Thursday, 26 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઑફિસ એ બાપીકી જાગીર નથી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઑફિસ એ બાપીકી જાગીર નથી!
પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહ

'નોકરી મળતી નથી... જોઈએ એવી નોકરી મળતી નથી... નોકરીમાં યાર મજા નથી...' આવા બખાળા બધાને જ ક્યારેક તો સાંભળવા મળ્યા હશે. જોકે, માલિક કે બૉસના પ્રગટ વિચારો અલગ જ હોય છે. યોગેશ તળાવિયા એક કૉર્પોરેટ કંપનીની મુંબઈ ઑફિસનો ઑપરેશન એક્ઝિક્યૂટિવ છે. એની વાતમાં કાયમ એની ઑફિસ અને એના કર્મચારીઓ કેન્દ્રમાં રહે છે. એનો સાર એટલો જ કે 'કર્મચારીઓ યાર, કામને બદલે કૂથલીમાં વધારે સમય કાઢે છે. સાલું આખી ઑફિસ જાણે ગોસિપિંગ અને સ્નૂપિંગમાં જ ખોવાયેલી રહે છે. એમને ફાયદા બધા જ લેવા છે.' વાત તો બેઉ પક્ષની વિચારવી પડે. કર્મચારીઓ કેટલેક અંશે સાચા હોય છે તો બૉસ અને એમ્પ્લોયર પણ ખોટા હોવાનું માનવાનું મન ના પાડે છે. આવી સ્થિતિમાં અરવિંદે ચાર નોકરી છોડી છે એને દર વખતે સિનિયરો એના વર્તન અંગે ટોક્યા કરે છે તો યોગેશ વહેલો નિવૃત્ત થવાની પેરવીમાં છે. એણે તો વળી એક કર્મચારીને 'આમ વતર્ન કરવા માટે આ તમારા બાપની ઑફિસ નથી...' એમ સંભળાવી દઈને ખુલાસા કરવામાં સપડાવું પડ્યું. વાત આવી-ગઈ થઈ, પણ હવે એનો ઉપરી આવીને ઑફિસમાં બેસવા માંડ્યો. એણે કેટલીક મુદ્દાની વાતો લખી એની નકલો કર્મચારીઓમાં વહેંચી. રસપ્રદ વાતો છે. કંટાળીને નોકરી બદલતા રહેતા કે મન મારીને નોકરી કરતા કર્મચારીઓ માટે અને આપણા માટે પણ વિચારણીય છે. આમ પણ આપણે આપણી જિંદગીનો મોટા ભાગનો સમય ઑફિસમાં વિતાવતા હોઈએ છીએ. ઑફિસ માણસથી માણસ વચ્ચેના સંવાદ અને સંવાદિતાનેે ખીલવવાનું અદ્ભુત સ્થાન છે, પણ રીતભાતમાં ગંભીર ભૂલો કરવાનું, આબરૂને જોખમમાં નાખવાનું સ્થાન બની જાય છે ત્યારે અનેક જણને એકલો પાડી દીધાની, શબ્દોના ઘા વાગી જવાની, અસ્વસ્થ રહેવાની લાગણી થાય છે. આવા અશિષ્ટપણામાં સપડાવું ન હોય તો કેટલીક બાબતો ધ્યાનમાં લેવી આવશ્યક છે.

ૄ તમારું નથી એને અડશો નહીં

ટૂંકમાં તમારા સાથી કર્મચારીના ડેસ્કથી દૂર રહો. જે તમારું નથી એને અડવું જ નહીં, એ અર્જુનને દેખાતી માછલીની આંખ સમાન અફર નિયમ છે. સાથી કર્મચારીના ટેબલ પરની સ્ટેશનરી કે, ચા પીવાનો ગ્લાસ કે ફ્લાવર વાઝ ગમે એટલાં આકર્ષક હોય એનાથી આઘા રહો. તમે એની કોઈ યોજના કે પ્રેઝન્ટેશનની નકલ કરવા માગતા હો તો એ વિચારને પળવાર પણ અંતરમાં ફરકવા ન દેશો નહીં તો નામ બગડી જવાનો ભય ક્યાંક અભેરાઈ પર હતો તે હવે માથા પર છે એમ સમજી લેવું!

ૄ કૂથલી તો કરો જ નહીં

ઑફિસનાં ગોસિપ પર વર્ષો સુધી ચાલે એટલી લાંબી સિરિયલ બની શકે. અનેક ઑફિસોમાં ચા-કૉફી માટેના વેન્ડિંગ મશીનો હોય છે અને ઑફિસનું એ એવું ફેવરિટ સ્થાન છે જ્યાં મિથ્યા વાતો થયા કરતી હોય છે. આખા જગતની દરેક ઑફિસમાં આ સ્થાન કૂથલીખોરી માટે કુખ્યાત છે. જોકે, આ સ્થળ ક્ધિનાખોરી કે ધિક્કારની લાગણીવાળી કૂથલીને આશરો આપે છે ને સંવર્ધન પણ કરે છે. કોઈની અંગત વાતોની ગોસિપ ઊનના ખૂલી ગયેલા દડાની જેમ સરતી રહે ત્યારે કૂથલીખોર અને જેની કૂથલી થતી હોય એ કર્મચારી ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આમ થાય ત્યારે કૂથલીખોર બહિષ્કૃત બને છે. મહેરબાની કરીને ગોસિપથી જોજનો દૂર રહો.

ૄ માથાભારે બનવાનો ખેલ બંધ કરો

કામના સ્થળે એકાદ એવો જણ હોય છે જે માથાભારે હોય છે. આવા 'ભાઈ' ટાઈપ ભઈલો બીજાઓને ડરાવવા બરાડા પાડતો હોય છે. એક વાત ધ્યાનમાં રાખો શાબ્દિક સતામણી અને ધમકીભરી વાતો તમે કેટલા ખાલી-પોક્ળ અને છીછરા છો એ દર્શાવે છે. વળી, સતત અવાજ ચઢાવીને જ વાત કરનારને એ ખબર નથી કે એને કારણે એ કામ સંબંધે બિનજરૂરી તંગદિલી સર્જે અને એનું પરિણામ 'ભાઈ'ના પ્રચંડ વિરોધમાં જ આવે છે. ભાઈગીરીથી દૂર રહેવું ઉત્તમ.

ૄ મહેરબાની કરી શાંતિ જાળવો

ફોન પર વાત કરો છો? તમારી વાતચીત અન્યોને સંભળાવવાની સહેજ પણ જરૂર નથી. મોટેથી બોલવું એટલે તમને બીજાઓની લાગણીની-ભાવનાની પરવા નથી, તમારે એમને પજવવા અને અસ્વસ્થ કરવા છે, એવું પુરવાર કરવું. બીજાઓની મોકળાશનો વિચાર કરો અને ધીમા અવાજે વાત કરો. જરૂર પડે તો જ્યાં સહેલાઈથી ફોન-સંભાષણ કરી શકાય એવા સ્થાન પર જાઓ.

ૄ આંગળી ચિંધામણ તો હરગિજ નહીં

દોષનો ટોપલો બીજાને માથે ઓઢાડી દેવાનો ખેલ તો દરેક ઑફિસમાં ચાલતો હોય છે. કશી ગરબડ થઈ હોય તો સીધી અન્ય ભણી આંગળી ચીંધવાનું બહુ સહેલું છે, પણ ઉકેલ શોધવાનું મુશ્કેલ છે. અનેક કિસ્સામાં આ ખેલ કંપનીને અને કર્મચારીઓને ખાસ્સો ઘસારો પહોંચાડે છે. ફલાણા કે ઢીકણાને બલિનો બકરો બનાવવા કરતાં બગડેલી સ્થિતિને સુધારવા તરફ ધ્યાન આપવું જરૂરી છે.

ૄ કોઈ પણ રીતની શારીરિક હિંસા તો નહીં જ નહીં

ઑફિસમાં કોઈ સાથી કર્મચારી સાથે તમારો અણબનાવ થયો છે અથવા કોઈની સાથે તીવ્ર મતભેદ

છે તો એવી સ્થિતિમાં કોઈ પણ હિંસાચારમાં સંડોવાશો નહીં. યાદ રાખો ઑફિસ લડાઈનું મેદાન નથી, ધક્કામુક્કી માટે નથી... પરિસ્થિતિ ખરાબ વળાંક લેશે તો તમારી તાત્કાલિક હકાલપટ્ટી થઈ જશે.

ૄ જાસૂસી ન કરવી

ઑફિસમાં સૌથી વધુ ખતરનાક અને સંતાપ આપનારી આદત ઑફિસના કેટલાક કર્મચારીઓ અને ક્યારેક બૉસ પણ સ્નૂપ ગેમ ખેલતા હોવાની છે. સ્નૂપ-સ્નૂપિંગ એટલે કોઈની અંગત બાબતો જાણવાનો પ્રયાસ કરવો, એ અંગે પૂછપરછ કરવી, લોકોની ખાનગી બાબતોમાં ડોકિયું કરવું. જાસૂસી કરવી. આ રમત તો ઑફિસોમાં સતત ચાલતી કુપ્રવૃત્તિ છે. મોટાભાગના લોકો આ પ્રવૃત્તિ પોતે શું કરે છે અને પોતે જે કરે છે એ ગંદી, જાસૂસીની પ્રવૃત્તિ છે એના ભાન વગર કરતા હોય છે... પણ છાની રીતે વાર્તાલાપ સાંભળવો, સાથી કર્મચારીના કમ્પ્યુટરમાં ખાંખાખોળાં કરવા, કોઈના કામમાંથી કશું રહસ્યમય શોધી કાઢવા ઝડપથી નજર નાખી લેવી, એ ખતરનાક પ્રવૃત્તિ કરનારને સાથી કર્મચારીના ખાનગીપણાની કશી જ કિંમત નથી હોતી. આ કામ કરતી વખતે પોતાની જાતને એક સવાલ પૂછો, 'કે કોઈ મારી સાથે આમ કરે તો મને ગમે?

ૄપગારની ચર્ચા ન જ કરશો

તમને પહેલા તો એ વાતની ખબર હોવી જોઈએ કે કંપનીએ રાખેલા દરેક કર્મચારીને નોખી રીતે મૂલવ્યા છે અને એ પ્રમાણે વેતન નિર્ધારિત કર્યું છે. કોઈ પણ કંપની એના કર્મચારીઓ એકબીજાના પગારની ચર્ચા કરે એ પસંદ કરતી નથી. પગારની ચર્ચા કરવાનું તમારું કામ નથી એ સુપેરે સમજી લો. પગારપત્રકના ખાનગીપણાને સમજવાનો પ્રયાસ કરો અને એની ચર્ચાનો આરંભ પહેલા જ અંત લાવો.

ૄડેસ્ક પર પગ લંબાવી બેસો નહીં

કેટલાક કર્મચારીઓના સ્વભાવમાં લાટસા'બ જીવતો હોય છે. જાણે વૈભવ એમની જન્મજાત લાક્ષણિકતા હોય એમ ટેબલ પર પગ લંબાવીને બેસે છે. શાણાઓ કહે છે કે પગ લંબાવીને બેસો એનો અર્થ સાવ શાબ્દિક લેવાનો નથી, પણ ટેબલ તળે પગ થોડા લંબાવીને બેસવાથી માનસિક તાણ ઘટે છે એમ જાણકારો કહે છે. ભૂલચૂકે ટેબલ પર પગ લંબાવીને બેસશો તે એ અસભ્યતાનું લક્ષણ ગણાશે અને તમારી છાપ 'અનપ્રોફેશનલ'ની પડશે, જે તમારે માટે જોખમી બની શકે.

ૄ'એકલવીર' નહીં બનવું

ઑફિસના મોટાભાગના કામ ટીમવર્ક હોય છે. સંઘ કે સંગઠનમાં રહીને કેટલાક કાર્યો ઉકેલવાના હોય છે. 'હું, મારું, મારી જાતે' જેવા શબ્દોને અહીં એક નવા પૈસાનું સ્થાન નથી એ સમજી લેવું અતિ આવશ્યક છે, નહીં તો હોય છે કેટલાક વીર જે એકલે હાથે ભરેલું ગાડું હંકારવામાં શાન સમજતા હોય છે. દરેક જણ સાથે મળીને ભેજું ચલાવે ત્યારે જ કેટલાક મુશ્કેલ કામ કાઢી શકાય છે. તમે એકલવીર બનવા માગો તો એવી તક ટીમના દરેકને તબક્કાવાર મળવી જોઈએ. નહીં તો, ક્રિકેટ સંઘ-બળથી ખેલાય એ સૌ જાણે છે પણ દર વખતે કોઈ એક જ ખેલાડી મૅચ જિતાડવાની કામગીરી તો ન જ કરી શકેને!

ૄસહનશીલ બનો

બને એવું કે કામના અંતે કે દિવસના અંતે લોકોએ નાનીમોટી ભૂલો કરી હોય. એમની ભૂલને સમજવાનો પ્રયાસ કરો અને એનો સ્વીકાર પણ કરો. આમ કરીને સંબંધની ગાંઠને મજબૂત બનાવો.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ots2H9Q5qwHFmXSB97KbGO2qL2Wj31WS2bK2djq6h_4Pw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment