ન તેના ભાઈના મિત્ર કાર્તિક સાથે લગ્ન થયા છે. સુમિત અને કાર્તિક પાડોશી છે. સેજલની ફરિયાદ એવી છે કે, કાર્તિક તેને ખૂબ જ સારી રીતે રાખે છે, પ્રેમ કરે છે અને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે પણ તે એક સ્ત્રીના મનને સમજી શકતો નથી. સેજલ પોતાના દિલની વાત સુમિત સાથે કરે છે. સુમિત એવું કહે છે કે, અમે હવે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છીએ. હું સેજલને અને તેની લાગણીઓને સારી રીતે સમજી શકું છું.


માત્ર પાડોશી હોવાના કારણે અમે એકબીજા સાથે થોડીઘણી વાતો કરી શકીએ છીએ પણ વધુ સમય એકબીજા સાથે પસાર કરી શકીએ તેમ નથી. સેજલ પોતાના પતિ સાથેના અણબનાવ કે અધુરપનો મારી સામે એકરાર કરે છે અને હું તેને શાંત્વના આપું છું અને સમજાવું છું. મને તેની ઘણી ચિંતા થાય છે. બીજી તરફ એવો પણ વિચાર આવે છે કે, મારા કારણે તેના સાંસારિક જીવનમાં ક્લેશ ન થાય. આ સમસ્યાનો ઉકેલ લાવવો કેવી રીતે.


સામાન્ય રીતે આવી સ્થિતિ ઘણાની સાથે બની હોય છે અને બનતી રહે છે. તેમાંય યુવાનીના ઉંબરે પહોંચેલી વ્યક્તિઓની આસપાસમાં કે ઘર પરિવારમાં કોઈ નવપરણિત યુગલ હોય તો ભાભી પ્રત્યે ખેંચાણ કે આકર્ષણ સ્વાભાવિક છે. મીઠી-મીઠી વાતો કરવી, એકબીજા સાથે દ્વિઅર્થી મજાક કરવી કે પછી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની વાતો થવી. આ બધી વાતો ઘણી વખત અકારણ આકર્ષણ ઊભું કરતી હોય છે. માત્ર કુંવારી વ્યક્તિ સાથે જ નહીં, પરિણિત સ્ત્રી કે પુરુષ સાથે પણ એવું થતું હોય છે.


સેજલ એવું માને છે કે, તેનો પતિ તેને ખુશ રાખે છે પણ તેના મનની ઈચ્છાઓને સારી રીતે જાણી કે સમજી શકતો નથી. સુમિત પાસે તે આવડત સારી છે. તેના કારણે સુમિત અને સેજલ એકબીજાને પસંદ કરે છે અને પ્રેમ કરે છે. આ પ્રેમ માત્ર પ્રેમ છે કે શારીરિક આકર્ષણ તે પણ જાણવું જરૂરી છે. ઘણી વખત સ્ત્રીની લાગણી સંતોષાતી હોય પણ માગણી ન સંતોષાતી હોય તો તેનો પણ અભાવ લાગતો હોય છે. આવા સંજોગોમાં લગ્નેતર સંબંધો બંધાવા બહુ સામાન્ય છે. પુરુષની પ્રકૃતિ જ છે કે, પોતાની પત્ની રડે તો કંકાસ લાગે અને પારકી સ્ત્રી રડે તો પ્રેમ ઉભરાય.


વાત અહીં સ્વભાવ કરતા પરિસ્થિતિની વધારે કરવાની છે. સુમિત એક તરફ સેજલના ઈમોશનલ સ્ટેટને સમથળ કરવા પ્રયાસ કરે છે અને બીજી તરફ તેનું લગ્નજીવન પણ ન તૂટે તેની ચિંતા કરે છે. આવી બે ધારે ચાલવાની વૃત્તિ વધારે જોખમી હોય છે. સુમીત ખરેખર સેજલને સુખી જોવા ઈચ્છતો હોય તો સમાજ સામે બંડ પોકારીને તેને અપનાવી લેવા તૈયાર થાય અથવા તો મર્યાદામાં રહીને સેજલને સમજાવી દે કે તારો પતિ જેવો પણ છે તારો છે અને તે જાતે ન સમજે તો સમજાવ અને સુખી થા.


અહીંયા એક વાત વિચારવા જેવી છે કે, સ્ત્રી જો ખરેખર એમ માનતી હોય કે પુરુષ મારા મનની વાત જાણી જાય તો તે અપેક્ષાઓના માઉન્ટ એવરેસ્ટ સમાન છે. દરેક પુરુષ પોતાની સ્ત્રીની તમામ ઈચ્છાઓ આપોઆપ જાણી જાય એ શક્ય જ નથી અને તેવું સ્ત્રી પાસે પણ નથી. બીજી તરફ પુરુષ કોઈ પીકે પણ નથી કે તમારે હાથ પકડે અને તમારી જિંદગીની તમામ બાબતોને જાણી જાય. બિચારો નોકરી કરતો, ઘર ચલાવતો, સંસાર વસાવવા મથામણ કરતો એક પુરુષ છે જેની સામે લાગણીવેડા કરવા કરતા બીજા ઘણા મોટા કામ છે. મારો પતિ મને સમજતો નથી એના રોદણા રોવા હું બીજા પુરુષ પાસે જાઉં તેનાથી મોટી મુર્ખતા બીજી કઈ હોઈ શકે. પરપુરુષ કે જે આકર્ષણના જોરે અથવા તો એકતરફી પ્રેમના જોરે એક સ્ત્રીના સંસારને સુખી કરવા મથતો હોય તે કેટલા અંશે ગ્રાહ્ય છે. પતિ અને પત્ની વચ્ચે યોગ્ય રેપો ક્રિયેટ થયો નથી તો ત્રીજી વ્યક્તિ તે કરવામાં મદદ કરે એ કેવી રીતે શક્ય બને. તમે સલાહ આપી શકો પણ સુખી તો ન જ કરી શકો.


સુખ અને શાંતિ વ્યક્તિની ભાવનાગત બાબત છે. તમે સલાહ કે માર્ગદર્શન પૂરા પાડી શકો પણ તેનો અમલ કરવો કે નહીં તે તો જેતે વ્યક્તિ ઉપર નિર્ભર છે. સુખ કોઈ વસ્તુ કે વ્યક્તિગત બાબત નથી. પોતાની પાસે જે હોય તેમાં સુખી થતાં આવડવું જોઈએ તેવું ઘણી વ્યક્તિને સમજાવવું અઘરું છે. સામાન્ય રીતે આપણે કોઈના જીવનમાં કેટલો રસ લેવો અને કેટલો નહીં તે આપણા ઉપર નિર્ભર હોય છે. આવી સ્થિતિમાં સૌથી સરળ ઉપાય એટલો જ છે કે, તે સ્ત્રીને સમજાવીને તેની પરિસ્થિતિ ઉપર છોડી દેવી જોઈએ. જો એક સ્ત્રી પોતાના પતિ સાથે એડજસ્ટ ન કરી શકતી હોય તો શક્ય છે કે, પ્રેમ સંબંધમાં પણ સમયજતાં આ સ્થિતિનું ફરિથી નિર્માણ થઈ શકે છે. લગ્નેતર સંબંધોમાં આવી સ્થિતિ ઝડપથી અને આકરી રીતે આવતી હોય છે.
આવા સંબંધોમાં શારીરિક આકર્ષણ અને સંતોષ ઘણી વખત વધારે મહત્વના થઈ જતા હોય છે. આ સંતોષ બાદ એક તબક્કે અકળામણ અને કંટાળાનો ભાવ ફરીથી જાગે છે. તે સમયે પુરુષની સ્થિતિ વધારે કફોડી થતી હોય છે. આગળ જતાં તેનો અંત કેવો આવે છે તેના વિશે તો બધા જાણે જ છે. મિત્રભાવે થતી મદદ અને કુણીલાગણીઓ વચ્ચે અંતર છે. આ કુણી લાગણીઓ સમય જતાં કાંટામાં ફેરવાય અને બંને તરફ પીડા ઉપડે તે પહેલાં સુમિત આ સ્થિતિમાંથી ખસી જાય તે વધારે ગ્રાહ્ય છે. તેણે અન્ય સ્ત્રીના જીવનની સમસ્યાઓ ઉકેલવા કરતા પોતાની લાઈફને સેટલ કરવા ઉપર વધારે કોનસ્નટ્રેટ થવું જોઈએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsWSiqKRRBatz5yGar5QqyRJGWYLk89we%3Dn53-MTgV%3DJg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment