Saturday, 7 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઇતિહાસઃ એક બેધારી તલવાર (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઇતિહાસઃ એક બેધારી તલવાર!
દીપક સોલિયા

 

 

 

જે લોકો પોતાનો ભૂતકાળ યાદ નથી રાખી શકતા એમણે ભૂતકાળના પુનરાવર્તનનો શ્રાપ વેઠવો પડે છે.

 

આ જાણીતું વાક્ય સ્પેનિશ ફ્લિોસોફ્ર જ્યોર્જ સેન્તયાનાનું છે. વાત તો સાચી છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખેલો બોધ જો યાદ ન રાખીએ તો જૂની ભૂલો રિપીટ થઈ શકે.

 

પહેલી નજરે આ વાત સાવ સીધી અને સાદી લાગે એવી છે, પણ જરા ઝીણી નજરે જોઈએ તો સવાલ જાગે કે આ તે વિધાન છે કે કોયડો?

 

આમાં કોયડો આ છેઃ ભૂતકાળથી છૂટવું હોય તો ભૂતકાળને યાદ રાખવો પડે. જે ચીજથી તમારે છુટકારો જોઈતો હોય એને ઊંચકીને ફ્રવું પડે.

 

આ કેવું? જેનાથી છૂટવાનું હોય એને જ વળગી રહેવાનું?

 

આ કોયડો વધુ સારી રીતે સમજવામાં હાલનો ઝીણા-વિવાદ ઉપયોગી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં ઝીણાની એક તસવીર ટાંગવામાં આવી છે. એ તસવીર તો ત્યાં સાતેક દાયકાથી છે, પણ હાલમાં આ તસવીર ત્યાંથી ઉતારવાનો હિન્દુવાદી સંગઠનો દ્વારા આગ્રહ કરવામાં આવ્યો. બરાબર છે. દેશના ભાગલા પડાવનાર અને પાકિસ્તાનની સ્થાપના કરાવનાર ઝીણાની તસવીર આવી રીતે ભારતીય યુનિવર્સિટીની દીવાલ શોભાવે એ જોઈને ભારતીયોને દુઃખ થઈ શકે અને ભારતીયો આ દુઃખ વ્યક્ત કરે તે સમજી શકાય તેવું છે. સામે પક્ષે યુનિવર્સિટીના મુસ્લિમ વિદ્યાર્થીઓની દલીલ એવી છે કે દેશના ભાગલાનો તો અમે પણ વિરોધ કરીએ છીએ, પરંતુ અમારી યુનિવર્સિટીના સ્થાપકોમાંના એક તરીકે ઝીણાની આ તસવીર દાયકાઓથી અહીં ગોઠવાયેલી છે. આવામાં, એક દિવસ અચાનક ટોળાં અમારા કેમ્પસમાં ધસી આવે, દાદાગીરી કરે અને આ મામલે પોલીસ અમારી ફ્રિયાદ પણ ન નોંધે એ કઈ રીતે ચાલે?

 

ટૂંકમાં, આ બબાલમાં બંને પક્ષની દલીલો તો સમજી શકાય તેવી છે, પરંતુ આ લેખનો મુદ્દો એ છે કે ઝીણાની તસવીર ભૂતકાળને યાદ કરાવતી રહે એ સારું ગણાય કે ખરાબ? હિન્દુવાદીઓ કહેશે, ખરાબ ગણાય અને મુસ્લિમ વિદ્યાર્થીઓ કહેશે, સારું ગણાય.

 

આ તસવીર-વિવાદના બે મુદ્દા ખાસ સમજવા જેવા છે.

 

પહેલો મુદ્દો એ છે કે તસવીરનો મામલો ચગ્યો શા માટે? આ સવાલ આપણને ભૂતકાળમાંથી સીધા જ વર્તમાનકાળમાં ખેંચી લાવે છે. મૂળ મામલો છે હાલની ચૂંટણીનો. કર્ણાટકની હાલની અને લોકસભાની આગામી ચૂંટણીનો ગરમાટો દેશ પર છવાયેલો છે. આપણા દેશમાં છેલ્લા કેટલાક દાયકાથી ચૂંટણી ટાણે હિન્દુ-મુસ્લિમ મામલો ચગે એની કોઈને નવાઈ નથી રહી. છતાં, કર્ણાટકની ચૂંટણી ટાણે વાત યુપીની તસવીર તરફ ફ્ંટાઈ જાય એ કેવું?

 

કર્ણાટકની ચૂંટણીમાં ઘણું બધું ન થવા જેવું થઈ રહ્યું છે. એક તરફ કોંગ્રેસે ચૂંટણી પૂર્વે લિંગાયત મુદ્દો ઉછાળીને જ્ઞાતિવાદી રાજકારણ ખેલ્યું. બીજી તરફ ભાજપે ગેરકાયદે ખાણોના ભ્રષ્ટાચારથી ખરડાયેલા રેડ્ડી બંધુઓને ફ્રી અપનાવી લીધા અને એમને ટિકિટો આપી. ત્રીજી તરફ, કર્ણાટક જંગના ત્રણેય મહારથી પક્ષોએ ફેજદારી ગુનામાં જેમના નામ સંડોવાયેલા છે એવા ઉમેદવારનો ટિકિટો આપી (ભાજપે ૮૩, કોંગ્રેસે ૫૯ અને જેડી (એસ)એ ૪૧ દાગી ઉમેદવારોને ટિકિટો આપી). ચોથી તરફ, કર્ણાટકમાં દુઃખી ખેડૂતો, બેકાર યુવકો અને મોંઘવારીથી ભીંસાતી જનતાની સમસ્યાઓ નાનીસૂની નથી.

 

વર્તમાનની આ સમસ્યાઓને ભૂલીને કર્ણાટક પોતે તેમ જ દેશ આખો અચાનક કર્ણાટકથી દૂર યુપીની એક દીવાલ પરની અતિ જૂની તસવીર પર ફેકસ માંડે ત્યારે સવાલ એ થાય કે મહત્ત્વનું શું છે? વર્તમાન કે ભૂતકાળ? અત્યારે ધ્યાન શેના પર આપવું જોઈએ? નેચરલી, આવા સમયે ભૂતકાળ પર નહીં, વર્તમાન પર વધુ ધ્યાન આપવાનું હોય. વર્તમાનને ભૂલાવવા માટે ભૂતકાળનો ઉપયોગ યોગ્ય નથી.

 

તો આ થયું તસવીર-વિવાદનું એક પાસું કે તસવીરનો મામલો ચગ્યો શા માટે? આ વિવાદનું બીજું પાસું એ છે કે આપણે ભૂતકાળને કઈ રીતે યાદ કરીએ છીએ? જો કોઈ માણસ પેલી તસવીરમાંના ઝીણાને આદરથી, પ્રેમથી, હીરો તરીકે, અનુસરણીય આઈકન તરીકે જુઓ તો એ રાષ્ટ્રદ્રોહ ગણી શકાય, પરંતુ જો કોઈ એને એ રીતે જુએ કે ભૂતકાળમાં આ ઝીણાવાળી જે ભૂલ થયેલી એવી ભવિષ્યમાં ન થવી જોઈએ તો ભૂતકાળને યાદ રાખવાનું લેખે લાગે. પણ શું ઝીણાની તસવીરને એ રીતે, સાચો બોધ અંકે કરવા માટે જોવામાં આવે છે ખરી? શું મુસ્લિમો ઝીણાને જોઈને એવું વિચારે છે ખરા કે આ ઝીણાએ અને મુસ્લિમ લીગે અને કટ્ટર ભાગલાવાદીઓ જે કંઈ કર્યું એવું ફ્રી કરવા જેવું નથી? એ જ રીતે શું હિન્દુવાદીઓ એવું વિચારે છે ખરા કે આપણો દેશ એક વાર ધાર્મિક કટ્ટરતાને લીધે ભાંગી ચૂક્યો છે અને હવે બીજી વાર એ ભૂલ કરવા જેવી નથી? ના, ન મુસ્લિમ કે ન હિન્દુ, બેમાંથી એકેય જૂથના કટ્ટરવાદીઓ ભૂતકાળમાંથી સબક શીખવા તૈયાર નથી. એ તો ઉલટાના ભૂતકાળની ભૂતાવળને ફ્રી ફ્રી યાદ કરાવીને એને ચાબૂકની જેમ દેશની પીઠ પર ફ્ટકારે છે અને નવા નવા ભડકા ભડકાવે છે.

 

આવામાં, ભૂતકાળને યાદ રાખવો સારો કે ભૂલી જવો સારો?

 

કોયડો અઘરો છે. જો ભૂતકાળને ફ્રી ફ્રી ખોતરતા રહીએ તો જખમ રૂઝાવાને બદલે તાજો ને તાજો રહે એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ પણ છે કે જો ભૂતકાળને ભૂલી જઈએ તો જીવનમાં ભૂતકાળ ફ્રી ફ્રી ભજવાતો રહે.

 

એક તરફ, જેનાથી છૂટવું હોય તેને સતત પીઠ પર ઊંચકીને ચાલવાનો કોઈ મતલબ નથી. બીજી તરફ, ભૂતકાળનો બોજ પીઠ પરથી ઉતારીને ફ્ગાવી દઈએ તો એ બોજ ચમત્કારિક રીતે ફ્રી તમારી પીઠ લદાઈ જવાનો.

 

તો કરો નક્કી કે ભૂતકાળને ભૂલવો સારો કે યાદ રાખવો સારો? એને કેટલો યાદ રાખવો અને કેટલો ભૂલી જવો? એને ક્યારે યાદ કરવો અને ક્યારે ભૂલી જવો? એને યાદ રાખવો તો કઈ રીતે યાદ રાખવો?

 

તમે કહો તે ખરું.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvTtZaTWxwNYbtG0MQaxvHYAD4QaOK33-5-KpDNCzp%3DLA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment