તબીબી ક્ષેત્રે હિંસા સમસ્યા અને સામધાન! ડૉ. મનુ કોઠારી - ડૉ. લોપા મહેતા માનવસ્મૃતિમાંથી ગાંધીજી લગભગ ભૂંસાઈ ગયા હતા ત્યારે રીચાર્ડ એટનબેરોએ સમગ્ર માનવજાતને યાદ દેવડાવ્યું કે આપણી સદીના મહાત્મા જે કંઈ કહેતા હતા એ જ સત્ય છે, ભલે એને આચરવું મુશ્કેલ હોય. આંખનો બદલો આંખથી લેવો એ કદાચ શૂરવીરતાની નિશાની ગણાય. કાનૂની દૃષ્ટિએ સ્વીકારાય પણ કેવળ ગાંધીજી એનાથી પર જોઈ શક્યા કે તો તો આખું જગત આંધળું બની જાય. ગાંધીજીએ અહિંસાને વીરના આભૂષણ સમી ક્ષમા સાથે બિરદાવી.
જીવનના પ્રત્યેક ક્ષેત્રે જીવસ્વરૂપનું અજ્ઞાન હિંસાને પ્રેરે છે. તબીબી ક્ષેત્ર પણ આમાં અપવાદ નથી. જાણતાં કે અજાણતાં જે કંઈ અહિંસા તબીબી વ્યવસાયમાં આચરવામાં આવે છે એનું મૂળ કારણ માણસના નિજસ્વરૂપનું અજ્ઞાન છે. માણસ એમ માની બેઠો છે કે એ સર્વશક્તિમાન છે. જગતની સત્તાનો દોર એના હાથમાં છે. એને પોતાને માટે જે કંઈ સુખદાયક ન લાગે એ સર્વને દુશ્મન સમજી બેઠો છે. કુદરતની વિવિધ પ્રક્રિયાના રહસ્યથી અજાણ એ બસ માનવકેન્દ્રિત દૃષ્ટિથી જગતને સુંદર અને સગવડભર્યું બનાવવા નીકળી પડ્યો છે. દીર્ઘદૃષ્ટિરહિત માનવ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રેયથી પ્રેરાય છે અને પોષાય છે અને શ્રેયથી દૂર થતો જાય છે. ડૉક્ટર પણ માનવસ્વરૂપના અજ્ઞાનથી આવરિત પોતાને કે બીજાને પૂર્ણ સમજી શકતો નથી. મિત્ર સમા રોગોને દુશ્મનની જેમ ધુત્કારે છે. શરીરને યંત્રની દૃષ્ટિથી જુએ છે. યંત્રની જેમ એના પર સમારકામ કરે છે. જેમ ભણતર એના મગજમાં પ્રવેશે છે એમ સન્માન પ્રેરિત આશ્ર્ચર્યભાવ એનાથી દૂર થતો જાય છે. ડૉક્ટર જો માનવના સત્યસ્વરૂપ માટે જાગ્રત થાય તો એનામાં નીડરતા આવે, કરુણાનો આવિર્ભાવ થાય, સારું કરવાનો આશય હેઠળ નરસાં પગલાં ન ભરે, એટલું જ નહીં, દર્દીને એના રોગનો સામનો કરવા સાચી મદદ કરે જેથી કરીને શક્ય હોય ત્યાં બનતી ત્વરાથી રોગી રોગમાંથી મુક્ત થાય. કરુણા અહિંસાનું મૂળ ઘટક છે. સામેની વ્યક્તિ પર જે કંઈ ગુજરી રહ્યું હોય તેની સંવેદના અનુભવવી એ કરુણા પ્રેરિત હમદર્દી છે. સખાવતની દૃષ્ટિએ નીપજતા ભાવમાંથી આવતી દયાની વાત અહીં નથી કરતા. સમગ્ર જગતસૃષ્ટિની સંવાદિતાના જ્ઞાનમાંથી ઉદ્ભવતી કરુણા દરેક દર્દીમાં સખાને જુએ છે. દરેક પ્રાણીમાં દિવ્ય આત્માનું સ્વરૂપ જુએ છે. પંચમહાભૂતમાંથી ઊપજેલ આખી સૃષ્ટિ છે. બેકટેરિયાથી માંડીને આપણે સૌ પંચમહાભૂતમાંથી જન્મીએ છીએ, એના પર નભીએ છીએ અને એમાં વિલીન થઈ જઈએ છીએ. આ સમજ હોય તો દરેક સમયે ખપપૂરતાં જ પગલાં લેવાની વિવેકદૃષ્ટિ આવે છે. હે ડૉક્ટર! અને હે દર્દી! તમે બંને એક જ છો. તમે એ જ મહાભૂતોમાંથી ઘડાયેલા છો જેમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે. તમારી આસપાસનું વાતાવરણ પણ એમાંથી જ ઉદ્ભવ્યું છે. તમે તે જ છો. તત્ ત્વમ્ અસિ. છાંદોગ્ય ઉપનિષદમાં પિતા ઉદ્દાલક પુત્ર શ્ર્વેતકેતુને મહાવાક્ય કહે છે, તત્ ત્વમ્ અસિ. સર્વવ્યાપી પરમાત્મા દરેકમાં નિરાકાર આત્મા રૂપે છે. મૂર્ત જીવનમાંથી સ્વરૂપને અપવાદ કરતાં અમૂર્ત સત્ય આત્મા રહી જાય છે. સર્વ બ્રહ્મન્ જ છે. જીવ અને બ્રહ્મન્ આત્મા અને પરમાત્મા એક જ છે. વેદાંતનું આવું પારમાર્થિક સત્ય સાધારણ માનવીને ગળે ઉતારવા ખ્રિસ્તી ધર્મમાં એક જ ઈશ્ર્વર અને મુસલમાન ધર્મમાં એક જ ખુદાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ગુજરાતી કવિ નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે કહીને આ સનાતન સત્ય અત્યંત સરળ ભાષામાં સચોટ રીતે ઉલ્લેખ્યું છે. આધુનિક જીવશાસ્ત્રે પણ સમગ્ર જીવસૃષ્ટિનો પુરાવો આપતો દર્શાવ્યું છે કે આખા જગતનાં બંધારણનું મૂળ ઘટક ડીએનએ બધા જ જીવમાં સમાન છે. બેક્ટેરિયાથી માંડીને બુદ્ધ સુધી, અમીબાથી માંડીને આઈન્સ્ટાઈન સુધી ને પેરામેશિયમથી માંડીને પશુ સુધી એડીનીન, ગ્વાનીન, સાયટોઝીન અને થાયમીન રૂપી ચાર મણકાથી રચાયેલી ડીએનએ શૃંખલા પ્રત્યેક જીવ, વનસ્પતિ અને પ્રાણીજગતમાં એક જ છે. પ્રત્યેક કોષમાં રહેલ ડીએનએ ત્રિકાળજ્ઞાની છે. એને અત્યાર સુધી થઈ ગયેલા હવે પછી થવાના અને હાલના સર્વ જીવસ્વરૂપનું જ્ઞાન હોય છે. ડીએનએ, અઞળજ્ઞફઞ્રિૂળધ્પવટળજ્ઞ પવ્રિૂળણ આત્માનું સાકાર સ્વરૂપ છે. એની મૂળ પ્રકૃતિ અનુસાર એક માનવકોષમાં તેનું વજન ૦.૦૦૦૦૦૦૦૦૦૦૧ ગ્રામ છે. અત્યારે જીવંત સર્વ માનવનું ડીએનએ ભેગું કરીએ તો એક ખાંડની ચમચી પણ ન ભરાય, પરંતુ એની પહોંચ સર્વકાળના સમગ્ર જીવજગતના ડીએનએ સુધીની છે. જુદા જુદા સ્વરૂપમાં જોવા મળતા માનવસમુદાયની અંદર એકતા સમાયેલ છે. બધાનું ડીએનએ સ્થળ અને સમયના બંધનથી મુક્ત એક છે. જહોન ડોનનો ઉદ્ગાર કે કોઈ પણ માનવ જીવસાગરમાં તરતો અલાયદો ટાપુ નથી પણ માનવખંડનો જ એક અંગ છે એ જીવશાસ્ત્રની દૃષ્ટિએ પણ વાસ્તવિકતા છે. સર્વજીવની એકાત્મતાને સૂચવતું અન્ય લક્ષણ છે ઘમિળજ્ઞ ઘમિશ્ર્ન્રૂ ઘમિણપ કેવળ એક જીવ જ અન્ય જીવનો આધાર છે. ડીએનએના દરેક અણુમાં સંપૂર્ણ સમાયેલ છે. ડીએનએ ને અન્ન સ્વરૂપમાં સ્વીકારતાં અન્ન પણ પૂર્ણ બની જાય છે. ભોજન સમયે ખ્યાલ રહે કે આહાર અને આહાર લેનાર બંને સમાન છે. આપણે જે કંઈ આહારમાં લઈએ એને પૂજ્યસ્વરૂપે જોઈ ભોજનવેળા પ્રાર્થનામય રહેવું એ જ બ્રહ્મના એક સ્વરૂપનું બીજા સ્વરૂપ સાથે થતા મિલન સમયે અપાતી યોગ્ય અર્ચના છે. વ્યાવહારિક દૃષ્ટિએ, આચરણ કરતી વખતે તત્ ત્વમ્ અસિમાંના તત્ અને ત્વમ્ વચ્ચેનો સંબંધ સમજવાની જરૂર છે. કોઈ પણ બે જીવસ્વરૂપનો આધાર એક જ છે. બંનેનું નિયંત્રણ સમાન રીતે થાય છે અને બંને એકબીજાને પોષે છે. જો તત્ તરીકે ડૉક્ટરને લેખો તો ત્વમ્ તરીકે દર્દી બની જાય છે. તત્ અને ત્વમ્માં અનુક્રમે રોગી અને ડૉક્ટરને પણ મૂકી શકાય. જો તત્ તરીકે માણસને લ્યો તો ત્વમ્ તરીકે જીવાણુ, વાતાવરણ અને પંચમહાભૂત પણ આવી જાય. ભલે અચેતન વાતાવરણ કે પંચમહાભૂતમાં ડીએનએ ન હોય પણ તે સર્વ ડીએનએ ધરાવતા જીવજગત ચેતનસૃષ્ટિ માટે ઘર સજી આધાર આપે છે. કોઈ પણ ઘરને ઉજાડો એટલે એમાં રહેનાર પણ બરબાદ થઈ જાય. હવાને પ્રદૂષિત કરનાર અને નદી કે તળાવને દૂષિત કરનાર માનવપ્રવૃત્તિ તત્ ત્વમ્ અસિની વ્યાવહારિક સત્તા પ્રત્યે પણ અજ્ઞાનતા દર્શાવે છે. ડૉક્ટર અને જીવાણુઓ આખા પ્રાણીજગતનું કદ સમગ્ર જીવાણુજગતના કદનો માત્ર સોમો ભાગ છે. આપણે તો મહેમાન છીએ અને જીવાણુઓ યજમાન છે. સંસ્કારી યજમાનની જેમ જીવાણુઓ મિત્રભાવે જ આચરણ કરતા હોય છે. હવામાંથી નાઈટ્રોજનને લઈ આપણે માટે પ્રોટિનયુક્ત પદાર્થોનું સર્જન કરે છે. જન્મથી જ આપણા આખા શરીરની આસપાસ એક કવચ બનાવી દે છે જેથી કરીને માનવશરીરને હાનિકારક તત્ત્વો અને જુદા વાતાવરણમાં રહેવા ટેવાયેલ જીવાણુઓ માનવ શરીરને સ્પર્શી ન શકે. જીવાણુ કવચ પરના નિવાસ દરમિયાન શરીરને ઉપયોગી વિટામિન્સ પેદા કરે છે. શરીરની બાહ્ય અને આંતરત્વચા પર કોઈ પણ સમયે વિવિધ જીવાણુઓ સુમેળથી જ રહે છે. દાખલા તરીકે ગળામાં જ એંશી પ્રકારના જાવાણુઓ એક વ્યક્તિમાંથી એકી સમયે લાખોની સંખ્યામાં રહી શકે છે. આપણા મોટા આંતરડામાં કરોડો જીવાણુઓ રહે છે. કોણ કહી શકે કે જીવાણુઓ આપણા દુશ્મન છે! રોજ-બ-રોજના અખબારો અને સામયિકોની મતલબ તો હંમેશાં ચોંકાવી નાખે એવી રીતે માહિતી રજૂ કરી મનોરંજન કરવાનો હોય છે. તબીબી સામયિકો વળી સત્યકેન્દ્રિત કરતાં માનવકેન્દ્રિત વધુ રહે છે. એમની દૃષ્ટિએ તો મિત્ર જેવા જીવાણુઓ ક્રૂર અહિતકારી દુશ્મન સમા રાક્ષસો જ દેખાય છે. માણસ અને જીવાણું વચ્ચેની આપ-લે પર ફરી એક વાર ગંભીરતાથી વિચાર કરીએ તો સમજ પડે છે કે મોટે ભાગે આ સંવાદને સંઘર્ષમાં ફેરવવા માટે માનવ-મહેમાન જવાબદાર રહે છે. યજમાન બેક્ટેરિયાએ નાછૂટકે મહેમાન વિરુદ્ધ આચરણ કરવું પડે છે. ક્ષય અને રક્તપિત્ત જેવા ચેપી રોગોમાં બધાને રોગી અને રોગ માટે સૂગ રહે છે, પણ આમાં પણ જીવાણું પોતે કંઈ જ નુકસાન કરતા નથી. તેઓ શરીરમાં કોઈ પણ પ્રકારનું વિષ ફેલાવતા નથી. તેઓ હવામાં રહે છે અને શ્ર્વાસ લેતી વખતે ફેફસામાં પ્રવેશે છે તથા ઉચ્છવાસ સાથે શરીરને કંઈ પણ નુકસાન કર્યા વિના બહાર આવી જાય છે. પણ થોડી વ્યક્તિઓ એ જીવાણુના શરીરમાં પ્રવેશતાં જ જીવાણુ પર ઉગ્ર પ્રહાર કરે છે અને જીવાણુ પરનો પ્રહાર પોતાના શરીર પર જ વિષમ ઘા કરી વધુ ઈજા પહોંચાડે છે જેથી કરીને અંગોમાં વિકાર થાય છે. તેઓ ગળી જાય છે કે પછી ખરી પડે છે અથવા પોલા થઈ જાય છે. આ પ્રક્રિયા પણ એક રીતે આત્મા દ્વારા જ આત્માને હણનાર થઈ. આત્મા આત્માનો શત્રુ નીવડ્યો, તત્ ત્વમ્ અસિમનું આ એક સચોટ વ્યાવહારિક દૃષ્ટાંત છે. એન્ટિબાયોટિક્સની શોધ પછી માણસ અને જીવાણુઓ વચ્ચે ભેદની એક મોટી દીવાલ ઊભી થઈ છે. એવી દવાઓની શોધ પછી વધુ લોકોમાં ચેપી રોગો થાય છે અને આવા રોગોથી થતા મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. જીવાણું અને માણસ વચ્ચેની એક આત્મીયતાનું એક વધુ પ્રમાણ છે. ભાગ્યે જ એવી એકાદ એન્ટિબાયોટિક્સ છે જે બેક્ટેરિયાને મારતા મારતા માણસને પણ હાનિ ન પહોંચાડે. ૧૯૬૧ પછી એક પણ વિશિષ્ટ એન્ટિબાયોટિક્સ શોધાઈ નથી. તાજેતરની બધી એન્ટિબાયોટિક્સ જેમાં પહેલી, બીજી કે ત્રીજી પેઢી ગણાવવામાં આવે છે એ સર્વ જૂની જ નુકસાનકારક એન્ટિબાયોટિક્સ છે જેને નવાં નામો નીચે કરી કરીને દાખલ કરવામાં આવે છે. માણસ અને જીવાણું વચ્ચેની અભિન્નતાનું વધુ એક પ્રમાણ જોઈએ. માંદા હૃદયને લાગતા ચેપી રોગ સબઅક્યુટ બેક્ટેરિઅલ એન્ડો કાર્ડાઈટીસ સિવાય અન્ય એવો કોઈ ચેપી રોગ નથી જેમાં રોગના નિરાકરણમાં એન્ટિબાયોટિક્સ મુખ્ય ભાગ ભજવતી હોય. બધે માનવ અને બેક્ટિરિયા વચ્ચેની સંવાદિતા જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એન્ટિબાયોટિક્સ (જીવનવિરોધી) નામ જ ભૂલ ભર્યું છે. ખરેખર! અત્યારે એન્ટિબાયોટિક્સ એના નામ પ્રમાણે જ ગુણધર્મ ધરાવે છે. તે જીવંત બેક્ટેરિયા અને માણસ બંનેના હિતથી વિપરીત કામગીરી બજાવે છે. માટે જ અમેરિકન વૈજ્ઞાનિક કોપ્રોસ્કીએ માણસના ભવિષ્ય પર ચર્ચા કરતા કહ્યું. જો કોઈ સર્વશક્તિમાન એન્ટિબાયોટિક્સની શોધ થાય તો એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા ત્વરિત સંસ્થાઓ રચજો. અણુ બોમ્બ સામે આ પ્રતિકારનાં ઉચિત પગલાં લેવાં જોઈતાં હતાં અને લીધાં નહીં. પણ આ અણુબોમ્બ સમી એન્ટિબાયોટિક્સ સામે લેજો, કુપાત્ર અયોગ્ય વ્યક્તિઓ મારા સમયમાં વધુ સંખ્યામાં હતી અને તમારા સમયમાં પણ હશે. એમના હાથમાં આવી એન્ટિબાયોટિક્સ આવે એ પહેલાં આંતરદેશીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકજો. માનવજાત અને ખાસ કરીને ડૉક્ટરો પોતાની ટૂંકી દૃષ્ટિથી જીવાણુઓને મરનાર અને એન્ટિબાયોટિક્સને જીવાણુઓ મારનાર તરીકે જુએ છે. કોપ્રોવ્સ્કીની વિનંતી અગમચેતી તરીકે જરા પણ વહેલી નથી. માનવજાતે સારી રીતે જીવવા જીવાણુઓની મિત્રતા સમજવી જ રહી. માનવ અને જીવાણુઓની એકાત્મીયતા ઓળખવી જ રહી. માણસો જીવાણુઓ છે અને જીવાણુઓ માણસ છે. શરીરમાં પેદા થતાં આંતરસ્રાવો જેમ ઈન્સ્યુલિન કે ગ્રોથ હોર્મોન (વૃદ્ધિ કરતો અંત:સ્રાવ)ને મોટે પાયે પેદા કરવું માનવ માટે એક અતિ મુશ્કેલ પ્રક્રિયા છે, પણ બેક્ટેરિયા એને મોટે પાયે કારખાનામાં બનાવી શકે છે. પરિસ્થિતિ પાછી હતી ત્યાં આવી પહોંચી છે. માણસ એની જીવાણુ પરની પરાધીનતાથી સજાગ થયો છે. પરિણામે માણસ સહજ રીતે જીવાણુ સામે ઓછો હિંસક થશે અને વધુ દયા રાખશે. ડૉક્ટર અને પ્રાણીજગત અનાદિકાળથી સચિત્રિત વર્ણવેલ હરિયાળી ધરતી પર ચરતી ગાય કૃષ્ણની વાંસળી પ્રાણીજગત અને માનવજાતની પરસ્પર આધિનતા સદૃશ્ય રજૂ કરે છે. વિજ્ઞાન કે અન્ય સાહિત્યની આ સંવાદિતાની વધુ સારી રીતે ભારપૂર્વક જણાવી શક્યા નથી. વનસ્પતિની રચના એવી છે કે એમાં રહેલ વિવિધ સ્થાનેથી કોઈ પણ એક ભાગને બીજા ભાગથી અળગો કરી શકાય છે. એટલે જ ફૂલ કે ફળ ડાળ પરથી સહજ રીતે ખરી પડે છે કે આપણે સહેલાઈથી ચૂંટી શકીએ છીએ અને છતાં ઝાડ અને ફળફૂલને ઈજા પહોંચતી નથી. મર્યા પછી પણ વનસ્પતિ સુકાઈ જાય છે અને પવન એને ચોતરફ વિખેરી નાખે છે. પાંદડાંનો એટલે જ ભૂકો થઈ જાય છે. ફળ અને ફૂલ પણ વિખેરાઈ જાય છે. પ્રાણીજગત આનાથી જુદું છે. પ્રાણીશરીરમાં એવું એક પણ કેન્દ્ર નથી જ્યાં હાનિ પહોંચાડ્યા વિના કોઈ પણ ભાગ અળગો કરી શકાય. અરે! વધેલા નિર્જીવ નખ કે વાળ પણ કાપવા પડે છે. વનસ્પતિ પ્રાણીશરીરમાંથી પસાર થતાં પ્રાણીજન્ય ચીકાશનો ઉમેરો થાય છે અને જમીન પર પડતાં જમીન સાથે ભળી જઈ શકે છે. જમીનને ખાતર મળે છે અને ફરી એક વાર એમાંથી નવું જીવન ઊગે છે. પૃથ્વી તો વનસ્પતિ અને પ્રાણીજગત વચ્ચે આવા સુમેળને ઝંખે છે. એ તો આવો સુમેળ ધરાવતા અળસિયાને પણ આવકારે છે. સમસ્ત પ્રાણીજગત પ્રત્યેના દયાભાવને અને આદરભાવને દર્શાવતો ગોહત્યા પર પ્રતિબંધ મૂકવાનો વિચાર ભવિષ્યમાં માનવપ્રેમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ લેખાશે. માણસ અત્યારે સર્વ મળ ધરતીને પાછો આપવાને બદલે નદી કે સમુદ્રમાં ધકેલે છે. તબીબી અને અન્ય કારણસર પ્રાણીઓની હત્યા થાય છે. પરિણામે આપણને અત્યારે પોષણ મળતું નથી. અધૂરામાં પૂરું માણસ ડહાપણ કરીને રસાયણો પેદા કરીને એને ખાતર કહેવાની ધૃષ્ટતા કરે છે. આમાંથી શું નીપજે એ કહેવાની જરૂર ખરી? ખોરાક, ફળફળાદિ, શાકભાજી દેખાવે મોટા પણ સ્વાદમાં સાવ ફિક્કાં. જમીનમાં તેજાબનું પ્રમાણ વધી રહ્યું છે. ધરતી ઉજ્જડ થઈ રહી છે. રણોનો વિસ્તાર ફેલાયઈ રહ્યો છે. માણસ! તું ભૂલ નહીં, તું ભૂલ નહીં, પ્રાણીથી માણસ ભિન્ન નથી. તત્ ત્વમ્ અસિ! વાતાવરણની, વનસ્પતિની અને પ્રાણીજગતની નાજુકતા જાણવી હોય તો હૃદય કંપાવનાર એક જ ઉદાહરણ લઈએ. નિર્દોષ નાનકડાં દેડકાંઓનો માણસે વિનાશ કર્યો છે. દેડકાના પગના સ્વાદ પાછળ પશ્ર્ચિમી દેશના લોકો ગાંડા થયા છે. તેઓ પછાત દેશોમાંથી એની આયાત કરી અને ભારત દેશને મચ્છરોએ ભરી દીધો. રોજ એક પછી એક મચ્છર માટે અગરબત્તી સળગાવવી પડે છે. મલેરિયાનો ઉપદ્રવ પાછો ચોતરફ ફાટી નીકળ્યો છે. મચ્છરોથી ફેલાતા અન્ય રોગો ફેલાશે. હાનિકારક પશુઓના સંગ્રહાલયમાં એક મોટો આયનો મૂકવામાં આવે અને તેમાં દરેક મુલાકાતી પોતાનું પૂર્ણ સ્વરૂપ જુએ તો માણસને આ પૃથ્વી પરનું સૌથી વધુ ખતરનાક પ્રાણી પોતે જ લાગે. આખું પ્રાણીજગત માનવ વિના જીવી શકશે, પણ માનવજાત પ્રાણી વિના નહીં ટકી શકે. માનવજાતે પોતાની જાતને જાણવી રહી અને પોતાના મિત્રોને ઓળખવા રહ્યાં. ૧૯મી સદીમાં જ ગોરી ચામડીવાળા અત્યાચારી લૂંટારાંઓએ અમેરિકાની ધરતી લૂંટવાની શરૂઆત કરી દીધી હતી. અમેરિકા તેમનું ન હતું. ત્યાંના મૂળ વતની વધુ સમજુ અને સૌમ્ય રેડ ઈન્ડિયન હતા. તે મૂળ વતનીઓએ ગોરી ચામડીવાળાને ઘણું સમજાવવાની કોશિશ કરી પણ કંઈ વળ્યું નહીં. ત્યારે શીટલ નામના રેડ ઈન્ડિયને (જેની પછવાડે શીટલ, વોશિંગ્ટન નામ પડ્યું છે) એક યાદગાર દસ્તાવેજ ગોરી ચામડીવાળાને લખ્યો. તેમાં એણે ધરતીમાતાને તેના પર વસતાં પ્રાણી પર પ્રેમ રાખવા માટે ખાસ યાચના કરી છે. પ્રાણી માટે તેણે લખ્યું કે પશુ વિના માણસ શું રહેશે? જો બધાં પ્રાણીઓનો નાશ કરવામાં આવશે તો માણસ આધ્યાત્મિક અંધકારથી નાશ પામશે. જે કંઈ વિપત્તિ પ્રાણી પર આવી પડે છે એ માણસ પર પણ આવે છે. સર્વ જીવસૃષ્ટિ એક સૂત્રથી ગૂંથાયેલ છે. પ્રાણી પર આપણે જો પ્રેમ ન રાખીએ તો જીવન માટે રહે નહીં પ્રેમ. જો જીવન માટે પ્રેમ હોય નહીં તો કરી ન શકીએ માનવજાત પર પ્રેમ. આધુનિક માનવ અત્યારે જે ઉદ્ધતાઈથી પ્રાણીજગતની અવહેલના કરી રહ્યો છે એનો અણસાર સત્તાધારી માણસોથી નિરાધાર પર ગુજારાતા અત્યાચારમાં જોવા મળે છે. વિજ્ઞાન ક્ષેત્રે અગ્રગણ્ય ગણાતા પશ્ર્ચિમી દેશો એક પછી એક વધુ શક્તિશાળી જીવઘાતક હથિયારો બનાવી રહ્યા છે. તેઓ આવી રીતે વર્તી શકે છે કારણ કે તેઓમાં પ્રાણીજગત અને માનવજાત પર પ્રેમ નથી. આવી પરિસ્થિતિમાં ડૉક્ટરો અને જીવશાસ્ત્રના વૈજ્ઞાનિકોએ પહેલ કરી સમગ્ર માનવજાતને પ્રાણીજગતની અનિવાર્ય જરૂરિયાત સમજાવવી રહી. આપણે આપણી અંદર બેઠેલ આત્મા અને પ્રાણીના હૃદયમાં બેઠેલ આત્માને એકતાથી સભાન થવાનો સમય આવી ચૂક્યો છે. પ્રાણી અને માનવ એક છે. ડૉક્ટર અને ઉમરસહજ રોગો જીવજગતની ઉત્ક્રાંતિમાં જીવસૃષ્ટિની રચના પહેલાં પૂર્વજીવજગત (પ્રીલાઈફ) કૅન્સર કોષના સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. આ કોષો કોઈ પણ મર્યાદા વિના વિભાજનની પ્રક્રિયા કરતા જ રહ્યાં. ત્યારે સર્વકોષો એક સ્વરૂપના જ હતા. તેઓમાં કોઈ પણ ભિન્નતા ન હતી. ઉક્રાંતિ થતાં એમાં વ્યક્તિગતતા આવી. વિવિધ વનસ્પતિ, પ્રાણી અને માનવજાતિ ઉત્પન્ન થયાં. આમાં તમારો અને અમારો પણ સમાવેશ થઈ ગયો. કૅન્સરમાંથી આપણે સૌ ઉદ્ભવ્યા છીએ અને અંતે કૅન્સરમાં લય પામીએ છીએ. કૅન્સર અને માનવ એક છે. કોઈ પણ એક વિશેષ કૅન્સર માણસને થાય એમાં પણ સાદા કોષના સર્વ ગુણધર્મ જોવા મળે છે. દુનિયાભરની સેંકડો પ્રયોગશાળાએ ચારસો જેટલી જુદી જુદી તપાસ વડે કૅન્સર કોષ અને સાદા કોષ વચ્ચેનો તફાવત શોધવા પ્રયત્ન કર્યો છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. કૅન્સરને જેટલું હેરાન કરો તેટલી તેને ધરાવતી વ્યક્તિ હેરાન થાય છે એ સર્વસામાન્ય અનુભવ છે. દરેક વ્યક્તિના પોતાના જ હાડ, માંસ, રુધિરનું એક અભિન્ન અંગ છે. કૅન્સર અને વ્યક્તિ એક જ છે. જન્મ પછી તરત જ બનતી એક મહત્ત્વની આરોગ્યવર્ધક પ્રક્રિયા છે. મહાધમની (અજ્ઞિફિં) અને ડાબી બાજુની ફેફસાંની ધમની ફુસ્ફુસ ધમની (લેફ્ટ પલ્મોનરી આર્ટરી)ને જોડતી ધમનીનું મોઢું સંકોચી એમાંથી લોહીનો પ્રવાહ બંધ કરવો. આ સંકુચિત થવાની પ્રક્રિયાના પ્રથમ તબક્કા પછી બીજે તબક્કે એનાં આંતર્પોલાણમાં લોહીનું ગંઠન કરી દે છે અને ત્રીજે તબક્કે કાયમ માટે તંતુ ગૂંથી તેને બંધ કરી દે છે. આમ મહાધમની અને ફુસ્ફુસ ધમની વચ્ચેનું જોડાણ કાયમ માટે બંધ થઈ જાય છે. આ જ રીતે માતાના ઉદરમાં ગર્ભ પોષાતો હોય ત્યારે ઘણી ધમની અને શિરાઓ કાર્યરત હોય છે, જે બાળકનો જન્મ થતાં જ પોતાનું કાર્ય બંધ કરી દે છે. આમ રક્તવાહિનીઓનું સંકોચાવું, લોહીનું ગુંઠાવું અને અંતે તાંતણાથી રક્તવાહિનીના પોલાણને કાયમ માટે બંધ કરી દેવું એ પ્રક્રિયા જન્મથી મૃત્યુ પર્યંત સૌ પ્રાણીમાં અને ખાસ કરીને કરોડ મણકા ધરાવનાર જાતિમાં જોવા મળે છે. હૃદયરોગનો હુમલો, પક્ષાઘાત કે રક્તદબાણમાં થતો ઉંમરસહજ વધારે જેવા રોગો માનવદેહની રચનાના કાર્યક્રમમાં જ સમાયેલ છે. જગતવ્યાપી પક્ષાઘાત પરની શ્રેણીનો અભ્યાસ કરતાં નોંધવા મળ્યું છે કે પક્ષાઘાત ઉંમરસહજ થતો જરારૂપી ઘસારો છે. આધુનિક ડૉક્ટર રક્તદબાણ વધવાનું કારણ સમજી શક્યો નથી એટલે એને (શરીર માટે) જરૂર રક્તદબાણનો વધારો (એસેન્સિયલ હાયપરટેન્શન) કહીને અટકી પડ્યો છે. આધુનિક તબીબી શાસ્ત્ર દરેક રોગના કારણની શોધ પાછળ ધૂમ ખર્ચો કરે છે અને અસંખ્ય પ્રાણીઓના ભોગે વિવિધ પ્રયોગ કરે છે. એને યાદ કરાવવું ઘટે કે આખા ઘરમાં તું જે ચશ્મા ક્યાં મુકાઈ ગયાં છે એની શોધ કરી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovccm2AmT23LF5oT647-GMf-pmh9zbw5CrMfpNc3JxQjQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment