દેશનો ઇતિહાસઃકભી ભૂલા, કભી યાદ કિયા! દીપક સોલિયા લિંકન ગુલામી પ્રથાના ભારે વિરોધી હતા, પરંતુ એમના સસરા ગુલામો રાખવા ઉપરાંત ગુલામોનો વેપાર કરીને કમાણી કરતા. આ પરિવારની દીકરી મેરી સાથેનું લિંકનનું લગ્નજીવન ચડાવ-ઉતારવાળું રહ્યું. અઢી દાયકા સુધી જે ગામમાં લિંકન રહેલા એ ગામ સ્પ્રિંગફ્લ્ડિ છોડીને લિંકન અમેરિકાના પ્રમુખ બનવા માટે વોશિંગ્ટન જઈ રહ્યા હતા ત્યારે આખું ગામ રેલવે સ્ટેશને એમને આવજો કહેવા આવેલું, પરંતુ લિંકનનાં પત્ની-બાળકો સ્ટેશને નહોતા આવ્યાં, કારણ કે એ સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયેલો. એ વખતે વરસાદ પડી રહ્યો હતો. લિંકન એકદમ થાકેલા અને ઉદાસ હતા. ગાલ પર વરસાદનું પાણી હતું કે આંસુનાં ટીપાં હતાં એ નક્કી કરવું મુશ્કેલ હતું (હવે જેને ક્લિનિકલ ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારે જે મેલેન્ક્લી-વિષાદ તરીકે ઓળખાતી હતી એ બીમારીના એક કર્ન્ફ્મ્ડ પેશન્ટ હતા અબ્રાહમ લિંકન). તો પછી થયું એવું કે ઉદાસ લિંકન ગામ છોડીને વોશિંગ્ટન ગયા, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ્ અમેરિકાના સોળમા રાષ્ટ્રપ્રમુખ બન્યા, ગુલામી પ્રથા એમણે નાબૂદ કરી, એમના આ પગલાંના વિરોધમાં યુનાઈટેડ સ્ટેટ્સમાંથી દક્ષિણનાં સાત સ્ટેટ્સ છૂટાં પડયાં એને લીધે ઉત્તર-દક્ષિણનાં સ્ટેટ્સ વચ્ચે યુદ્ધ થયું, એમાં ઉત્તરવાળું અમેરિકા લિંકનની આગેવાની હેઠળ જીત્યું, ડિવાઈડેડ અમેરિકા ફ્રી યુનાઈટેડ અમેરિકા બની ગયું અને એ યુદ્ધના અંતે દક્ષિણની સેનાના વડા રોબર્ડ લી શરણે આવ્યા એના પાંચ જ દિવસ પછી અશ્વેતવિરોધી (કાળી પ્રજાને ધિક્કારનાર) જોન બૂથે લિંકનને ગોળી મારી દીધી. ઘાયલ લિંકને બીજા દિવસે દમ તોડી દીધો. આ આખા ઘટનાક્રમમાં એક શાનદાર વિધાન યાદ રાખવા જેવું છે. દક્ષિણવાળા (સધર્નર્સ) જ્યારે હારી ગયા ત્યારે લિંકનને પૂછવામાં આવ્યું કે મિસ્ટર પ્રેસિડેન્ટ, હવે સધર્નર્સ સાથે તમારો વહેવાર કેવો હશે? ત્યારે લિંકનને જવાબ આપેલોઃ 'એ લોકો જાણે યુદ્ધે ચડયા જ નહોતા એમ માનીને હું વર્તીશ.' આપણી વાત ચાલી રહી હતી ઇતિહાસ વિશે. ફ્લિોસોફ્ર જ્યોર્જ સેન્તયાના કહે છે કે જે લોકો પોતાનો ભૂતકાળ યાદ નથી રાખી શકતા એમણે ભૂતકાળના પુનરાવર્તનનો શ્રાપ વેઠવો પડે છે. બીજી તરફ્, લિંક્નને ભૂતકાળ જાણે હતો જ નહીં, યુદ્ધ જાણે થયેલું જ નહીં એવું માની લેવાનું નક્કી કરેલું. તો આમાં સાચો અભિગમ કયો? ભૂતકાળને યાદ રાખવો? કે ભૂતકાળને ભૂલી જવો? કે પછી ભૂતકાળને શેરડીનો સાંઠો ગણીને, એમાંથી રસ (બોધ) ગ્રહણ કરીને એના કુચ્ચા ફેંકી દેવા સારા? સ્વાભાવિક છે કે બોધગ્રહણ કરીને ભૂતકાળની ઝીણી-ક્ષુલ્લક બાબતો વિસરી જવામાં જ સાર છે, પણ આપણે ત્યાં એવું નથી થઈ રહ્યું. ભારત દેશ અંગ્રેજોથી આઝાદ થયો અને ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા એ ઇતિહાસમાંથી પાઠ શીખીને ઝીણી ઝીણી વાતો ભૂલી જવાને બદલે ઊલટાની નાની-નાની વાતો ચગાવવાનો રિવાજ આપણે ત્યાં છેલ્લાં કેટલાક દાયકાઓથી બળુકો બન્યો છે. ખાસ તો, ચૂંટણીઓ નજીક હોય ત્યારે નહેરુ આવા ને ઝીણા તેવા ને ગાંધી કેવા વગેરે મામલે વિવાદો ચગતા જોવા મળે છે. કમાલ છે. અંદરોઅંદર ઝઘડવાથી દેશના ભાગલા પડે છે એટલો સાદો અને પાયાનો ઇતિહાસબોધ ગ્રહણ કરવાને બદલે ઇતિહાસને ટાંકીને, ઝઘડા વધારીને શું આપણે ભવિષ્યમાં નવા ભાગલા તરફ્ આગળ વધી રહ્યા છીએ? 'કુસંપથી દેશ તૂટે' એવો એક પાઠ ભાગલાએ આપણને શીખવ્યો છે. એ પાઠ ભૂલી જઈશું તો દેશમાં ભાગલાના ઇતિહાસનું પુનરાવર્તન થઈ શકે તેમ છે. ભાગલાના પુનરાવર્તનના નાના-મોટા કિસ્સા આપણે જોયા પણ છે. ભારત-પાકિસ્તાન પછી પાકિસ્તાન-બાંગલાદેશના ભાગલા થયા. વચ્ચે શીખોએ ખાલિસ્તાનના નામે ભાગલાવાદી ચળવળ ચલાવેલી. કાશ્મીરની ખીણ ભારતનો ભાગ બની રહેવા માગે છે કે છૂટી થવા માગે છે એ વિશે આજની તારીખે પણ પૂર્ણ સ્પષ્ટતા નથી. ટૂંકમાં, ઝઘડા થતા રહેશે તો ટુકડા થતા રહેશે. દેશના એક વાર ટુકડા થયા પછી વધારે ટુકડા ન જ થાય એવો કોઈ નિયમ નથી. પણ તમે કોઈ એક ટુકડા પર હથોડા ઝીંકતા જ રહો તો એના વધુ ને વધુ ટુકડા થતા જશે એવો એક 'વૈજ્ઞાાનિક' નિયમ છે ખરો. નક્કી આપણે કરવાનું છેઃ દેશના વધુ ટુકડા કરવા છે કે પછી જૂના ટુકડાઓ ફ્રી એક કરીને મોટું અખંડ રાષ્ટ્ર રચવું છે? કવિ કિસન સોસાએ કહેલું, એવા વળાંક પર હવે ઊભો છે કાફ્લો અહીંથી જવાય રણ તરફ્, અહીંથી નદી તરફ્. ભારત કઈ તરફ્ જશે? રણ તરફ્ કે નદી તરફ્? ભાગલા તરફ્ કે જોડાણ તરફ્? આ લખનારને લાગે છે કે ભારત હવે નાનું નહીં, વધુ મોટું બનશે. વધુ ભાગલા દ્વારા ભારત વધુ નાનું બને તેના કરતાં ભારત અને તેની આસપાસના રાષ્ટ્રો મળીને એક મોટો સંઘ રચે તેની શક્યતા વધુ છે. અલબત્ત, આ એક માન્યતા છે અને આ માન્યતા સાથે સહમત ન થવાની તમને છૂટ છે જ, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ભાગલા પછી જોડાણ અને જોડાણ પછી ભાગલા એ ઇતિહાસની એક સ્વાભાવિક તરંગગતિ છે. તરંગમાં શું હોય? એમાં ટોચ (શ્રુંગ) પછી તળિયું (ગર્ત) આવે અને તળિયા પછી ટોચ આવે. વિજ્ઞાાનનો આ નિયમ સમાજને પણ લાગુ પડે છે. સમાજમાં પણ સમૃદ્ધિ-ગરીબીનાં તથા ભાગલા-જોડાણના ક્રમો ચાલ્યા જ કરતા હોય છે. ભારત એક સમયે આખી દુનિયાનું 'અમેરિકા' હતું, કોલમ્બસ સહિત બધાને ભારત આવીને 'લાડવો' લઈ જવો હતો. પણ પછી ભારત કથળ્યું, પછી ભારતના ભાગલા પણ થયા. પરંતુ વાત અહીં પૂરી થોડી થાય છે? કાળનો પ્રવાહ અટકતો નથી. કથળેલું-તૂટેલું ભારત ભવિષ્યમાં ફ્રી સમૃદ્ધ અને વિરાટ બની જ શકે. એ માટે જોઈએ ઉદારતા. એ માટે જોઈએ ઠોકર. કમસે કમ ઇતિહાસ તો આવું જ કહે છે. તમે યુરોપ જુઓ. પહેલાં તો યુરોપના આંતરિક ભાગલા એટલા વકર્યા કે એ લોકો બબ્બે વિશ્વયુદ્ધો લડયા અને સરવાળે દસેક કરોડ લોકો એમાં મર્યા. પણ પછી શું થયું? પછી થયું એવું કે એકમેકનાં લોહીનાં તરસ્યાં એવાં યુરોપિયન રાષ્ટ્રોએ લોહિયાળ ભૂતકાળને ભૂલીને હવે પોતાનો એક યુરોપિયન સંઘ રચ્યો છે અને એમની કોમન કરન્સી 'યુરો' અમેરિકને ડોલરને ટક્કર આપી રહી છે. એ જ રીતે, વેરવિખેર અમેરિકન ટુકડાઓ પહેલાં તો ભેગાં થયાં, પણ પછી લેખના આરંભે નોંધ્યું છે તેમ, ગુલામી-પ્રથાના મામલે અમેરિકન સ્ટેટ્સ છૂટાં થઈને યુદ્ધે ચડયાં, પરંતુ પછી પાછા એ જ સ્ટેટ્સ યુનાઈટ થઈને આજે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ્ અમેરિકા તરીકે જગત પર રાજ કરે છે. આ બધું જોતાં, ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ-નેપાળ-શ્રીલંકા-ભુતાન અને ઇવન થાઈલેન્ડ-કમ્બોડિયા વગેરે મળીને ભારતીય સંઘ રચે એની શક્યતા શૂન્ય તો નથી જ. શું કહો છો? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsWj_832tjTB66Qh%3Dn-4TrDqeQKz7zgasD7WDVoGq1hyQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment