પશ્ચિમના દેશોમાં આજકાલ સુગર બેબી, સુગર ડેડી અને સુગર મોમ રિલેશનશીપ ઇનટ્રેન્ડ ગણાય છે. ના, ના તમે સમજી રહ્યાં છો એવું કોઈ સાયન્સ આમાં કામ નથી કરી રહ્યું, પણ માણસના ભેજાએ વિક્સાવેલી આ રિલેશનશીપ આપણાં સમાજમાં જોખમ ઊભું કરી શકે તેમ છે. ફોડ પાડીને વાત કરીયે તો જરૂરિયાત હોય ત્યાં સુધી જ બે વ્યક્તિ વચ્ચે થતી અરેન્જમેન્ટને સુગર બેબી, સુગર ડેડી અને સુગર મોમ જેવા રૂપકડાં નામ આપવામાં આવ્યાં છે. પશ્ચિમના દેશોમાં સુગર બેબી એટલે કોલેજિયન કક્ષાની બેચલર યુવતીઓ જે ફાઇન ડિનર, મોંઘી ગીફ્ટ્સ, શોપિંગ્સ કરવા માગે છે, તે રિચ મેલ સાથે અરેન્જમમેન્ટ ગોઠવીને ડેટ પર જાય છે, જ્યારે સુગર ડેડી અને મોમ પણ આ પ્રકારના અરેન્જમેન્ટ ગોઠવે છે. એટલે કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લાઈફમાં સક્સેસફુલ લોકો એવી સ્ત્રી કે પુરુષની કંપની ઈચ્છે છે જે તેનાં લેવલના હોય. એવી જાહેરાતો પણ કરવામાં આવે છે કે, હવે ટ્રેડિશનલ રિલેશનશીપનો જમાનો ગયો, જ્યાં લોકોએ એકબીજાને એડજસ્ટ થવું પડતું હતું. એડજસ્ટમેન્ટના કારણે જ અત્યાર સુધીની બધી રિલેશનશીપ ફેઇલ થઈ છે. અગાઉની રિલેશનશીપમાં ઘણું બધું આપવાનું અને થોડું લેવાનું થતું હતું. રિલેશનશીપ જામે એ પહેલાં જ તૂટી જતી હતી. એટલે જ હવે એડજસ્ટમેન્ટ નહીં પણ અરેન્જમેન્ટની જરૂર છે. પસ્ચિમના દેશોમાં ખાસ કરીને અમેરિકામાં ધમધમતી ઘણીબધી વેબસાઇટ્સ પર લોકો પોતાની પ્રોફાઇલ અપલોડ કરીને મેમ્બર બને છે. અમેરિકામાં સીકિંગ અરેન્જમેન્ટ, રેડિટ જેવી વેબસાઇટના લગભગ ૧૫૦થી વધારે દેશોના ૩૦ લાખથી વધુ લોગઇન મેમ્બર્સ છે. આ મેમ્બર્સ એકબીજાના સંપર્કમાં આવીને અરેન્જમેન્ટ ગોઠવે છે. સીકિંગઅરેન્જમેન્ટ વેબસાઇટનો દાવો છે કે, તેના ૧ કરોડ યૂઝર્સ છે. આ યૂઝર્સ ૧૩૯ દેશોમાંથી છે, જેમાં ૮૦ લાખ સુગર બેબીઝ અને ૨૦ લાખ સુગર ડેડી અને મોમ છે. આવી જ બીજી એક વેબસાઇટ છે રેડિટ. રેડિટે કોઈ આંકડા જાહેર નથી કર્યાં, પણ તેનો દાવો છે કે, રેડિટ વિશ્વની સૌથી મોટી વેબસાઇટ છે, જેનાં પ્લેટફોર્મ પર ચીટિંગ કર્યાં વગરનાં અરેન્જમેન્ટ થાય છે. જોકે, આ વેબસાઇટના મેમ્બરની પ્રાઇવસી જાળવવાની ખાસ તકેદારી લેવામાં આવે છે. આ માટે તેઓને કોડિંગ કરવામાં આવે છે. કારણ કે અહીં આવતી કોઈપણ વ્યક્તિ નથી ઈચ્છતી કે સમાજમાં તેની ઓળખ છતી થાય. અહીં જોઇન થયેલી સુગર બેબીઝ લક્ઝુરિયસ લાઇફ જીવવા માગતી હોય છે. તેમની ઈચ્છા મોંઘી હોટેલ્સમાં ડિનર, સેવન સ્ટાર રિસોર્ટ પર સ્ટે અને બદલામાં તગડી ફી. સામે સુગર ડેડી અને મોમ એવી કંપની ઈચ્છે છે જે તેનાં લેવલની હોય. સુગર ડેડીમાં મોટાભાગે એવા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ કે સુપર રિચ લોકો હોય છે જેઓ લાખો રૂપિયા ખર્ચીને પણ કોઈ પાર્ટી કે મીટિંગમાં પોતાની સાથે તેનાં લેવલની બ્યુટિફુલ યુવતીને રાખવા માગે છે. સુગર ડેડીઝ એવા પ્રકારના લોકો છે જે હંમેશા પોતાના કામમાં બિઝી રહેતાં હોવાથી તેમને રૂટિનમાંથી બ્રેક લેવાની ખુબ જ જરૂર હોય છે. કલાકો સુધી દિવસોના દિવસો કામ કર્યાં પછી રિલેક્સ થવા માટે તેઓ નવી કંપની શોધતા હોય છે. બદલામાં તેઓ માગે તેટલાં રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. આ અરેન્જમેન્ટ ટેમ્પરરી હોય છે. આવી જ રીતે સુપર રિચ સુગર મોમ પણ તેની સાથે એવા હેન્ડસમ પાર્ટનરને લઈ જવા માગે છે, જેની કંપનીમાં તે ખુશ રહી શકે. આ માટે વેબસાઇટ તેના મેમ્બર્સને પ્લેટફોર્મ પૂરું પાડે છે. રેડિટે તો તાજેતરમાં આ પ્રકારની અરેન્જમેન્ટની મજા માણી ચૂકેલાં કેટલાંક લોકોના વ્યૂહ પણ પ્રસિદ્ધ કર્યાં હતા. આ વ્યૂહ પણ જાણવા જેવા છે. રેડિટના મેમ્બર્સમાં એક સુગર ડેડીએ જણાવ્યું હતું કે, હું એક સુગર બેબીને લંચમાં લઈ ગયો હતો. બધું બરાબર ચાલતું હતું ત્યારે મેં તેને એક ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ખરીદીને આપવાની ઓફર કરી. આ સાંભળીને સુગર બેબીએ કહ્યું કે, એક ગેજેટ તેનાં બોયફ્રેન્ડ માટે પણ હું લઈ આપું કારણ કે તે હોટેલની બહાર કારમાં તેની રાહ જોઈ રહ્યો છે. એક સુગર ડેડીએ તો ધડાકો કરતાં જણાવ્યું હતું કે, મને મારી સુગર બેબી સાથે કોઈ વાંધો નોહતો પડયો, સિવાય કે અમારા વચ્ચેની કેમેસ્ટ્રી જ જામી નહીં. એક સુગર મોમે તો એવું જણાવ્યું હતું કે, એક યુવકે મને અમારી વચ્ચે જે અરેન્જમેન્ટ થઈ હતી તેની બહારની ડિમાન્ડ કરી હતી. જોકે, મેં તેને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, આ મારી પ્રાઇવેટ લાઇફ છે. હું તારી સાથે શેર ન કરી શકું. એક સુગર બેબીએ એવું જણાવ્યું હતું કે, અમારી વચ્ચેની ટેમ્પરરી અરેન્જમેન્ટ છેવટે પરમનેન્ટ બની ગઈ હતી. ૪૦ વર્ષનો એ વ્યક્તિ મને ખુબ જ ગમી ગયો હતો. આજે પણ અમે એકબીજાના સંપર્કમાં છીએ અને થોડાં સમયમાં પરમનેન્ટ અરેન્જમેન્ટ કરવાનું વિચારી રહ્યાં છીએ. જોકે, એક સુગર ડેડીને થયેલો અનુભવ તેને જિંદગીભર યાદ રહી ગયો છે. આ મહાશયે જે સુગર બેબી સાથે અરેન્જમેન્ટ કર્યું હતું તે પોતાની બહેનને પણ કહ્યાં વગર સાથે લઈ આવી હતી. આ મહાશયે કારણ વગર બે-બે સુગર બેબીનો ખર્ચ ઉપાડવો પડયો હતો. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovz_Qf-WAxps8B0Ye4L1Bh7M%2Bci%2BSrEReFZNDH7uGxQqw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment