Saturday, 21 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વોટર ગેઈટ કૌભાંડ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"વોટર ગેઈટ કૌભાંડ"નો કેદી બન્યો મહાન કેદી સુધારકઃ ચાર્લ્સ કોલસન!
વિચારદંગલઃ વસંત કામદાર
 

 

૨પ્રીઝન ફેલોશિપ ઈન્ટરનેશનલએ વિશ્વભરમાં કેદીઓની સુધારણા માટે કામ કરતી એક જાણીતી અમેરિકન સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૭૬માં થઈ હતી અને હાલમાં તે આ ક્ષેત્રમાં કામ કરતી વિશ્વની સહુથી મોટી સંસ્થા ગણાય છે. તે કુલ ૧૨૦ દેશોમાં કેદીઓને સુધારવાનું, જેલમાંથી બહાર આવતા કેદીઓનું આર્થિક તેમજ સામાજિક પુનઃસ્થાપન કરવાનું તથા કેદીઓની ગેરહાજરીમાં તેમના પરિવારને મદદ કરવાનું કામ કરે છે અને તેથી તેને યુનોની આ વિષયની કાઉન્સીલ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ સંસ્થાનાં સ્થાપકનું નામ છે ચાર્લ્સ કોલસન.

 

ચાર્લ્સ કોલસને જસ્ટીસ ફેલોશિપ નામની બીજ પણ એક સંસ્થા શરૂ કરી છે. એ સંસ્થાનું કાર્ય ગુનાખોરી સંબંધિત કાયદાકીય માળખામાં સુધારણા સુચવવાનું છે. આ સંસ્થા કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવવાની તરફેણ કરતી ઝૂંબેશો ચલાવે છે.


કોલસને આ વિષય ઉપર જુદા જુદા ૩૦ પુસ્તકો લખ્યા છે અને તેમને જૂન ૧૮,૨૦૧૩નાં રોજ અમેરિકન પ્રમુખ જયોર્જ બુશ તરફથી તેમણે કરેલા વૈજ્ઞાાનિક સંશોધનોની રજૂઆત કરવા માટે વ્હાઈટ હાઉસ ખાતે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે પેન્સિલ્વેનીયા યુનિવર્સિટીનાં અધ્યાપક ડો.બાયરન જોન્સનનાં સહકારમાં ટેકસાસની કુખ્યાત જેલ ખાતે આ સંશોધનો હાથ ધર્યા હતાં. કોલસને સંશોધનો દ્વારા સાબિત કરી બતાવ્યું હતું કે જો કેદીઓને આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવે તો તેમનામાંથી ગુનાખોરી દૂર થઈ શકે છે.

 

કોલસનને દેશ વિદેશની મીડિયા ચેનલોના આમંત્રણો પણ મળતાં રહે છે. તેમની અખબારી કોલમ "ક્રિશ્ચિયાનિટી ટુ ડે" પણ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. તેઓ આધુનિકતાના ઓઠા હેઠળ આચરવામાં આવતી સ્વચ્છંતાના પ્રખર વિરોધી છે અને પિૃમની સંસ્કૃતિને પ્રેમ અને કરુણા જેવાં મૂલ્યોથી રંગવાના હિમાયતી છે. તેમણે આ સંદર્ભે હાવર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં શ્રેણીબદ્ધ પ્રવચનો રજૂ કર્યા હતાં અને તેને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મળી હતી.

 

ચાર્લ્સ કોલસનને તેમનાં આ માનવતાવાદી યોગદાન બદલ અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ કુલ ૧૫ ડોકટરેટની માનદ પદવીઓ એનાયત કરી છે. ૧૯૯૦માં સાલ્વેશન આર્મીએ તેમને તેનાં સર્વોચ્ચ ખિતાબથી સન્માનિત કર્યા હતાં. તો ૧૯૯૩માં તેમને વિશ્વમાં સહુથી મોટા રોકડ પુરસ્કાર (૧૦ લાખ ડોલરથી વધુ) 'ટેમ્પલટન પ્રાઈઝ' થી નવાજવામાં આવ્યા હતા. જોકે તેમણે આ બધી જ રકમ કેદીઓનાં કલ્યાણને માટે દાન કરી દીધી હતી. છેલ્લે ૨૦૦૮માં તેમને પ્રેસિડેન્ટ બુશે અમેરિકાના સર્વોચ્ચ નાગરિકી સન્માન "પ્રેસિડેન્શ્યલ સિટીઝન્સ મેડલ"થી સન્માનિત કર્યા હતા.

 

ચાર્લ્સ કોલસનની શરૂઆતની જિંદગી ભારે બદનામી અને કલંકોથી ભરેલી હતી. તેમને "દુષ્ટ વહીવટીતંત્રના દુષ્ટ વિદ્વાન" તરીકે ઉલ્લેખવામાં આવ્યા. એવું પણ કહેવાતું કે "સાવ જડ મગજનો કોલસન જરૂર પડે તેની સગી દાદીનો ય સફાયો કરતાં અચકાય તેવો નથી." આમ થવાનું કારણ એ હતું કે માત્ર અમેરિકા જ નહીં બલકે આખું વિશ્વ જેને આજે પણ ઘૃણાની દ્રષ્ટિએ જુએ છે એવા એક રાજકીય ષડયંત્રમાં તેમની સંડોવણી સાબિત થઈ હતી અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. જેલમાં વિતાવેલી ક્ષણોએ તેમની જિંદગી બદલી નાંખી. તેઓ કેદીમાંથી અમેરિકા તથા વિશ્વનાં સર્વોચ્ચ સન્માનોને લાયક બની શક્યા.

 

કોલસને કારકિર્દીની શરૂઆત અમેરિકન નૌકાદળમાંની નોકરીથી કરી હતી. તે પછી તેઓ અમેરિકન રીપબ્લિક પાર્ટીનાં નેતાઓનાં સંપર્કમાં આવ્યાં અને અમેરિકન સેનેટર લેવરેટ સાલ્ટનસ્ટોલનાં વહીવટી મદદનીશ તરીકે કામગીરી શરૂ કરી. શેર બજાર તેમજ કાયદાના નિષ્ણાત હોવાના લીધે બહુ થોડા સમયમાં જ અમેરિકન પ્રમુખ રીચાર્ડ નિકસનની નજીક પહોંચી ગયાં. ૧૯૬૮માં નિકસનની ચૂંટણીનું કામકાજ સંભાળતી મહત્ત્વની સમિતિના સલાહકાર તરીકે સફળ કામગીરી કરી બતાવી અને ચૂંટણી જીતીને અમેરિકાના પ્રમુખ બનેલાં નિકસને તેમને પોતાના વિશેષ સલાહકાર બનાવી શિરપાવ પણ આપી દીધો. એ હોદે એ સમયે વ્હાઈટ હાઉસમાં સર્વોત્તમ ગણાતો હતો કારણ કે વિશ્વમાં સહુથી શક્તિશાળી રાજકારણી ગણાતા અમેરિકન પ્રમુખની તમામ નીતિઓ અને વ્યવહારોનું નિર્માણ ત્યાંથી થતું હતું. હવે કોલસનને પ્રમુખનાં 'હીટ મેન'નું બિરૂદ મળ્યું હતું અને એ બિરૂદનાં લીધે જ તેઓ વિશ્વ આખામાં વગોવાઈ ગયા અને જેલભેગા પણ થઈ ગયા.

 

જોકે આજે તો સત્તાધારી પક્ષ તેનાં વિરોધ પક્ષોની જાસૂસી કરાવે એ ઘટનાઓ સામાન્ય ગણાય છે. કોઈપણ દેશની જાસૂસી સંસ્થાઓએ દેશનાં સત્તાધારી પક્ષનાં સીધા અંકુશ હેઠળ કામ કરતી હોવાથી તેનો ઉપયોગ વિપક્ષની નબળાઈઓ અને નીતિરીતિઓને શોધી કાઢવા માટે થાય. એવું જ કંઈક એ સમયે અમેરિકામાં બન્યું, પરંતુ અમેરિકામાં બનેલું. "વોટર ગેઈટ કૌભાંડ" તરીકે જાણીતું એ પ્રકરણ આખા વિશ્વમાં એટલું બધું તો ગાજ્યું હતું કે આજે પણ આવી રાજકીય જાસૂસીને વોટરગેઈટનાં નામથી ઓળખવામાં આવે છે. અમેરિકન પ્રમુખ રીચાર્ડ નિકસનનાં કાર્યકાળમાં બનેલાં એ પ્રકરણનાં માસ્ટર માઈન્ડ તરીકે તેનાં વિશિષ્ઠ સલાહકાર કોલસનને જ જવાબદાર ગણવામાં આવ્યા. કહેવાય છે કે કોલસને જ ૧૯૭૧માં નિકસનનાં રાજકીય વિરોધીઓની એક યાદી તૈયાર કરાવી હતી.

 

એ સમયે ડેમોક્રેટસ તરીકે ઓળખાતાં અમેરિકન વિપક્ષનું કાર્યાલય વોશિંગ્ટન ખાતે આવેલી 'વોટર ગેઈટ' નામની ઈમારતમાં હતું. કહેવાય છે કે આ ઈમારતમાં જાસૂસી ઉપકરણો ગોઠવવામાં આવ્યા અને તેમાં ગોઠવાતી દરેક બેઠકો અને તેમાં થતી ચર્ચાઓની રજેરજ વિગતો મેળવવામાં આવી. આ માટે ૨.૫ લાખ ડોલરનું કથિત બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સામેલ સ્ટાફને "પ્લમ્બર" જેવું સાંકેતિક નામ પણ આપવામાં આવ્યું હતું. આ જાસૂસોએ નિકસનનાં  તમામ વિરોધીઓની ગુપ્ત અને ખાનગી નબળાઈઓ શોધી કાઢી અને એ નબળાઈઓનો ઉપયોગ તેમને મ્હાત આપવા કરવામાં આવ્યો.   પાપનો ઘડો આખરે તો ફૂટે જ છે એ કહેવત આ કિસ્સામાં પણ સાચી પડી. એ ઈમારતમાં ૫ જાસૂસો પકડાઈ ગયા અને તેમની પૂછપરછમાં સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થતાં પ્રમુખ નિકસને રાજીનામું આપી દેવું પડયું અને કોલસનને જેલભેગો કરી દેવામાં આવ્યો.

 

મહેલમાંથી સીધા જેલમાં પહોંચી ગયેલાં કોલસનને તેનાં અંગત મિત્ર થોમસ ફીલીપે "મીઅર ક્રિૃયાનિટી" નામનું એક પુસ્તક વાંચવા માટે આપ્યું. એ પુસ્તકે કોલસનનાં જીવનને બદલી નાંખ્યંુ. તે રાત-દિવસ પ્રાર્થના અને બાઈબલ વાંચન કરવા લાગ્યો તેનાથી તેના અશાંત મનને ઘણી શાંતિ મળી. જોકે એ સમયનાં અખબારોએ તો તેનાં આ હૃદય પરિવર્તનને એક નાટક જ ગણાવ્યું હતું. પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ કોલમેને પોતાની માનવતાવાદી અને ધર્મ પરાયણ જીવનશૈલી થકી એ તમામ અખબારોને ખોટા સાબિત કરી બતાવ્યા. અનેક લોકોના જીવન સુધારી બતાવ્યાં.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvVbsiDwQ5N7sJXpwWntVye4UuqB1G%3DyKJ2RhS-jmb-%3Dw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment