Friday, 27 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગાયનું ઘી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સો ગુણોથી ભરપૂર હોય છે ગાયનું ઘી!

 

Health benefits of cow ghee migraine cholesterol

ગાયનું ઘી - દરરોજ 2 ચમચી ઉપયોગમાં લેશો તો કોલેસ્ટ્રોલ, માઇગ્રેન અને કફ જેવી સમસ્યા થશે છૂમંતર - વજન કંટ્રોલ કરવા અને રિંકલ ફ્રી ત્વચા માટે ગાયના શુદ્ધ ઘીનો કરવો ઉપયોગ


હેલ્થ ડેસ્કઃ અનેક મહિલાઓ વજન વધવાના ડરને લીધે દેશી ઘી ખાતી નથી. તેઓ શાકભાજી કે પરાઠામાં રિફાઇન્ડ ઓયલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે તો તમારું વજન કંટ્રોલ રહી શકે છે અને સાથે જ, તમે અનેક બીમારીઓથી બચી પણ શકો છો. આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે જેમાં સો પ્રકારના ગુણ હોય છે જે એક દવાની જેમ કામ કરે છે. રોજ ગાયના ઘીનો ઉપયોગ કરતી મહિલાઓના ચહેરા પર એક અલગ પ્રકારની ચમક અને એનર્જી જોવા મળે છે.


મેન્ટલ હેલ્થ, સ્કિન અને વાળ માટે ફાયદાકારકઃ-
દેશી ઘીને બીમારીઓનું કારણ સમજવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગાયનું શુદ્ધ ઘી ટેસ્ટી હોવાની સાથે-સાથે વેટ કંટ્રોલ કરવામાં, એનર્જી વધારવામાં અને મેન્ટલ હેલ્થ સિવાય સ્કિન અને વાળ માટે પણ સારું હોય છે.


એક્સપર્ટ પ્રમાણેઃ-
દિલ્હીના SPPC (Swami Parmanand Prakritik Chikitsalaya Yoga & Anusandhan Kendra) ની Dr Durga Arod RMO પ્રમાણે, 'ગાયનું ઘી નાકમાં નાખવાથી એલર્જી ઠીક થાય છે. ઘી અને મિશ્રી ખવડાવવાથી દારૂ અને ગાંજાનો નશો ઓછો થાય છે અને યાદશક્તિ સ્ટ્રોંગ બને છે. સાથે જ, ગાયના ઘીથી બાળકોને પીઠ અને છાતિ પર માલિશ કરવાથી કફની ફરિયાદ દૂર થાય છે. આ સિવાય એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને મિશ્રી મિક્સ કરીને પીવાથી નબળાઇ દૂર થાય છે.' ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે કઇ રીતે સારું છે તે બાબતે જાણો વધુ...


વજન કંટ્રોલમાં રહે છેઃ-
Dr Durga પ્રમાણે 'ગાયના ઘીમાં સીએલએ (Conjugated linoleic acid) હોય છે. સીએલએ ઇન્સુલિનની માત્રાને ઓછી રાખે છે, જેનાથી વજન વધવા અને ડાયાબિટીઝ જેવી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે. સાથે જ, ગાયનું ઘી મેટાબોલિઝમને યોગ્ય રાખે છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. આ સિવાય તે હાઇડ્રોજનીકરણથી બનાવવામાં આવતું નથી, માટે તેને ખાવાથી બોડીમાં એકસ્ટ્રા ફેટ બનતું નથી'.


માઇગ્રેનથી બચાવેઃ-
માઇગ્રેન થવા પર માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો એટલો ભયાનક હોય છે કે વ્યક્તિને કંઇ સમજાતું નથી. થોડી મહિલાઓને માઇગ્રેન દરમિયાન ઉબકા અને ઊલટી પણ થવા લાગે છે. જોકે, ગાયનું ઘી આ ભયાનક દુખાવાથી તમને છુટકારો અપાવી શકે છે. આ માટે દરરોજ સવાર-સાંજ ગાયના ઘીના બે ટીપા નાકમાં નાખવાં. આ ઉપચાર કરવાથી દિમાગ ફ્રેશ રહે છે અને એલર્જી પણ દૂર થાય છે.


કફ દૂર કરવોઃ-
ગાયનું ઘી ખાવાની સાથે લગાવવું પણ ફાયદાકારક સાબિત થાય છે. બાળકોને જ્યારે કફની ફરિયાદ હોય ત્યારે ગાયના ઘીને ગરમ કરીને તેમાં થોડું મીઠું મિક્સ કરી છાતી, ગળા અને પીઠ પર માલિશ કરવાથી કફ એક જ દિવસમાં છૂમંતર થઇ જાય છે.


ઇન્યૂનિટી વધારેઃ-
ગાયના ઘીમાં વિટામિન કે2 મળી આવે છે. જે blood cellsમાં જમા કેલ્શિયમને દૂર કરવાનું કામ કરે છે. જેનાથી blood circulation યોગ્ય રહે છે. દેશી ઘી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં હેલ્પ કરે છે, જેનાથી વ્યક્તિને infection અને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. ગાયનું ઘી બોડીમાં જમા ચરબીને ઓગાળીને વિટામિનમાં બદલવાનું કામ કરે છે. તેમાં chain fatty acid ઓછી માત્રામાં હોય છે, જેથી તમારું ભોજન જલ્દી ડાઇજેસ્ટ થાય છે અને મેટાબોલિઝમ યોગ્ય રહે છે. આ સિવાય ભોજનમાં ગાયનું ઘી મિક્સ કરીને ખાવાથી જલ્દી ડાઇજેસ્ટ થાય છે. તે મેટાબોલિઝમની પ્રક્રિયાને વધારે છે.


ત્વચામાં નિખાર લાવે છેઃ-
ગાયના ઘીમાં ખૂબ જ વધારે માત્રામાં antioxidant મળી આવે છે, જે free-radicals સામે લડે છે અને ચહેરાની ચમકને જાળવી રાખે છે. સાથે જ, તે સ્કિનને કોમળ બનાવે છે. ત્વચાને nourish કરવાની સાથે-સાથે ડ્રાયનેસને પણ ઓછી કરે છે. માટે તમે ગાયના ઘીથી રોજ પોતાના ચહેરાની માલિશ કરી શકો છો.


કોલેસ્ટ્રોલ ઓછું કરવુંઃ-
ઘી પર થયેલાં શોધ પ્રમાણે, તેનાથી બ્લડ અને આંતડરામાં મોજૂદ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આવું એટલાં માટે કેમ કે, ઘીથી bilarias lipidનો સ્ત્રાવ વધી જાય છે. ઘી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને યોગ્ય રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં હેલ્પ કરે છે. માટે જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો, તો તમારી ડાયટમાં ગાયનું ઘી જરૂર લેવું. પરંતુ ધ્યાન રાખવું કે જરૂરિયાત કરતાં વધારે ઘીનો ઉપયોગ કરવો નહીં.


કબજિયાતને દૂર ભગાડે છેઃ-
જો તમને કબજિયાતની સમસ્યા છે અને અનેક ઉપાય કરવા છતાં તમને આરામ મળી રહ્યો નથી તો હવે તમારે પરેશાન થવાની જરૂરિયાત નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સૂતા પહેલાં ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી મિક્સ કરીને પીવું જોઇએ.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou9BHbj0biG%2BAjTKP7%3DgW9%3DiHVwxPP%3Dz-k4Mc1u72xL%3Dg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment