Tuesday, 24 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અપૂરતી ઊંઘ - ગંભીર સમસ્યા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અપૂરતી ઊંઘ આજના યુગની ગંભીર સમસ્યા!

 

 

ઊંઘ વિશેની આ કહેવતને ધ્યાનમાં રાખીને જીવવાનું આજના જમાનામાં કેટલા લોકો અનુસરતા હશે. આજના માનવીની સામે સૌથી મોટો અંગત પ્રશ્ર્ન જો કોઈ હોય તો તે છે અપૂરતી ઉંઘ'. ચાલો આજે નિદ્રા દેવી કે નિંદરની જીવનમાં કેટલી અગત્યતા છે તે વિશે થોડી માહિતી મેળવીએ.

 

આજનો યુગ ઝડપી યુગ તરીકે ઓળખાય છે. વધતી જતી માનવીની મહત્ત્વાકાંક્ષાને કારણે તેના જીવનમાં પળભર પણ શાંતિ જોવા મળતી નથી. શરીર એક મશીન બનીને રહી ગયું છે. ભારતીય સંસ્કૃતિ કે સંસ્કારોની વાત કરીએ તો તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અનેક કહેવતો પણ આપણને સાંભળવા મળતી. જેમ કે 'પહેલું સુખ તે જાતે નર્યા'. 'રાત્રે વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર'. શરીરને ટકાવી રાખવા માટે સમતોલ આહાર-વ્યાયામ જેટલો અગત્યનો છે, તેટલી જ અગત્યની છે પૂરતી ગાઢ નિંદર. શહેર હોય કે ગામડું આજે જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. સમયસર સૂવા જઈને ઊંઘને પૂર્ણ કરવી તે એક સ્વપ્ન સમાન બની ગયું છે. કામકાજની વ્યસ્તતા, સ્પર્ધાત્મક જીવન તથા ભાગદોડ ભરેલી જિંદગીમાં આજનો માનવી સ્વનું અસ્તિત્ત્વ જ ભૂલી ગયો છે. ફિલ્મી ગીત 'દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત-દિન' પ્રત્યેક વ્યક્તિ ગણગણતો જોવા મળે છે.

 

શાળામાં ભણતા બાળકો હોય કે કૉલેજમાં શિક્ષણ મેળવતો નવજુવાન, સંતાનોને સ્વાસ્થ્યપ્રદ ભોજન-અવ્વલ શિક્ષણ માટે દોડતી માતા હોય કે પછી નોકરી-ધંધો કરી બે છેડા ભેગા કરવા દોડતો પિતા હોય બધાની એક સાધારણ ફરિયાદ જોવા મળે છે કે અમને પૂરતી ઊંઘ મળતી નથી. તેનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓને માથે વધતો જતો શિક્ષણનો ભાર-પરીક્ષા, સોશિયલ મીડિયામાં મોડે સુધી વ્યસ્ત રહેવું, મોડી રાત સુધી ટી.વી. જોવું વગેરે જવાબદાર ગણાય છે. રવિવારે મોડેથી ઊઠીને સપ્તાહભરની ઊંઘ પૂર્ણ કરવાનો વ્યર્થ પ્રયત્ન પણ અનેક કુટુંબોમાં કરવામાં આવતો હોય છે. આજે બિનસ્વાસ્થ્યપ્રદ પણ ચટપટી વાનગીઓની જ્યાફત માણવાનું પસંદ કરાય છે. પરિણામે ધીમે ધીમે શરીર અનેક રોગોનું ભોગ બનતું જાય છે, જેમાં અનિદ્રાનો પણ સમાવેશ થાય છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osqf5VEpb2uHFPL7YXpmvEVb0jp9h7OfV0OCwao9Ez-3Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment